Sunday, June 3, 2012

જનસામાન્યની અસામાન્ય સ્મારક કંડિકાઓ“સૂતા અહીં બાપુ રણવીરસિંહ, સદા સેનાની આગે,
પડતાં નામ એમનું, ઘોડા દુશ્મનના ભાગે.”

શૂરવીરોના પાળિયાઓ પર અગાઉ આ પ્રકારની કંડિકાઓ જોવા મળતી હતી. પણ હવે તો યુદ્ધોય ક્યાં પહેલાંના જેવાં લડાય છે કે આવા શૂરવીરો પેદા થાય, ધિંગાણામાં ખપી જાય અને એમના પાળિયા પર આવાં લખાણો લખાય, જે આપણને વાંચવા મળે!
તો શું આપણી ભાવિ પેઢી લોકસાહિત્યના આ પ્રકારથી વંચિત રહી જશે? ના, એવી ચિંતા કરવાની જરૂર નથી. શું બીજા વ્યવસાયિકો મરી પરવાર્યા છે? કોણે કહ્યું કે યોદ્ધાઓ સિવાયના અન્ય લોકોના પાળિયા ન બને અને તેના પર આવી પંક્તિઓ ન લખાય? 
વિદેશમાં સમાધિલેખ/Epitaph નો રિવાજ પ્રચલિત છે, જે રાબેતા મુજબ ભારતમાં જ શોધાઈને ત્યાં ગયો હશે. પણ હવે તેને ફરીથી ભારતમાં પ્રચલિત કરવાની જરૂર છે.
અહીં એવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. 

જુઓ કેટલાક નમૂના.


દૂધવાળાનું જીવન 'ફાટી' જાય તો એનો સમાધિલેખ કેવો હોય? 


*

આવા ભક્તજન તો દરેક ગલીએ, શેરીએ, ગામે અને શહેરે જોવા મળશે. એ મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે.... ગરમાગરમ ફાફડા વેચનાર દુકાનદારને એ દા'ડે શી કમતિ સૂઝી... આ છે એક સંતનો અંત.  સંતનો હોય તો, ખિસ્સાકાતરુનો સમાધિલેખ કેમ ન હોય? સરકસના રીંગ માસ્ટરને તો રોજ મૃત્યુનો ભેટો થતો હોય. એમાં એક દિવસ સાચેસાચ.. 'મધુશાલા'ના વાચકનો નહીં, પણ તેના આશકનો અંત આવો હોય. શિકારીનો વ્યવસાય જાન લેવાનો, પણ ક્યારેક લેવાના દેવા થઈ પડે. તરવૈયાને કોઈ કહે કે 'પાણીની ઘાત છે' તો એ માને? માસ્તરસાહેબને કહેલું કે ડૉક્ટરને બતાવો, ટી.બી.લાગે છે. તો કહે, "ઉધરસ છે, મટી જશે." ત્રાસવાદીને ભલે શહીદ ન ગણીએ, પણ સમાધિલેખ તો લખી શકાય ને! 
વિશ્વપ્રવાસી ગુજરાતીને બધે ફરવા અને ભાઈબંધી કરવા જોઈએ, હોં! 


***

-    - વિશેષ નોંધ: આ વિચાર આવ્યો અને કંડિકાઓ લખાઈ ત્યારે એનું ચિત્રિત રૂપ શી રીતે આપવું એ પ્રશ્ન હતો, પણ ચિત્રકાર મિત્ર રાજેશ રાણાએ એ કામ મૂળ વિચારને બરાબર આત્મસાત કરીને પાર પાડ્યું હતું. આ કંડીકાઓ આરપારના ૨૦૦૪ના દિવાળી અંકમાં પ્રકાશિત થઈ હતી.
-   -   સાદી નોંધ: ગયે મહિને ફક્ત બે જ પોસ્ટ મૂકી શકાઈ હતી, તેના કારણમાં ઘણું બધું છે, પણ સાચા કારણને બદલે વિજ્ઞાનના નિયમને ટાંકવાની ગુજરાતમાં પ્રચલિત શૈલીમાં કહું તો: ગરમીમાં પદાર્થનું વિસ્તરણ થાય છે, એને કારણે બે પોસ્ટ વચ્ચેનો અંતરાલ વધારે થાય એ સ્વાભાવિક છે.  
-    -  વિનંતી: આ કંડીકાઓ વાંચીને કોઈને પોતાની કંડીકા અગાઉથી લખાવી રાખવાનો વિચાર થાય તો અમને શરમમાં ન નાંખવા નમ્ર વિનંતી.

