આ યાદી વાંચતાં પહેલાં....
લેખક બનવા માટે માત્ર વાંચનનો શોખ કામ નથી આવતો. એ ઉપરાંત પણ ઘણું બધું જરૂરી છે. વ્યવસાય તરીકે લેખનને સ્વીકારીએ ત્યારે તો ખાસ.
એક વાચક તરીકે મને મારા પ્રિય લેખક રજનીકુમાર પંડ્યાના ષષ્ટિપૂર્તિ ગ્રંથનું સંપાદન કરવાની તક (મારા નાના ભાઈ) ઉર્વીશ કોઠારીની સાથે મળી. ઉર્વીશ ત્યારે પત્રકારત્વમાં પ્રવેશી ચૂક્યો હતો. પણ મારા મનમાં લેખનને વ્યવસાય તરીકે અપનાવવાનો ખ્યાલ દૂર દૂર સુધી ક્યાંય નહોતો.
વ્યાવસાયિક લેખનમાં મારો પ્રવેશ રજનીકુમાર પંડ્યાના પ્રોત્સાહનથી 2002માં થયો. તેમની સાથે મળીને 'ઓજસનો અવતાર-ઈન્દુકાકા' તૈયાર કરવાનો મોકો મળ્યો. આ રીતે એક સફળ યુતિનો આરંભ થયો, જે બહુ વિશિષ્ટ હતી. કેમ કે, તે એક લેખક-વાચકની યુતિ હતી. પહેલી સફળતા પછી અમે અનેક પુસ્તકો સાથે કર્યાં, જેમાં મારું કૌશલ્ય ઉત્તરોત્તર ઘડાતું ગયું. ત્યાર પછી લેખક (ચરિત્રકાર), સંપાદક, અનુવાદક તરીકે પૂર્ણ સમયની મારી કારકિર્દી એપ્રિલ, 2007 થી શરૂ થઈ. પ્રકાશિત થયાં હોય એવાં મારાં તમામ પુસ્તકોની યાદી અહીં આપી છે. અમુક એવાં પણ છે કે જે મેં લખીને આપ્યાં હોય, પણ મને કામ સોંપનારના કોઈક સંજોગોવશાત્ તેનું પ્રકાશન ન થઈ શક્યું હોય. આવાં પુસ્તકોને અહીં યાદીમાં સમાવ્યાં નથી, નહીંતર તેની હસ્તપ્રત છે જ.
કટારલેખન આજીવિકાનો ભાગ નથી હોતો, એ વાસ્તવ સાવ ઓછા લોકો જાણે છે.
વેપારી વૃત્તિ જેની સાચી કે ખોટી ઓળખ ગણાય છે એવા ગુજરાતમાં પણ લેખકની આગળ 'વ્યાવસાયિક' શબ્દ વાપરવો પડે એ દર્શાવે છે કે લોકો હજી એમ જ માને છે કે લેખકોએ માત્ર શોખથી કે સેવા કાજે જ લખવાનું હોય. નાણાં લઈને લખે એ કાં લેખક ન ગણાય, કાં તેણે કલમને વેચી દીધી છે એમ મનાય. 'પેઈડ રાઈટર'ની ગાળ સૌથી હાથવગી હોય છે. 'પેઈડ પ્રોફેસર' કે 'પેઈડ જજ' કોઈ કહેતું નથી. કેમ કે, એ તેમનો વ્યવસાય છે એ સ્વીકૃત હકીકત છે.
લેખકો સુદ્ધાં આમ માનતા હોય પછી બીજાની શી વાત કરવી? એક તરફ તેમને લેખન માટે નાણાં મળે એ ગમે છે, બીજી તરફ એ હકીકતનો જાહેરમાં સ્વીકાર કરતાં તેમને સંકોચ અને શરમ અનુભવાય છે.
સૌને પોતપોતાની માન્યતા મુબારક. એ બદલવાનો મારો કોઈ ઈરાદો કે દાવો નથી.
