Tuesday, February 18, 2025

સેમિનારની સમાંતરે....

નડિયાદની ઝઘડીયા પોળમાં આવેલા, ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસસ્થાન એવા 'ગોવર્ધનરામ સ્મૃતિ મંદીર'માં 19 ફેબ્રુઆરી, 2023ને રવિવારના રોજ એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન હતું. 'ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક નગરો' વિષય પરના પરિસંવાદમાં ગુજરાતી સાહિત્યના કેન્દ્ર સમાં રહી ચૂકેલાં વિવિધ નગરોની વાત વિદ્વાન વક્તાઓ દ્વારા કરવામાં આવી. પ્રાધ્યાપક બિરાદરી અને વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક સાહિત્યરસિકોએ સવારથી સાંજના આ પરિસંવાદમાં ભાગ લીધો. પરિસંવાદની વિગતો વિશે તેમાં ભાગ લેનારાઓ પોતપોતાની રીતે લખશે, પણ આ સમગ્ર ઉપક્રમમાં ઊડીને આંખે વળગે એવું તેના આયોજનનું પાસું હતું. પ્રા. ડૉ. હસિત મહેતાના માર્ગદર્શનમાં થયેલા આ આયોજનમાં અનેક વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે સંકળાય એ જોઈને આંખ ઠરે એવું હતું. સવાસો-દોઢસો વર્ષના આ મકાનમાં જાણે કે હજી એ કાળનાં સ્પંદનો અનુભવી શકાય છે.

આ સ્મૃતિમંદીરને સતત કાર્યરત રાખવામાં આવ્યું છે, અને તેમાં વિવિધ સામયિકોની લાયબ્રેરી બનાવવામાં આવી છે. રસિકજનો તેનો ઉપયોગ કરી શકે છે. તેના વિશે વધુ વિગત થોડા સમયમાં જણાવીશ.
આ કાર્યક્રમમાં પ્રત્યેક વક્તાના ફાળે ત્રીસ મિનીટ ફાળવવામાં આવી હતી અને તેનું પાલન ચુસ્તતાપૂર્વક કરવામાં આવતું.
આ કાર્યક્રમમાં વક્તવ્યને માણતાં માણતાં એક ખૂણે રહીને, એક નાનકડા પેડમાં, ઝડપભેર કેટલાંક સ્કેચ/કેરીકેચર મેં બનાવ્યા. એમ જ હોય, કેમ કે, આ મુખ્ય કાર્યક્રમની સમાંતરે ચાલતી 'ઈતર પ્રવૃત્તિ' હતી. ઘણાના ચહેરા ઓળખાઈ જાય એવા છે, તો અમુકને ઓળખવામાં મુશ્કેલી પણ પડે. હું બેઠો હતો એ સ્થાનેથી મને દેખાયા એવા એ ચહેરા મેં ચીતર્યા છે.
આમાંના કેટલાક અહીં મૂકું છું.

સ્વાતિબહેન જોશી

સિતાંશું યશચંદ્ર

રાજેશ પંડ્યા

બાબુ સુથાર

પ્રબોધ પરીખ (પી.પી.દાદા)

No comments:

Post a Comment