Thursday, September 21, 2017

સર્જનની સફર : 'નૈના તોરે...' અને 'ઓ પિયા...' /The journey of creation


(આ લેખને ખરા અર્થમાં માણી શકાય એ માટે લેખની વચ્ચે આપેલી ઓડિયો ક્લીપોને એ જ ક્રમમાં વાંચતાં વાંચતાં જ સાંભળતા જવી.)  

“મને જીવનમાં એક જ અફસોસ છે કે......” આવું બોલીને ગિરીશ મકવાણા સહેજ અટક્યા. આપણને થાય કે આમાં નવું શું છે? દરેકને જીવનમાં એક યા બીજા અફસોસ હોય છે. કોઈકને અમુક બ્રાન્‍ડની કાર ન વસાવી શકાયાનો, કોઈકને પોતાનું સંતાન ડૉક્ટર ન બનાવી શકાયાનો, કોઈકને પોતાના માતાપિતાએ પોતાના માટે કશું ન કર્યાનો, તો કોઈકને એપલનો આઈ ફોન એઈટ ન હોવાનો...!
“મને જીવનમાં એક જ અફસોસ છે કે હું મારી નજર સામે ઉપડી જતી ટ્રેન, બસ કે ટ્રામને દોડીને પકડી શક્યો નથી.” ગિરીશે આખું વાક્ય પૂરું કર્યું. એ સાથે જ આપણને થાય કે અરે, ભલા માણસ! કરી કરીને આવો અફસોસ કરવાનો? પણ તેઓ મારા ઘરમાં પ્રવેશ્યા ત્યારે જે રીતે ચાલીને આવતા જોયેલા એ યાદ આવ્યું.
“એ તો નાનપણમાં થઈ ગયું એ થઈ ગયું. મારા જેવા કેટલાય એ વખતે બે બુંદના અભાવે આ રોગનો ભોગ બન્યા હશે. મારે એ વાત નથી કરવાની. પણ મારી આ શારિરીક તકલીફને લઈને મને જે અનેકગણો લાભ થયો છે એની વાત કરવાની છે.” ગિરીશની આ વાત સાંભળીને મનમાં સારું લાગ્યું.
નડીયાદના રહેવાસી ગિરીશ ઘણા વરસોથી ઓસ્ટ્રેલિયા નિવાસ કરે છે. સંગીતનો અભ્યાસ કરીને તેઓ અનેક જગ્યાએ ફર્યા. પણ મનમાં એક વાત નક્કી હતી કે કશુંક એવું કરવું જેથી મનને સંતોષ મળે. તેમની પાસે મૂડી હતી સંગીતની, આત્મવિશ્વાસની અને દૃઢ નિર્ધારની. અહીં તેમની કથા આલેખવાનો ઉપક્રમ નથી, પણ જે વાત કરવાની છે તેની પશ્ચાદભૂ તરીકે આ જાણકારી જરૂરી છે.
કોઈ કારખાના-ફેક્ટરીમાં નોકરી કરવાને બદલે તે એવું કામ શોધતા રહ્યા કે જેમાં પોતાને સર્જનનો સંતોષ મળે. એ રીતે તેમને વિદેશની એ ભૂમિ ફળી. અનેક નવા મિત્રો બન્યા, જેઓ સર્જકતા અને સંવેદનાના સ્તરે ગિરીશના હમસફર બની રહ્યા.
આમાંના એક તે નિકોલસ બફ/Nicholas Buff અને બીજા સવ્યસાચી ભટ્ટાચાર્ય/Sabyasachi Bhattacharya. ગિરીશ પોતે અચ્છા તબલાં વગાડી જાણતા હતા. નિકોલસ સેક્સોફોનના ઉત્તમ વાદક હતા, તો સવ્યસાચી સરોદના નિષ્ણાત હતા. આ ત્રણે મિત્રોએ મળીને એક સંગીતજૂથની રચના કરી, જેનું નામ રાખ્યું તિહાઈ તીન’. નિકોલસ બફની ખાસિયત એ હતી કે તેઓ સેક્સોફોન જેવા પાશ્ચાત્ય વાદ્ય પર નખશીખ ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ વગાડી જાણતા હતા. આ ત્રિપુટીએ સંગીતના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવા માંડ્યા. આ ત્રિપુટીના વાદનની એક ઝલક અહીં જોઈ શકાશે. 