મારા પૂરતી વાત એટલી જ કે અહીં યાદીમાં મૂકાયેલાં પુસ્તકો મેં શોખથી નથી લખ્યા. મૂડ આવે ત્યારે, હીંચકે ઝૂલતાં, અમુકતમુક ઠંંડું કે ગરમ, ખાણું કે પીણું લીધા પછી કે અન્ય કોઈ નખરાં કરીને નથી લખ્યા. પોતાના કૌશલ્ય થકી આજીવિકા રળતા બીજા અનેક વ્યવસાય જેવો જ આ વ્યવસાય છે. આ હકીકત જાણીને તેમજ સ્વીકારીને જે કર્યું તેનો આ પરિપાક છે. તેથી જ હાથમાં પેન પકડી હોય એવી કોઈ છબિ મેં આજ સુધી લેવડાવી નથી.
આ યાદી જોનાર આટલી વાસ્તવિકતાથી પરિચીત થાય, કોઈની પાસે કશું લખાવવા માટે મહેનતાણું પણ આપવું પડે એ સમજે, સ્વીકારે અને તેનો અમલ કરે તો પણ ઘણું.
-બીરેન કોઠારી
**** **** ****
સહયોગી/સહસંપાદક/પરામર્શક તરીકે કરેલાં પુસ્તકો
1. ઓજસનો અવતાર-ઈન્દુકાકા
(દાનવીર ઈન્દુકાકા 'ઈપ્કો'વાળાની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૦૨)
2. સૌના ભાઈ: રતિભાઈ
(શ્રી રતિભાઈ ગોંધિયાના જીવન અને જીવનકાર્યની રૂપરેખા, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૦૪)
3. ગંગા વહે છે આપની
(ધર્મજ ગામની વંશાવલીના ગ્રંથને આનુષંગિક અન્ય સામગ્રીનું લેખન, ૨૦૦૪)
4. રાજયાત્રા
('રાજબૅન્ક'નો રજતજયંતિ ગ્રંથ, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૦૫)
5. ચૂપકે ચૂપકે બોલ મૈના
(ખ્યાતનામ ભજનગાયિકા જૂથિકા રૉયનાં સંંભારણાનું પરામર્શન, અનુવાદ: ડૉ. સુજ્ઞા શાહ, સંપાદક: રજનીકુમાર પંડ્યા, ૨૦૦૮)
6. મેઘદૂત
(સ્વ. કિલાભાઈ ઘનશ્યામે કરેલા સમશ્લોકી અનુવાદના વિવરણ સાથેના સાંગિતીક સ્વરૂપનો સંંપૂર્ણ પાઠ, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૦૯)
**** **** ****
સંસ્થાઓનો પરિચય આલેખતી પુસ્તિકાઓ
1. ઋતંભરાનું નંદનવન
(ઋતંભરા વિદ્યાપીઠ, સાપુતારાનો પરિચય, સંચાલક: પૂર્ણિમાબેન પકવાસા, ૨૦૦૨)
2. તેજ ફેંકો તિમિરમાં
(મહાવીર વૃદ્ધાશ્રમ, બીલીમોરાનો પરિચય, સંચાલક: માધવલાલ પુરોહિત, ૨૦૦૭)
3. વનરાઈ વચ્ચે વિરાટ પુષ્પ
(લોકશાળ, ખડસલીનો પરિચય, સંચાલક: મનુભાઈ મહેતા, ૨૦૧૧)
**** **** ****
(ડિસેમ્બર, 2019 સુધી)
1. રજનીકુમાર: આપણા સૌના
(વિખ્યાત સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનો ષષ્ટિપૂર્તિ ગ્રંથ, ઉર્વીશ કોઠારી સાથે, ૨૦૦૦ )
2. પુરુષાર્થની પેલે પાર (ભાગ ૧ અને ૨)
