Thursday, June 9, 2022

ચારસોમા મુકામે

આંકડા અને તારીખોના યોગાનુયોગ ભેગા થાય એની અમુક મઝા હોય છે. પોસ્ટ ‘પેલેટ’ નામના મારા બ્લૉગની ચારસોમી પોસ્ટ છે. જો કેચારસોમા મુકામે પહોંચતાં અગિયાર વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છેપણ બ્લૉગ મુખ્યત્વે નિજાનંદ માટે શરૂ કરેલો અને આગળ વધાર્યો હોવાથી મંઝીલની નહીંસફરની મઝા લેવાનો ઉપક્રમ રહ્યો છે.

પ્રથમ બે વર્ષ એટલે કે 2011 અને 2012 દરમિયાન હું જે કંઈ લખતો ખાસ બ્લૉગ માટે લખતો. લખાણ નિયમિતપણે મૂકાય એનું ધ્યાન રાખતો. આથી 2011માં કુલ 45 પોસ્ટ મૂકી શકાઈ. જો કે જૂનથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન હતી. 2012માં 50 પોસ્ટ બ્લૉગ પર પ્રકાશિત થઈ. આમાં મહત્ત્વ આંકડાનું નથીપણ સમયે અન્ય કોઈ પણ જાહેર માધ્યમમાં લખાતું હોવાથી અઠવાડિયે એક પોસ્ટની સરેરાશ જાળવી રાખેલી.

2012ના નવેમ્બરથી ફેસબુક પર હું સક્રિય થયો. શરૂઆતમાં બ્લૉગપોસ્ટની લીન્ ત્યાં મૂકતો અને સિવાય ક્યારેક કોઈક તસવીર. પણ પુસ્તકોનું કામ સતત રહેતું હોવાથી બ્લૉગ પરની નિયમિતતા ઘટવા લાગી. 2013ના વરસમાં મૂકાયેલી બ્લૉગપોસ્ટની સંખ્યા ઘટીને 27એટલે કે લગભગ અડધે પહોંચી ગઈ. વરસમાં બે મુખ્ય બાબતો બની. 6 એપ્રિલના રોજ અમારા સહિયારા સાહસ ‘સાર્થક પ્રકાશનનો આરંભ થયો. અલબત્તતેમાં અધિકૃત રીતે હું સંકળાયેલો નહોતોપણ ફક્ત એટલું . વરસે ઑક્ટોબરથી ‘સાર્થક જલસો’ સામયિકનો પહેલવહેલો અંક પ્રકાશિત કરવાનું નક્કી થયું. બન્ને આજે પણ ચાલી રહ્યા છે. 2014ની 7 ઑગષ્ટથી સુરતના દૈનિક ‘ગુજરાતમિત્રમાં દર ગુરુવારે મારી કટાર ‘ફિર દેખો યારોંનો આરંભ થયો. નાગરિકધર્મના સાંપ્રત મુદ્દાઓ વિશે મારે લખવું એમ સંપાદક બકુલભાઈ ટેલરનો અનુરોધ હતો. કટારના લેખો પછીના સપ્તાહે ‘વેબગુર્જરી’ પર મૂકાતા. બધું ભેગું થવાને કારણે બ્લૉગલેખન ઘટતું ચાલ્યું. 2014માં સાવ 14 પોસ્ટ અને 2015માં માત્ર 18 પોસ્ટ મૂકી શકાઈ. દરમિયાન 30 જુલાઈ2015થી ‘દિવ્ય ભાસ્કરમાં દર ગુરુવારે મારી હાસ્યની કટાર ‘સળી નહીંસાવરણી’ આરંભાઈ. માંડ 350 શબ્દોની કટાર લખવામાં સમય ઘણો લાગતો. છતાં વચ્ચે વચ્ચે સમય મળે એમ બ્લૉગ પર કશુંક લખતો. એમ 2016માં 23 અને 2017માં 32 પોસ્ટ મૂકી શકાઈ. જો કે દરમિયાન ફેસબુક પર મારી સક્રિયતા ઉત્તરોત્તર વધતી ચાલી. ત્યાં રોજ નિયમીતપણે કશુંક ને કશુંક લખાય એવો મારો આગ્રહ હતો. ફેસબુક પર અમુક શ્રેણીઓ પણ શરૂ કરેલીજેમાં હિન્દી ફિલ્મોના ટાઈટલ મ્યુઝિકને લગતી શ્રેણી ઉલ્લેખનીય કહી શકાય. શ્રેણીમાં દોઢસો ફિલ્મોના ટાઈટલ મ્યુઝીકની ચર્ચા કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે મેં સાંભળેલાં ટાઈટલ મ્યુઝીકની સંખ્યા આનાથી ત્રણ-ચાર ગણી હોય. બધાની સીધી અસર બ્લૉગલેખન પર થઈઅને 2018માં 5તેમજ 2019 અને 2020માં ત્રણ ત્રણ પોસ્ટ મૂકી શકાઈ. કેટલાક મિત્રોની ફરિયાદ પણ હતી કે બ્લૉગ પર હું કશું મૂકતો નથી.   