ભારતીય સિનેમાની શતાબ્દિ ટાણે ઓસ્ટ્રેલિયામાં પણ જે વિવિધ ઉજવણીઓ તેમાંની એક બહુ વિશિષ્ટ હતી, જેમાં તિહાઈ તીન દ્વારા કેટલાક હિન્‍દી ફિલ્મી ગીતોને મંચ પરથી રજૂ કરવામાં આવ્યાં હતાં. આમાં મઝા પડે એવી વાત એ હતી કે તિહાઈ તીનના ત્રણે સ્તંભોએ ઓસ્ટ્રેલિયાની પ્રેસ્ટન સિમ્ફની ઓરકેસ્ટ્રાના સહયોગમાં આ કાર્યક્રમ યોજ્યો હતો. સંરક્ષણા અને કેશવ રામચંદ્રન જેવા સાવ તરુણ વયના ગાયકો પાસે ગવડાવેલાં આ ગીતમાં ઓરકેસ્ટ્રાનું સંચાલન નિકોલસ બફ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વાદકો પશ્ચિમી હતાં.
એક ઓરકેસ્ટ્રામાં હોય એમ સ્ટ્રીંગ સેક્શન (તંતુવાદ્ય વિભાગ), બ્રાસ એન્‍ડ વુડવીન્‍ડ સેક્શન (બ્રાસવાદ્ય તેમજ ફૂંકવાદ્ય વિભાગ), રીધમ સેક્શન (તાલ વિભાગ)માં તે વહેંચાયેલી છે. એક થિયેટરના મંચ પર રજૂ કરાયેલું હોઈ તેમાં એક સિમ્ફનીની સરખામણીએ વાદકો મર્યાદિત છે. વિશુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રચાયેલું સુવર્ણસુંદરીનું વિખ્યાત ગીત કુહૂ કુહૂ બોલે કોયલીયા પાશ્ચાત્ય વાદ્યો પર, પશ્ચિમી સ્વરલિપિમાં અને પશ્ચિમી વાદકોએ જે રીતે બજાવ્યું છે એ સાંભળવાની મઝા ઓર છે. તેમાં માત્ર કૌતુકભાવ કરતાં વધુ એક વિષયને પૂરેપૂરો ન્યાય આપવાની તેમની નિષ્ઠા દેખાય છે. અહીં એ ગીત સાંભળી શકાશે, જેમાં તબલાં પર ગિરીશ મકવાણા જોઈ શકાશે.


