Sunday, November 20, 2016

દિલ હૈ છોટા-સા, છોટી-સી આશા

-ઉત્પલ ભટ્ટ 

(ઉત્પલ ભટ્ટે લખેલી 'પ્રોજેક્ટ યુનિફોર્મ'ની આ પોસ્ટ દિવાળી વેકેશન શરૂ થતાં પહેલાં મૂકવાની હતી. પણ સંજોગોવશાત્ એ શક્ય ન બન્યું, તેથી હવે મૂકું છું. 'પ્રોજેક્ટ યુનિફોર્મ'ને લગતી અન્ય પોસ્ટ્સ અહીં વાંચી શકાશે.

દીવાળીની રજાઓ શરૂ થાય તે પહેલાં એકાદ આશ્રમ શાળાના બાળકોનું માપ લઇ આવવું તેવું નક્કી કરેલું હતું. વખતે મારે પણ જયેશ સાથે થકવી નાંખતી અઘરી મુસાફરી કરવી હતી. ચીચીના ગાંવઠા આશ્રમશાળાના આચાર્ય શ્રી યશવંતભાઇ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ખૂબ અંતરિયાળ વિસ્તારમાં આવેલી 'લીંગા આશ્રમ શાળા' માં યુનિફોર્મની જરૂરિયાત છે. એટલે હું અને જયેશ તા. ૧૬ ઓક્ટોબરે રાતે ૧૧ વાગ્યે ઉપડતી 'અમદાવાદ-નાશિક' એસ.ટી. બસમાં બેઠા. ગીતામંદિર ખાતે આવેલા એસ.ટી. બસ સ્ટેન્ડના રંગરૂપ બદલીને બહુમાળી મકાનો ધરાવતું એસ.ટી. સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે પરંતુ તેથી કરીને મુસાફરોને કોઇ પણ પ્રકારનો ફાયદો થયો હોય તેવું લાગ્યું નહિ. બરાબર ૧૧ વાગ્યે બસ ઉપડી એટલે જયેશે સીધું ઉંઘવાનું શરૂ કર્યું. ડ્રાઇવરે કિશોરકુમાર-લતા મંગેશકરના એવરગ્રીન ગીતો મૂક્યા એટલે મને સાંભળવાની મઝા પડી ગઇ. કલાકમાં તો બસમાં ઠંડીએ પોત પ્રકાશવાનું શરૂ કર્યું એટલે શાલ ઓઢવી પડી. આમને આમ જાગતા-ઉંઘતા વડોદરા-સુરત-બારડોલી-વાંસદા થઇને સવારે વાગ્યે અમે વઘઇ બસ સ્ટેન્ડ આવી પહોંચ્યા. આખી રાત ઠંડીમાં ઠુઠવાઇને અમે કૂકડા જેવા થઇને બસમાંથી ઉતર્યા! ડાંગમાં ઠંડીની જોરદાર શરૂઆત થઇ ચૂકી છે એનો ચમકારો અમને વહેલી સવારે મળી ગયો. અમને લેવા કોઇ આવ્યું હતું એટલે જે શિક્ષકને ફોન લાગે તેને ફોન કરવાના શરૂ કર્યા અને બધી કસરતને અંતે એવી જાણ થઇ કે વઘઇ રહેતા યશવંતભાઇ અમને લેવા આવશે. આવે ત્યાં સુધી બસ સ્ટેન્ડની બહાર આવેલી ચા ની કીટલી પર અમે બે આખી ગરમાગરમ ચા મંગાવીને એની ચૂસકીઓ મારી.

