ગુરુ જયંતિ
ખ્યાતનામ ચિત્રકાર ભૂપેન ખખ્ખરે ''The celebration of Guru Jayanti' શિર્ષકવાળું આ ચિત્ર 1980માં ચીતરેલું. તેમના અતિ વિખ્યાત ચિત્રોમાંનું આ એક. તેને કથનાત્મક/Narrative શૈલીનું ચિત્ર કહી શકાય, કેમ કે, તેમાં ચિત્રસ્વરૂપે વિવિધ વાતો 'કહેવામાં' આવી છે.
ચિત્રની પશ્ચાદ્ભૂ લઘુચિત્ર/Miniature શૈલીની છે, પણ તેમાં દર્શાવેલી બાબતો આધુનિક કાળની છે. આ ચિત્રમાં ભારતીયતા, અને એથી આગળ વધીને કહીએ તો ગુજરાતીપણું ભારોભાર જોઈ શકાય છે.
ચિત્રને સારી રીતે માણી શકાય એ માટે તેના વિવિધ ભાગને મેગ્નીફાય કરીને જોવાની રીત ઉત્તમ છે.
ઑઈલ કલરમાં તૈયાર કરાયેલા આ મૂળ ચિત્રની તૈયારીરૂપે તેમણે વૉટર કલરમાં આ ચિત્ર બનાવ્યું હતું, જે નીચે મૂકેલું છે.
ચિત્રનો ધ્વનિ કંઈક એવો છે કે ગુરુનું પૂજન થઈ ગયું છે, અને ગુરુ કદાચ પોતાના સમુદાયના લોકો માટે અતિ મહત્ત્વની વ્યક્તિ હશે. પણ નગરમાં સમાંતરે અનેક ગતિવિધિઓ ચાલતી રહે છે, જેને ન ગુરુ સાથે કશી લેવાદેવા છે, ન ગુરુ જયંતિ સાથે. અરે, તેમના અનુયાયીઓ સુદ્ધાં એક 'કામ' પતાવ્યા પછીની નિરાંતમાં છે, અને ગુરુ એકલવાયા બનીને બેઠેલા છે.
No comments:
Post a Comment