જો કે, ગિરીશ મકવાણાના મનમાં કંઈ ને કંઈ ઉથલપાથલ ચાલ્યા કરતી. 2010માં તેમણે ફિલ્મ એન્ડ ટીવી પ્રોડક્શનનો માસ્ટર્સ કોર્સ કર્યો અને ફિલ્મ બનાવવાનો કીડો સળવળી ઉઠ્યો. ખેડા જિલ્લાનું ટુંડેલ ગામ તેમનું મૂળ વતન હતું. વર્ણવ્યવસ્થાનું પૂરેપૂરું જોર હતું એવા સમયમાં તેમના ખુદના પરિવારે ઘણું વેઠવું પડ્યું હતું, અને એક તબક્કે રાતોરાત ગામ છોડવું પડ્યું હતું. એ વાત 1965ની. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર વંશીય હુમલાની ઘટનાઓ વધી રહી હતી. ગિરીશે આવા સંવેદનશીલ મુદ્દાને લઈને એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, અને તેનું નામ રાખ્યું ધ કલર ઑફ ડાર્કનેસ/The colour of Darkness’.
આ ફિલ્મની કથા તેમણે લખી, દિગ્દર્શન તેમણે કર્યું અને તેમાં સંગીત પણ તેમણે જ આપ્યું. થોડા વખત અગાઉ તેમણે આ ફિલ્મનું એક ગીત નૈના તોરે કજરારે સાંવરે ફિલ્મની ઝલક તરીકે મૂક્યું હતું. આ ગીત સાંભળતાં જ તેમાં કંઈક એવું તત્ત્વ જણાતું હતું કે સાંભળ્યા પછી મનમાંથી તે ખસે જ નહીં, અને આખો દિવસ હોઠે તેની ધૂન આવ્યા કરે.
આ ગીતના શબ્દો ગિરીશે પોતે જ લખેલા છે. તદુપરાંત તેનું સંગીત, ઓરકેસ્ટ્રેશન એકદમ ધ્યાનાકર્ષક છે. સિન્‍થેટીક ધ્વનિને બદલે તેમણે અસલ વાદ્યોનો ઉપયોગ કર્યો છે. આ ગીત વિશે આવા થોડા સવાલો થયા, અને ગિરીશને એ પૂછ્યા ત્યારે તેમણે આ ગીતની સર્જનપ્રક્રિયા જણાવી.
ખરેખર તો કોઈ કૃતિનો જન્મ એ સંતાનના જન્મ જેવી ગૂઢ પ્રક્રિયા હોય છે. અનેક રસાયણોથી તેનો પિંડ બંધાતો જતો હોય છે. તેનો આરંભ ખરેખર કઈ ક્ષણે થયો હશે, અને તેનું અંતિમ સ્વરૂપ કેવું હશે એ કહી શકાતું નથી. આથી તેને સમજવું કઠિન છે, અને સમજાવવું એથી કઠિન. અહીં જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ આ પ્રક્રિયાનો આછેરો અંદાજ મળી શકે એટલા પૂરતો જ છે.
અહીં ફરી ગિરીશને થયેલા પેલા અફસોસની વાત. ઘેરથી પોતાના કાર્યસ્થળે તેઓ ટ્રામમાં જાય છે. એક દિવસ તેઓ એ રીતે જવા નીકળ્યા. તેમણે દૂરથી જોયું કે ટ્રામ ઉભી છે અને ઉપડવાની તૈયારીમાં છે. તેઓ દોડીને તે પકડી શકે એમ નહોતા. એટલે ટ્રામ ઉપડી ગઈ અને બીજી ટ્રામ આવે ત્યાં સુધી તેમણે હવે રાહ જોવાની હતી. રાહ જોતાં જોતાં સતત મનમાં કશુંક ગણગણવાની તેમની આદત હતી. એટલે સાવ અનાયાસ જ ગણગણવાનું શરૂ કર્યું. થોડી વારમાં ટ્રામ આવી. તેઓ અંદર ચડ્યા, પણ મનમાં કશુંક મુખડું બંધાતું જતું હોય એમ લાગતું હતું. ખાસ તો ધૂન અને એ ધૂનને આધારે આગળ વધી શકાય એવા શબ્દો. આવું કશુંક સૂઝે તેને પોતાના ફોનમાં રેકોર્ડ કરી લેવાની ગિરીશની આદત છે.

આ ક્લીપમાં તેમને સૂઝેલું પહેલવહેલું મુખડું છે. પૃષ્ઠભૂમિમાં ટ્રામના મુસાફરોના અવાજ પણ સાંભળી શકાશે.

સાંભળી શકાશે કે આમાં ધૂન સૂઝવાની સાથે અમુક અંશે વાદ્યની અસર પણ આપોઆપ સૂઝવા લાગે છે. આ ધૂન તેમના દિલોદિમાગ પર એવી હાવી થઈ ગઈ કે મનમાં સતત ચાલતી રહી. શબ્દો અસ્પષ્ટ કે ખપ પૂરતા આવે, જે કેવળ ધૂનને આગળ વધારવા પૂરતા હોય, પણ ધૂન આગળ વધતી રહે. વાદ્યઅસર પણ સંગત કરતી રહે. એક હાથે હેન્‍ડલ પકડીને ઉભા હોય, એક તરફ મનમાં આ ધૂન સતત રમતી હોય, અને તેને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવા માટે બીજા હાથે ફોન પકડીને તેને મોંની નજીક ધરી રાખવાનો...ટ્રામ ઉભી રહે, મુસાફરો ચડે-ઉતરે, દરવાજા બંધ થાય-ખૂલે. આ બધાં વ્યવધાનો વચ્ચે પણ ધૂનનો પ્રવાહ અવિરત ચાલતો રહે. આ બીજી ક્લીપમાં તે સાંભળી શકાશે. 


ત્રીજી ક્લીપમાં મુખડું બરાબર બેસી ગયું છે અને ગીતને આગળ વધારવાની મથામણ ચાલી રહી છે. કંઈક અંશે કયું વાદ્ય શી રીતે વાગશે એ પણ બેસાડવાની કવાયત ચાલી રહી છે. અને પૃષ્ઠભૂમિમાં ટ્રામના અવાજો તો ખરા જ.

