Showing posts with label Guest column. Show all posts
Showing posts with label Guest column. Show all posts

Tuesday, March 24, 2026

આંકડાની દુનિયામાં શબ્દોની રમત (2)

- મલક પ્રજાપતિ 


(આ લેખની પહેલી કડી અહીં ક્લિક કરીને વાંચી શકાશે.) 

હવે વારો હતો નેશનલ સ્તરની સ્પર્ધા માટે જવાનો. પણ એ પહેલાં કવિતાનો વિષય પસંદ કરીને એના પર લખવાનું હતું. નેશનલ સ્પર્ધા મેં ધારેલાં સ્થળો દિલ્હી અથવા રાજસ્થાનને બદલે પશ્ચિમ બંગાળના સિલિગુરીમાં હતી. તારીખ હતી ૩જી અને ૪થી ફેબ્રુઆરી(2026). આ વખતે મારી સાથે મમ્મી આવવાની હતી. અમદાવાદથી બાગડોગરા વિમાનયાત્રા જ કરવી ને એ જ રીતે પરત ફરવું એમ નક્કી થયું. આથી ૩૧મી તારીખે સુજાત- શૈલી(ભાભી)ના ઘરે અમદાવાદ પહોંચી જવાનું ગોઠવ્યું. રહી વાત વિષયોની, તો ૪ કે ૫ નહીં, પણ ૧૨ વિષયોમાંથી એક પર પસંદગી ઉતારવાની હતી.મેં અંતરાત્મા કી આવાઝ વિષય પસંદ કર્યો.

થોડા વખત અગાઉ હમ્પીના પ્રવાસ 
દરમિયાન ત્યાંની એક શેરીમાં 
બેસીને આ સ્પર્ધા માટેની કવિતા 
લખવાનો આરંભ કરેલો

હવે કપરું કામ શરૂ કરવાનું હતું- કવિતા લખવાનું નહીં, પણ મારા આંતરાત્માનો અવાજ ઓળખવાનું. વિષયો આ વખતે દોઢ મહિના અગાઉથી જ આપી દેવામાં આવ્યા હતા. એટલે પૂરતો સમય હતો. મેં અનેક વ્યર્થ પ્રયત્નો કરી લીધા હતા. આ વખતે કવિતા લખવા કરતાં અને બોલવા કરતાં પણ અઘરું મારા વિચારોને ‘ઓળખવાનું’ કામ કરવાનું હતું. મેં આના માટે રીતસર દોઢ મહિનો વાપરી કાઢ્યો. છેક સુધી લખભૂંસ કરતી રહી. ક્યારેક મારી બહેનપણી મહેકને ફોન કરી મારા બધા વિચારો ઠાલવી દેતી. આ પ્રક્રિયામાં મને મારા પોતાના વિચારો અંગે વધુ સ્પષ્ટતા થતી. આખરે પ્રવાસ આરંભવાનો હતો એની આગલી રાતે જાગરણ કરીને કવિતા પૂરી કરી. અમે અમદાવાદ પહોંચ્યા અને દરમિયાન રસ્તામાં જરૂરી મઠારવાની વિધિ કરી.

અમદાવાદ રોકાયા અને પછી ત્યાંથી વિમાનમાર્ગે બાગડોગરા પહોંચ્યા. પશ્ચિમ ભારતમાં WICASA કાર્યરત છે, એમ ત્યાં પૂર્વ ભારતની EICASA (Eastern India Chartered Accountants Students Association)- સિલિગુરી બ્રાન્ચની કમિટીમાંથી સ્પર્ધકોને આવકારવા માટે કોઈ ને કોઈ હાજર રહેતું. અમને લાવવા- લઈ જવા માટેનો, રહેવા અને જમવા સહિતનો તમામ બંદોબસ્ત ત્યાં અગાઉથી કરી રાખવામાં આવ્યો હતો. ૩જી તારીખે extempore અને aurathonની કોમ્પિટિશન રાખવામાં આવી હતી. કાવ્યસ્પર્ધા ૪થીએ હતી.

