Showing posts with label કેતન રૂપેરા. Show all posts
Showing posts with label કેતન રૂપેરા. Show all posts

Sunday, March 5, 2017

આનંદ, અભિનંદન, અભિવાદન!



(અમદાવાદસ્થિત મિત્ર કેતન રૂપેરાની ઓળખ ઉદ્યમી
, મૂલ્યનિષ્ઠ પત્રકાર, લેખક અને સંપાદક તરીકે છે. આ બ્લૉગ પર તેઓ અનિયમિતપણે કંઈક ને કંઈક લખતા રહ્યા છે. દિલ્હીના કાકાસાહેબ કાલેલકર પત્રકારિતા સન્માન, 2016 માટે તેમની પસંદગી થઈ તેનો આનંદ તેમને પોતાને થાય એટલો જ અમારા જેવા તેમના અનેક મિત્રોને પણ થયો હતો. 31 ડિસેમ્બર2016ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા સમારંભમાં તેમને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું. 
હિંદુસ્તાની ભાષા દ્વારા રાષ્ટ્રીય એકતા સ્થાપવાના ગાંધીજીના વિચારના પ્રચાર-પ્રસાર માટે કાકાસાહેબ કાલેલકરે 1955માં દિલ્લીમાં 'ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા'ની સ્થાપના કરેલી. એ પછી જીવનના અંત (1981) સુધી તેઓ ત્યાં જ રહ્યા. ગાંધી નિધિની બાજુમાં આ મકાન હોઈ કાકાસાહેબે તેનું નામ સન્નિધિ પાડ્યું. હાલ આ જગ્યાએ ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા દ્વારા સુંદર રીતે સચવાયેલું કાકાસાહેબનું મ્યુઝિયમ છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા શિક્ષણસાહિત્ય અને સંસ્કારઘડતરની અન્ય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. 

ગાંધીવિચારથી પ્રભાવિત જાણીતા હિન્દી સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકર કાકાસાહેબ સાથે ઘનિષ્ટ પરિચયમાં હતા. વિષ્ણુ પ્રભાકરના અવસાન(2009) પછી કાકાસાહેબ સ્થાપિત 'ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભાઅને વિષ્ણુ પ્રભાકરની સ્મૃતિમાં સ્થપાયેલા 'વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાનદ્વારા સમયાંતરે વિવિધ વિષય પર સંગોષ્ઠિ યોજાતી. ઉત્તરોત્તર તે વિસ્તરતા બંને સંસ્થાઓએ સાથે મળીને પાંચ ક્ષેત્ર-પત્રકારત્વશિક્ષણસાહિત્યસંગીત અને ચિત્ર-માં નોંધપાત્ર કામ કરનારને દર વર્ષે સન્માનિત કરવાનું નક્કી થયું. સન્માનનું આ ત્રીજું વર્ષ હતું. આ અગાઉ વર્ષ 2014 અને 2015માં સન્માન આપવામાં આવ્યું છે. 
આ સન્માનનો સ્વીકાર કરતાં કેતને જે વક્તવ્ય આપ્યું તે કેટલીક તસવીરો સહિત અહીં પ્રસ્તુત છે. આ ઉપરાંત વક્તવ્યના અંતે પ્રો. સંજય ભાવેએ કેતનનો અંતરંગ પરિચય આપતા લેખમાંથી કેટલાક અંશ મૂક્યા છે.
આ વક્તવ્ય એક રીતે કેતનના વ્યક્તિત્ત્વનીતેના કાર્યની અને કાર્યશૈલીની ઓળખને ઉજાગર કરે છે.)  

