કાર્ટૂન અને કાર્ટૂનિસ્ટો મારા અત્યંત પ્રિય રસનો વિષય રહ્યાં છે. 2016માં મિત્ર અમરીશ કોન્ટ્રાક્ટર દ્વારા કાર્ટૂન અંગે કોઈક પ્રકારના વાર્તાલાપ માટે સૂચન મળ્યું. તેને અનુલક્ષીને 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' નામની એક રજૂઆત (PPT સ્વરૂપે) મેં તૈયાર કરી. 1906થી વર્તમાન સુધીનાં, દેશવિદેશના કાર્ટૂનિસ્ટો દ્વારા ગાંધીજી પર દોરાયેલાં પચાસેક કાર્ટૂનને યોગ્ય રીતે વિભાજીત કર્યાં. ગાંધીજી વિશેનાં કાર્ટૂનો સંદર્ભ સાથે સમજાવવાની સાથોસાથ તેમાં કાર્ટૂનોને માણવાની ચાવીઓ પણ દર્શાવી. આમંત્રિતોના વયજૂથ અને વર્ગ અનુસાર આ કાર્ટૂનોમાં યોગ્ય પરિવર્તન કરતો રહું છું. શાળા, કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ કે અન્ય કોઈ પણ સામાજિક સંગઠનોમાં આ કાર્યક્રમ યોજી શકાય. સમયની અવધિમાં જરૂરિયાત મુજબ વધઘટ થઈ શકે.
અહીંથી આરંભાયેલી કાર્ટૂનની આ સફરમાં વિવિધ માધ્યમોમાં ખેડાણ થયું, જેમાં આસ્વાદ, અધ્યાપન, લેખન અને ચિત્રણનો સમાવેશ થાય છે.
વ્યંગ્યચિત્રોમાં ગાંધી
1. સત્યેશ્વર મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા વડોદરાના નગરજનો સમક્ષ (
2 . રોટરી ક્લબ ઑફ મહેમદાવાદના સભ્યો સમક્ષ (
3. શિવાજી પુસ્તકાલય, વ્યારાના નગરજનો સમક્ષ (20-01-2019)
4. એમિટી સ્કૂલ, ભરૂચના શિક્ષકો સમક્ષ (
5. નિશાન હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદના વિદ્યાર્થીઓ સમક્ષ
(
6.ગાંધી વિદ્યાપીઠ, વાલોડના બી.એડ્.ના વિદ્યાર્થીઓ સમક્ષ
(30-11-2021)
7. સરકારી માધ્યમિક શાળા, ગુતાલના વિદ્યાર્થીઓ સમક્ષ (27-12-2021)
8. હોલી ચાઈલ્ડ સ્કૂલ, કલોલના વિદ્યાર્થીઓ સમક્ષ (29-9-2022)
9. વડોદરાની 'કેફે લોકલ'માં ગ્રામ સ્વરાજ કુમાર બક્ષી છાત્રાલય, જલાલપુરના કેટલાક વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો સમક્ષ
(14-11-2022)
10. ગાંધી આશ્રમ, અમદાવાદના કર્મચારીઓ-હોદ્દેદારો સમક્ષ (9-12-2022)
11 . મહેમદાવાદ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ (7-8-2023)
12. કસ્તૂરબા અધ્યાપન મંદીર, બોરખડીની (પી.ટી.સી.) વિદ્યાર્થીનીઓ સમક્ષ (21-10-2023)
13. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં વિવિધ વર્ગના શ્રોતાઓ સમક્ષ (10-10- 24) આ કાર્યક્રમ અહીં ક્લિક કરવાથી જોઈ શકાશે.
14. ભારતીય શિક્ષણ સમુદાય સંઘ, અમદાવાદ દ્વારા યોજાયેલી શિબિરમાં એમ.એસ.ડબલ્યૂ.ના વિદ્યાર્થીઓ સમક્ષ (18-10-24)
આ કાર્યક્રમ કરતાં એવી જરૂરિયાત અનુભવાઈ કે કાર્ટૂનકળાને માણવા માટેનો અલાયદો ઉપક્રમ પણ હોવો જોઈએ. એ અનુસાર કાર્ટૂનકળા અને તેના વિશેની રસપ્રદ વાતોને સમાવતી રજૂઆત (PPT સ્વરૂપે) તૈયાર કરી. આ રજૂઆત પણ આમંત્રિત વયજૂથ અને વર્ગ અનુસાર ફેરફારને આધિન હોય છે, જેથી કાર્ટૂનમાં સૂચવાયેલો સંદેશો બરાબર પહોંચી શકે.
આવો, કાર્ટૂન માણીએ
(કાર્ટૂનને જોવા, માણવાનો ઉપક્રમ)
1. સરકારી માધ્યમિક શાળા, ગુતાલના માધ્યમિક વર્ગોના વિદ્યાર્થીઓ સમક્ષ (5-3-2021)
2. વનસ્થળી. વાલોડના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ (30-11-2021)
3. શ્રી સરસ્વતી વિદ્યાલય, ઉશ્કેર- રામકુંડનાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ (1-12-2021)
4. યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કૉલેજ, નડીયાદની વિદ્યાર્થીનીઓ સમક્ષ (8-9-2022)
5. મહેમદાવાદ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ (5-8-2023
6. કસ્તૂરબા અધ્યાપન મંદીર, બોરખડીની (પી.ટી.સી.) વિદ્યાર્થીનીઓ સમક્ષ 21-10-2023)
7. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ, અમદાવાદના સભ્યો સમક્ષ (10-2-2024)
8. સરકારી કૉલેજ, દમણના વિદ્યાર્થીઓ સમક્ષ (19-7-24)
9. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં વિવિધ વર્ગના શ્રોતાઓ સમક્ષ (20-9-24) - આ કાર્યક્રમ અહીં જોઈ શકાશે. (શિર્ષક: ડાયનોસોરથી ડ્રોન સુધી)
10. એલ.ડી.એન્જિ. કૉલેજ, અમદાવાદ અને યુનિવર્સ સાયન્સ ફોરમના ઊપક્રમે (18-10-24) (શિર્ષક: એન્જિનિયરિંગ: અનહોની કો હોની કર દે)
ઑનલાઈન વાર્તાલાપ
1. 'ગુજરાતી સાહિત્ય ફોરમ'ના ઉપક્રમે 'કહત કાર્ટૂન...: આદિથી એ.આઈ. સુધી' (21-7-24)
આ વાર્તાલાપ અહીં ક્લિક કરવાથી જોઈ શકાશે.
હસતાં શીખીએ, હસાવતાં શીખીએ
(કાર્ટૂન ચીતરવા માટેનું દિશાસૂચન આપતી શિબિર)
1. સરકારી માધ્યમિક શાળા, ગુતાલના વિદ્યાર્થીઓ સમક્ષ (8-4-2022)
"નવનીત" ના સપ્ટે, ઓકટો અને નવેમ્બર ૨૪ ના અંકો માં ના આપના સચિત્ર લેખો જોયા.આઆનંદ થયો.મને કાર્ટૂન કળા માં ઘણો રસ છે. આપના આ અગાઉ ના સચિત્ર લેખો આપ સાહેબ પોસ્ટ કરશો ? મારો વિચાર કાર્ટૂન નું એક પ્રદર્શન યોજવાનો છે.પરંતુ હું બરાબર તૈયાર થઈ જાઉં પછી ! સાભાર ભરત આર પંડ્યા ૯૦૧૬૬૦૩૬૩૧ સુરત
ReplyDelete