સ્પર્ધાના સ્થળે 

પહોંચ્યા એ રાત્રે અમારો ઉતારો હતો એ હોટેલમાં સંગીતસંધ્યા જેવુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય સ્પર્ધા દીઠ ૧૫ વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવ્યા હતા. અમે અન્ય સ્પર્ધકો સાથે પરિચયની આપ-લે કરી. આ દરમિયાન એકબીજાનો પરિચય થતો ગયો. કોઈનો આ પહેલવહેલો અનુભવ હતો, તો કોઈ માટે આ બીજી વારનું હતું. એમાં એક સરદારજીએ પોતાના ખુશમિજાજ સ્વભાવથી મહેફિલનો આનંદ જાળવી રાખ્યો હતો.

બીજા દિવસે extempore અને aurathon કોમ્પિટિશન માટે અન્ય હોટેલમાં જવાનું હતું. અમારા ICAIના તત્કાલિન પ્રેસિડેન્ટ સી.એ. ચરણજોત નંદા, બોર્ડ ઑફ સ્ટડીઝ – ઓપરેશનના ચેરમેન સી.એ. (ડૉ.) રોહિત રૂવાટિયા અને વાઇસ-ચેરમેન સી.એ. સંજીબ સાંઘવી સહિત ICAIના વિવિધ મેમ્બર્સની ત્યાં હાજરી હતી. સૌની આગતાસ્વાગતા બાદ હરીફાઈ શરૂ થઈ. બંને હરીફાઈ સમાંતર ચાલતી હતી. મેં aurathonમાં પ્રેક્ષક બનીને બેસવાનું નક્કી કર્યું. 

Aurathonમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ચાર્ટર્ડ ઍકાઉન્ટન્સીમાં ઉપયોગી વિવિધ યુઝકેસ બનાવવાના હતા. આ માટે ICAI AURA- Artificial Intelligence Understanding for Rising Achievers નામે વર્કશોપ યોજે છે, જેમાં AI અને તેના ઉપયોગ અંગે માહિતી આપવામાં આવે છે. આ વર્કશોપમાં ભાગ લીધો હોય એવા જ વિદ્યાર્થીઓ aurathonમાં ભાગ લઈ શકે. આમાં પાંચેય રિજન (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય)માંથી કુલ ૧૫ વિદ્યાર્થીઓ આવ્યા હતાં. દરેકને પોતાની રજૂઆત માટે ૧૫ મિનિટનો સમય ફાળવવામાં  આવ્યો હતો. એ પછી નિર્ણાયકો દ્વારા વધુ સ્પષ્ટતા માટે તેમને પ્રશ્નો પૂછવામાં આવતા. આ અંતર્ગત વિવિધ આઈડિયાઝ રજૂ કરવામાં આવ્યા, જેવા કે ઓડિટ ટૂલ કે જેમાં સંભાવનાની થિયરી અને અન્ય ગાણિતિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સેમ્પલિંગ જેવુ કામ ઓટોમેટ કરવામાં આવ્યું હતું; એક એવું ટૂલ કે જેની મદદથી બેન્કની પાસબુક કે જેમાં કેટલીક વાર અક્ષરો વાંચી શકાય એમ છપાયેલા હોતા નથી, છતાં એ વાંચીને ખાતાનો હિસાબ આપી શકે; ક્લાયન્ટ પાસેથી જરૂરી માહિતી મેળવતો સિસ્ટમ જનરેટેડ ફોન કોલ જેના દ્વારા પ્રાથમિક કાર્ય સરળતાથી થઈ શકે. આ ઉપરાંત ઓડિટ ક્વેરી ડ્રાફટિંગ અને મેઈલિંગ; ઓટોમેટિક GST રિકન્‍સિલીએશન જેવા અનેકવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ સવારના ૧૧ આસપાસ શરૂ થયો હશે અને પૂરો થતાં રાતના આઠેક થયા. એ રાત્રે પણ સંગીતસંધ્યાનું આયોજન હતું. વિદ્યાર્થીગાયકોએ એમાં જોડાઈને મહેફિલની રોનક જમાવી હતી. મને થાક ઘણો લાગ્યો હતો, પણ બીજા દિવસે મારો વારો હતો.

