થોડા સમય પહેલાં વહીદા રહેમાનની પહેલી તેલુગુ ફિલ્મ 'રોજુલુ મરાઈ' (1955)નું ગીત 'એરુવાકા સાગારૂ રન્નો ચિન્નન્ના' સાંભળ્યું, જેના પરથી 'બમ્બઈ કા બાબુ'નું 'દેખને મેં ભોલા હૈ' પ્રેરીત હોય એમ લાગ્યું. ગૂગલ પર વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે અસલમાં આ 'અય્યો કયોડા' શબ્દો ધરાવતી એક તેલુગુ લોકધૂન છે. તેનો પહેલવહેલો ફિલ્મમાં ઉપયોગ 'શ્રી લક્ષ્મમ્મા કથા' નામની તેલુગુ ફિલ્મના ગીત 'ઓરય્યો કયોડા'માં થયેલો.
ત્યાર પછી ૧૯૫૫માં તેલુગુ ફિલ્મ 'રોજુલુ મરાઈ'માં આ ધૂનનો ઉપયોગ થયો. તેના પછી ૧૯૫૬માં આવેલી 'મદુરાઈ વીરન'ના ગીત 'સુમ્મા કીદન્તા'માં પણ આ ધૂન વપરાઈ. આ ગીતમાં આરંભિક બે લીટીઓ છે, પણ બર્મનદાદાએ ત્રીજી લીટીની ધૂનને મુખડું બનાવ્યું છે અને ગીતની શરૂઆત ત્યાંથી કરી છે. 'બમ્બઈ કા બાબુ' છેક ૧૯૬૦માં રજૂઆત પામ્યું હતું. બર્મનદાદાએ પણ આ ધૂનમાં હિન્દી શબ્દો 'દેખને મેં ભોલા હૈ, દિલ કા સલોના' મૂકાવ્યા, જે મજરૂહસાહેબે લખ્યા હતા. 'બમ્બઈ કા બાબુ'માં આ ગીત પંજાબી ગીત હોવાની છાપ ઉપસાવે છે અને તેને સાંભળવાની મઝા ઓર છે.
No comments:
Post a Comment