સન્માન કાર્યક્રમની વિગત દર્શાવતું નિમંત્રણ 

काकासाहेब कालेलकर सम्मान प्रतिभाव वक्तव्य
केतन रूपेरा
सादगी, सहजता और सौंदर्य से भरे आज के सन्निधि संगोष्ठी सम्मान समारोह के मुख्य अतिथि श्रीमती ममताजी (कवयित्री और लेखिका), विशिष्ट अतिथि डॉ. अमरनाथजी(निर्देशक, दूरदर्शन), समारोह के अध्यक्ष प्रेमपालजी (हिन्दी साहित्यकार), रमेश शर्माजी(गांधीमार्गी समाजसेवक), कुसुमबहेन(मंत्री, गांधी हिन्दुस्तानी साहित्य सभा), सभी महानुभाव और सब काकाप्रेमी और विष्णु प्रभाकर प्रेमी श्रोतागण...
गांधीजी के बाद जिसकी लिखाई हमेशां से पसंद आई हो और बीसवीं शताब्दी में न केवल देश की अपितु विश्व की दो महान विभूति - मोहनदास करमचंद गाँधी और कविवर रवीन्द्रनाथ टैगोर के व्यक्तित्व और साहित्य, दोनों के सुभग संयोजन के साथ अपनी भी एक स्वतन्त्र प्रतिभा प्राप्त हो ऐसे काकासाहेब कालेलकर के साथ अपना नाम जुड़ने से बहुत ही हर्ष और आनंद प्रतीत कर रहा हूँ।
जब ये सम्मान की खबर मुझे मिली और पहली बार उसका अभिनंदन पत्र पढ़ा तब इस शरीर में से एक लंबी हलकी ज़ंज़नाहट से प्रतीत हुई। और इसे योगानुयोग ही कहेंगे की जिस दिन हमने नवजीवन में से काकासाहेब कालेलकर प्रस्तावना विशेषांक की पीडीएफ पाठकों को मेल की उसी दिन ये हर्ष बरसाने वाली मेल भी मुझे मिली। इसके लिए गाँधी हिंदुस्तानी साहित्य सभा और विष्णु प्रभाकर प्रतिष्ठान का बहुत ही शुक्रगुजार हूँ।
गुजरात से आया हूँ तो इस मौके पर काका और गुजरात के बारे में थोड़ा बहुत जानने की सब की जिज्ञासा होगी। तो उसे, मैं अपने खुद के अनुभव से ही बयान करूँ।
गुजरात में आज भी कोई भी पुस्तक मेले में, जहाँ नवजीवन का बुक स्टाल होता है, वहां 'गांधीजी की आत्मकथा' के बाद जिन पुस्तकों की बिक्री सब से ज्यादा होती है वो काका की पुस्तकें हैं। ज्ञानपीठ पुरस्कार-प्राप्त कवि उमाशंकर जोशी, जिसका गुजराती कवि ऐसा परिचय मैं नहीं दूंगा, क्योंकि उन्होंने ही काका की विश्वभारती की संकल्पना को अपने शब्दों में यूँ रखा कि, वो कैसा गुजराती, जो हो केवल गुजराती। ऐसे उमाशंकर जोशी ने अपने 'संस्कृति' सामयिक में काका का चरित्र लिखते हुए एक समय के गुजरात के बारे में लिखा था कि गुजरातनी हवामां एमनी संस्कारमाधुरीनो स्पर्श हतो। गुजरात की हवा में काका की संस्कार माधुरी का स्पर्श था। और आज भी जिनका साहित्य से कोई नाता न हो ऐसी किसी व्यक्ति को तीन या पांच साहित्यकार के नाम पूछे जाएं और वह बता पाएं, (हाँ, आज के गुजरात में इतनी शर्त तो रखनी होगी) तो उसमें अन्य नाम इधर-उधर हो जाएं या न आएं, लेकिन 'काका कालेलकर' नाम जरूर आएगा।
पत्रकारिता के लिहाज से थोड़ी बात करें तो व्यक्तिगत रूप से कई पत्रकार अपने विचार-अभिव्यक्ति बड़ी हिम्मत से रखतें हैं, वृतांत और गंभीर लेख के अलावा व्यंग-कटाक्ष के माध्यम से भी अन्याय, शोषण या गैररीति के विरुद्ध में लिखतें हैं लेकिन आखिर में चित्र - हम अपना कर्म करतें रहें, फल की आशा ना रखें, ऐसा उभर कर आता है। शासन व्यवस्था पर उसकी कोई ज्यादा असर नहीं पाई जाती है। उसमें जो कारण है वो कोई राज्य या सिर्फ हमारे देश के नहीं, शायद पूरे विश्व के कारण है। 
वो कारण है बाजार। जरुरत की बजाय लालसा और उपयोग से ज्यादा व्यय की ओर खींच रहे इस बाजार से हमें तो बचना ही होगा। साथ साथ नई पीढी को भी गांधीजी की नई तालीम की शिक्षा के रास्ते ले आना होगा। काका, कृपलानी जैसे आचार्य ने इसी शिक्षा को आगे बढ़ाते हुए कई रचनात्मक कार्यकर तैयार किये जो गुजरात और देश के गॉवों में निकल पड़े।
मैं बहुत आनंदित हूँ इस बात से कि गांधीजी स्थापित गूजरात विद्यापीठ ने इस पथ पर आगे बढ़ते हुए ग्रामशिल्पी योजना तैयार की है।  तक़रीबन १० सालों से चल रही है।  जिसमें विद्यापीठ के स्नातक, शहर और बाजार का शिकार न बनते हुए दूरदराज के कोई एक गांव में जाकर बसतें हैं, उस गांव के लोगों के साथ मिलजुलकर रहतें हैं और गांव के लोगों की जरूरत एवं गांधीविचार के आधार पर ग्रामसुधार का काम करतें हैं।   विद्यापीठ कई सालों से अपने स्नातकों को ग्रामसेवा के लिए महादेव देसाई पुरस्कार देती है। पहली जनवरी महादेव देसाई की जन्मतिथि है। इस अवसर पर ये पुरस्कार अभी तक के सब से नौजवान और मेरी ही आसपास की उम्र के स्नातक जलदीप ठाकर को मिल रहा है। 