બીજા દિવસે સવારના સાડા પાંચે હું જાગી ગઈ. બાથરૂમના અરીસામાં દેખાતી આકૃતિને પ્રેક્ષક બનાવીને મેં મારો ‘બબડાટ’ શરૂ કર્યો. અમે રોકાયા એ હોટેલમાં જ આજે સ્પર્ધા હતી. એ પછી પરવારીને, સવારનો નાસ્તો પતાવીને અમે હૉલમાં ભેગા થયા અને કાર્યક્રમ શરૂ થતાં પહેલાનું ફોટોસેશન કરી લીધું. સાથોસાથ એકબીજાને પોરસ ચડાવવાની વિધિય કરી લીધી.

વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્પર્ધકો 

એ પછી કાર્યક્રમ શરૂ થયો. આપણે ત્યાં યોજાતા અન્ય કાર્યક્રમોના અનુભવે નિર્ણાયકો તરફથી ‘બે શબ્દો’ની હું રાહ જોઈ રહી હતી, પણ તેમણે એ બહુ ટૂંકમાં પતાવીને મુખ્ય કાર્યક્રમ શરૂ કરી દીધો.  મારા આશ્ચર્ય વચ્ચે શરૂઆત મારાથી જ થઈ. હજી  હું મને પોતાને એ વાતાવરણમાં ‘સેટ’ કરી રહી હતી ત્યાં મારું નામ બોલાયું. હું સહેજ હબકી ગઈ. પણ ધીમે ધીમે મેં મારી અસ્વસ્થતા પર કાબૂ મેળવ્યો અને કવિતા શરૂ કરી. 

अंतरात्मा की आवाज़

इन उलझनों से कब तक भागते रहोगे,

ज़रा ठहर के ये हालात देख तो लो।

इस ख़ामोशी में आवाज़ें छिपी हैं कितनी,

ठहर के इनकी समात कर तो लो।

 

तलाश में हो जिन जवाबों की,

मयस्सर ये ग़ैरों से ना होंगे।

जो ज़ाहिर है फ़क़त एक एहसास से,

उस पर भी नज़र कर तो लो। 


दायरे यूँ ना बनाया करो तुम,

यह बस ला-यकी़नी का अंजाम है।

यह ज़ब्त में शामिल सरकशी है कितनी,

गौर इस पर भी एक बार कर तो लो।

 

मुनासिब है कि शरीकों से भी राय लो,

कि सिरात की सख़्ती भी पहचान लो।

मगर कोई राय तुम्हारी भी तो होगी,

कभी खुद से भी जिरह कर तो लो।

 

ज़ायज़ है कि तुम्हें मुश्किल लगे,

तेज़-रफ़्तार ज़माने में सदा-ए-रूह को थामे रखना।

मगर तुम्हारी हमराह यही, मुर्शिद यही और मुंसिफ भी यही,

ईमान से 'मलक' एक कोशिश कर तो लो।

 

