Friday, September 3, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (21)

શૈલીની વિશેષતા  

ભૂપેન ખખ્ખરની ચિત્રશૈલીમાં અસ્સલ ભારતીય શૈલી ઝળકે છે. યુરોપિયન ચિત્રશૈલીની ખાસિયત ગણાતી છાયાપ્રકાશની રમત તેમનાં ચિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. તેને બદલે ભારતીય લઘુચિત્રશૈલીનાં ઘણાં તત્ત્વોને તેમણે આત્મસાત કર્યાં અને તેને નવા સંદર્ભ સાથે, નવા વિષયો સાથે ચિત્રોમાં ઉતાર્યા. આ કારણે તેમનાં ઘણાં ચિત્રોમાં માનવાકૃતિઓની ફરતે જે ચીજો દર્શાવાઈ છે એ અમુક રીતે બાળચિત્રો હોય એવી રીતે ચીતરાઈ છે. એટલે કે શાળાનાં બાળકો જે રીતે વિમાન, ટ્રેન, વહાણ, કાર, પ્રાણીઓ, મકાન, વૃક્ષો વગેરે ચીતરે એ જ રીતે ભૂપેને તેને ચીતર્યાં છે. તેની વિગતોમાં, આબેહૂબપણામાં તે ખાસ ગયા નથી, કેમ કે, તેમણે એનો ઉપયોગ કેવળ પ્રતીક તરીકે, કશુંક જણાવવાના માધ્યમ તરીકે કરેલો હોય એમ જણાય છે. અત્યાર સુધી અહીં મૂકેલાં મોટા ભાગનાં ચિત્રોમાં આ બાબત જોઈ શકાય છે.

આ ખાસિયત વધુ સ્પષ્ટતાથી સમજી શકાય એ માટે અહીં કેટલાંક ચિત્રો મૂક્યાં છે.






No comments:

Post a Comment