तो बात थी हमारी शासन व्यवस्था यानि सरकार और बाजार की। वो अपना काम करेंगे ही लेकिन, और शायद उसी के कारण ही हमें यानि गाँधी के स्वराज विचार से जुडी हुई संस्थाओं को अपने काम 'तारी हांक सुनी कोई ना आवे' तो भी करतें ही रहना हैं।
क्योंकि यदि हम कुछ करने का ठान लेतें हैं, कहीं न कहीं से कोई ना कोई उस काम को आगे बढ़ाने में अपना जो कुछ हो सके वो प्रदान करता है, ऐसा हम सबका अनुभव होगा। ऐसे ही मेरे इस पुरस्कार से सम्मानित होने के पीछे जो लोग है उनको याद करूँगा।
पहले मेरे माता-पिता, बी.एससी. करने के बाद एम. एससी. के बदले मुझे एम.जे.एम.सी., यानि मास्टर ओफ सायन्स के बदले मास्टर ओफ जर्नलिझम और मास कम्युनिकेशन में जाने के लिए हाँ कही। हाँ, थोड़ी मसक्कत करनी पड़ी और वहीँ से पत्रकारिता शुरू हो गई। लेकिन उसके कारण मात्र शिक्षक बनने के बजाय, पत्रकार और शिक्षक दोनों बन पाया। उनके लिए आभार के कोई शब्द नहीं है, सिर्फ वंदन है। 
एक अच्छी बात यह भी बनी कि जिस तरह ऐतिहासिक गूजरात विद्यापीठ में पत्रकारिता का अभ्यास किया, उसी तरह स्नातक का अभ्यास ऐतिहासिक गुजरात कॉलेज से हुआ। जहाँ हिन्द छोड़ो आंदोलन के दौरान राष्ट्रध्वज लहेराने पर इस कॉलेज के छात्र वीर विनोद किनारीवाला ने अपनी जान न्योंछावर की थी।  उसी कॉलेज में निबंध और वक्तृत्व के अध्यक्ष नीलाबहन जोशी (वैसे संत ज्ञानेश्वर और साने गुरूजी पर उनका गहरा अभ्यास है और उन पर लिखा भी है, लेकिन आज वो 'लगे रहो मुन्नाभाई' के स्क्रिप्ट राइटर अभिजात जोशी की मां से भी पहचानी जाती है) उनसे मेरी मुलाकातें न बनती रहती तो पत्रकारिता में आने का विचार भी शायद मुझे न आता।  नीलाबहन को भी मेरा वंदन।
हम सब जानते हैं कि गांधीजी के जो पत्र थे वो समाचारपत्र नहीं, विचारपत्र थे।  गुजरात में भी थोड़े, लेकिन बड़े मजबूत विचारपत्र हैं। पत्रकारिता के अभ्यास के दौरान 'निरीक्षक', 'नयामार्ग', 'भूमिपुत्र', 'दलित अधिकार'... जैसे विचारपत्रों एवं 'ग्रामगर्जना' जैसे ग्रामीण अख़बार और उसके तंत्रियों के सत्संग के कारण, मैं अपने विचार यहां रख पाने लायक बना हूँ। उनको आभार कहूंगा तो कहेंगे कि ये तो हमारी पत्रकारिता है।
किसी भी व्यक्ति के ऊँचे उठने में उनके जीवन में शिक्षक की बड़ी भूमिका होती है। स्कुल में तो ऐसे शिक्षक मिले ही लेकिन पत्रकारिता में अश्विनकुमार (जो काका के बड़े अभ्यासी है, कुछ साल पहले उनका यहाँ वक्तव्य भी सन्निधि ने रखा था) और प्रत्यक्ष रूप से शिक्षक न हो कर भी शिक्षक की भूमिका अदा की ऐसे अंग्रेजी के अद्यापक संजय श्रीपाद भावे और 'हिन्द स्वराज मंडल' संस्था के वासुदेव वोरा का बहुत बड़ा प्रदान है।
जिस जिस अख़बार में मैंने पत्रकारिता की उसके तंत्री-संपादक काम करते करते ही दोस्त भी बन गएँ और कई दोस्त भी ऐसे रहे जिन्होंने मेरी लिखाई में संपादक की भूमिका अदा की, ऐसे पत्रकारमित्रों ने मुझे अपने रूप में लिखने-खिलने की भूमिका नहीं अदा की होती तो शायद पत्रकारिता छोड़ चूका होता। इस लिए उन सबका धन्यवाद करना मेरे लिए गौरव की बात है।
आज जिस पत्रिका से जुड़ने में ही अपने आप को सम्मानित मानता हूँ, ऐसा नवजीवन प्रकाश मंदिर का, खास कर के नई पीढ़ी को गांधीविचार से जोड़ने के लिए शुरू किया गया संपर्कपत्र और गांधीविचार का प्रसारपत्र 'नवजीवननो अक्षरदेह के तंत्री विवेक देसाई और परामर्शक कपिल रावल ने मुझ पर हमेशां विश्वास रखा है।  उसी के कारण शायद ही कोई संपादक को प्राप्त हो ऐसी स्वतंत्रता से सामग्री का चयन कर पा रहा हूँ, उसके लिए उनका भी शुक्रिया अदा करना चाहूंगा। 
और आखिर में, मेरी धर्मपत्नी जिगीषा और प्यारी बिटिया ऋजुल, जिन्होंने बहुत बार अपने हिस्से का समय मुझे लिखने-पढ़ने में व्यतीत करने दिया। उनके कारण ही आज इस समारोह के अमूल्य अवसर पर उनको साथ लेकर आप के सामने उपस्थित हूँ।
एक बार फिर, 'गाँधी हिंदुस्तानी साहित्य सभा' और 'विष्णु प्रभाकर प्रतिष्ठान' और उससे जुड़े सभी व्यक्ति का धन्यवाद, जो पुरे देश के अलग-अलग हिस्से और क्षेत्र में अपनी अच्छी नजर बनाये रखे है। काकासाहेब की तरह हम में से शायद ही किसी ने अपने काम के बदले पुरस्कार की कामना की होगी! इसी लिए, यहां उपयुक्त शब्द रखा गया है वह अवार्ड या पारितोषिक नहीं बल्कि, ‘प्रोत्साहन एवं उपलब्धियों के लिए सम्मान समारोह है।
ऐसे विचारहेतु के सुन्दर समारोह में सम्मानित करने के लिए आप सब का बहुत ही धन्यवाद।