કાવ્યપાઠ દરમિયાન 

જોતજોતાંમાં મારો કાવ્યપાઠ પૂરો થયો. એ પછી સૌએ પોતપોતાના સ્વભાવ અનુસાર માપસર મોકળાશ લઈને પોતાની કવિતા આગળ ધરી. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં બાગડોગરાના એરપોર્ટ ડાયરેક્ટર નવિદ નાઝિમ હાજર હતાં. એમના અને અન્ય સાહેબોના વક્તવ્ય બાદ ત્રણેય સ્પર્ધાનાં પરિણામો જાહેર થયા. આ વખતે મને મારી રજૂઆતથી જોઈએ એવો સંતોષ મળ્યો નહોતો, મારા આ અહેસાસમાં પરિણામે સંમતિ આપી. વિજેતાઓમાં મારું નામ નહોતું. આ હરિફાઇના પ્રથમ અને દ્વિતીય વિજેતાઓને ઈન્સ્ટિટ્યૂટે અનુક્રમે રૂ. ૨૧,૦૦૦ અને ૧૧,૦૦૦ આપીને પુરસ્કૃત કર્યા.  એ પછી બધાને મેમેન્ટો, સર્ટિફિકેટ્સ અને કીટ આપીને પ્રોત્સાહિત કર્યા અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી.

****

સાંજે અહીંની કમિટીએ રોંગટોંગ જવાનો અર્ધદિવસીય પ્રવાસ યોજ્યો હતો, જેમાં હું જોડાઈ નહોતી. નમતી સાંજે એક મજાનો પ્રસંગ બન્યો, પણ હું બાકાત રહી ગઈ. અમારી હોટેલમાં એક નેપાળી લગ્નપ્રસંગ હતો. આની જાણ થતાં મારા સાથીદારો પણ એમાં ‘મહેમાન’ બની ગયા હતા. યોગાનુયોગે એ વરરાજા પણ સી.એ. હતા. એટલે હવે આ પ્રસંગ પારકો રહ્યો નહોતો.

૫મી તારીખે, બધા પોતપોતાના બૂકિંગ મુજબ પરત ફરતા હતા. કમિટીના વિદ્યાર્થીઓ એમના માટે ટેક્સીની વ્યવસ્થા કરવામાં લાગેલા હતા. મારી અને અન્ય ૪ જાણની ફ્લાઇટ સાંજે ૫ અને ૬ વાગ્યાની હતી, એટલે અમે ત્યાં હજી થોડાક કલાકો એકસાથે વિતાવવા મેયફેર ટી – રિસોર્ટ જવાનું ગોઠવ્યું. હવે અમે ઓછા લોકો રહ્યા હતા, એટલે એકમેક સાથે પરિચય ગાઢ બન્યો અને આત્મીયતા વધી. મજા આવી. જમણવાર પતાવીને અમે પણ એક-બીજાને છેલ્લું ‘આવજો’ કહ્યું અને પોતાના રાજ્યમાં આવવાનું આમંત્રણ આપી વિખૂટા પડ્યા.

એક વાતનો ઉલ્લેખ કરવો રહ્યો. આ સ્પર્ધામાં ભાગ લેનારનો રહેવાનો, વાહનવ્યવહાર અને જમવાનો ખર્ચ ઈન્સ્ટિટ્યૂટ પોતાની ગણતરીને ધ્યાનમાં રાખીને પણ ભરપાઈ કરી આપે છે. મને થયું કે પોતે જ ખર્ચ ભોગવવાનો થાય તોય આ અનુભવ લેવો રહ્યો. EICASA – સિલિગુરી બ્રાન્ચની કમિટીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઘણી સુંદર રીતે સંભાળ્યું હતું. હોટેલમાં ડિનર વખતે રસગુલ્લાનો સ્વાદ આત્માને તૃપ્ત કરી દે એવો હતો. એવી જ મિઠાશ સમગ્ર કાર્યક્રમની મનમાં રહી ગઈ. સ્પર્ધા તો ખરી જ, પણ ત્યાં એક મિત્રવર્તુળમાં રહેવાનો અને સૌને મળવાનો આનંદ અનેરો હતો. મારા આંતર્મુખી સ્વભાવને કોરાણે મૂકવા હું ત્યાં ઘણું મથી હતી. આ ‘ગ્રેટિટ્યુડ’ની લાગણી માટે મને એક ગીતની એક લીટી એકદમ યોગ્ય જણાય છે કે યે સબ તુમ્હારા કરમ હૈ આકા...’ 

