Wednesday, October 4, 2023
બર્મનદાદાની ખાસિયત
Tuesday, October 3, 2023
સ્પર્ધામાં હું એક જ હોઉં એ મને મંજૂર નહોતું
Monday, October 2, 2023
લક્ષ્મણના ગાંધી એવા કેમ?
કાર્ટૂનિસ્ટો પોતાના કાર્ટૂનમાં દોરાતાં કેરિકેચર માટે મોટા ભાગે પોતાની 'પિક્ચર ગેલરી'નો ઉપયોગ કરતા હોય છે. એટલે કે સામાન્યપણે તેઓ પોતાના સંગ્રહમાં રહેલી તસવીર પરથી કેરિકેચર બનાવતા હોય છે. ગાંધીજીનું કેરિકેચર ચીતરવું પ્રમાણમાં ઘણું સહેલું છે. તેમનો ચહેરો દોરવો એટલો સરળ છે કે આસાનીથી કોઈ પણ એ દોરી શકે. આમ છતાં વિવિધ કાર્ટૂનિસ્ટો એ ચહેરાને પોતાની શૈલીએ ચીતરતા આવ્યા છે. જેમ કે, મારીઓ ગાંધીજીનું કેરિકેચર બનાવે તો એ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ મારીઓના ગાંધીજી છે. શંકર ગાંધીજીને પોતાની રીતે ચીતરે છે, તો ડેવિડ લો પોતાની રીતે. પણ એ ગાંધીજી જોઈને ખ્યાલ આવી જાય કે એ કયા કાર્ટૂનિસ્ટે ચીતરેલા છે.
Monday, September 11, 2023
હિન્દી સાહિત્ય વિષે વાતચીત: જો ડૂબા સો પાર
"તમે અમારા વિદ્યાર્થીઓ સમક્ષ 'રાગ દરબારી' વિશે વાત કરવા આવો ને!" ગુતાલ માધ્યમિક શાળાના સન્નિષ્ઠ શિક્ષક અને મિત્ર પારસ દવે દ્વારા થોડા દિવસો અગાઉ આવું સૂચન થયું. મેં કહ્યું, "રાગ દરબારી' વિશે વાત કરવાની મને મઝા જ આવે, પણ તમારે ત્યાંના છોકરાંને હું અત્યારે એના વિશે કહેવા નથી માંગતો. કેમ કે, એમાં છેવટે સૂર નિરાશાનો છે." આમ કહીને મેં પૂછ્યું, "તમે શા માટે 'રાગ દરબારી' વિશે વાત થાય એમ ઈચ્છો છો?" પારસે કહ્યું, "મુખ્ય આશય વિદ્યાર્થીઓને હિન્દી સાહિત્યથી અવગત કરાવવાનો છે." "તો પછી એમ જ કરીએ ને!" મેં કહ્યું. આમ, આવો એક કાર્યક્રમ યોજવાનું નક્કી થયું. એ ક્યારે ગોઠવવો એ તેમણે જોવાનું હતું, પણ આ વખતે એક ફરક હતો. અત્યાર સુધી ગુતાલની આ શાળામાં મેં કાર્ટૂન વિશેના ત્રણ કાર્યક્રમ કર્યા છે. (કાર્ટૂન શી રીતે માણવા, વ્યંગ્યચિત્રોમાં ગાંધી અને કાર્ટૂન શિબિર) અહીંનો વિદ્યાર્થી સમુદાય એકદમ સજ્જ અને સંવેદનશીલ છે. ભાઈ પારસે આ તમામ વિદ્યાર્થીઓમાંથી ત્રીસેકને અલગ તારવીને એમના માટે વધુ સઘન કામ કરવાનું વિચાર્યું છે. આથી આ કાર્યક્રમ મારે એ ત્રીસ વિદ્યાર્થીઓ માટે કરવાનો હતો. અહીં મોટી નિરાંત એ કે કાર્યક્રમનું માળખું આપણે જ નક્કી કરવાનું હોય. એ શી રીતે કરવું એની ઝંઝટમાં પડવાને બદલે નક્કી કર્યું કે હિન્દી સાહિત્ય વિશે અલકમલકની વાતો કરીશું. મેં કહ્યું, "પણ મારીય એક અપેક્ષા છે. આવનાર દરેક વિદ્યાર્થી એક એક હિન્દી/ઉર્દૂ સર્જકનું નામ લખી લાવે અને કોઈ એક કૃતિનું નામ પણ. અને જે એ ન લાવી શકે એ એમ કહે કે પોતે નથી લાવ્યો.'
