એસ્કિમોને પણ રેફ્રીજરેટર વેચી શકવા માટે ખ્યાતનામ મહાજાતિની ખરીદશક્તિ એટલી પ્રચંડ છે કે ધારે તો એ પૃથ્વી પર બેઠે બેઠે આખેઆખા મંગળ ગ્રહનો સોદો પાડી દે. અને તેની ખરીદવાની આદત એવી કે મરચાં ખરીદવા નીકળ્યા હોય ને મંગળનો તોડ કરી દે. આ પ્રજાનું માનસ માપવામાં ભલભલા ખેરખાંઓ થાપ ખાઈ ગયા છે.
આ પ્રજાની આવી લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને તેના એક મહાનગરમાં એક
મહામૉલ ખૂલ્યો. દિવસો વીત્યા, પણ આ મહામૉલમાં કોઈ મહાભીડ ઉમટતી નહોતી. જાતજાતની સ્કીમો રજૂ કરવામાં આવી, પણ કેમેય કરીને ગ્રાહકો ફરકતા જ નહોતા. છેવટે આ મૉલને તાળું દેવાનો વખત આવ્યો.
એ પહેલાં માર્કેટીંગના મહાનિષ્ણાતોની બનેલી એક
મહાસમિતિ મૉલની મુલાકાતે આવી. તેમણે જાતજાતનું સંશોધન કર્યું, પણ રાબેતા મુજબ તેમને કશું કારણ ન જડ્યું. એ સમિતિએ બીજું કશું કરવાને બદલે કેવળ એ મહામૉલની અમુક દુકાનોનાં પાટીયાં પર જ નજર નાંખી હોત તો બીજું કશું શોધવાની જરૂર જ ન પડત.
એ પાટીયાંઓમાં જોડણીની ભૂલો ન હતી. પાઠ્યપુસ્તકોમાં પણ જોડણીની ભૂલો ઉદારદિલે ચલાવી લેનાર મહાજાતિ કંઈ દુકાનનાં પાટીયાંની ભૂલોને મન પર ન લે. ખરેખર તો દુકાનોનાં પાટીયાં શુદ્ધ ગુજરાતીમાં ચીતરાયાં હતાં. સમિતિ છેવટે કશું તારણ શોધ્યા વિના પાછી ફરી, પણ એમને જે ન જડે એ આપણને ન જડે એવું થોડું હોય?
તમે પણ વાંચો મૉલની કેટલીક દુકાનો પરનાં પાટીયાંઓનાં લખાણ. તમને તરત સમજાઈ જશે કે આવી દુકાનો, ઑફિસો કે સંસ્થાઓ બંધ ન થાય તો જ નવાઈ!
 |
| પૈસા પાછા આપવાની ગેરંટી હોવા છતાં..... |
 |
| ગ્રાહકની બધી સુવિધા સાચવવાની તત્પરતા છતાં.... |
 |
| દર્શકની અનુકૂળતા મુજબ શો ગોઠવવાની સવલત આ જમાનામાં કોણ આપે? તોય... |
 |
| હીરોઈન જેવું દેખાવાનું તો દરેકનું સપનું હોય.... |
 |
| ભારતભરમાં આ સર્વિસ વ્યાપેલી હતી, પણ... |
 |
| બિચારા અંબુ મહારાજ...! |
 |
| આ સ્કૂલ શરૂ કરવી એટલે આત્મઘાતી પગલું |
 |
| કેવો ઉમદા હેતુ! પણ શા કામનો? |
 |
| તો શું 'ફક્ત મસાજ'થી હીટ અને ફીટ રહેવાનું? |
(Note: Images used in this post have been taken from net)