(ઉદ્યોગપતિ વિજ્ઞાની શ્રી નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે,૨૦૦૭)
(અંગ્રેજીમાં પણ અનુવાદિત)
3. મારોય એક જમાનો હતો
(મર્હૂમ રાજવી શાયર શ્રી રુસ્વા મઝલૂમીની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે,૨૦૦૭)
4. ઉપેન્દ્ર ત્રિવેદી: આત્મકથન અને અન્ય આલેખ
(ગુજરાતી રંગભૂમિ તેમજ ફિલ્મોના ખ્યાતનામ અભિનેતાનો આત્મકથનાત્મક ગ્રંથ, રજનીકુમાર પંડ્યા સાથે,૨૦૦૯)
5. સૌમ્ય સુગંધ
(આજીવન શિક્ષક સ્વ. રામપ્રસાદ જાનીની જીવનકથા, ૨૦૦૯)
6. ક્રાંતિકારી વિચારક
(વિચારક સ્વ.રાવજીભાઇ પટેલની જીવનકથા, ૨૦૧૦)
7. પડકાર સામે પુરુષાર્થ
(લેખક-પ્રકાશક સ્વ. નવનીતભાઈ મદ્રાસીની જીવનકથા, ૨૦૧૦)
8. અમૃતસૌરભ
(મુંબઈના વાણીજ્ય મહારથી ચાંપશી દેવશી નંદુની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે,૨૦૧૦)
9. Beyond the Horizon
(‘પુરુષાર્થની પેલે પાર’નો અંગ્રેજી અનુવાદ, ૨૦૦૮)
10. પ્રજ્ઞા
(Intelligenceનો અનુવાદ, મૂળ લેખક: ઓશો રજનીશ, ૨૦૦૮)
11. મુક્તિ
(Freedomનો અનુવાદ, મૂળ લેખક: ઓશો રજનીશ, ૨૦૦૮)
12. સાહસ
(Courageનો અનુવાદ, મૂળ લેખક: ઓશો રજનીશ, ૨૦૦૯)
13. The Wonderful Divine Idol (1)
('અદ્ભૂત દિવ્યમૂર્તિ'નો અંગ્રેજી અનુવાદ, મૂળ લેખક: ગુર્જર યોગી દિનકરનાથ, ૨૦૧૦)
14. નર
(The book of manનો અનુવાદ, મૂળ લેખક: ઓશો રજનીશ, ૨૦૧૧)
15. The Wonderful Divine Idol (2)
('અદ્ભૂત દિવ્યમૂર્તિ'નો અંગ્રેજી અનુવાદ, મૂળ લેખક: ગુર્જર યોગી દિનકરનાથ, ૨૦૧૧)
16. સખાપ્રકાશ
(અનન્ય મહિલા સંતનું સંશોધનાત્મક જીવનચરિત્ર, ૨૦૧૧)
17. કર્મયોગી
(કુશળ કર્મયોગી
અરુણ હ.બુચની જીવનકથાના અંશો, રજનીકુમાર
પંડ્યા સાથે, ૨૦૧૨)
18. ગુઝરા હુઆ ઝમાના
(હિન્દી-ગુજરાતી ફિલ્મોના અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાન્ત (કે.કે.)ની છ દાયકાની ફિલ્મી સફરનાં સંભારણાં, ૨૦૧૩)
(હિન્દી-ગુજરાતી ફિલ્મોના અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાન્ત (કે.કે.)ની છ દાયકાની ફિલ્મી સફરનાં સંભારણાં, ૨૦૧૩)
19. નાનુભાઈ ભોંસલે: એક સમર્પિત રાષ્ટ્રવાદીની જીવનકથા
(સંઘના
સમર્પિત પ્રચારક નાનુભાઈ ભોંસલેની જીવનકથા, ૨૦૧૩)
(મરાઠીમાં પણ અનુવાદિત, અનુવાદક: સુધીર કૌઠાળકર)
(મરાઠીમાં પણ અનુવાદિત, અનુવાદક: સુધીર કૌઠાળકર)
20. સાગર મુવીટોન