स्थल : सन्निधि, गाँधी हिंदुस्तानी साहित्य सभा,
राजघाट के पास, जवाहरलाल नेहरू मार्ग, नई दिल्ली
दि : ३१-१२-२०१६

સન્માન સ્વીકારતા કેતન રૂપેરા
**** **** **** 

 કેતન રૂપેરા છપાયેલાં પાનાં પાછળની પ્રતિભા
- સંજય શ્રીપાદ ભાવે
(કેતનનું વક્તવ્ય વાંચ્યા પછી તેનો વિશેષ પરિચય આપતો પ્રો. સંજય ભાવેનો લેખ વાંચવા જેવો છે. અહીં તેના અંશ મૂક્યા છે. આખા લેખની લીન્‍ક સૌથી નીચે મૂકેલી છે.) 

ખુદને બાજુ પર રાખી દેવાની માંગ કરતી સંપાદકીય કામગીરી ખૂબ નિષ્ઠા અને નિસબતથી બજાવનાર આ સાલસ યુવાન પાસે મૌલિક પ્રદાનની અપેક્ષા રહે છે.
ઉત્તમના આગ્રહી કેતને સામયિક અને ગ્રંથપ્રકાશનનાં ક્ષેત્રોમાં સામગ્રી-સંપાદન (કન્ટેન્ટ એડિટિંગ)પ્રત-સંપાદન (કૉપી એડિટિંગ)પુસ્તકનિર્માણ(બુક પ્રોડક્શન)માં અભ્યાસીઓએ જેની નોંધ લેવી જોઈએ અને લેખકોએ જેનો લાભ લેવો જોઈ એવી કામગીરી કરી છે. તેમાં  ભાષાસાહિત્યપત્રકારત્વલેખનપદ્ધતિસજાવટકમ્પ્યુટર-કસબમુદ્રણતંત્ર જેવી અનેક બાબતોમાં કેતનનાં રસ-રુચિ-અભ્યાસનો અંદાજ મળતો રહે છે. પુસ્તકોના સંપાદક તરીકે ત્રણ દળદાર સંગ્રાહ્ય સ્મૃતિગ્રંથો તેની પાસેથી મળે છે – ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ’ (૨૦૧૨), ‘નીડર પત્રકારસંપૂર્ણ પરિવારજન : તુષાર ભટ્ટ’ (૨૦૧૪) અને અગ્નિપુષ્પ : ચુનીભાઈ વૈદ્ય સ્મૃિતગ્રંથ’ (૨૦૧૫). આ ગ્રંથો તેના નાયકોના જીવનકાર્યનો લગભગ સર્વસંગ્રહ બને છે.....  
કેતન પુસ્તકના કે સામયિકના સંપાદન-નિર્માણના કામ કરતી વખતે ભારે ઉલ્લાસમાં હોય છે તેવી જ રીતે એના વિશે બોલતી વખતે પણ પૂરબહારમાં હોય છે! 
પ્રત- સંપાદકનું એટલે કે કૉપી એડિટરનું કામ અને તેનું મહત્ત્વ આપણે ત્યાં પ્રકાશનમાં ઓછું સમજાયું છે. કેતન ઉપરાંત તે કોઈ કરતું નથી એવું નથીપણ કેતનના કામને કારણે તેની પર ધ્યાન ખેંચાયું. 
કેટલાયનો કેતન માનીતો છે. બધાને એના કામથી સંતોષ જ નહીં પણ ખુશી હોય છે. કેતન પોતેય હંમેશાં ખુશ દેખાય છે. તેનામાં માયૂસી ભાગ્યે જ દેખાઈ છે. મોટે ભાગે એ તાજગી અને તરવરાટથી છલકાતો હોય છે.

(કેતનનો પરિચય આપતો આ આખો લેખ 'ઓપિનીયન' પર અહીં વાંચી શકાશે.) 

Sunday, October 7, 2012

ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (૨ )


(ભાગ માં ગાંધીજી અને કેટલાક કલાકારોના અહિંસક એન્કાઉન્ટર્સ માણ્યા, જેને અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. http://birenkothari.blogspot.in/2012/10/blog-post.html આ વિશેષ પોસ્ટ ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા અને બીરેન કોઠારી દ્વારા સંયુક્તપણે લખાયેલી છે. હવે વાંચો આગળ... )
કલાપ્રેમી ગાંધી
વિખ્યાત બંગાળી ચિત્રકાર નંદલાલ બોઝ/ Nandlal Bose ને 1936માં ગાંધીજીનું કહેણ આવ્યું. લખનૌ કોંગ્રેસના સંમેલન/ Lucknow Congress Session માં તેમણે ચિત્રોનું પ્રદર્શન ગોઠવવાનું હતું. શિષ્ય વિનાયક મસોજીના ચિત્રો જોઈ ગાંધીજીએ છ વર્ષ પહેલાં રાજીપો વ્યક્ત કરી દીધો હતો. ( પહેલા ભાગમાં જાણ્યું.) એટલે ગાંધીજી ભારે ‘કળાપ્રેમી’ એવું નંદલાલ બોઝ માનતા થઈ ગયા હશે, એમ આપણે ધારી લઈએ તો ખોટા ઠરીએ. ગાંધીજીનો કલા અને કલાકારો પ્રત્યેનો અભિગમ કલાજગતમાં જાણીતો હોવો જોઈએ. ગાંધીજી માટે પોતાના  શિષ્ય સિવાયના કળાકારો પાસેથી જાણેલું-સાંભળેલું કદાચ નંદલાલ બોઝ પર વધારે ઘેરી અસર છોડી ગયું હશે, પણ અહીં તેમને થયેલો અનુભવ તેમના જ શબ્દોમાં જોઈએ:
પ્રદર્શનની મુલાકાતે આવેલા ગાંધીજીની સાથે નંદલાલ 
“મેં સાંભળ્યું હતું કે કળાના મામલે (ગાંધીજી) બહુ આગ્રહી હતા, પણ છાપ સંપૂર્ણપણે ખોટી પડી. લખનૌ પ્રદર્શનમાં મુકાયેલું એકેએક ચિત્ર તેમણે કળાત્મક દૃષ્ટિથી જોયું-તપાસ્યું. વખતે બનેલા નાનકડા પ્રસંગથી સૌંદર્ય અને પ્રમાણભાનની તેમની વૃત્તિનો મને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો. પ્રદર્શનખંડમાં સાદગીપૂર્ણ સામગ્રીથી સુશોભન કરેલું હતું.... અમારું કામ જોઇને તેમણે રાજીપો વ્યક્ત કર્યો. ખંડની સજાવટમાં ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પણ કોઇની ગફલતથી એક ટેબલ નીચે બાલદી રહી ગઇ હતી. અમારા ધ્યાન બહાર ગયું હતું, પણ ગાંધીજી ખંડમાં દાખલ થયા સાથે તેમણે કહ્યું, ‘પેલી બાલદી આખી જગ્યાની સુંદરતામાં ભંગ પાડતી નથી?’ રોજ પ્રદર્શનમાં આવતા હતા અને સારો એવો સમય વીતાવતા હતા.”

