આ વિરાટ બ્રહ્માંડમાં આપણો ગ્રહ પૃથ્વી ટાંકણીના ટોપકાના અમુકમા ભાગ જેટલો છે. આ પૃથ્વી પર અનેક દેશો છે. એ દેશોમાં અનેક નગર આવેલાં છે. નગરોમાં સ્કૂલ હોય છે. એ સ્કૂલમાં ટીચર્સ હોય છે. અને ટીચર્સ હોય એટલે ટીચર્સ રૂમ પણ હોવાનો જ. આ ટીચર્સ રૂમ ટાંકણીના ટોપકાના કેટલામા ભાગ જેવડો થયો? એની ગણતરી કરવાને બદલે આ ટીચર્સ રૂમમાં નોટીસ બોર્ડ હોય તો એની પર કેવી કેવી સૂચનાઓ કે નોંધો લખાયેલી જોવા મળે, એના થોડા નમૂનાની ઝલક મેળવવાથી લાગશે કે ટીચર્સ રૂમનું અસ્તિત્વ પણ કોઈ સ્વતંત્ર બ્રહ્માંડથી કમ નથી. (સારી રીતે વાંચી શકાય એ માટે જે તે ઈમેજ પર ક્લીક કરો.)