(ત્રીસના દાયકાની એક અગ્રણી ફિલ્મનિર્માણ સંસ્થા અને તેના સ્થાપક ચીમનલાલ દેસાઈના જીવનની ચડતીપડતીની કથા, ૨૦૧૪)
(અંગ્રેજીમાં પણ અનુવાદિત, અનુવાદક: પાર્થ પંડ્યા)
21. ઓજસ્વી ‘આઝાદ’
(સ્વાતંત્ર્યસેનાની અને સર્વોદય અગ્રણી રસિકભાઈ ‘આઝાદ’ની જીવનકથા, ૨૦૧૪)
(હિન્દી તથા અંગ્રેજીમાં પણ અનુવાદિત, અનુવાદક અનુક્રમે: બંસીધર, પાર્થ પંડ્યા)
22. શિક્ષણ થકી સશક્તીકરણ
(ઉચ્ચ શિક્ષણને ગામેગામની યુવતીઓ સુધી લઈ જવાનો મહિલા આર્ટ્સ કૉલેજ (નડિયાદ)નો સંકલ્પબદ્ધ, સફળ પ્રયાસ, ૨૦૧૪)
24. પરિચય પુસ્તિકાઓ
(વિવિધ ક્ષેત્રની નામાંકીત વ્યક્તિઓના જીવન અને કાર્યનો ગાગરમાં સાગર જેવો પરિચય માત્ર 32 પાનામાં સમાવતી કુલ 24 પુસ્તિકાઓ, સહલેખક/લેખિકાઓ: ભરતકુમાર ઝાલા, પરેશ પ્રજાપતિ, ઈશા પાઠક અને હરિતા ત્રિવેદી, ૨૦૧૩-૧૪)
25. બાળવાર્તાઓ
(અંગ્રેજીની 'The Purple Turtle' શ્રેણીની છ બાળવાર્તાઓની પુસ્તિકાઓનો 'કુંદન કાચબા'ની શ્રેણી તરીકે ગુજરાતીમાં અનુવાદ, ૨૦૧૪)
26. 'ગ્લોબલ વૉર્મિંગ'ની પુસ્તિકાઓ
(અંગ્રેજીની 'Global warming' શ્રેણીની વિવિધ વિષય પરની દસ પુસ્તિકાઓનો ગુજરાતીમાં અનુવાદ, ૨૦૧૪)
27. બાળસંભાળ કેન્દ્ર માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા
(બાળસંભાળ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓનું સંપાદન, લેખિકાઓ: ડૉ. રાજલક્ષ્મી શ્રીરામ અને કુંજબાળા શાહ, ૨૦૧૪)
28. દેશ અને દુનિયા, પુરુષાર્થની પાંખે
(જેતપુરના વિશ્વપ્રવાસી ઉદ્યોગપતિ મગનલાલ પટેલની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૧૬)
(જેતપુરના વિશ્વપ્રવાસી ઉદ્યોગપતિ મગનલાલ પટેલની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૧૬)
29. સેવાપથ પર સૌના સાથી, મનુભાઈ મહેતા
(સમર્પિત ગાંધીવાદી, ખાદી કાર્યકર મનુભાઈ મહેતાની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૧૬)
(સમર્પિત ગાંધીવાદી, ખાદી કાર્યકર મનુભાઈ મહેતાની જીવનકથા, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૧૬)
30. ઊજ્જ્વલા
(ધી અમદાવાદ મર્કેન્ટાઈલ બૅન્ક કો-ઓપ. લિ.ની સુવર્ણજયંતિનો ગૌરવગ્રંથ, રજનીકુમાર પંડ્યા સાથે, ૨૦૧૬)
31. સેવાની સરવાણી
(સંપાદન, વિશિષ્ટ સેવાસંસ્થાઓની જાતમુલાકાતના આધારે આલેખાયેલો સંક્ષિપ્ત પરિચય, લેખક: રજનીકુમાર પંડ્યા, ૨૦૧૬)