(સંપૂર્ણ) 

Monday, March 16, 2026

આંકડાની દુનિયામાં શબ્દોની રમત (1)

- મલક પ્રજાપતિ 

(મલકની સાદી ઓળખ એટલી કે મિત્ર પરેશ પ્રજાપતિની દીકરી અને સુજાતની એ નાની બહેન. અમારા અનેક સંયુક્ત પ્રવાસોમાં તે સહભાગી પણ ખરી. અત્યારે સી.એ.નો અભ્યાસ કરી રહેલી મલકે કાવ્યરચનાની સ્પર્ધામાં ભાગ લીધો અને છેક રાષ્ટ્રીય સ્તર સુધી જઈ આવી. પોતાના એ અનુભવનું તેણે કરેલું બયાન.) 

બાળપણથી મને શાળામાં ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો શોખ. એને કારણે એક યા બીજા બહાને ભણવા સિવાયની અન્ય બાબતોમાં રહેવાતું અને બહુ ગમતું. છએક વર્ષોથી પ્રવૃત્તિઓ પ્રમાણમાં ઓછી થઈ ગઈ હતી, કેમ કે, પહેલાં દસમું, પછી બારમું અને પછી સી..નો અભ્યાસ શરૂ કર્યો હતો.

મારા CA ના અભ્યાસ દરમિયાન IT અને OC ટ્રેનિંગ વખતે જાણવા મળ્યું કે WICASA (Western India Chartered Accountants Students Association) દ્વારા CAના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. મેં CA ઇન્ટરમિડીએટની પરીક્ષા પાસ કરી દીધી હતી એટલે હવે વર્ષની આર્ટિકલશીપ પૂરી થાય ત્યાં સુધી ભારે કહી શકાય એવી કોઈ પરીક્ષાઓ આવવાની નહોતી. આથી મેં વિચાર્યું કે હવે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ફરી શરૂઆત કરવી.

નવેમ્બર,2025માં WICASAના Instagram પેજ પર પોસ્ટ જોઈ કે extempore (શીઘ્રવક્તવ્ય) અને poetry (કવિતા) કોમ્પિટિશન યોજાવાની છે. કવિતાઓ હું શોખ ખાતર ઘણા સમયથી લખતી હતી, પણ અત્યંત નજીકના મિત્રો અને (મોટા ભાઈ) સુજાત સિવાય કોઈને બતાવવાની હિંમત કરેલી નહીં. વિષયો આકર્ષક હતાં. એના પર કવિતા કદાચ હું લખું તોય કોઈકે લખેલી સાંભળવી ગમે એવા હતાં. જેમ કે, આનંદ, આઝાદી કે પંખ, આશા, વ્યક્તિગત વિકાસ અને પહલી રોશની. કવિતા અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં લખવાની પણ છૂટ હતી. મેં કવિતાઓ લખવાની શરૂઆત ગુજરાતીમાં કરી હતી, પણ એને આગળ ધપાવવાનું કામ હિન્દીમાં કરેલું. શરૂઆતમાં થોડો ખચકાટ હતો, છતાં એક મિત્ર ફૈઝાનના પ્રોત્સાહન સાથે અત્યંત સરળ કહી શકાય નહીં એવો નિર્ણય લીધો કે ભાગ લેવો અનેબોલવું. ફૈઝાન અને હું આર્ટિકલશીપમાં એક ઓફિસમાં કામ શિખતા હતા, અનુભવે તેઓ મારા કરતાં સિનિયર છે. તેઓ WICASA કમિટીમાં મેમ્બર અને 'સ્ટડી સર્કલ કન્વીનર'  પણ રહી ચૂક્યા છે. મેં આઝાદી કે પંખવિષય પર પસંદગી ઉતારી. આમાં ચક્કર એવી રીતે ફર્યું કે હું વિજેતા બની

