Showing posts with label graffiti. Show all posts
Showing posts with label graffiti. Show all posts

Monday, June 15, 2026

MAD પુરાણ (6): ગ્રાફિટી

ગ્રાફિટીને કળાનો દરજ્જો હજી મળ્યો નથી, પણ ઘણા દેશોમાં સ્પ્રે રંગોનાં કેન વડે શેરી કલાકારોએ ભીંત પર ચીતરેલાં ચિત્રો હોય છે. આપણા દેશમાં મોટે ભાગે જાતીયતા સંબંધી લખાણો ગ્રાફિટી સ્વરૂપે જોવા મળે છે. બીજી તરફ બહુરાષ્ટ્રીય કંપનીઓનાંં પ્રતીક (લોગો) તેના આકાર કે ચોક્કસ રંગોને કારણે પણ બહુ જાણીતાં બનેલાં છે.

'મેડ'માં અલ જેફીએ આ બન્નેનો સંગમ કર્યો છે. જે તે કંપનીનો લોગો મૂકાયેલો હોય તેની આસપાસ ગ્રાફિટી બનાવવામાં આવે, અને એક આખું સંપૂર્ણ ચિત્ર બને, એ તો ખરું જ. પણ એ કંપનીની અસલિયત પણ એમાં ઊપસી આવે એ તેનો ખરો હેતુ.
આ વિભાગને અલ જેફીએ 'ટ્રેડમાર્ક ગ્રાફિટી' નામ આપ્યું છે, જેનાં કુલ ત્રણ પાનાં અહીં મૂક્યાં છે.
'મેડ'ની ખરી મઝા કોઈ વિષય પરનાં ચિત્રોના 'ઈન્ટ્રો'માં છે. 'ઈન્ટ્રો'ની ઉપર તે જે તે વિભાગનું નામ લખે એ પણ બહુ ઘાતક હોય છે. અહીં તેનો નમૂનો જુઓ. અંગ્રેજીમાં 'The writing is on the wall' જેવો શબ્દપ્રયોગ છે, જે આવનારી મુસીબતની નિશ્ચિતતા સૂચવે છે. અહીં તેને મરડીને 'The brandwriting is on the wall dept.' લખવામાં આવ્યું છે.
આટલું ઓછું હોય એમ તેના લેખક-ચિત્રકાર અલ જેફીને special Graffiti Rascal થી નવાજવામાંં આવ્યા છે. આ ત્રણે પાનાં માત્ર ચિત્રોનાં જ છે, છતાં અલ જેફીને Artist & writer તરીકેની ક્રેડિટ આપવામાં આવી છે.
આ ઉપરાંત 'માર્જિનલ' હાસ્ય તરીકે સર્જિયોનાં બે ઊભી પટ્ટીનાં ચિત્રો તો ખરાં જ.
હવે આ ચિત્રો જુઓ, તેમાં રહેલો જે તે કંપનીનો લોગો ઓળખો, અને ફરી એક વાર આખું ચિત્ર નવેસરથી સમજો.




(Mad, winter super special issue, 1989)