(સંપાદન, વિશિષ્ટ સેવાસંસ્થાઓની જાતમુલાકાતના આધારે આલેખાયેલો સંક્ષિપ્ત પરિચય, લેખક: રજનીકુમાર પંડ્યા, ૨૦૧૬)
(Freedom-not License!, મૂળ લેખક: એ.એસ.નીલ, ૨૦૧૬)
33. માનસિક તાણ અને યોગસંસ્કાર
(मानसिक तनाव और योगसंस्कार, મૂળ લેખક: ભાગવત દળવી, ૨૦૧૬)
(मानसिक तनाव और योगसंस्कार, મૂળ લેખક: ભાગવત દળવી, ૨૦૧૬)
34. હૃદયગંગા: કાવ્યગંગોત્રીથી ગંગાસાગર સુધીની યાત્રા
(રમેશ પટેલ 'પ્રેમોર્મિ'ની એક અનોખી કૃતિ 'હૃદયગંગા'ની સર્જનકથાનું સંકલન, ૨૦૧૬)
35. બાલસૌરભ
(દાનવીર ઉદ્યોગપતિ બાલકૃષ્ણ કલ્યાણદાસ મહેતાના સમર્પિત જીવનનો આલેખ, રજનીકુમાર પંડ્યા સાથે, 2017)
(અંગ્રેજીમાં પણ અનુવાદિત, અનુવાદક: રણજિત દળવી)
36. સ્વ સાથેનો સંઘર્ષ
(બહુવિધ ક્ષેત્રે અપનાવેલી કાર્યશૈલીઓ દ્વારા મહેન્દ્ર દેસાઈના વ્યક્તિત્વનો પરિચય, 2018)
37. સ્મૃતિની સફર
(એસ.આર.મોદીની જીવનસફરના મહત્ત્વના મુકામોનું આલેખન, 2019)
38. ગુર્જરરત્ન
(વિવિધ ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરનારા વિશિષ્ટ ગુજરાતીઓનાંં જીવન અને કાર્યનો આલેખ, 2019)
39. સળી નહીં, સાવરણી
(આસપાસની દુનિયાનું અવળચંડું દર્શન કરાવતા હાસ્યલેખ, 2019)
40. ઈજ્જત વતન કી ઈનસે હૈં...
(સૈન્યમાંથી સેવાનિવૃત્ત થઈ સમાજજીવનમાં પ્રવેશી રહેલા એક સૈનિકની અભિવાદનપુસ્તિકા, 2019)
41. જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા
(અનુવાદક-લેખક-કર્મશીલ અને આજીવન શિક્ષક કાન્તિભાઈ મકવાણાની જીવનકથાનાં સંકલિત પૃષ્ઠ, 2020)
42. આંબેડકર: ભારતમાં માનવ અધિકાર માટેના લડવૈયા
(ગ્રાફિક નોવેલ Ambedkar: India's Crusader for human rights નો અનુવાદ, મૂળ લેખક: કિરણ મૂર, 2020)
(ગ્રાફિક નોવેલ APJ Abdul Kalam: One Man, Many missions નો અનુવાદ, મૂળ લેખક: નલિની રામચંદ્રન, 2020)
44. સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં
(કિડની વિશેષજ્ઞ અને પ્રત્યારોપક ડૉ. પંકજ શાહનું આત્મકથન, સંવર્ધિત આલેખન, 2021)
(અંગ્રેજીમાં પણ અનુવાદિત)
45. ક્રાંતિની કેળવણી, શતાબ્દિની સફર (ખંડ 1: 1920 થી 1970)
(ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય કેળવણીની સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠની સો વર્ષની સફરનો આલેખ, 2021)
46. હોમાય વ્યારાવાલા
(તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ, 2021)
47. રાઈટ બંધુઓ
(ગ્રાફિક નોવેલ The Wright Brothers નો અનુવાદ, મૂળ લેખક: લુઈસ હેલ્ફન્ડ, 2021)
48. સ્ટીવ જોબ્સ: પ્રયત્ન થકી પ્રતિભાસંપન્ન
(ગ્રાફિક નોવેલ Steve Jobs: Genius by Design નો અનુવાદ, મૂળ લેખક: જેસન ક્વિન, 2022)
49. તેમણે આણ્યું વિશ્વમાં પરિવર્તન: એડિસન-ટેસ્લા-બેલ
(ગ્રાફિક નોવેલ They changed the world: Edison-Tesla-Bell નો અનુવાદ, મૂળ લેખક: લુઈસ હેલ્ફન્ડ, 2022)
50. સાહિત્ય-બાહિત્ય
(સાહિત્ય સાથે સંકળાયેલાં વિવિધ પાસાંનું અવળદર્શન, 2023)
51. કેળવણીનો કર્મયોગ
(અૅમિટી સ્કૂલ, ભરૂચના કેટલાક શૈક્ષણિક પ્રયોગો, 2023)
52. ક્રાંતિની કેળવણી, શતાબ્દિની સફર (ખંડ 2 : 1971 થી 2020)
(ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય કેળવણીની સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠની સો વર્ષની સફરનો આલેખ, 2023)
53. ભૂલકણાં દીદા । આપણા હાથ શું શું કરી શકે? । ફોઈ અને હું । બી.આર.આંબેડકર- પુસ્તકમય જીવન
(મૂળ લેખક/લેખિકા (ક્રમાનુસાર) : હીમાંજલિ શંકર। મકરંદ ડંભારે। તિમિરા ગુપ્તા । યોગેશ મૈત્રેય)
('પ્રથમ બુક્સ' દ્વારા પ્રકાશિત બાળવાર્તાની કુલ ચાર પુસ્તિકાઓ અનુક્રમે Forgetful Dida, What can our hand do?, Pishi and me, અને B.R.Ambedkar: A life in booksનો અનુવાદ)
વાહ બીરેનભાઈ. પ્રસ્તાવના પણ ખૂબ જ સુંદર અને વાસ્તવિક.. આ ક્ષેત્રમાં દાયકો પૂરો કરવા જઈ રહ્યા છો ત્યારે અભિનંદન....શુભેચ્છાઓ....
ReplyDeleteઆભાર, ઉત્કંઠા! આ ક્ષેત્રે પ્રવેશ્યા પછી તમારા જેવા અનેક નવા મિત્રોનો પરિચય બોનસ સમાન છે.
Deleteઅભિનંદન.આખો લેખ વાચીને આનંદ તો થયો જ થયો, અને 2007મા લેવાયેલો નિર્ણય સાચો સાબિત થયો, એ પણ ખુશીની વાત.
ReplyDeleteબાપુ! તમારી ટીપ્પણીનું વિશેષ મહત્ત્વ છે. તમે એ નિર્ણયની પ્રક્રિયાના સાક્ષી અને હિતચિંતક રહ્યા છો.
Deleteમિત્ર , લેખન યાત્રાની સફર બદલ આભાર. નવા પુસ્તકો મળતાં રહે તેવી શુભેચ્છાઓ.
ReplyDeleteઆભાર, ચૌધરીજી. તમારી શુભેચ્છાઓ સાથે હોવાનું અનુભવાય છે- આપણે મળવાનું ઓછું બને છે તો પણ.
Deleteઆ વાંચ્યા પછી પૂછવાના થતા પ્રશ્નો:
ReplyDelete1) આટલું બધું લખો છો તો ય પાછા ફેઈસબુક ઉપર પ્રગટ થવાનો સમય શી રીતે કાઢો છો?