आज़ादी के पंख 

निकली थी मैं घर से आँखों में वही सुरूर लेकर,

यह एहसास साथ लिए कि आज़ाद हूँ मैं। 

मेरे कदमों ने दूर तक चलना चाहा,

सोचाआज़ादी तो ऐसे ही जी जाती है;

पर जहाँ पाँव रुकेवहाँ डर पाया,

जब उस डर को हरायातो पाया कि आज़ाद हूँ मैं। 

एक तहज़ीब सिखाई है मुझेकहा कि "औरत हूँ मैं"

ऐसे उठनावैसे बैठनाकैसे बात करना;

मगर खुद को औरत नहिंमहज़ एक इन्सान समझा,

तो पाया कि आज़ाद हूँ मैं।

ज़माने के वो चार लोग और उनकी चार बातें -

मैंने सुनी नहिं थी कभीमन ने तो बस बना ली थी यूँही,

दिल के इस तसव्वुर को जो ठुकरायातो पाया कि आज़ाद हूँ मैं।

सोचा थाआज़ाद रहने को घर से निकलना होगा,

मगर जब मन के पिंजरे से निकली,

तो पाया कि आज़ाद हूँ मैं।

વડોદરાના સ્પર્ધકો સાથે: (ડાબેથી ચોથાં) 
નિર્ણાયક સી.એ.સ્તુતિ ધોળકીયા, (ડાબેથી છઠ્ઠે) મલક 

આથી વડોદરા બ્રાન્ચ પછી હવે આગળ મારે રિજનલ લેવલ માટે મુંબઈ જવાનું થયું. ભાગ લેતી વખતે વાત ધ્યાન બહાર રહી ગઈ કે સ્પર્ધા નેશનલ ટેલેન્ટ સર્ચહેઠળ યોજાઇ છે એટલે કે રાષ્ટ્રીય કક્ષાની છે. તેમાં બ્રાન્ચ, રિજનલ (ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને કેન્દ્ર એમ ક્ષેત્રોમાં) તથા નેશનલ લેવલ સુધી સ્પર્ધાઓ યોજાતી હોય છે.

**** 

નેશનલ ટેલેન્ટ સર્ચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ (ICAI) દ્વારા CA સ્ટુડન્ટ્સ માટે યોજવામાં આવતો કાર્યક્રમ છે, જેના અંતર્ગત વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવતી હોય છે. સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને પોતાનાં વિવિધ કૌશલ્યો બતાવવાની તક મળતી હોય છે. તેમાં ચેસ, સ્કેચ, કવિતા લેખન, નિબંધ લેખન, વાદ્ય સંગીત, extempore, aurathon, ડ્રામા, ડિબેટ વગેરે ક્ષેત્રો સમયાંતરે આવરી લેવામાં આવતા હોય છે.

સ્પર્ધાની મોટાઈ હું સમયે કળી નહોતી શકી. સ્પર્ધાનું આયોજન ડિસેમ્બરની ૭મી તારીખનું હતું. સંજોગોવશાત હું દિવસોમાં અમારી નેશનલ કોન્ફરન્સ માટે મુંબઈ જવાની હતી. એટલે નક્કી કર્યું કે એક દિવસ ત્યાં વધુ રોકાઈ, સ્પર્ધા પૂરીકરીને આવવું.

હું મારી કવિતાઓ બેથી વધુ લોકો વચ્ચે મૂકવામાં હજુ આત્મવિશ્વાસ કેળવી રહી હતી. આવનારી સ્પર્ધા માટે વિષયોની રાહ જોવાઈ રહી હતી. પણ એક મિત્રે કહેલું યાદ આવ્યું કે મોટે ભાગે વિષયોમાં કોઈ ફેરફાર હોતો નથી. એટલે જૂના વિષયોમાંથી મેં અગાઉ પસંદ કરેલા વિષય સિવાયનો વિષય - આશાવિષય પસંદ કર્યો અને લખવાનું શરૂ કર્યું.