**** **** ****

૧૫-૨૦ મિનિટમાં જૂની મારુતિ-૮૦૦ લઇને યશવંતભાઇ આવી પહોંચ્યા. હું એમને પહેલી વખત રૂબરૂ મળ્યો. ખૂબ ઉત્સાહી એવા લગભગ ૫૦-૫૫ ના યશવંતભાઇની ગાડીમાં ગોઠવાયા અને એમણે પોતાની અને ડાંગ વિશેની અલક-મલકની વાતો શરૂ કરી
(ડાબેથી) જયેશ-યશવંતભાઈ અને બાબરભાઈ 
વઘઇથી આહવા થઇને લીંગા જવાનો રસ્તો ૫૦ કિ.મી. નો છે અને પહોંચતા લગભગ બે કલાક જેવું લાગે. રસ્તામાં ચીચીના ગાંવઠા આશ્રમશાળામાં યશવંતભાઇને થોડું કામ હતું એટલે નાનો એવો વિરામ લીધો
સમૂહ ભોજનયજ્ઞ 
સવાર સવારમાં આશ્રમ શાળાના બાળકો ચોખામાંથી કાંકરા વીણી રહ્યા હતા. કેટલીક છોકરીઓ-છોકરાઓ રોટલી વણી રહ્યા હતા. તો બે છોકરીઓ રસોઇયાને રોટલી બનાવવામાં મદદ કરી રહી હતી. લોકો સાથે અલપ-ઝલપ વાતો કરીને નીકળ્યા અને યશવંતભાઇ સાથે વાતો શરૂ થઇ. આગલા દિવસે (રવિવાર, ૧૬ ઓક્ટોબર) આહવા ખાતે ખેલ મહાકુંભ હતો એમાં બધી આશ્રમ શાળાના ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો એની વાતો ચાલી. યશવંતભાઇનું એવું કહેવું હતું કે પ્રોજેક્ટ યુનિફોર્મના બ્રાઉન-લાઇટ બ્રાઉન યુનિફોર્મને લીધે બધી આશ્રમશાળાઓના વિદ્યાર્થીઓ જુદા ઓળખાઇ આવે છે. થોડા સમય પહેલાં ડુંગરડા આશ્રમશાળાના બે બાળકો ભાગીને બિલિમોરા તરફ ગયા તેમને યુનિફોર્મના રંગને લીધે પોલીસે બિલિમોરા સ્ટેશને પકડી પાડ્યા હતા. આમ યુનિફોર્મ ડાંગમાં પ્રખ્યાત થતો જઇ રહ્યો છે એ જાણીને આનંદ થયો!
**** **** ****