નંદલાલ બોઝની ગાંધીવિષયક કૃતિ 

પણ બધા કલાકારો નંદલાલ બોઝ જેવા નસીબદાર નથી હોતા. સમય વીતાવવાની વાત તો બાજુ પર રહી, કામમાં વ્યસ્ત ગાંધીજી કેટલાક  કલાકાર સાથે નજર પણ ન મિલાવે તો? એવા એક શિલ્પકાર એટલે જો ડેવિડસન/Jo Davidson.

ગાંધીનું માથું ગબડ્યું
ડેવિડસનના પરિચયમાં એક સમયે એવું કહેવાતું હતું કે તેમણે જેનું શિલ્પ ન બનાવ્યું હોયતે મોટો માણસ ન કહેવાયઅમેરિકાના ડેવિડસનની કારકિર્દીનો મોટો હિસ્સો ફ્રાન્સમાં વીત્યોપણ પોતાના સમયના મહાનુભાવોને શિલ્પમાં ઢાળવા માટે તે બહાર ફરતા રહેતા હતાગાંધીજી ગોળમેજી પરિષદ (1931)/ Round Table Conference માટે બ્રિટન ગયા ત્યારે એસોસિએટેડ પ્રેસ’/ Associated Press માં કામ કરતા તેમના મિત્ર જિમ મિલ્સે ડેવિડસન વતી ગાંધીજીની પરવાનગી મેળવીડેવિડસન લંડન આવ્યા અને મિલ્સ સાથે ગાંધીજીના ઉતારે નાઇટ્સબ્રિજ/Knightsbridge પહોંચ્યાત્યાર પછીની વાત ડેવિડસનના શબ્દોમાં :
શિલ્પકાર જો ડેવિડસન 
"અમે દાખલ થયા ત્યારે બ્લેન્કેટમાં વીંટળાયેલા ગાંધીજી ભોંય પર ભીંતને અઢેલીને બેઠા હતા. સામે ચરખો પડ્યો હતો. એ જોઇને મારા મનમાં પહેલી છાપ પડી : ‘આ માણસ કેટલો નિરાંતમાં છે.’ તેમના ચહેરામાં કાન અલગ તરી આવતા હતા અને આગળનો દાંત પડેલો હતો. એ હસતા હતા ત્યારે દાંતની જગ્યાએ ખાલી જગ્યા દેખાતી હતી. આ છબી ક્ષણભર જ ટકી. અચાનક ગાંધી મને સુંદર જણાવા લાગ્યા.
શિલ્પ માટે હું ગાંધીની થોડી તસવીરો લઇ ગયો હતો. એ જોઇને ગાંધીજીએ કહ્યું,’હું જોઉં છું કે તમે માટીમાંથી મહાનુભાવો સર્જો છો.’
મેં પણ વળતી રમૂજ કરી, ’હા, અને ક્યારેક એનાથી ઉલટું પણ.’
ગાંધી હસ્યા અને બીજા દિવસે મને સિટિગ આપવા તૈયાર થયા. મારી અસલ યોજના ફક્ત તેમના માથાનું શિલ્પ બનાવવાની હતી, પણ મેં સફેદ વસ્ત્રોમાં ગાંધીજીને ચરખો ચલાવતા જોયા ત્યારે મને થયું કે તેમનું પૂરા કદનું શિલ્પ બનાવવું જોઇએ. એ નીતાંત પવિત્ર પુરૂષ લાગતા હતા.
એ સાંજે હોટેલ પર જઇને મેં પૂરા કદનું શિલ્પ ઊભું કરી શકાય એવું આર્મેચર બનાવ્યું. બીજા દિવસે સવારે હું કામે પહોંચ્યો. શરૂઆતમાં મહાત્મા મારી હાજરીથી અસવસ્થ જણાતા હતા. જ્યારે પણ અમારી આંખો મળે ત્યારે તેમની આંખમાં વ્યથા દેખાતી હતી. પણ એમણે વચન આપ્યું હોવાથી તે કંઇ બોલ્યા નહીં.
લોકોની અવરજવર ચાલુ રહી અને હું કામ કરતો રહ્યો. ગાંધી એવી રીતે વર્તતા હતા, જાણે રૂમમાં – અરે, રૂમમાં તો શું, અમસ્તું પણ મારું અસ્તિત્ત્વ જ ન હોય. તેમણે મારી અવગણના ચાલુ રાખી. શિલ્પ બનાવવામાં બન્ને પક્ષોની સામેલગીરી જરૂરી છે, પણ આ કિસ્સામાં બધું મારે જ કરવાનું હતું, કારણ કે મારા વિષય તરફથી મને કોઇ જ સહકાર મળતો ન હતો.... સાંજ સુધીમાં હું આખું ફીગર ઊભું કરી શક્યો... એને મેં રૂમના ખૂણે ગોઠવ્યું. એ બહુ નાજુક હતું. માટી હજુ લીલી હતી અને આર્મેચર પણ મજબૂત ન હતું. મેં તેને ઉતાવળે અને ઉત્તેજનાપૂર્ણ મનોદશામાં તૈયાર કર્યું હતું.  મેં એને હળવેથી એવી રીતે ઢાંક્યું, જેથી હવા અંદર જઇ શકે અને તે સુકાય તો બીજા દિવસે તેની અવસ્થા સારી બને. તેની પર મેં ‘પ્લીઝ ડુ નોટ ટચ ઓર મૂવ’ ની નિશાની મૂકી અને ભારતીયોને (ગાંધીજીના સાથીદારોને) વિનંતી કરી કે મહેરબાની કરીને તેને અડતા નહીં...
બીજા દિવસે સવારે હું પહોંચ્યો ત્યારે બારણામાં જ ગાંધીજીના પુત્ર દેવદાસ/Devdas Gandhi મળ્યા. તેમણે કહ્યું, ‘તમારા માટે એક ખરાબ સમાચાર છે.’ એ સાંભળીને મારું હૈયું એક ધબકાર ચૂકી ગયું. મને થયું કે દેવદાસ કહેશે કે તેમના પિતાએ (સિટિંગ આપવા અંગેનો) વિચાર બદલી નાખ્યો છે. હું દાદર ચડીને દેવદાસની સાથે ગયો. જોયું તો મારું તૈયાર કરેલું માળખું રૂમની વચ્ચોવચ્ચ હતું અને તેની ઉપરથી માથું ગબડીને ભોંયતળીયે પડ્યું હતું. હું નિરાશ થઇને ઊભો હતો. એવામાં ગાંધી આવ્યા.
ગાંધી ત્યાં ઊભા હતા ત્યારે મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે એ કેટલા ટચૂકડા અને દુબળા હતા.
‘યુ સી. તમારે આ ન કરવું જોઇએ.’ એમણે કહ્યું.
મેં જવાબ  આપ્યો, ‘યુ આર ક્વાઇટ રાઇટ, સર.  હું હવે ફક્ત બસ્ટ કરીશ.’...
ફરી કામ શરૂ થયું... ગાંધીએ મને કહ્યું,’તમે રૂમમાં બહુ જગ્યા રોકો છો. હું કેવળ વામનજી છું ને તમે મને ભીંસી નાખશો. તેમ છતાં, મારું તમારે જે કરવું હોય તે કરો. (ડુ વીથ મી એઝ યુ લાઇક)’.
ગાંધીનો ચહેરો એકદમ ચંચળ હતો, દરેક રેખાતો ધ્રુજતી હતી અને વાત કરતી વખતે સતત તેમનો ચહેરો બદલાતો હતો. મેં કામ કર્યું ત્યાં લગી તેમણે મારી પર પેસિવ રેઝિસ્ટન્સનો પ્રયોગ કર્યો...મારી સામે એક વાર પણ જોયું નહીં. પણ હું કામ વચ્ચે શ્વાસ ખાવા માટે તેમની સાથે બેસતો ત્યારે તે એકદમ સરસ રીતે વાત કરતા. મુલાકાતીઓનો પ્રવાહ સતત ચાલુ હતો... કેટલાક તેમને વિચિત્ર સવાલ પણ પૂછતા. એકે ‘મહાત્મા’નો અર્થ પૂછ્યો, ત્યારે એમણે કહ્યું હતું, ‘નગણ્ય માણસ.’..
**** **** ****
પોતાના 'વિષય'ને ન્યાય આપતા ડેવિડસન 