 
આ ત્રણે ક્લીપો સાંભળતાં ગીત શી રીતે બંધાતું ગયું હશે તેનો અંદાજ અમુક અંશે મળી રહે છે. અલબત્ત, તેને આ રીતે મૂકવાથી બાળકના જન્મની પ્રક્રિયાને કેવળ વિડીયોગ્રાફી દ્વારા સમજવા જેવી ચેષ્ટા છે. એક વાત એ પણ છે કે ઘણી વાર કોઈક ગીત સૂઝે ત્યારે કેવું હોય, આગળ વધે એમ બદલાતું જાય અને ખરેખર તે રેકોર્ડ થાય ત્યારે સદંતર બદલાઈ ગયું હોય એમ બને.

આ ક્લીપમાં ધ કલર ઑફ ડાર્કનેસનું રિલીઝ થયેલું ગીત સાંભળીએ.મધુ માધવી રોય અને પ્રતીક ગાવશિંદેના અવાજમાં ગવાયેલા આ ગીતમાં વિવિધ વાદ્યોની અસર બહુ ધ્યાનાકર્ષક બની રહી છે. સાંભળતાં જ સમજાય એવું છે કે તેમાં કૃત્રિમ વાદ્યઅસર નીપજાવવાને બદલે અસલ વાદ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને લઈને ગીતનું ઓરકેસ્ટ્રેશન અત્યંત કર્ણપ્રિય બની રહ્યું છે. 
આ ગીતને અગાઉના ટુકડાઓ સાથે સરખાવવાથી એ પણ ખ્યાલ આવશે કે તેમાં શું અને કેવું ઉમેરાતું ગયું છે અને શબ્દો કઈ રીતે ગોઠવાતા ગયા છે.
આ ગીતની મઝા એ છે કે ટ્રામમાં ગિરીશે ગણગણીને શરૂ કર્યા પછી તેનો પિંડ બંધાતો ગયો. ત્યાર પછી આખરી સ્વરૂપ આપતી વખતે કેટકેટલા લોકોનો તેમાં સહયોગ મળ્યો!
**** **** ****

આ જ ફિલ્મના બીજા ગીતની વાત કરીએ. ક્યારેક ટ્રામમાં, તો ક્યારેક કોઈક પાર્કમાં કોઈકની રાહ જોતી વખતે તે સ્ફુરતું ગયું. ગિરીશની મઝા એ છે કે તેમને શરૂઆતના શબ્દોની સાથે ધૂન સૂઝતી જાય અને સાથે સાથે સંગીત પણ સ્ફુરતું જાય. ઓ પિયા, યે તૂને ક્યા કિયામાં આ બરાબર જોઈ શકાશે 

 
બીજા ટુકડામાં આ જ સર્જનયાત્રા આગળ વધે છે, જેમાં અંતરો બેસતો હોય એમ લાગે છે.આ ગીતનો જે તંતુવાદ્ય વિભાગ/String section અલાયદો રેકોર્ડ કરવામાં આવ્યો, તે આ મુજબ છે. આમાં વાયોલીન, વાયોલા, ચેલો જેવાં વાદ્યો વડે આ ટ્રેક તૈયાર કરવામાં આવી છે. 


અને આ છે ગીતનું અંતિમ, રેકોર્ડેડ સ્વરૂપ, જેમાં ઉપરની સાઉન્‍ડટ્રેક સમાવી લેવામાં આવી છે, તેમજ બીજાં અનેક વાદ્યો સહિત ગાયનનો પણ સમાવેશ થાય છે. આ ગીત પ્રજ્ઞા પાત્રના સ્વરમાં છે.


