શુક્રવાર, 22 ડિસેમ્બર, 2023ની સાંજે અમદાવાદના સ્ક્રેપયાર્ડમાં આ શ્રેણીની ત્રીજી કડીની પ્રસ્તુતિ કરવામાં આવી. બિનપરંપરાગત બાબતોની અભિવ્યક્તિ માટે પાલડીસ્થિત 'સ્ક્રેપયાર્ડ' એક પ્રોત્સાહક માધ્યમ બની રહ્યું છે. અહીં આવતા સજ્જ શ્રોતાઓ સમક્ષ વાત કરવાનો આનંદ જુદો હોય છે, કેમ કે, નાનામાં નાની વાત અહીં પકડાય છે અને પ્રતિભાવ મળે છે. શ્રોતાઓ તેમાં મૂલ્યવર્ધન પણ કરે છે.
Sunday, December 24, 2023
કહત કાર્ટૂન- 3
Sunday, December 3, 2023
કહત કાર્ટૂન...(2)
આ કાર્યક્રમની બીજી કડી 1 ડિસેમ્બર, 2023ને શુક્રવારે સાંજે સાડા સાતે સ્ક્રેપ યાર્ડ ધ થિયેટરમાં દર્શાવાઈ. તેનો વિગતવાર, તલસ્પર્શી અહેવાલ સંજય ભાવે દ્વારા લખાયો છે, (આ અહેવાલ અહીં વાંચી શકાશે. https://www.facebook.com/sanjay.bhave.96/posts/3611855582361912 ) જે તેમણે ત્યાં ઉપસ્થિત રહીને એક ભાવકની જેમ માણતાં લખ્યો છે. મારે થોડી વાત મારી અનુભૂતિની કરવાની છે. આ શ્રેણીના કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્ટૂનકળાને માણવાનો છે. તેમાં રાજકીય સંદર્ભ આવે તો પણ તેનો મુખ્ય આશય રાજકીય સમજ કેળવવાનો કે ટીપ્પણીનો નહીં, બલ્કે કાર્ટૂનકળાની રીતે જ તેને મૂલવવાનો છે. રાજકારણમાં સમજ નહોતી પડતી ત્યારે પણ કાર્ટૂનમાં રસ પડતો હતો એ કદાચ ઘેર પપ્પા 'ઈન્ડિયા ટુડે' લાવતા એ અરસાથી. 1989-90ના અરસામાં 'ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા' (સંપાદક: પ્રીતીશ નાન્દી)નું લવાજમ ભર્યું અને એ ઘેર આવતું થયું ત્યારથી સભાનપણે કાર્ટૂન જોતા- માણતા થયા. એમાં દર સપ્તાહે આવતું National Lampoon શિર્ષકવાળું આખું પાનું જે તે સપ્તાહમાં ઠેકઠેકાણે પ્રકાશિત કાર્ટૂનોથી ભરેલું રહેતું. ત્યારે પણ મારો અને ઉર્વીશનો ઝોક કાર્ટૂનને ઊકેલવાની સાથેસાથે કાર્ટૂનિસ્ટની શૈલીને ઓળખવાનો હતો. એ પછી આઈ.પી.સી.એલ.ની નોકરી દરમિયાન અહીંની ટાઉનશીપની ક્લબમાં આવતાં વિવિધ હિન્દી-અંગ્રેજી અખબારોમાં આવતાં કાર્ટૂન મેળવવાનો મોકો મળ્યો. એ રીતે એ સંગ્રહ સમૃદ્ધ થતો ગયો. વચ્ચે વચ્ચે કાર્ટૂનને લગતાં પુસ્તકોની ખરીદી પણ થતી રહી. આ બધું આજે પણ સચવાયેલું છે. તેની પર નજર ફેરવ્યે વરસો થઈ ગયા છતાં આજે પણ એ કાર્ટૂનોના સંદર્ભ અમારી વાતચીતમાં આવતા રહે છે. આ સંગ્રહનું શું કરવું એ ખબર નહોતી અને એવી કશી મહત્ત્વાકાંક્ષા પણ નહીં. આમ છતાં અગાઉ ઉર્વીશને CEPT માટે એક સરસ તક મળી. તેના સમર વેકેશન કોર્સમાં ભારતીય સ્વાતંત્ર્યોતર