ચારેય તરફ લીલોતરી, ખેતી, સાગ-વાંસના વૃક્ષો અને નીરવ શાંતિ ધરાવતો રસ્તો કપાતો જઇ રહ્યો હતો અને અમારી વાતો ચાલુ હતી. ગાંઠનું ગોપીચંદન કરનારા, મૂળ ડાંગના અને ડાંગપ્રેમી, બીજા માટે ઘસાઇ છૂટનારા અને ઉત્સાહી એવા યશવંતભાઇની ઓળખ ધીમેધીમે ખૂલી રહી હતી. રસ્તામાં બોરખલ ગામ આવ્યું અને પેલો ધમણ ચલાવતો લુહાર દેખાયો
બોરખલ ગામનો લુહાર 
વખતે તો ગાડી ઉભી રાખીને એનો ફોટો પાડી લીધો. ત્યાં દાતરડાને ધાર કાઢવાનું કાર્ય ચાલી રહ્યું હતું. બોરખલથી આહવા અને ત્યાંથી એક રસ્તો લીંગા તરફ ફંટાયો. રસ્તામાં એક બાઇકસવારે યશવંતભાઇને જોઇને હાથ કર્યો અને મળવા રોકાયો. ચીચીના ગાંવઠા આશ્રમશાળામાંથી ભણીને સીવીલ એન્જિનિયર બનેલો તે યુવાન જી.પી.એસ.સી. પરીક્ષા પાસ કરીને હવે સરકારી નોકરીના ઓર્ડરની રાહ જોઇ રહ્યો છે. 'મન હોય તો માળવે જવાય' કહેવત અહીં સાર્થક થતી લાગી. પાંચ- કિ.મી. આગળ વધ્યા ત્યાં તો અદભૂત દૃશ્ય જોવા મળ્યું. ચારે તરફ પહાડોથી ઘેરાયેલું ખીણ પ્રદેશમાં આવેલું લીંગા ગામ, એક તરફ વહેતી નાનકડી નદી અને સામે કાંઠે આવેલી લીંગા આશ્રમ શાળા
લીંગા ગામ 
આવું આહ્લાદક દૃશ્ય જોઇને અમારો અડધો થાક ઉતરી ગયો. લીંગા આશ્રમશાળા પહોંચવા માટે થોડુંક ફરીને જવું પડે તેમ હતું. ડાંગમાં કુલ પાંચ રાજાઓ છે એમાના એક લીંગાના રાજા. રાજા અતિશય ગરીબી ભોગવતા દરિદ્રનારાયણ પ્રકારના રાજા છે. નદી પાર કરીને આશ્રમ શાળા પહોંચ્યા ત્યારે અમારૂં સ્વાગત કરવા માટે આચાર્ય શ્રી હરિભાઇ હાજર હતા. યશવંતભાઇએ એમની ઔપચારિક મુલાકાત કરાવી અને અમે દૈનિક ક્રિયાઓ પતાવવાની શરૂ કરી. નહાવા માટે અહીં ખુલ્લા બાથરૂમ છે એટલે સંકોચ સાથે ખુલ્લામાં નહાયા પરંતુ બંબાના ગરમ-ગરમ પાણીએ અમારો આખી રાતના ઉજાગરાનો થાક ઉતારી દીધો.
લીંગા શાળા 
પછી તો જયેશે બધો વહીવટ હાથમાં લીધો! રાબેતા મુજબ બધા બાળકોના માપ લેવાયા. વચ્ચે ચા આવી તે પીધી. કુલ ૧૬૮ બાળકો આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે. વર્ષથી સરકારે બધી આશ્રમશાળાઓમાં ધોરણ શરૂ કર્યું છે એટલે હવે બધે વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૦ થી વધીને ૧૬૦ થી ઉપર થઇ ગઇ છે, જે કેટલીક આશ્રમ શાળાઓમાં ૨૦૦ સુધી પહોંચી છે. માપ લેવાનું કામ પૂરું થયું એટલે અમે બધા બાળકો સાથે થોડી વાતચીત કરી.
તા. ૨૭ ઓક્ટોબરથી દીવાળીનું વેકેશન પડવાનું હોવાથી બધા ઘેર જવાના, ફટાકડા ફોડવાના મૂડમાં હતા. એમને દીવાળીના તહેવારની આગોતરી શુભેચ્છાઓ આપી. કકડીને ભૂખ લાગી હોવાથી અમે 'ડાંગી થાળી' જમવા બેઠા. નાગલીનો લાલ રોટલો, મસ્ત અડદની દાળ અને આખી ડુંગળી. આવું સાદું અને સાત્વિક ભોજન લઇને પછી આરામ કરવાની ઇચ્છા થઇ આવી પરંતુ સમયના અભાવે તે 'લક્ઝરી' શક્ય બની!! તમે જ્યારે ડાંગની મુલાકાત લો ત્યારે ડાંગી થાળી જરૂરથી ખાજો. શહેરોમાં રહીને પોસાઇ ના શકે તેવી મોંઘી થાળીઓ ખાઇને તમે ખોરાકનો મૂળ સ્વાદ અને તેની મીઠાશ સાવ ભૂલી ચૂક્યા છો. ભોજનની ખરી મીઠાશ 'ડાઇનીંગ હોલ'માં નહિ પરંતુ ડાંગી થાળીમાં મળશે. વઘઇમાં આવેલું 'સખી મંડળ' ઓર્ડર મુજબ તદ્દન વ્યાજબી ભાવે ડાંગી ભોજન બનાવી આપે છે.
બપોરે ૧૨ વાગ્યે વઘઇ તરફનો વળતો પ્રવાસ આરંભ્યો. ફરીથી યશવંતભાઇ સાથે વાતોનો દોર ચાલ્યો. હાલમાં તેઓએ સેક્ન્ડ હેન્ડ મારૂતિ-૮૦૦ લીધી છે એટલે ખુશ હતા. એમને પુત્રીઓ છે. સૌથી મોટી પુત્રી MSW કરીને વઘઇ સ્થિત એન.જી..માં કાઉન્સેલરની નોકરી કરે છે. વચેટ પુત્રી સીવીલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કરે છે અને નાની પુત્રી દસમા ધોરણમાં છે. બધી પુત્રીઓ સરસ રીતે ભણીને પગભર થાય તેવી તેમની નેમ છે. ઘણા વખતે સમવિચારોવાળા ગાંઠનું ગોપીચંદન કરનારા વ્યક્તિને મળવાનું થયું એટલે મઝા પડી ગઇ. અમને કંપની આપવા અને આશ્રમ શાળાના બાળકોને શક્ય તેટલી તમામ મદદ થાય તેનાથી વધીને એમની કોઇ અપેક્ષા નહોતી. લગભગ વાગ્યે અમે વઘઇ રેલ્વે સ્ટેશનની બરોબર સામે આવેલા તેમના ઘેર પહોંચ્યા. મારી ઇચ્છા વઘઇ-બિલિમોરા નેરોગેજ ટ્રેનમાં સફર કરવાની હતી પરંતુ દિવસે અડધે રસ્તે ટ્રેન ખોટકાઇ હોવાથી ફેરો રદ કરવામાં આવ્યો હતો. નજીકના ભવિષ્યમાં ટ્રેનમાં મુસાફરી કરવાની અદમ્ય ઇચ્છા છે. વઘઇથી સુરત પહોંચવા માટે ભર બપોરે એસ.ટી. સિવાય બીજો કોઇ વિકલ્પ ઉપલબ્ધ નહોતો એટલે ફરીથી વઘઇ બસ સ્ટેન્ડ પહોંચ્યા અને ત્રણ વાગ્યે વઘઇ-સુરતની ચિક્કાર ભરેલી બસ પકડી. સાંજે વાગ્યે ભરચક ટ્રાફિકમાં સુરત પહોંચ્યા અને દોડીને સુરત સ્ટેશનથી :૨૦ ની દાદર-અજમેર એક્સપ્રેસ પકડી. ટ્રેનમાં બેસતાની સાથે થાકીને ઠૂસ થયેલો જયેશ ફરીથી ઉંઘી ગયો! રાત્રે ૧૦:૩૦ વાગ્યે અમદાવાદ સ્ટેશન આવ્યું. ઘેર પહોંચ્યા પછી ચોવીસ કલાકની રેપીડ મુસાફરી કરીને (પ્રવાસના કુલ કિ.મી. ૧૦૦૦) થાકીને ચૂરચૂર થયેલું શરીર ક્યારે નિદ્રાધીન થયું તેની ખબર પડી.
**** **** **** 