29 comments:

 1. Wonderful. I appreciate your imagination and sense of humor.

  ReplyDelete
 2. Hahahaha... Good one! Very subtle but great depth.

  ReplyDelete
 3. prafull ghorechaJune 4, 2012 at 12:07 PM

  extra ordinary!maja aavi gai.

  ReplyDelete
 4. ભરતકુમાર ઝાલાJune 4, 2012 at 12:09 PM

  પ્રિય બીરેનભાઇ, મસ્ત લેખ..લાંબી પ્રતિક્ષા છેવટે ફળી. આવા વધુ દૃષ્ટાંતોવાળો બીજો ભાગ મૂકજો, તમારી અનુકૂળતાએ.

  ReplyDelete
 5. આજે તમારી મૌલીક સર્જકતાએ મારી સવાર સુધારી દીધી ને મોં હસુંહસું થતું રહ્યું. ધન્યવાદ...
  છેલ્લી લીટીમાં તમે કરેલી વીનંતીને માન આપી, મારે માટેનો એપીટાફ તમારી પાસેથી અગાઉથી લખાવી રાખવાના મોહને ખાળતા જરા તકલીફ થઈ ! ચાલો, પ્રસંગ પડ્યે તે તો તમે લખશો જ ને!
  ચીત્રકાર ભાઈ રાજેશ રાણાને મારા ધન્યવાદ પહોંચાડશો ?
  બધા જ બહુ સરસ છે; પણ પેલો પીયક્કડ ટૉયલેટમાં ઘુસી એસીડનો બાટલો ગટગટાવી ગયો તે યાદગાર છે..

  ReplyDelete
 6. Writing Epitaphs of corrupt politicians, anti corruption brigade members, politicians, Police, lawyers, variety of government officials, corrupt babas, Accountants, doctors, businessmen and many others can help improve society and lives of people if they fear what they would be known as after their death. Fear of shame before and after death compel lives of many people. Gujarati literature can do that as in the time of Akho, Dalpatram and others.. Best wishes.

  ReplyDelete
 7. નરેન્દ્રસિંહ રહેવરJune 4, 2012 at 5:29 PM

  આજના જમાનાના મહાન શહીદોના માનમાં મુકાયેલા પાળિયા જોઈને તેમને સન્માનવા માટે તમારા તરફથી જે પ્રયત્ન કરવામાં આવ્યો તે ખુબ જ અભિનન્દનને પાત્ર છે.
  સાચું કહું તો ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ...........મઝા આવી.
  આભાર.

  ReplyDelete
 8. અતિ સુંદર .. આઈડિયા અને ઈલસ્ટ્રેશન બંને મસ્ત ...

  ReplyDelete
 9. સુમંત, શિકાગો.June 4, 2012 at 9:10 PM

  બિરેનભાઈ,
  વેકેશનનો થાક ઉતારી ગરમીનો ઝોળ ખાતા ખાતા, વચ્ચે વચ્ચે ખાટો મીઠો આમરસ. એના ઓડકાર થકી જ આવું સરસ ૨૦૦૪નું લખાણ, ફરીથી અમ જેવા ખટસવાદીયાઓને આપે પીરસી ધન્ય કરી નાખ્યા.
  એકેએક પાળીયાઓને રાજેશ રાણાએ જીવંત સ્વરૂપ આપી એમની પીંછીનો સાક્ષાત્કાર કરાવી દીધો છે.તેઓ પણ ધન્યવાદને પાત્ર, તમારા જેટલા જ ભાગીદાર છે. જે પાળિયા પર નજર પડે એ હમણા જ એની પૂરી કહાણી કહી દેશે,એટલા અદભૂત !!

  ReplyDelete
 10. ...વિવિધ વિષયો ઉપર આપની કલમ આપને એક સિધ્ધહસ્ત લેખક પુરવાર કરે છે...
  મજા આવી ગઈ...
  કોમેન્ટ્સ માં ઉત્તમ, ઉત્તમભાઈ ગજ્જર ની...
  હેમંત જાની...લંડન યુકે.