સમયગાળાને કાર્ટૂનો દ્વારા દર્શાવતો એક કોર્સ તેણે તૈયાર કર્યો. બાકાયદા એ ભણાવ્યો. એ પછી નડિયાદમાં આરંભાયેલી 'અમૃત મોદી સ્કૂલ ઑફ જર્નાલિઝમ'માં કાર્ટૂનનો અભ્યાસક્રમ રાખવામાં આવ્યો, જેમાં દર ગુરુવારે હું એ ભણાવતો. આમ છતાં, એમ લાગતું કે એમાં પ્રત્યાયન થતું નથી. એ એકપક્ષી બની રહે છે. કદાચ વિદ્યાર્થીઓને એ 'કામનું' ન લાગતું હોય એમ બને. દરમિયાન 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' અને 'આવો, કાર્ટૂન માણીએ'ના કાર્યક્રમ માટે મને કહેણ મળતાં રહેતાં હતાં, જે હું સ્વીકારતો અને મોટે ભાગે શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂનની વાત કરતો. એમાં પણ એવું જોવા મળ્યું કે કૉલેજના વિદ્યાર્થીઓની સરખામણીએ શાળાના વિદ્યાર્થીઓને એમાં વધુ રસ પડતો. કૉલેજના વિદ્યાર્થીઓને કદાચ એમ લાગતું હશે કે આમાંથી શું 'મળવાનું?'
Monday, October 30, 2023
કહત કાર્ટૂન....આનંદ ભયો હૈ!
અમદાવાદના સ્ક્રેપયાર્ડ ધ-થિયેટર ખાતે 27 ઑક્ટોબર, 2023ના શુક્રવારની સાંજે સાડા સાતે કાર્યક્રમનું આયોજન હતું, જેનું નામ હતું 'કહત કાર્ટૂન'. કાર્યક્રમની વિગતમાં જણાવેલું 'એપિસોડ 1: બ્રિટીશ રાજથી સ્વરાજ સુધી'. કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક હતો, ફ્ક્ત રજિસ્ટ્રેશન કરાવવાની ઔપચારિકતા હતી. 'સ્ક્રેપયાર્ડ'નાં નેહા શાહ દ્વારા જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન ફુલ થઈ ગયું છે, અને એ કારણે બંધ કરવું પડ્યું છે. આ જાણીને આનંદ થયો, અને સાથે પેટમાં ગલગલિયાં પણ. અહીં આવતા સજ્જ અને ઘડાયેલા શ્રોતાવર્ગ સમક્ષ કાર્ટૂનો દ્વારા આ સમયગાળાની ઘટનાઓ દર્શાવવાનો મારો આ પહેલો પ્રયોગ કેવોક રહેશે?
લગભગ પોણા આઠે કાર્યક્રમ શરૂ થયો. પંચોતેર-એંસી શ્રોતાઓ સામે હતા. સૌ પ્રથમ 'કહત કાર્ટૂન...' અંતર્ગત 'કાર્ટૂન એટલે શું?'ને બદલે 'કાર્ટૂન એટલે શું નહીં?'થી વાત શરૂ કરી. પાંચ-સાત મિનીટની પૂર્વભૂમિકા પછી મુખ્ય કાર્યક્રમની વિગતનો આરંભ થયો. 1857ના સૌ પ્રથમ સ્વાતંત્રસંગ્રામથી લઈને છેક 1947માં દેશને આઝાદી મળી ત્યાં સુધીના, 90 વર્ષના દીર્ઘ સમયગાળાની મુખ્ય ઘટનાઓને લગતાં ચૂંટેલાં કાર્ટૂન એક પછી એક દર્શાવાતાં ગયાં. સાથે જે તે ઘટનાનો ઐતિહાસિક સંદર્ભ, જેને કારણે કાર્ટૂનનો વ્યંગ્ય બરાબર માણી શકાય. વચ્ચે વચ્ચે ક્યાંક કશીક વિગત સવાલરૂપે પૂછીએ કે શ્રોતાવર્ગમાંથી બરાબર પ્રતિસાદ ઝીલાય. હસવાના અવાજ પણ સંભળાય. નાનીમોટી અનેક વાતો કાર્ટૂનની આસપાસ થઈ.