દીવાળી વેકેશન તા. ૧૭ નવેમ્બરના રોજ પૂર્ણ થઈ ગયું છે. લીંગા આશ્રમશાળાના બાળકોના યુનિફોર્મ સિવાઇને તૈયાર થઇ જવા આવ્યા છે. વખતે યુનિફોર્મ સાથે કંપાસ બોક્સ, અંડરવેર, સાડીઓ આપવાનો ઇરાદો છે. મારી શાળાની સહાધ્યાયી અને હાલ કર્મશીલ એવી માલા શાહે વખતે ઘણી બધી નોટબૂક્સ અને ચોપડાઓ મોકલાવ્યા છે. લગભગ ત્રણેક શાળાઓમાં વહેંચી શકાય તેટલા છે. બધી આશ્રમશાળાઓમાં ધોરણ શરૂ થયું છે એટલે દીવાળી પછીથી સેનેટરી નેપકીનનો પ્રોજેક્ટ આશ્રમશાળાઓની ધોરણ ની વિદ્યાર્થીનીઓ માટે પણ શરૂ કરીશું. ઉઘડતી શાળાએ યશવંતભાઇની મદદ લઇને વઘઇ ખાતે ચારથી પાંચ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે ગાયનેકોલોજીસ્ટનો કેમ્પ યોજવાનું પણ આયોજન થઇ રહ્યું છે. અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ્સ ડૉ. અમી અને ડૉ. સુજલ મુન્શીએ ડાંગ આવવાની હોંશેહોંશે તૈયારી બતાવી છે.


