Showing posts with label ફાઈવ મિનીટ હૅક્સ. Show all posts
Showing posts with label ફાઈવ મિનીટ હૅક્સ. Show all posts

Wednesday, April 27, 2022

પાંચ મિનીટમાં પતાવટ

ફેસબુક કે વૉટ્સેપ પર 'ફાઈવ મિનીટ હેક્સ'/Five minute hacks અને 'ડી.આઈ.વાય'/D.I.Y. (Do It Yourself)ની અનેક વિડીયો જોયા પછી લાધેલું જ્ઞાન:

  • સૌ પ્રથમ તો કપડાંના શોરૂમમાં જાવ. ત્યાંથી તમારા માપનું જિન્સ પેન્ટ ખરીદો. એની લંબાઈ વધુ હોય તો એને શોરૂમમાં જ ઑલ્ટર કરાવવાનો આગ્રહ રાખો. આ જિન્સને લઈને ઘેર આવો.
  • એક જૂની કાતર લો. એનાથી જિન્સ પેન્ટના બન્ને પાયચા કાપી નાંખો. એક પાયચું લઈને એને તળિયેથી સીવી દો. ઉપરનો ભાગ ખુલ્લો રહેશે.
  • રેતી અને સિમેન્ટનું મિશ્રણ તૈયાર કરો. એમાં પાણી ઉમેરો.
  • હવે પાયચાના ખુલ્લા ભાગમાં તમારો ડાબો હાથ સરકાવો. મુઠ્ઠી વાળેલી રાખો.
  • જમણા હાથે રેતી અને સિમેન્ટનું મિશ્રણ પાયચામાં ભરતા જાવ. છેક ઉપર સુધી એને ભરી દો. મિશ્રણ ઠરે ત્યાં સુધી રાહ જુઓ. એ પછી તમારો હાથ ખેંચી લો.
  • પછી કાતર વડે પાયચું કાપીને દૂર કરતા જાવ.
  • જુઓ કે અંદર કશું બને છે?
  • એનો શો ઉપયોગ થઈ શકે એમ છે?
આ સમગ્ર પ્રક્રિયાની વિડીયો ઉતારો.
છેલ્લા બે સવાલોના જવાબ અમને ખાસ જણાવો.