કામ પૂરું થયા પછી ડેવિડસને એક પત્રમાં લખ્યું હતું, "હું ઘણાને મળ્યો છું અને ઘણાને (શિલ્પમાં) ઢાળ્યા છે, પણ આવા માણસને હું પહેલી વાર મળ્યો. He merely allowed himself to be `done` And in the end it is I who was ‘done’. " [પોતાની જાતને (શિલ્પમાં) ઢાળવાની તેમણે મને ફક્ત પરવાનગી જ આપી હતી (બીજો કોઇ સહકાર નહીં), છતાં અંતે તો હું જ ઢાળિયો થઇ ગયો.] 
આ તસવીર એસોસિએટેડ પ્રેસના એક ફોટોગ્રાફરે, (ડેવિડસનના લખ્યા પ્રમાણે) કેમેરા કરતાં પણ મોટો લેન્સ વાપરીને મકાનની બારીમાંથી લીધી હતી. કારણ કે ગાંધી રૂમમાં ફોટોગ્રાફર કે ફ્લેશલાઇટ માટે પરવાનગી ન આપતા. કલાકારોના  મામલે  ગાંધીજીને બરાબરના ઓળખી ગયેલા ડેવિડસને જણાવ્યું છે, ‘મને ખાતરી છે કે આ ફોટો વિશે ગાંધીને ખબર ન હતી.’  (નહિ તો?)
ખેર, ડેવિડસને તો માત્ર ગાંધીજીનો અસહકાર જ વેઠવાનો આવ્યો. પણ કોઈએ તેમની આકરી અકળામણનોય ભોગ બનવું પડ્યું હોય, એવું કલ્પી શકાયહા, લાઠી કે બંદુકને સામી છાતીએ ઝીલતા ન ડગતા ગાંધીજી કેમેરાના ફ્લેશથી ક્યારેક ગુસ્સે થઈ જતા તો ક્યારેક ભારે અકળાઈ  જતા. 
યે લડકી....
હોમાય વ્યારાવાલા દિલ્હીમાં 
ભારતના પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla નેપોતે દિલ્હીમાં જ રહેતા હોવાના કારણે ગાંધીજીની તસવીર લેવાના પ્રસંગો બનતા રહેતા. ગાંધીજી સાથે તેમનું ખરું એન્‍કાઉન્‍ટર થયું દિલ્હીની ભંગી કોલોનીમાં. અહીં યોજાયેલી પ્રાર્થનાસભામાં ગાંધીજી ઉપસ્થિત રહેવાના હતા. તેમની તસવીરો લેવા માટે હોમાયબેન પહોંચી ગયાં. શિયાળાના દિવસો. સાંજે અંધારું વહેલું થઈ જતું હોવાથી કુદરતી પ્રકાશમાં તસવીરો લેવી શક્ય નહોતી. ફ્લેશગનનો ઉપયોગ ફરજિયાત કરવો પડે એમ હતો. એ સમયની ફ્લેશગન એટલે મીની પાવરહાઉસ જ જોઈ લો. તેના ઝબકારાથી આંખો રીતસરની અંજાઈ જાય. ગાંધીજી પ્રાર્થનાસભામાં પ્રવેશ્યા ને   સાથે   હોમાયબહેને  ઉપરાઉપરી બે ફોટોગ્રાફ લઈ લીધા. ફ્લેશગનના આંજી દેતા ઉપરાઉપરી બે ઝબકારા થયા. 