ટૂંકમાં રાત થોડી ને વેશ ઝાઝા છે એટલે અમે હવે કામે લાગીએ! આગામી અહેવાલ બહુ ઝડપથી. 
મારો સંપર્ક આપ મેલ bhatt.utpal@gmail.com દ્વારા કે ફોન દ્વારા 7016110805 પર અથવા આ 
બ્લોગના માધ્યમથી પણ કરી શકો છો

(તસવીરો: ઉત્પલ ભટ્ટ) 

16 comments:

 1. ઉત્પલ ,હું વાંચન નો ચોર,પણ લખાણ માં તારા મરોડ દાર અક્ષર ,ચીવટ ,સ્વચ્છતા ,પ્રક્રુતિ પ્રેમ છતો થાય છે.કોઈનું ભલુ કરશો તો જ લોકો યાદ કરશે,બાકી બધા માટી માં સમાઈ જશે.keep It up ����

  ReplyDelete
 2. Proud to hv a friend working for a noble cause. Very good command on language along with simple & to the point text.
  Strongly wish to help you in your yagna. Good luck.

  ReplyDelete
 3. સરસ કામ. ફરીથી અભિનંદન.

  ReplyDelete
 4. खूब सुंदर.

  ReplyDelete
 5. utpal...gone through it ... very well written

  ReplyDelete
 6. આગે બઢો...

  ReplyDelete
 7. Utpal, saras lakaan chhe. great work.

  ReplyDelete
 8. Good work dang student's main require is roti, kapda, and medicine... you are doing wonderful "seva"

  ReplyDelete
 9. Very good noble effort. Keep up the good work.

  ReplyDelete
 10. મનહર બી. પંચાલNovember 20, 2016 at 9:30 PM

  ઉત્પલભાઇ,

  વાંચવાની મઝા પડી ગઇ. આપ અમારી શાળામાં યુનિફોર્મ આપવા આવેલ તે ઘડી યાદ આવી ગઇ. હું આચાર્ય તરીકે નિવૃત્ત થઇને હાલમાં વડોદરા ખાતે મારા પુત્ર સાથે રહું છું. આમ જ કાર્ય કરતા રહો. મને પણ આપના આ પ્રોજેક્ટમાં સામેલ કરો.

  લિ.
  મનહર બી. પંચાલ
  નિવૃત્ત આચાર્ય, વાંસિયા હાઇસ્કૂલ

  ReplyDelete
 11. મિતેશ અમીનNovember 20, 2016 at 9:34 PM

  ખૂબ સુંદર લખાણ અને તેવું જ સુંદર કાર્ય. અભિનંદન.

  ReplyDelete
 12. તેજલ સોલંકીNovember 20, 2016 at 9:45 PM

  સાહેબ તમે લગભગ પાંચ-છ વરસ પહેલા ગુણોત્સવ વખતે અમારી મેસરાડ પ્રા. શાળામાં આવેલા. ત્યારબાદ તારાબહેન મારફત વખતોવખત આપના આ યુનિફોર્મ પ્રોજેક્ટના સમાચાર મળતા રહે છે. ડાંગ વિસ્તારના આદિવાસી બાળકો માટે સરસ કામ થઇ રહ્યું છે. એ બદલ અભિનંદન. ફરીથી અમારી શાળાની મુલાકાત લો તેવી વિનંતી.

  તેજલ સોલંકી
  શિક્ષિકા (વિજ્ઞાન અને ગણિત)
  મેસરાડ પ્રા. શાળા, મેસરાડ

  ReplyDelete
 13. સલામ, સલામ અને સલામ.

  ReplyDelete
 14. Very good Utpalbhai. Keep it up.

  Sweta Patel
  Melbourne

  ReplyDelete
 15. Congratulations & keep up the good work. Very well written indeed.
  Payal
  Brampton

  ReplyDelete
 16. શૈલેન્દ્ર તિજોરીવાલાNovember 21, 2016 at 11:48 AM

  યુનિફોર્મ પ્રોજેક્ટ વિશે જાણીને આનંદ થયો. યશવંતભાઇ જેવા સેવાભાવી લોકો ઓછા થઇ રહ્યા છે. ડાંગની બસ મુસાફરી લાંબી છે. તમારી વાત સાચી છે કે ભોજનની ખરી મીઠાશ તો સાવ જ ભૂલાઇ ચૂકી છે. થાળીના ભાવ પ્રમાણે મીઠાશમાં વધઘટ થતી હોય છે!! ડાંગી થાળી ખાવાનું મન થઇ ગયું.

  શૈલેન્દ્ર તિજોરીવાલા, અમદાવાદ

  ReplyDelete