આ ગીતના સંગીતનો ભારત પૂરતો વાદ્યતંતુ વિભાગ/String Section અને તાલ વિભાગ/Rhythm section એડવિન વાઝ અપ્પુએ સંભાળ્યો અને તેનું રેકોર્ડિંગ આણંદ તેમજ અમદાવાદમાં કરવામાં આવ્યું. તેના માટે લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ, રાહુલ દેવ બર્મન, કલ્યાણજી-આણંદજી જેવા સંગીતકારોના વાદ્યવૃંદમાં વગાડનાર ચુનંદા સાજિંદાઓને મુંબઈથી બોલાવવામાં આવ્યા હતા.
કંઠ્ય વિભાગ/Vocal sectionનું રેકોર્ડિંગ મુંબઈમાં કરવામાં આવ્યું. ગિરીશે સંગીતનો જે ભાગ ગણગણીને તૈયાર કર્યો હતો તેનું કાગળ પર સ્વરૂપ નિકોલસ બફે આપ્યું. 
'નૈના તોરે..'ની સ્વરલિપિનો એક અંશ 

ફોનની વાતચીત દ્વારા તેમાં સુધારાવધારા થતા ગયા. એક વાર એટલો હિસ્સો નક્કી થઈ જાય એટલે ગિરીશ અને નિકોલસ મળતા અને વાદ્યોની ગોઠવણની ચર્ચા કરતા. તેની એમ.આઈ.ડી. ફાઈલ બનાવવામાં આવતી. ઓસ્ટ્રેલિયાના વાદ્યતંતુ વિભાગનું રેકોર્ડિંગ નિકોલસ બફની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું
, જેનું વાદન મેલ્બોર્નના સ્ટ્રીંગ ફીવર ગૃપ/String Fever Group દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકન સંગીતકાર મિત્ર ક્રીસ્ટીના સીબોર્ન દ્વારા વાયોલિન તેમજ વાયોલા/Violin and viola અને જહોન હેમન્‍ડ દ્વારા ચેલો/Cello નું વાદન તથા પીયાનો, વુડવીન્ડ તેમજ બ્રાસવાદ્યોનું વાદન લૉસ એન્‍જેલિસનાં કેરીન તમાકા દ્વારા કરવામાં આવ્યું.
આ આખા સંગીતનું પ્રોગ્રામીંગ લોસ એન્‍જેલિસમાં, તેનું પ્રિ-મિક્સ ન્યુઝીલેન્‍ડમાં અને ફાઈનલ મિક્સીંગ ભારતમાં કરવામાં આવ્યું. આમ, અનેક હમસફર મળ્યા, સૌએ પોતપોતાના હિસ્સાનું પ્રદાન આપ્યું, જેને પરિણામે આ ગીત આપણા સુધી પહોંચ્યું. આ તમામ સફરમાં ગિરીશને આર્થિક તો ખરો જ, સાથોસાથ નૈતિક ટેકો મળ્યો હોય તો ફિલ્મની નિર્માત્રી અને મિત્ર લોરેન ગ્રીગ/Lorraine Grigg નો, જે પોતે ભારતીય સંગીતની દિવાની છે.
આમ, જોઈ શકાશે કે અલગ અલગ દેશોની ભૂમિ પર આ ગીતના વિવિધ હિસ્સાઓ રચાયા છે, અને એ તમામનું સંયોજન બનીને એક સાથે આપણા કાનમાં તે પ્રવેશે છે. કેવી રીતે ગીત રચાયું એ અગત્યનું છે, પણ તે કેવું બન્યું છે એ વધુ અગત્યનું છે. આ મધુર ગીતની સફરનું આલેખન એટલા માટે જ કરવામાં આવ્યું.  
ગિરીશ મકવાણાની આ ફિલ્મ ભારતમાં 13 ઓક્ટોબર, 2017 ના રોજ હિન્‍દી તેમજ અંગ્રેજીમાં રજૂ થઈ રહી છે. આ ફિલ્મના ઘણા હિસ્સાનું શૂટિંગ ગુજરાતમાં પણ કરવામાં આવ્યું છે. તેની વાત પછી. 


**** **** **** **** **** ***** ***** ***** **** **** **** **** **** 

The journey of creation : 'Naina tore...' and 'O Piya...' 


Translated by: Piyush M. Pandya


(To enjoy this write up thoroughly, it is recommended to listen to the audio clips provided within while reading the piece.) 