ફ્લેશનો ઝબકારો થયો અને... 

ગાંધીજી અકળાઈ ગયા અને બોલ્યા, “યે લડકી મુઝે અંધા નહીં બનાયેગી, તબ તક નહીં જાયેગી.” ગાંધીજીનો ગુસ્સો જોઈને તેમની ટેકણલાકડીઓમાંની એક દોડીને હોમાયબહેન પાસે આવી અને સમજાવટના સૂરે કહ્યું, “તમે હમણાં ફોટો ન લેતાં. નહીં તો એ ગુસ્સે થઈ જશે તો કેમેરા પણ તોડી નાંખશે.”
હોમાયબહેને આમ પણ કેમેરા મ્યાન કરી દીધો હતો. પોતાને જોઈતી તસવીરો તેમને મળી ગઈ હતી. એટલે તે નીકળી ગયાં.
ત્યાર પછી થર્ડ જૂન પ્લાન’/Third June Plan તરીકે ઓળખાતી દેશના વિભાજન માટેનો મત લેવા યોજાયેલી મીટિંગના આગલે દિવસે ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ કમિટી/ All India Congress Committee એ આ બાબતે ચર્ચા કરવા માટે મીટીંગ બોલાવેલી. આ એવી મીટીંગ હતી, જેનું પરિણામ ચર્ચા પહેલાં જ નક્કી હતું. આ મીટીંગમાં હોમાયબહેન ઉપરાંત બીજા એક જ ફોટોગ્રાફર પી.એન.શર્મા/ P.N. Sharma હાજર હતા. કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ આચાર્ય કૃપલાણી/ Acharya Kripalani મીટિંગમાં હાજર રહેલા ફોટોગ્રાફર બાબતે નારાજગી વ્યક્ત કરતા હતા. રામમનોહર લોહીયા/ Ram manohar Lohia, જયપ્રકાશ નારાયણ/ Jayaprakash Narayan થી લઈને મૌલાના આઝાદ/ Maulana Azad, ખાન અબ્દુલ ગફારખાન/Khan Abdul Ghaffar Khan અને ગાંધીજી પણ મીટિંગમાં ઉપસ્થિત હતા. ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન ડૉ. સુશીલા નાયર/ Dr. Sushila Nayar ની સાથે મીટિંગમાં આવી રહ્યા હતા ત્યારે હોમાયબહેને તેમની તસવીર લીધી હતી.

થર્ડ જૂન પ્લાનની મીટીંગ વખતે આગમન
ગાંધીજીની ડાબે ડૉ. સુશીલા નાયર અને જમણે બાદશાહખાન 