2) ઈન્કમટેક્સ ભરો છો, ને?
3) જો પ્રશ્ન બીજાનો જવાબ 'ના' હોય તો તમારું 'ટેક્સ ન ભર્યા છતાં ઊંચા મસ્તકે ફરવાના નુસખા' પુસ્તક ક્યાંથી મળશે?
મજાક પૂરી, તમારી વ્યસ્તતાનો પૂરેપૂરો આનંદ વર્ષો સુધી સૌને મળ્યા કરે એવી શુભેચ્છા.
આભાર, પિયુષભાઈ!
Deleteઈન્કમ ટેક્સ ભરું છું એટલે ત્રીજા સવાલનો જવાબ આપતો નથી. પણ બારસાખ નીચી હોય ત્યાં માથું પણ નીચું કરી લઉં છું.
વેબગુર્જરીમાં તમારી સાથે કામ કરવાનો મોકો મળે છે તે મારા માટે ગર્વની વાત છે. તે સાથે એ પણ યાદ કરી લઉં કે વેબગુર્જરીમાં તમને ખેંચી જનાર પણ હું જ હતો. આશ્ચર્ય એ છે કે આપણે કદી રૂબરુ મળ્યા પણ નથી!
ReplyDeleteવાંચીને ખુશ થયો એમ કહીશ તો એ ઓછું અને કદાચ ખોટું પણ હશે કારણ કે આ છે અદેખાઈ આવે તેવું. એટલે કહું છું, અભિભૂત થયો. (એમાં અદેખાઈની છૂટ મળી જાય છે!)
આભાર, દીપકભાઈ! તમારા થકી વેબગુર્જરી સાથે સંકળાવાનું બન્યું એ અતિ આનંદની વાત. મારી આરંભિક અવઢવ તમે ખાસ્સી હદે દૂર કરી હતી.
Deleteઆપણે મળ્યા નથી, પણ એ અહેસાસ થતો જ નથી. અદેખાઈનું તો એવું છે કે તમે મોસ્કો ગયા એની હું અદેખાઈ કરું એટલે સરભર થઈ જાય એમ છે.
પણ આભાર આ નેટનો કે આપણને આટલે દૂર રહ્યે પણ જોડી આપ્યા.
My god... salute.
ReplyDeleteThis means a lot to me, Dipakbhai!
Deleteવાહ બિરેનભાઈ,આ યાદીમાં સતત ઉમેરો કરતા રહો એવી શુભેચ્છા.
ReplyDeleteઆભાર, ચિરાગભાઈ! આપણે હમસફર કહેવાઈએ, ભલે દિશાઓ અલગ હોય. તમને પણ શુભેચ્છાઓ.
Deleteગયા અઠવાડિયે પુસ્તકોનું આ પાનું જોયું હતું એનો આનંદ થયો હતો,
ReplyDeleteપણ તેને પોસ્ટ તરીકે મૂકાતા વધુ આનંદ.
સમસુખિયા-સમદુ:ખિયા ફ્રીલાન્સર તરીકે આપણે ઘણાં સમાન પ્રશ્નોનો સામનો કરવાનો આવે છે. ક્યારેક તો કોઈ પ્રશ્ન પુછનારને એને સમજ પડે એવો જવાબ કેવો કે કેવી રીતે આપવો એ અઘરું થઈ પડે છે, પણ જેમતેમ નભી જાય છે. આપણા જેવા ફ્રીલાન્સ પત્રકાર-લેખક-સંપાદકની સંખ્યા વધતી જશે તેમ તેમ આવા પ્રશ્નોની સંખ્યા અને તીવ્રતા ઘટશે એવી આશા રાખીએ.