“The only regret I have in my life is, ....”  Girish Makawana took a pause saying this. ‘So what?’  One would wonder, everyone has some or other regret in his life. Not owning a posh car, or not being able to provide one’s child the Medical education or the lack of parental  support or may be, someone would curse his stars for not owning an I phone 8!
“My only regret is that I have never been able to run and catch up with a train, a bus or a tram that took off right before my eyes.” Girish completed. Anybody’s primary reaction would be, ‘So what? Is this something worth regretting?’ But I remembered the way he walked in as he entered my home.
“What happened in my childhood has happened, no issue about it. I don’t want to talk about that, there would be many who fell victim to this disease due to lack of what they call it today as 'two drops'. I want to talk about the tremendous advantage that I have yielded because of my physical handicap.”  These words from Girish left a soothing effect upon me.
Hailing from Nadiad, Girish has been living in Australia for years. He explored a lot with a made up mind to do something that would provide satisfaction after studying. He had the back up of music, self confidence and firm determination. We are in no way going to discuss the story of his life here but this background is needed to move ahead.
Instead of working in some factory or finding a conventional job, he kept searching for something that would provide him satisfaction of creative work. That way, the foreign land yielded him desired fruits. He was blessed with many friends who walked in the same lanes of creativity and sentimentality along with Girish.
Among these were Nicholas Buff and Sabyasachi Bhattacharya. While Girish himself was a Tabala Wizard, Nicholas was a very good Saxophone player and Sabyasachi was an exponent of Sarod. Together these three formed a music group, naming it ‘Teehaai Teen’. Nicholas had this special ability of playing pure Indian classical music on Saxophone, a western instrument. The trio started arranging stage shows frequently and that too, very successfully. Please find a glimpse in the link given below. 


The centenary of Indian cinema was celebrated in Australia by a bouquet of programmes. One that stood out was presentation of some hindi film songs by ‘Teehaai Teen’ in collaboration of ‘Prestine Symphony Orchestra’ of Australia. The orchestra, consisting of artists from the western world, was conducted by Nicholas Buff.
Teehai 3 : (L To R) Girish Makwana, Nicholas Buff, Sabyasachi Bhattacharya
The orchestra is typically divided into three sections – The String section, The Brass and Woodwind section and The Rhythm section. Since the performance was held on the stage of the theatre, there was restriction to the number of instrumentalists as against that possible during a Symphony. It is a great pleasure listening to these western musicians playing ‘Kuhu Kuhu Bole Koyaliya’ from film ‘Suvarna Sundari’, a song based on chaste Indian classical raga. It is a treat listening to the orchestra members doing justice to the song with their western instruments, using western notations. Their commitment rather than mere curiosity of addressing something novel is quite apparent here. The voice is provided by Samrakshana and Keshav Ramchandran, two teenagers. Following link takes us to the performance, where Girish Makawana is seen playing Tabla.


Despite this, Girish Makawana was restless. He took and finished a course in Film and Television Production in the year 2010. This prompted him to make a film on his own. Makawana’s native place is Tundel in Kheda district of the state of Gujarat. His own family had borne the brunt of casteism in its peak era. In the year 1965, the family had to flee in the dark of the night. While he was in Australia, there was a distinct rise in the racial attacks on Indians. Girish made up his mind to produce a film regarding this sensitive issue and named it ‘The colour of darkness’.
Not only did he write the film himself, he also directed it and composed music for the film as well. A little while ago he uploaded as promo, a song of the film ‘Naina tore kajarare....’. Listening to the song, one finds a special element in it which is difficult to shove away from the mind. One would keep humming it intermittently for days.
This song is penned by Girish himself. Even the music as well as the orchestration is very catchy. Girish has made exclusive application of acoustic instruments, avoiding the usage of electronic ones. Impressed by this song, I raised a few questions to Girish. He responded by talking about the making of it. 
As a matter of fact, birth of any creation is comparable to that of birth of a child. It generates by amalgamation of a number of diverse chemicals. One cannot pinpoint when did the inception take place and one cannot predict the form of the final output either. It is difficult to understand and still more difficult to explain. Therefore, an attempt is made here to give a passing idea of the whole process.
Let us go back to that pinching experience Girish has been regretting. He travels to his workplace from home by a tram.  As he reached the station, he saw the tram was about to leave. He was in no position to run and catch it. He has the regular habit of humming something while waiting. That day too, he started humming just like the other day. As he boarded the next tram that arrived, he realized that something was in the process of being created. He was finding both, the lyrics as well as the tune for a new song. He is in the habit of recording in his phone, such outbursts occurring in his mind lest he might not remember it when needed.
The clip contains the beginning part of what he’d conceived. One can hear the voices of his fellow commuters in the background.


