Showing posts with label epitaph. Show all posts
Showing posts with label epitaph. Show all posts

Sunday, June 3, 2012

જનસામાન્યની અસામાન્ય સ્મારક કંડિકાઓ



“સૂતા અહીં બાપુ રણવીરસિંહ, સદા સેનાની આગે,
પડતાં નામ એમનું, ઘોડા દુશ્મનના ભાગે.”

શૂરવીરોના પાળિયાઓ પર અગાઉ આ પ્રકારની કંડિકાઓ જોવા મળતી હતી. પણ હવે તો યુદ્ધોય ક્યાં પહેલાંના જેવાં લડાય છે કે આવા શૂરવીરો પેદા થાય, ધિંગાણામાં ખપી જાય અને એમના પાળિયા પર આવાં લખાણો લખાય, જે આપણને વાંચવા મળે!
તો શું આપણી ભાવિ પેઢી લોકસાહિત્યના આ પ્રકારથી વંચિત રહી જશે? ના, એવી ચિંતા કરવાની જરૂર નથી. શું બીજા વ્યવસાયિકો મરી પરવાર્યા છે? કોણે કહ્યું કે યોદ્ધાઓ સિવાયના અન્ય લોકોના પાળિયા ન બને અને તેના પર આવી પંક્તિઓ ન લખાય? 
વિદેશમાં સમાધિલેખ/Epitaph નો રિવાજ પ્રચલિત છે, જે રાબેતા મુજબ ભારતમાં જ શોધાઈને ત્યાં ગયો હશે. પણ હવે તેને ફરીથી ભારતમાં પ્રચલિત કરવાની જરૂર છે.
અહીં એવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. 

જુઓ કેટલાક નમૂના.


દૂધવાળાનું જીવન 'ફાટી' જાય તો એનો સમાધિલેખ કેવો હોય? 


*

આવા ભક્તજન તો દરેક ગલીએ, શેરીએ, ગામે અને શહેરે જોવા મળશે. એ મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે.... 



ગરમાગરમ ફાફડા વેચનાર દુકાનદારને એ દા'ડે શી કમતિ સૂઝી... 



આ છે એક સંતનો અંત. 



 સંતનો હોય તો, ખિસ્સાકાતરુનો સમાધિલેખ કેમ ન હોય? 



સરકસના રીંગ માસ્ટરને તો રોજ મૃત્યુનો ભેટો થતો હોય. એમાં એક દિવસ સાચેસાચ.. 



'મધુશાલા'ના વાચકનો નહીં, પણ તેના આશકનો અંત આવો હોય. 



શિકારીનો વ્યવસાય જાન લેવાનો, પણ ક્યારેક લેવાના દેવા થઈ પડે. 



તરવૈયાને કોઈ કહે કે 'પાણીની ઘાત છે' તો એ માને? 



માસ્તરસાહેબને કહેલું કે ડૉક્ટરને બતાવો, ટી.બી.લાગે છે. તો કહે, "ઉધરસ છે, મટી જશે." 



ત્રાસવાદીને ભલે શહીદ ન ગણીએ, પણ સમાધિલેખ તો લખી શકાય ને! 




વિશ્વપ્રવાસી ગુજરાતીને બધે ફરવા અને ભાઈબંધી કરવા જોઈએ, હોં! 


***

-    - વિશેષ નોંધ: આ વિચાર આવ્યો અને કંડિકાઓ લખાઈ ત્યારે એનું ચિત્રિત રૂપ શી રીતે આપવું એ પ્રશ્ન હતો, પણ ચિત્રકાર મિત્ર રાજેશ રાણાએ એ કામ મૂળ વિચારને બરાબર આત્મસાત કરીને પાર પાડ્યું હતું. આ કંડીકાઓ આરપારના ૨૦૦૪ના દિવાળી અંકમાં પ્રકાશિત થઈ હતી.
-   -   સાદી નોંધ: ગયે મહિને ફક્ત બે જ પોસ્ટ મૂકી શકાઈ હતી, તેના કારણમાં ઘણું બધું છે, પણ સાચા કારણને બદલે વિજ્ઞાનના નિયમને ટાંકવાની ગુજરાતમાં પ્રચલિત શૈલીમાં કહું તો: ગરમીમાં પદાર્થનું વિસ્તરણ થાય છે, એને કારણે બે પોસ્ટ વચ્ચેનો અંતરાલ વધારે થાય એ સ્વાભાવિક છે.  
-    -  વિનંતી: આ કંડીકાઓ વાંચીને કોઈને પોતાની કંડીકા અગાઉથી લખાવી રાખવાનો વિચાર થાય તો અમને શરમમાં ન નાંખવા નમ્ર વિનંતી.