  ReplyDelete
 11. Rajnikumar PandyaJune 4, 2012 at 11:15 PM

  બહુ જબરદસ્ત રચનાઓ અને એનાં આલેખન ! તારે આ ચિત્રકારની જુગલબંધીમાં આનો વધારે ફાલ ઉતારવા જેવો છે. અભિનંદન.

  ReplyDelete
 12. I second to Rajnibhai. Requested to try to plant more and more 'Paliyas"

  ReplyDelete
 13. ખરેખર સુંદર રચનાઓ– જલ્સા કરાવી દીધા. વધારે આવવા દો.

  ReplyDelete
 14. બધાના એપીટાફ વાંચીને હસવું નથી રોકાતું. આ 'ગેંડાને પેંડા' જેવી ઘટના તો આપણા એક ગુજરાતી કવિ સાથે આફ્રિકામાં ખરેખર બની ચુકી છે. એ જીવતા રહી ગયા એટલે આવો પાળિયો નથી બન્યો.
  આ વાત મને ખબર હતી એટલે તો થોડા સમય પહેલાં હું આફ્રિકા ગઇ ત્યારે ગેંડાથી સલામત અંતર રાખેલું કેમકે, મારે 'પાળિયો થઇને નથી રે પૂજાવું'....'

  ReplyDelete
 15. બીરેન ભાઈ, ઉપર ની કોમેન્ટ જોતા આફ્રિકા માં કદાચ કવિ શ્રી સુરેશ દલાલ હશે.તેને જો સ્વબચાવ માટે પોતાની કવિતા સંભળાવી હશે, તો આફ્રિકા માં જરૂર આવો પાળીઓ હશે.
  સુતો છે શાંતિ થી અહીયા કદાવર હિપોપોટેમસ
  કઈ ન સક્યો ગભરુ,કવિ સુરેશ દલાલ હવે બસ.

  ReplyDelete
 16. બીરેન કોઠારીJune 8, 2012 at 7:24 AM

  પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર. રાજેશ રાણા હાલ ક્યાં છે એ ખબર નથી. પણ સૌનો પ્રતિસાદ જોતાં લાગે છે કે ગમે ત્યારે બીજો ભાગ કરવો પડશે. શ્રી ધ્રુવ મિસ્ત્રીએ આ અંગે સૂચનો પણ કર્યાં છે.
  @શ્રી પારેખ: તમારી કલ્પના મજેદાર છે. જો કે, એટલી સ્પષ્ટતા કે એ કવિ સુ.દ. નહોતા.

  ReplyDelete
 17. બિરેનભાઇ! ગજબ રમુજી અને મૌલિક કલ્પનાઓ છે, મોજ પડી ગઈ! રાજેશભાઈના ચિત્રો પણ એટલા જ મજાના!!

  ReplyDelete
 18. w0W!
  kharekhar!! aadhbo0t!!!!

  ~ ashwinahir@gmail.com

  ReplyDelete
 19. superb. very creative and very imaginative.

  i wish you arrange an exhibition of more such works in some public place - maybe at an art gallery or more preferably at gujarati sahitya parishad complex.

  both of you - the poet and the illustrator deserve compliments.

  this is a good social service through the medium of art and literature.

  ReplyDelete
 20. I would like to publish this if you agree for it.

  ReplyDelete
 21. i would like to publish this great work if you like.

  ReplyDelete
  Replies
  1. It will be my pleasure, Dipakbhai.Thanx.

   Delete
 22. ખરેખર સુંદર રચનાઓ.................
  Rajendra Trivedi,M.D.
  www.bpaindia.org

  Now you can see in Hasyadarbar too.....
  Dhavalrajgeera

  ReplyDelete
 23. superb birenbhai.u have made my day-night:-))
  -jay goswami

  ReplyDelete
 24. 'આરપાર' Just another weekly' હશે એમ માની, કયારેય નજર ન નાખી એનો અફસોસ હવે થાય છે.

  ReplyDelete
 25. फिर एक बार !! नेनो नजर को सलाम !!

  ReplyDelete