કાર્યક્રમના આરંભે નેહાબહેન દ્વારા સ્વાગત |
વાત સાંભળવામાં મગ્ન શ્રોતાઓ |
કાર્યક્રમનો આરંભ |
કાર્યક્રમ સમાપન પછી વાતચીત |
કાર્યક્રમ કેવો રહ્યો? નેહાબહેન, સોનલ શાહ, અને શૃંગીબહેન |
(તસવીર સૌજન્ય: પારસ દવે)
Monday, October 23, 2023
કસ્તૂરબા અધ્યાપન મંદિરમાં કાર્ટૂન વિશે વાર્તાલાપ
આયોજન માટે આમંત્રણ ઘણા વખતથી હતું, પણ પરસ્પર અનુકૂળ તારીખો ગોઠવાતી નહોતી. આખરે બન્ને પક્ષે એક તારીખ નક્કી થઈ, અને એ હતી 21 ઑક્ટોબર, 2023ને શનિવાર. વાલોડનાં તરલાબહેન શાહના સંકલન થકી બોરખડીના 'કસ્તૂરબા અધ્યાપન મંદિર'ના પ્રતીકભાઈ વ્યાસ અને સંગીતાબહેન વ્યાસ આ પી.ટી.સી.કૉલેજની બહેનો માટે કાર્ટૂન વિશેનો કાર્યક્રમ ગોઠવવા ઈચ્છતા હતા.
'આવો, કાર્ટૂન માણીએ'... |
વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી વિશે વાર્તાલાપ |
કામિની કોઠારી અને તરલાબહેન શાહ |
Sunday, October 22, 2023
સંતૂરને સ્થાપિત કરવાનું એકલક્ષ્ય
Saturday, October 21, 2023
દોસ્તનવાઝી બધા કરે, દુશ્મનનવાઝી કરનારા કેટલા?
Friday, October 20, 2023
મુફલિસીમાં મિજબાની
સરદાર દીવાનસિંહ મફ્તૂને પોતાના સામયિક 'રિયાસત'ના જમાનામાં પુષ્કળ કમાણી કરી. પણ પોતાની પાસે કદી કંઈ ન રાખ્યું. ખાધું-પીધું અને ખવડાવ્યું-પીવડાવ્યું. આ કારણે તેમણે વારંવાર મુફલિસી અને કડકાપણાનો ભોગ બનવું પડતું. પણ એવી મુફલિસીમાંય કોઈ દોસ્ત કે મહેમાન આવી જાય તો તેઓ છાનેછપને પોતાના ઘરની ચીજવસ્તુઓ વેચીને મિજબાની કરાવતા. એ વખતે કોઈ એમની મુફલિસી જાણીને મિજબાની માટે ઈન્કાર કરે તો તેઓ એની સાથે ઝઘડી પડતા.
Saturday, October 14, 2023
'શકુંતલા' પાસે એકાદ ગીત ગવડાવી લઉં
Friday, October 13, 2023
વિભિન્ન ભાષા છતાં એકતા શક્ય ખરી?
Thursday, October 12, 2023
તાકિ હંસતે હુએ નિકલે દમ
Wednesday, October 11, 2023
એ ફિલ્મ અને તેની ટીકાનું કાળું ટપકું
Tuesday, October 10, 2023
એમાં શરમ શાની?
Monday, October 9, 2023
જીવન જીવવા માટે છે, નહીં કે ટૂંકાવવા માટે!
Sunday, October 8, 2023
વિજયા દેશમુખનું રૂપેરી પડદે નામકરણ થયું સંધ્યા
Saturday, October 7, 2023
...અને હાથી ઊભી પૂંછડીએ ભાગ્યો
Friday, October 6, 2023
આવા હતા વસ્લ બિલગ્રામી
Thursday, October 5, 2023
મલીહાબાદના છદ્દૂખાં