અને હા, આ યાદીમાં જિતેન્દ્રભાઈ અને તુષારભાઈના સ્મૃતિગ્રંથ(ગાંધીસાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ અને નીડર પત્રકાર, પૂર્ણ પરિવારજન : તુષાર ભટ્ટ)ને 'બિનસત્તાવાર પરામર્શક' તરીકે સમાવી શકો હોં!
-કેતન
પ્રિય કેતન,
Deleteતારી ઉદારતા અને ગુણગ્રાહિતા છે કે તું તારા નામે થયેલાં પુસ્તકોમાં મારા 'બિનસત્તાવાર' પ્રદાનને ગણાવે. ફ્રીલાન્સ લેખન પર નભનારા વધી રહ્યા છે એ આનંદની વાત છે, પણ પડકારો એના એ જ છે.
ભણીને કેમીકલ એન્જિનિયર બની ચૂકેલની વ્યક્તિની મૂળ નિયતિ લેખની તરફ હતી એટલે આ સફર કદાચ ખેડાણી તો હોત, પણ તેને આટઆટલાં વિષયવૈવિધ્ય સાથે વ્યાવસાયિક ઉત્કૃશ્ટતાના માપદંડે ખરા ઉતરીને, સાતત્યપૂણ પણે ધબકતી રાખવા માટે આંતરિક કૌશલ અને જુસ્સાની સાથે એલ વ્યાવસાયિક્ને છાજે તેવી સભાનતા પણ જરૂર આવશ્યક રહી હશે.
ReplyDeleteઅત્યાર સુધીના યાત્રાની તમારી પોતાની નજરથી ત્રીજી દૃષ્ટિએ આલેકહશો તો અમારા જેવા તમારા મિત્રો માટે પરોક્ષ હમસફર થવાનો યોગ થશે. સામાન્ય વાચકને તેમાંથી નવું જાણવા મળશે. આ દિશામાં કારકીર્દી ઘડવા માગતા અન્ય લોકોને તેમાંથી કંઈ ક જાણવાશીખવા મળશે.
આભાર, અશોકભાઈ. 'વેબગુર્જરી' દ્વારા થયેલો તમારો અને દીપકભાઈનો પરિચય અને મૈત્રી મોટી ભેટસમાન છે. તમારું સૂચન સારું છે કે આ યાત્રાને ત્રીજી દૃષ્ટિએ અવલોકવી જોઈએ. કશું વિચારું.
Deleteyour writings are spontenious overflow of powerful feelings ,(sorry Wordsworth..!)
ReplyDeleteઆભાર, ગજાનનભાઈ! તમારા પ્રતિભાવ અને પરોક્ષ પ્રોત્સાહન હંમેશાં હોય છે તેનો આનંદ.
Deleteકોલમ અને અન્ય ભાષાંતર અલગ !!
ReplyDeleteવાત સાચી છે. અહીં ફક્ત પ્રકાશિત પુસ્તકોની યાદી આપી છે. બીજાં છૂટાંછવાયાં કામ વ્યવસાયના ભાગરૂપે થતાં રહેતાં હોય. એની યાદીની જરૂર નથી.
Deleteઆ બધું વાંચીને મૂઢ બની ગઈ છું. અભિનંદન અને શુભેચ્છાઓ સાથે બધી કમે્ન્ટોમાં મારી સહમતિ ગણી લેજો.
ReplyDeleteઅઢળક કામગીરી, સાતત્યભર. અભિનંદન અને શુભેચ્છાઓ
ReplyDeleteમુશાયરાની ભાષામાં કહું તો
ReplyDeleteવાહ વાહ
ક્યા બાત હૈ
ક્યા કહેને
My God !
ReplyDeleteWhat a studied output.
Simply great.
Your expertise is in multiple areas. I am thrilled to see your books.
Hats off to you !
-Arunkumar Deshmukh,Mumbai.
ખૂબ જ ઉત્તમ કાર્ય અને આ જ રીતે કરતા રહો એવી શુભેચ્છા
ReplyDelete