ગાંધીજીની સામે જઈને તેમને નડે એ રીતે તસવીર લેતાં તે અકળાઈ જાય એમ ઘણી વાર બનતું. પણ ચૂપચાપ, પોતાની જગાએ ઉભા રહીને જોઈતી તસવીર લઈ લેતા ફોટોગ્રાફરને ખાસ વાંધો આવતો નહીં.
આમ લેવાઈ એ અમર તસવીર
આવું જ બન્યું હતું ગાંધીજીની અનેક યાદગાર તસવીરો ઝડપનાર સ્વાતંત્ર્યસેનાની ફોટોગ્રાફર જગન મહેતા/ Jagan Mehta સાથે. તેમના જ શબ્દોમાં એ બયાન વાંચીએ:
જગન મહેતા 
‘1947ના માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. ગાંધીજી ત્યારે બિહારના જહાનાબાદ/Jahanabad માં તોફાનોનો શિકાર બનેલા લોકો વચ્ચે ફરતા હતા. તેમનો ઉતારો ડો. સૈયદ મહેમૂદના બંગલે હતો. ગાંધીજી કયા સમયે ક્યાં ફરે છે, તેનું હું બરાબર ધ્યાન રાખતો હતો. મળસ્કે ફરવા જવાનો તેમનો રૂટ પણ મેં જોઇ લીધો હતો. આ બધું જાણી ગયા પછી એક સવારે હું બરાબર સજ્જ થઇને ગાંધીજીના મોર્નિંગ વોકના માર્ગ પર પહોંચી ગયો અને મારી પોઝિશન લઇને ગોઠવાઇ ગયો. કયા એન્ગલથી દૃશ્ય લેવું અને ફ્રેમમાં શું આવશે, એ તો મેં વિચારી રાખ્યું હતું. મનમાં થોડા ફફડાટ સાથે હું ગાંધીજીની રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને સારો ફોટો મળે તેમ કરજો. વાતાવરણમાં પરોઢિયાનો ધુમ્મસમિશ્રિત પ્રકાશ છવાયેલો હતો. નક્કી સમયે મનુબહેન-આભાબહેનના ખભે હાથ મૂકીને મક્કમ ડગલાં ભરતા ગાંધીજી દૃષ્ટિમાન થયા. સાથે પહાડ જેવા પડછંદ પઠાણ બાદશાહખાન હતા. ચાલતાં ચાલતાં જેવા એ લોકો મારી કલ્પેલી ફ્રેમમાં આવ્યા કે તરત મેં ચાંપ દાબી. ત્યાર પછી આ સ્થળે અને સમયે જુદા જુદા દિવસોએ મેં પાંચ-છ ક્લિક કરી. સદ્‍નસીબે તેમાંથી બે-ત્રણ તસવીરો ખરેખર માસ્ટરપીસ થઇ.’
        જગનદાદાની આ શ્રેણીની તસવીર એટલે જેના વિના કોઇ પણ ગાંધીસંગ્રહાલય અધૂરું ગણાય એવી ‘ટોવર્ડ્ઝ ધ લાઇટ’/Towards the light (પ્રકાશભણી). ગાંધીજીની શાંતિયાત્રાની ચુનંદી આઠ તસવીરોનો એક સંપુટ પ્રસિદ્ધ થયો. તેના પ્રારંભમાં કાકાસાહેબ કાલેલકરે/Kakasheb Kalelkar લખ્યું હતું, ‘ચિત્રકાર જગન મહેતા કો ભારતવર્ષ કી ઓર સે ધન્યવાદ મિલના ચાહિયે.’
આ તસવીર વિના કોઈ પણ ગાંધી સંગ્રહાલય અધૂરું ગણાય. 
એક વાત છે કે, ગાંધીજીનાં પૂતળાં તેમના જીવતેજીવ બનવા લાગ્યાં હતાં. કદાચ જાહેર સ્થાનોએ મૂકાવાના શરૂ ન થયાં હોય એમ બને. આટલા કલાકારોમાંથી મોટા ભાગનાના અનુભવ પરથી લાગે કે શું ગાંધીજીએ બધા કલાકારોને પણ જાણે  અંગ્રેજો હોય એમ સમજીને 'અસહકાર' કર્યે રાખ્યો? એનો એક શબ્દનો જવાબ ત્વરિત ના હોય અને ઊંડાણપૂર્વકનો જવાબ હોય, જેમાં કલાકારો અને ગાંધીજી બંનેના દૃષ્ટિકોણનો સમાવેશ હોય
૧૯૪૭ની સાલએ સમયે મુંબઈમાં દસ લાખના ખર્ચે તેમનું પૂતળું તૈયાર કરાવીને મૂકવાની હિલચાલ થઈ રહી હતી. આ બાબતે શું માનતા હતા ગાંધીજી પોતે?

મારું પૂતળું?
" મુંબઈમાં મારું પૂતળું કોઈ જાહેર જગ્યામાં દસ લાખ રૂપિયાના ખર્ચે મુકવાની વાત ચાલી રહી છે. તે બાબત મારી ઉપર ઠીક તીખા કાગળ આવ્યા છે. કેટલાક વિનયવાળા છે; કેટલાક એવા રોષવાળા છે કે કેમ જાણે હું મારું પૂતળું બનાવરાવી ખડું કરવાનો ના હોઉં! કાગનો વાઘ તો થયા કરવાનો. મૂળમાં કેટલું તથ્ય છે વિચારવાનું કામ શાણાનું છે.... મારે કહેવું જોઈએ કે મને તો મારો ફોટો લેવાય પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી. પણ કોઈ કોઈ ખેંચી લે છે. બાવલાં પણ બન્યાં છે. છતાં મારા વિચાર ઉપર પ્રમાણે હોઈ મારું પૂતળું પૈસા ખર્ચીને ખડું કરવાની વાત મને ગમે તેવી નથી. અને કાળે જયારે લોકોને ખાવાના સાંસાં છે, પહેરવાનાં કપડાં ના મળે. આપણાં ઘરમાં, ગલીઓમાં ગંદકી હોય, ચાલોમાં માણસ જેમ તેમ ખડકાય, ત્યાં શહેરોના શણગાર શા? એટલે મારું ખરું બાવલું મને ગમતાં કામો કરવામાં હોય. દશ લાખ રૂપિયા ઉપરનાં કામોમાં ખર્ચવાથી લોકોની સેવા થાય ને ખર્ચાયેલા પૈસા ઊગી નીકળે. તેથી મને આશા છે કે મજકૂર પૈસા એથી વધારે લોકસેવાનાં કામોમાં વપરાય. એટલા રૂપિયા નવું અનાજ પેદા કરવામાં વપરાય તો કેટલા ભૂખ્યાનું પેટ ભરાય?”

(સંપૂર્ણ)