એસ્કિમોને પણ રેફ્રીજરેટર વેચી શકવા માટે ખ્યાતનામ મહાજાતિની ખરીદશક્તિ એટલી પ્રચંડ છે કે ધારે તો એ પૃથ્વી પર બેઠે બેઠે આખેઆખા મંગળ ગ્રહનો સોદો પાડી દે. અને તેની ખરીદવાની આદત એવી કે મરચાં ખરીદવા નીકળ્યા હોય ને મંગળનો તોડ કરી દે. આ પ્રજાનું માનસ માપવામાં ભલભલા ખેરખાંઓ થાપ ખાઈ ગયા છે.
આ પ્રજાની આવી લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને તેના એક મહાનગરમાં એક
મહામૉલ ખૂલ્યો. દિવસો વીત્યા, પણ આ મહામૉલમાં કોઈ મહાભીડ ઉમટતી નહોતી. જાતજાતની સ્કીમો રજૂ કરવામાં આવી, પણ કેમેય કરીને ગ્રાહકો ફરકતા જ નહોતા. છેવટે આ મૉલને તાળું દેવાનો વખત આવ્યો.
એ પહેલાં માર્કેટીંગના મહાનિષ્ણાતોની બનેલી એક
મહાસમિતિ મૉલની મુલાકાતે આવી. તેમણે જાતજાતનું સંશોધન કર્યું, પણ રાબેતા મુજબ તેમને કશું કારણ ન જડ્યું. એ સમિતિએ બીજું કશું કરવાને બદલે કેવળ એ મહામૉલની અમુક દુકાનોનાં પાટીયાં પર જ નજર નાંખી હોત તો બીજું કશું શોધવાની જરૂર જ ન પડત.
એ પાટીયાંઓમાં જોડણીની ભૂલો ન હતી. પાઠ્યપુસ્તકોમાં પણ જોડણીની ભૂલો ઉદારદિલે ચલાવી લેનાર મહાજાતિ કંઈ દુકાનનાં પાટીયાંની ભૂલોને મન પર ન લે. ખરેખર તો દુકાનોનાં પાટીયાં શુદ્ધ ગુજરાતીમાં ચીતરાયાં હતાં. સમિતિ છેવટે કશું તારણ શોધ્યા વિના પાછી ફરી, પણ એમને જે ન જડે એ આપણને ન જડે એવું થોડું હોય?
તમે પણ વાંચો મૉલની કેટલીક દુકાનો પરનાં પાટીયાંઓનાં લખાણ. તમને તરત સમજાઈ જશે કે આવી દુકાનો, ઑફિસો કે સંસ્થાઓ બંધ ન થાય તો જ નવાઈ!
 |
પૈસા પાછા આપવાની ગેરંટી હોવા છતાં..... |
 |
ગ્રાહકની બધી સુવિધા સાચવવાની તત્પરતા છતાં.... |
 |
દર્શકની અનુકૂળતા મુજબ શો ગોઠવવાની સવલત આ જમાનામાં કોણ આપે? તોય... |
 |
હીરોઈન જેવું દેખાવાનું તો દરેકનું સપનું હોય.... |
 |
ભારતભરમાં આ સર્વિસ વ્યાપેલી હતી, પણ... |
 |
બિચારા અંબુ મહારાજ...! |
 |
આ સ્કૂલ શરૂ કરવી એટલે આત્મઘાતી પગલું |
 |
કેવો ઉમદા હેતુ! પણ શા કામનો? |
 |
તો શું 'ફક્ત મસાજ'થી હીટ અને ફીટ રહેવાનું? |
(Note: Images used in this post have been taken from net)
હા હા હા હા... મજા પડી ! ખૂબ સરસ.. મહાસરસ !! :) :)
ReplyDeleteએક પાટિયું "દગા છગાની કંપની ઓનેસ્ટી ઈઝ ાવર પોલિસી"
ઘરાકોએ બહેલ મહામૉલમાં પોતાનાં પાદચિહ્નો પાડવામાં પોતાનો જૂદો પ્રતિભાવ નોંધાવ્યો, આ પાટિયાં વંચાવીને અમને તો એટલાં તરબોળ કરી નાખ્યાં કે અહીંથી જવાનું મન જ નથી થતું.
ReplyDeleteકાયમી અડ્ડો જમાવે એવાં માટે કોઇ સ્કીંમ છે કે નહીં?
maja padi gai...saras...
ReplyDeleteવાહ વાહ શું કલ્પનાના ઘોડા દોડાવ્યા છે !!
ReplyDeleteમજા પડી ગઈ તરેહ તરેહના દુકાનના પાટિયાં વાંચવાની.
કોઈ બ્યુટી પાર્લર કે હેરકટિંગ સલૂનનું પણ પાટિયું લગાવ્યું હોત તો?
એકાદ દેશી કંદોઈને પણ સાથે ઉમેરી દેવો જોઈતો હતો કે જે
ગરમ ફાફડા સાથે જલેબી અને ગરમ ભજીયાંની પણ હાટ માંડી બેઠો હોય.!!
Ha ha ha ha ha ha... Jordar Vyangbano no Varsaad
ReplyDeleteવાહ... !! 'મેડ' મેગેઝીનની યાદ અપાવી દીધી... !! અભિનંદન.... !!
ReplyDelete