Sunday, June 5, 2022

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે

 "હેય યંગ મેન! જસ્ટ અ રિક્વેસ્ટ!"

"બોલો, કાકા! શું હતું? મોબાઈલના કોન્ટેક્ટ ઊડી ગયા છે?"

"ઓહ નો! થેન્ક્સ! કામ એવું હતું કે...."
"કાકા, ઝટ બોલો. મારા હાથમાં આ રોપો છે એ ચીમળાઈ જશે, તો એની
સાથેની સેલ્ફી બગડશે."
"ઓહ, ડિયર! યુ સ્નેચ્ડ ધ વર્ડ્સ ઑફ માય....."
"કાકા, આપણે ગુજરાતી ચાલશે. બોલો જલ્દી."
"મ'કુ ભઈ, મારી સાથે એક સેલ્ફી પડાય ને?"
"વૉટ? બટ વ્હાય? આઈ મીન, કાકા, તમે ય તે શું? ન જાન, ન પેહચાન, ને મૈં તેરા મેહમાન..."
"ભઈલુ, વાત એવી છે કે તું મારી સાથે સેલ્ફી પડાઈશ ને તો તારા જેવા બીજા પચ્ચી-પચ્ચા નીકળી આવશે. એ સેલ્ફી હું એફ બી ને બધે મૂકીશ તો કદાચ મારી કોલમ બચી જશે."
"કોલમ? વૉટ કોલમ? કાકા, તમે કોન્ટ્રાક્ટરનું કરો છો?"
"ના ભાઈ! એ લોકો મારું કરે છે!"
"બાય, અન્કલ!"
***** ***** *****

"હેલો, ડિયર! જસ્ટ અ સ્મૉલ રિક્વેસ્ટ!"
"લૂક સર! આયેમ નોટ અ ડિયર. આયેમ અ મેન. એન્ડ રિક્વેસ્ટ્સ આર ઈરરિસ્પેક્ટિવ ઑફ સાઈઝ, યુ નો!"
"નો, આઈ ડોન્ટ!" પણ એક સાઈન જોઈએ તમારી."
"સાઈન? પણ કાકા, પેન તો હું ઘેર ભૂલી ગયો છું."
"પેન તો આ રહી. એક ઑનલાઈન પિટીશન સાઈન કરવાની છે."
"વાઉ! આઈ જસ્ટ લવ ઑનલાઈન પિટીશન્સ! યુ નો, માય નેમ ઈઝ અબાઉટ ટુ એન્ટર ઈન ધ 'ગ્રીનીચ' બુક ફોર સાઈનીંગ ઑનલાઈન પિટીશન્સ. ટેલ મી, વ્હૉટ ધ હોલ કેમ્પેન ઈઝ ઑલ અબાઉટ? ટુ સેવ ઓઝોન લેયર? ગ્રીન લેયર ઑન મૂન?"
"ના દોસ્ત! આ તો મારી કોલમ બચાવવા માટેની ઑનલાઈન પિટીશન છે. નાઉ જસ્ટ સાઈન હીયર એન્ડ ગેટ લોસ્ટ."
"થેન્ક્સ, અંકલ! વીલ યુ પ્લીઝ ઈશ્યૂ મી અ સર્ટિ?"

No comments:

Post a Comment