- સઈદ કિરમાણી
| (Image Source - The Times of India) |
| (Photo source: Crictracker.com ) |
| (image ©Youtube) |
- સઈદ કિરમાણી
| (Image Source - The Times of India) |
| (Photo source: Crictracker.com ) |
| (image ©Youtube) |
- સઈદ કિરમાણી
- સઈદ કિરમાણી
| ભારતની વિશ્વપ્રસિદ્ધ સ્પિન ચોકડી (ડાબેથી):ચંદ્રશેખર, બેદી, પ્રસન્ના અને વેંકટ રાઘવન (તસવીર સૌજન્ય: https://www.thecricketmonthly.com/.../coffee-with-chandra) |
| ચંદ્રશેખરનો બોલ બેટ્સમેન ટોલ્ચર્ડના બેટની ધારને અડકીને જાય છે અને કિરમાણી કેચ લઈ લે છે (તસવીર સૌજન્ય: © Patrick Eagar/Getty Images) |
| ઓસ્ટ્રેલિયાના સૌથી ઝડપી બોલર પૈકીના એક જેફ થોમસન (તસવીર સૌજન્ય: https://www.couriermail.com.au/.../jeff.../news-story) |
| એલન બોર્ડર (તસવીર સૌજન્ય: https://cricmash.com) |
| સઈદ કિરમાણી (તસવીર સૌજન્ય: gettyimages) |
| કિરણ મોરે (તસવીર સૌજન્ય: https://www.espncricinfo.com/) |
(તસવીરસ્રોત સૌજન્ય: https://cricketthrills.com/hemu-adhikari-cricketer/ )
"ખેલાડીઓને અપાતું ભથ્થું પ્રવાસનું અગત્યનું પાસું છે. હું નથી માનતો કે વિદેશમાં વધી ગયેલી મોંઘવારી વિશે ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડના અધિકારીઓ જાણતા હોય યા જાણવા માગતા હોય. મારા પહેલવહેલા પ્રવાસમાં દૈનિક ભથ્થું એક પાઉન્ડ હતું. એ વખતે મને વાંધો નહોતો. કેમ? કેમ કે, મને ત્યારે ખબર નહોતી કે પૈસાનું શું કરવું! બીજું કે રહનસહન સસ્તું હતું. મને અનુભવ મળતો ગયો અને દેશમાં તેમ જ વિદેશમાં મિત્રો બનતા ગયા ત્યારે બૉર્ડ દ્વારા ચૂકવાતો એક પાઉન્ડ શરમજનક લાગતો. 1971માં બૉર્ડે 'ઉદારતાપૂર્વક' અમારું દૈનિક ભથ્થું વધારીને બે પાઉન્ડ કર્યું. એ હકીકત તેમના ધ્યાનમાં ન આવી કે વિદેશમાં કિંમતોના દર વીસ ગણા વધી ગયા છે. અમને ક્રિકેટરોને અમારા પરિવાર અને મિત્રો માટે વિદેશથી સ્મૃતિચિહ્નો (સુવેનિયર) લાવવાં ગમે છે, પણ અમે અન્ય રીતે નાણાં ન બચાવીએ તો એ લાવી ન શકીએ. 1971માં વેસ્ટ ઈન્ડિઝમાં અમારામાંના કેટલાકે મેનેજર કેકી તારાપોરને મનાવ્યા કે અમારે વધુ નાણાંની જરૂર છે. અમે સૂચવ્યું કે તે અમને એવી સમજૂતિ સાથે રોજના પાંચ પાઉન્ડ આપે કે અમે હોટેલમાં ભોજન નહીં લઈએ."
![]() |
| એરાપલ્લી પ્રસન્ના |
"મિયાં અસલમ બિનઅનુભવી હતા અને 1985ની ટેસ્ટ શ્રેણી દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ તેમને ખુલ્લેઆમ ભાંડતા. મહિના પછી વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી દરમિયાન પેશાવર ખાતેની ત્રીજી મેચમાં ફરી વખત તેમની નિમણૂક કરવામાં આવી. તેમણે લૅરી ગોમ્સને રનઆઉટ ઘોષિત કર્યો, જે ટેલિવિઝનના રિપ્લેમાં પુરવાર થયા મુજબ સાચો નિર્ણય હતો. આ નિર્ણય બદલ તેમને વેસ્ટ ઈન્ડીઝના એક ખેલાડી દ્વારા ભાંડવામાં આવ્યા, આથી તે એકદમ નર્વસ થઈ ગયા અને પરિણામે અમારી વિરુદ્ધમાં થોડા ખોટા નિર્ણયો આપ્યા. લંચ વખતે મેં મિયાં અસલમને કહ્યું કે એ ખેલાડીની ગેરવર્તણૂકની જાણ તેમણે વેસ્ટ ઈન્ડીયન મેનેજરને કરવી. તેમણે જણાવ્યું કે કોઈએ તેમને ભાંડ્યાબાડ્યા નથી. આ સાંભળીને આખી પાકિસ્તાની ટીમ ખડખડાટ હસી પડી, કેમ કે, સૌએ એ સાંભળેલું. એ ક્ષણે રફી નસીમ રૂમમાં આવ્યા અને મેં તેમને કહ્યું કે બૉર્ડે સક્ષમ અમ્પાયર તો કમ સે કમ નીમવા જોઈએ. તેમણે જવાબ આપ્યો, 'ઓકે, તારો પ્રિય અમ્પાયર કોણ છે?' તું કોને ઈચ્છે છે?' હું અકળાઈ ગયો. એ શ્રેણી સરભર હતી અને અમારી ટીમે સખત ઝઝૂમવું પડેલું. મિયાં અસલમના અમ્પાયરિંગ કે રફી નસીમના રમત પ્રત્યેના જડ વલણને લઈને મને ફિકર હતી. મેં તેમને રૂમ છોડીને ચાલ્યા જવા કહ્યું."
(કેટલાક ક્રિકેટરોની આત્મકથાના ચૂંટેલા અંશ)
"મુંબઈના અમારા વિસ્તારમાં બિલ્ડીંગનાં અલગ અલગ બ્લૉક વચ્ચે ટેનિસ બૉલની 'ટુર્નામેન્ટ' યોજાતી અને અમે સામસામી ટીમમાંથી રમતા એ વખતથી હું સુધીર નાઈકને જાણતો હતો. મને આંચકો લાગ્યો અને લાગ્યું કે આ કોઈ ગેરસમજનો મામલો છે. શું થયેલુંં એ મેં તેને પૂછ્યું નહોતું, પણ પછી તેણે મને આખી કથની જણાવેલી. એની નિર્દોષતા બાબતે મારા મનમાં સહેજ પણ શંકા નહોતી.
![]() |
| સુનિલ ગાવસ્કર |
![]() |
| સુધીર નાઈક |