એક મધ્યયુગીન, પીડિત અને ઘસાઈ ગયેલું રજવાડું. નામ એનું ઈડ (Id). ત્યાંનો નામ વિના ઓળખાતો ઠાકોર આપખુદ, કદમાં ઠીંગણો. તેનો ખાસ સહાયક છે એક બુઢ્ઢો જાદુગર (wizard), જે જાતભાતના તંત્રમંત્ર જાણે છે, તેના નિયંત્રણમાં 'સ્પિરિટ' કહેતાં 'આત્માઓ' છે. તેની યુક્તિપ્રયુક્તિઓનું કાયમ સૂરસૂરિયું થઈ જાય છે. તે રાજાને નકામો માને છે, છતાં રાજા તેને પૂછીને કામ કરે છે. આ તાંત્રિક બ્લાન્ચથી દબાયેલો છે. બ્લાન્ચ એટલે એની પત્ની. આ ઉપરાંત બીજા ઘણાં નિયમીત પાત્રોની આવનજાવન ચાલતી રહે છે. મધ્યયુગ આમ ભલે કથાવસ્તુનો કાળખંડ હોય, પણ તેમાં આધુનિક સવલતોય આવી જાય. એટલે તેને લઈને જે વિરોધાભાસ ખડો થાય એની અલગ મઝા, પણ આખરે આ કથામાં મધ્યયુગ એ કથાકાળ નહીં, માનસિકતાનો કાળ લાગે.
બ્રેન્ટ પાર્કર અને જહોની હાર્ટ નામના અમેરિકન કાર્ટૂનિસ્ટો દ્વારા સર્જાયેલી આ પાત્રસૃષ્ટિ એટલે 'The Wizard of Id'. અનેક અખબારોનાં પાને ચિત્રપટ્ટી તરીકે પ્રકાશિત થતી આ કથામાં એવા એવા સટાકા હોય છે કે આફરીન પોકારી જવાય. ઘણી વાર એમ બને કે અમુક શબ્દોનો સંદર્ભ ઝટ ન પકડાય. આમ છતાં, જે પકડાય એ વાંચીને જલસો પડી જાય. ક્યારેક તો થાય કે આ પાત્રો અને પરિસ્થિતિઓ સર્વકાલીન અને સર્વપ્રાંતીય છે.
અહીં કેવળ આસ્વાદ પૂરતા તેના કેટલાક નમૂના.
 |
કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં. ચટ કસોટી ને પટ નિમણૂક. |
 |
ફિક્શન ન લખતા લેખકો, પ્લીઝ! તમારા માટે જગ્યા નથી. ખોટી લાઈન ન લગાડશો. |
 |
કોણે કહ્યું કે આવું મધ્યયુગમાં જ બને? |
 |
આરોપ-બારોપનું તો થઈ પડશે. એક વાર એને હાજર કરો, બસ! |
 |
ડાકૂ બન ગયે ટોલ કલેક્ટર |
No comments:
Post a Comment