It can be easily realized here that along with the tune, the composer has started conceiving to little extent, which instruments could be used and where. This tune caught hold of his inner self so dominantly that he could not just get rid of it! Lyrics would come and go as per the meter but the tune would build up and up. Even the instrumental part would take its position. Girish would be standing in the tram, holding the strap suspending from the roof. The tune would be constantly playing at the back of the mind. Girish would be required to record these proceedings holding his cell phone in the other hand, as close to the face as possible. The tram would stop at the stations, passengers would alight from and board the tram and the doors would open and shut. Among all these interruptions, the building up of the tune would continue flawlessly.  It can be heard here.


The third clip shows that the beginning part of the song is perfectly done and attempt is being made to take the song to the next stage. One can feel the exercise of deciding which instrument to play where and how. All this, with noises generating within the tram.

 
Listening to these three clips gives us a faint idea of how the song would have been composed. This however, is comparable to understand childbirth process by casting a glance at its videography. It is important to realize here that the overall format of a song may keep changing as the process progresses. The final product may be completely different than what it was at the primary conception.
Let us listen to the song as found in the movie ‘The colour of the darkness’.  It is sung by Madhu Madhabi Roy and Pratik Gawashinde. The orchestration is very catchy. The obvious reason being application of acoustic instruments instead of the electronic ones.


Comparing this song with the earlier pieces tells us exactly how it has kept evolving and how the lyrics have set into it.
Interesting part of this song is to understand how Girish conceived it by humming and how it shaped into a full-fledged  product, with concerted efforts of many.

*** *** *** ***

Let us consider yet another song from the same film.Girish conceived it intermittently, in tram or in the park or while waiting for someone in the park. He would get the idea for both, the early part of the song as well as the instrumental accompaniment simultaneously. This can be appreciated by clicking the clip below....  ‘O Re Piya Tune Kya Kiya’.


The second clips suggests that the creative journey is moving ahead and the stanza is in the making.

  
The string section for the orchestration was separately recorded, using  instruments like Violin, Viola, Cello, etc. Listen to the track depicting the same below.

  
And here comes the final recording of the song where the above soundtrack is integrated. In addition, many more instruments are used to the song rendered by Pragya Patra.


The Indian version of this song was recorded in Anand and in Amdavad. The strings instrument section was arranged and conducted by Edwin Vaz, ‘Appu’ and the wizard instrument players who have been playing in the Orchestra of the likes of Rahul Dev Burman, Kalyanaji-Anandaji and Lakshmikant-Pyarelal were invited from Mumbai.
The vocal part was recorded in Mumbai. The musical part prepared by Girish by humming was written into the notations by Nicholas Buff. 

a part of the notations of the song 'Naina Tore..' 
The improvisations were happening while they would discuss the matter on the phone. Once they would agree upon it, they’d meet and would discuss the arrangement of the instrumentalists. This would be transformed into M.I.D. file.  The recording of the Australian string section was done under the supervision of Nicholas Buff. It was played by the artists of ‘String Fever Group’ of Melbourne. Violin and Viola were played by An American musician Christina Seaborne. John Hammond, another American played Cello while Piano and Woodwind as well as Brass instruments section was taken care of by Carin Tamaka of Los Angeles.
The programming of this song took place in Los Angeles. It was premixed in New Zealand while the final mixing was done in India. There have been many fellow travellers, each one of whom made his own contribution. As a result of this concerted effort, the final product is before us as a song. Girish has been provided with not only financial, but also the much required moral support by his friend Lorraine Grigg, who happens to be the producer of this film.  She is a huge fan of Indian music.

Girish and Lorraine (in centre) with a friend
Thus, we can understand that different portions of this song are created on the soil of different countries. An amalgamation of those pieces enters our ears as the final product. It is indeed important to know how the song is created. What is more important however is how does it sound to the listener. That is why the journey of this melodious song is described over here.
Both, Hindi as well as English versions of this film by Girish Makwana are to release in India   on 13th of October, 2017. An appreciable part of this film is shot in Gujarat. More about it to follow soon.


(All the audio clips & Images courtsey: GK Makwana films, video clips courtsey: You Tube,
 Special thanks to dear friend Piyush M. Pandya who expressly translated this write-up.) 

No comments:

Post a Comment