શાળામાં સ્ટેજ ફિઅર મને ખાસ નહોતો. પણ શાળાની પ્રવૃત્તિઓ બંધ થઈ, ત્યાર પછી લોકો વચ્ચે બોલવું મારા માટે એક પડકાર બનતો ગયો હતો. ઘણી વાર ધ્રુજારી હાથમાં દેખાય તો ક્યારેક અવાજમાં વરતાઈ આવે. એટલે સ્પર્ધાને હું જીતવાની તક નહીં, પણ બીક દૂર કરવાની તક તરીકે જોતી હતી. સ્પર્ધામાં મારો એક ઉદ્દેશ હતો કેસારી રીતેબોલીને આવવું. માટે મેં પહેલા કદી નહીં કરેલી એટલા પ્રમાણમાં મહેનત કરેલી. લખવા કરતાં બોલવા માટે મહેનત કરી એમ કહીએ તો ચાલે.

સ્પર્ધા મુંબઈના BKCમાં આવેલા અમારા ICAI ભવનમાં યોજાવવાની હતી. દિવસે મારા ત્રણ સાથી સ્પર્ધકો સાથે અમે સમય કરતાં વહેલા સ્થળ પર પહોંચી ગયા. પહોંચ્યાની મિનિટમાં જાણ થઈ કે કવિતાના વિષયો તદ્દન જુદા છે. એટલે કે જે વિષય પર તૈયારી કરી હતી નહીં. વડોદરા સહિત અમદાવાદ અને નાગપુર બ્રાન્ચના અમે સૌ સ્પર્ધકોને બદલાયેલ વિષયની જાણ કરતો -મેઇલ મળ્યો નહોતો. હવે પ્રશ્ન હતો કે નવા વિષય પર કવિતા વિના બોલવું કઈ રીતે!  

સવારના સાડા અગિયાર જેવું થયેલું અને સ્પર્ધા એક વાગ્યે શરૂ થવાની હતી. આટલા ઓછા સમયમાં નવા વિષય પર કવિતા લખવા બાબતે શરૂઆતમાં મને અવિશ્વાસ હતો. અગાઉ લખાયેલી મારી કોઈ કવિતા પણ આમાંના એકે વિષયને અનુરૂપ નહોતી, જે હું ત્યાં રજૂ કરી શકું. છતાં કોણ જાણે કઈ રીતે, મેં મન મજબૂત કરીને લખવાનું શરૂ કર્યું. મારા પોતાના આશ્ચર્ય વચ્ચે એક વાગતાં સુધીમાં કવિતા લખાઈ ગઈ. ફૈઝાનને સંભળાવી અને તેમની મહોર પણ લાગી ગઈ. હિંમતે મર્દા, તો મદદે ખુદા કહેવત પરીક્ષામાં વિચારવિસ્તારના માર્કસના પ્રશ્નમાં ઘણી વાર લખી હતી, પણ એનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વાર થયો.

કાર્યક્રમ બે વાગ્યાની આસપાસ શરૂ થયો. વિષયોના ફેરફાર અંગેની ગેરસમજ વિષે અમારા નિર્ણાયકોને જાણ થઈ. જૂના વિષયો ઉપર લખેલી કવિતા પણ માન્ય રાખવી એવી સ્પર્ધકો દ્વારા રજૂઆત કરવામાં આવી. એને ધ્યાનમાં રાખીને તેઓ અમારી બહુમતી જેમાં હોય બાબત માન્ય રાખવા રાજી થયા. વિષયો મળ્યા હોય એવા મારા સહિત અમે પાંચ સ્પર્ધકો હતાં. મેં નવા વિષય માટે મારી સંમતિ દર્શાવી અને બહુમતી પણ રહી. નિર્ણાયકે અમને પાંચ જણને અમારી કવિતા લખવા માટે અલાયદો રૂમ ફાળવ્યો અને અમારો વારો છેલ્લે રાખીને સહયોગ આપ્યો. સમય દરમિયાન મેં મારી લખેલી કવિતા મોઢે કરી, બોલવાની પ્રેક્ટિસ ફરી શરૂ કરી દીધી. વિષય હતો સૂર્યોદય’.