Sunday, September 10, 2023
અર્પણનો આનંદ
દરેક પુસ્તકના આરંભે તેમાં અર્પણનું એક પાનું હોય છે, જેમાં લેખક યા સંપાદક દ્વારા જે તે પુસ્તક કોઈને અર્પણ કરવામાં આવ્યું હોય છે. આ એક પ્રકારની ભાવનાત્મક ચેષ્ટા છે. કેમ કે, તેના માટે એક આખું પાનું ફાળવવામાં આવે છે. તેનું મહત્ત્વ કદાચ વાંચનારને મન, કે પ્રકાશકને મન એટલું ન પણ હોય એમ બને.
![]() |
| ડાહીબહેનને અર્પણ કરાયેલું પુસ્તક |
![]() |
| પુસ્તકનો અનુક્રમ |
![]() |
| પુસ્તકમાંના લેખનું પહેલું પાનું |
Friday, September 8, 2023
પ્રિય કાર્ટૂનિસ્ટની વિદાય
પ્રિય કાર્ટૂનિસ્ટ અજિત નિનાનના અવસાન બિનીત મોદી દ્વારા મળ્યા ત્યારે હળવો આંચકો અનુભવાયો. માત્ર 68 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી મૈસૂર ખાતે થયેલું તેમનું અવસાન મારા જેવા તેમના અનેક પ્રેમીઓ માટે આંચકાસમાન હશે.
| (ડાબે) અજિત નિનાન અને વી.જી.નરેન્દ્ર, અજિતે સર્જેલું ડિટેક્ટીવ મૂછવાલાનું પાત્ર |
Wednesday, September 6, 2023
શિક્ષકદિને શિક્ષકો સાથે કેળવણીના પુસ્તક વિશેની વાત
પુસ્તક વિશે વાત કરવાની હોય તો મજા આવે. એમાંય એ પુસ્તક પોતાનું લખેલું હોય તો પૂછવું જ શું? અગાઉ 13 જૂન, 2023ના રોજ ભૂજના શિક્ષણવિદ હરેશ ધોળકીયાના હસ્તે જેનું વિમોચન થયું હતું એ 'કેળવણીનો કર્મયોગ' પુસ્તક ભરુચની અૅમિટી સ્કૂલની 37 વર્ષની કેળવણીની સફરનો આલેખ છે. આ દિવસોમાં હું લદાખના પ્રવાસે હોવાથી મારા માટે 'હતો એ મારો જ અવસર ને મારી હાજરી નહોતી' જેવો ઘાટ સર્જાયેલો. પ્રવાસેથી પાછા આવ્યા પછી અૅમિટીની મુલાકાત લેવાની ઘણી ઈચ્છા હતી, પણ સમયસંજોગોનો મેળ પડતો નહોતો. અૅમિટીના રણછોડભાઈ શાહ સાથે આ ગાળામાં વાત અવારનવાર થતી રહેતી, અને તેઓ પણ આવવાનો આગ્રહ કરતા, છતાં ગોઠવાતું નહોતું. આખરે એ ગોઠવાયું. ના, એમણે એ ગોઠવ્યું. અને દિવસ પસંદ કર્યો 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિનનો.
| પુસ્તકની સામગ્રી અને સર્જનપ્રક્રિયા વિશે વાત |
| પુસ્તકપ્રક્રિયાની બાકીની વિગતો આપતા રણછોડભાઈ શાહ |







