૨૪મી ઓગસ્ટને બુધવારના રોજ ઈદની રજા હતી.
ભરૂચ રહેતા મિત્ર દેવેન્દ્ર ગોહીલ,
બી.કે. પટેલ (બન્ને દંપતિ અને અમે બે, અમારાં બે) સાથે છલકાતો નર્મદા બંધ જોવાનો કાર્યક્રમ બનાવ્યો હતો,
પણ અમારા સૌના મનમાં એટલું નક્કી હતું કે બંધ સુધી પહોંચવું સફરની મંઝીલ નથી,
બલ્કે આખે રસ્તે ચોમેર ફેલાયેલી પ્રકૃતિને માણતા જવું એ જ ખરી સફર હોવી જોઈએ. ઈચ્છા થાય ત્યાં વાહન ઉભું રાખીને આસપાસ રખડવું, પ્રકૃતિનો આનંદ માણવો અને કશીય ઉતાવળ વિના આગળ વધવું. કંઈક અંશે ‘
રાહ બની ખુદ મંઝીલ’
જેવું. ભરૂચથી કેવડીયા કોલોની વાયા રાજપીપળાના માર્ગ પર ચોમેર વેરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય અને તેનો અમે માણેલો આનંદ બાકીના રસિકો સાથે પણ વહેંચીએ એ હેતુથી કેટલીક તસવીરો.
 |
| લીલોતરી વચ્ચે હાજરી પૂરાવતો સાગનો મોર |
 |
શચિ અને ઈશાન: ફોટો પડાવવા નથી ચડ્યાં,
પણ ઝાડ પર ચડ્યાં છે એટલે ફોટો... |
 |
રસ્તામાં આવતો ઘબાના ખાડીનો ધોધ
|
 |
| ઘબાના ખાડીનો ધોધ: |
 |
શચિ કોઠારી અને કાનન ગોહિલ:
ધોધના કાંઠે ઈન્સ્ટન્ટ ધ્યાન
અને તત્ક્ષણ આશીર્વાદ
|
 |
| ઘેઘુર મહુડો |
 |
| છલકાતો નર્મદા બંધ |
 |
રસ્તે આવતા તાડ
|
 |
| હજી સુધી સહેલાણીઓથી બચી ગયેલો ખોજલવાસ નજીકનો ધોધ |
 |
સાતપૂડાની ટેકરીઓ
|
શચિએ પણ ઘણી ક્લીક કરી, એમાંની કેટલીક તસવીરો...
 |
| કાલી ઘટા છાઈ હો રાજા કાલી ઘટા છાઈ.. |
 |
| નમામિ દેવી નર્મદે |
 |
| નાં, આ તસવીર રંગીન જ છે, શ્વેત-શ્યામ નહી. |
 |
| પાની રે પાની તેરા રંગ ઐસા.. |
 |
| ગ્રીન કારપેટ |
 |
| એક રાસ્તા હૈ જિંદગી, જો થમ ગયે તો કુછ નહીં. |
 |
| કહીં દૂર જબ દિન ઢલ જાયે.. |