सूर्योदय

वो लालिमा मेरे दिल में एक ख़्वाहिश बनकर आई थी,

हलकी सी धूप मेरी हमराह बनकर आई थी,

तारिकी में उलझी हुई मैंकहीं तो रुकी हुई थी,

वो सुबह मेरे ख़ुदा का पैगाम लिए आई थी। 

वो अंधेरा जो मुझे कैद सा लग रहा था,

मेरे जहन में इज़्तिराब बन बैठा था,

मगर वह सुबह थीजो कह रही थी फिर से उठने को,

क्योंकि कामरान हर हसरत पे नूर--उम्मीद का हो रहा था।

एक उसूल है इस आलम का कि कोई चीज कायम नहि यहाँ,

कि चार पहर के बाद भी नजर आती है रौशनी यहाँ,

यह वाजिब नहिं कि चंद लम्हों को मुकम्मल ज़िंदगी माना जाए,

क्योंकि हर शब के बाद हसीन होती है सुबह यहाँ।

मुझे मालूम है कि घनी रात फिर से आनी है,

मगर अब तो यह बसिरत है कि सुबह भी फिर से आनी है,

सब्र करना हैशम्स को भी मोहलत देनी है,

क्योंकि वो धीमी सी रौशनी आख़िर में पाक सहर होनी है।

મારો વારો આવતાં સુધી મેં મારી બીકને કાબૂમાં રાખવા મગજને એક યા બીજા બહાને અન્ય વિચારોમાં વ્યસ્ત રાખ્યું. અને આખરે જ્યારે મારો વારો આવ્યો, ત્યારે મેં એની આત્મવિશ્વાસ સાથે રજૂઆત કરી. રજૂઆત પછી મને સંતોષ મળ્યો કે હુંધાર્યુંકરી શકી. બનાવમાં મને બધા નહીં, પણ પાછલા અમુક વિદ્યાર્થીઓની કવિતાઓ સાંભળવાનો મોકો મળ્યો.

કવિતાની સાથે extempore કોમ્પિટિશન (શીઘ્રવક્તવ્ય) પણ યોજાઇ. એમાં ત્યાં આપેલા વિષય પર વિચારવા માટે મિનિટનો સમય આપવામાં આવતો. એના પર પાંચ મિનિટ બોલવાનું હતું. પણ પૂરું થયું.

મુંબઈની સ્પર્ધામાં રિજનલ નિર્ણાયક મૈત્રી મેડમ (ડાબેથી ચોથાં) ના હાથે
ઈનામ સ્વીકારતાં, મારી જમણે બીજા જજ ઝૈદ સર  

હવે વખત પરિણામ જાહેર કરવાનો હતો. નિર્ણાયકોએ દરેક સ્પર્ધકો માટે વ્યક્તિગત અભિપ્રાય આપ્યા, જે અપેક્ષિત અને વખાણવાયોગ્ય હતું. પરિણામ જાહેર થયાં. નીલ (સુરત) તૃતીય, વિરાજ (થાણે- મુંબઈ) દ્વિતીય અને હું પ્રથમ વિજેતા જાહેર થયા. પરિણામ મારા માટે જેટલું આશ્ચર્યજનક હતું, એટલું મારી મમ્મી માટે હતું. મેં તેને ફોન પર જીતવાના સમાચાર આપતાં કહે,  લે, તો જીતીને આવી ગઈ!

એનો અર્થ એ કે મારે હવે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે જવાનું હતું. 

(ક્રમશ:) 

(આ લેખની આગામી કડી અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.)