ફેસબુક પર નિયમીત લખાતાં લખાણો વિવિધ પ્રકારનાં રહેતાંજેમાંના અમુક પ્રસંગોચિત પણ ખરાં. સંખ્યા ઘણી બધી થઈ અને મને પોતાને મારાં જૂનાં લખાણ શોધવામાં મુશ્કેલી પડવા લાગી ત્યારે મેં નક્કી કર્યું કે હવે લખાણોને બ્લૉગ પર મૂકતા જવાં અને  તેને યોગ્ય વિષયને અનુરૂપ વિભાજીત કરતા જવું. એમ કરતાં 2021માં પોસ્ટનો આંકડો સીધો 74 પર અને 2022માં પોસ્ટ સહિત 106 પહોંચ્યો.

ઉછાળો ફેસબુકનાં મારાં લખાણોને ક્રમશ: બ્લૉગ પર મૂકતા જવાને કારણે છે.

આમઅગિયાર વરસમાં મૂકાયેલી ચારસોમી પોસ્ટની સાથે ચારસોનો બીજો એક આંકડો પણ સંકળાયેલો છે. ‘ગુજરાતમિત્રની મારી કટાર ‘ફિર દેખો યારોંનો ચારસોમો લેખ 2 જૂન2022ના રોજ પ્રકાશિત થયો. લગભગ નવ વરસમાં સફર કાપી શકાઈ.

આંકડાનું મહત્ત્વ કેવળ દસ્તાવેજીકરણ પૂરતું છે કોઈ પણ રીતે ગુણવત્તાના સૂચક નથી.

ચારસોમી પોસ્ટ તરીકે, ‘ગુજરાતમિત્રની કટાર ‘ફિર દેખો યારોંનો ચારસોમો લેખ ‘માણસ તાણે સ્વાર્થ ભણી’ અહીં મૂકી રહ્યો છું,જે 2 જૂન2022ના રોજ પ્રકાશિત થયો હતો . લેખ આજે ‘વેબગુર્જરી’ પર પણ મૂકાયેલો છે.

****  

માણસ તાણે સ્વાર્થ ભણી

-     બીરેન કોઠારી

સંયુક્ત કુટુંબોને સ્થાને વિભક્ત કુટુંબની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગીતેમજ શહેરીકરણ સતત વધતું રહ્યું તેને પગલે માણસમાં પાલતૂ પશુઓ રાખવાનું પ્રમાણ પણ વધતું ચાલ્યું છેએમાંય કોવિડની મહામારી દરમિયાન સંખ્યામાં અનેકગણો ઉછાળો આવ્યો હોવાનું કહેવાય છેઆનું કારણ સ્પષ્ટ છેમાણસને કોઈક સાથની જરૂર હંમેશાં રહેતી હોય છેપાલતૂ પશુઓખાસ કરીને વિવિધ પ્રજાતિનાં કૂતરાં સંજોગોમાં લગભગ આદર્શ સંગાથી બની રહે છેતે કહ્યાગરાં હોય છેતેમની પર પ્રેમ ઢોળી શકાય છેબદલામાં તે બહુ ઓછી અપેક્ષા રાખે છેકૂતરાંની વિવિધ પ્રજાતિઓઅલબત્તઆગવી લાક્ષણિકતાઓ ધરાવતી હોય છેજેમ કેરોટવાઈલર પ્રકારનાં કૂતરાં ખતરનાક ગણાય છેલાબ્રાડોર કૂતરાં પારિવારિક માહોલમાં સમાઈ જાય એવાં હોય છેજર્મન શેફર્ડ સંરક્ષણ કરવાનો ગુણ ધરાવે છેઆમ અસંખ્ય પ્રજાતિનાં આગવાં લક્ષણ હોય છેકેટલાક કિસ્સામાં ચોક્કસ પ્રજાતિના કૂતરાને વિશેષ હેતુપૂર્વક ઉછેરવામાં આવે છેજેમ કેગુનાશોધનબૉમ્બ શોધવાશિકારરાહતકામગીરી વખતે બચાવ માટે વગેરે...ખાનદાની લક્ષણના આધારે કૂતરાંની પ્રજાતિઓને સારી કે ખરાબ ગણવામાં આવે છેપણ દૃષ્ટિકોણ માનવનો પોતાનો છેકૂતરાંની ઉપયોગિતાને આધારે તેને સારા કે ખરાબની શ્રેણીમાં મૂકે છે.

અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીની યુમેસ ચેન મેડિકલ સ્કૂલના ડૉઈલીનોર કાર્લસન દ્વારા સંયુક્તપણે કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કૂતરાં તેમના જાતિગત લક્ષણો અનુસાર વર્તે જરૂરી નથીબીજા શબ્દોમાં કહીએ તો ‘સારા કૂતરાં કે ખરાબ કૂતરાં જેવું કશું હોતું નથી.’ હાસારા કે ખરાબ માલિક હોઈ શકેઅને એમ હોય છેઆશરે અઢાર હજાર કૂતરાંના અભ્યાસ પછી નીકળેલું મહત્ત્વનું તારણ છે કે કૂતરાંની પ્રજાતિગત લક્ષણો અને તેમની વર્તણૂક વચ્ચેનો સંબંધ સાવ લઘુત્તમ છેએટલે કે કૂતરું તેની પ્રકૃતિ મુજબ વર્તે ખરુંપણ એથી વધુ તેને જે પ્રકારનો ઉછેર મળ્યો હોય તે પ્રમાણે વર્તે છે.

કૂતરાંની પ્રજાતિઓ વિકસાવવાનો અને તેના વ્યાપારનો આખો ઉદ્યોગ ધમધમે છેપોતાની ધૂન અનુસાર કે જરૂરિયાત મુજબ લોકો કુદરત સાથે છેડછાડ કરીને અનેકવિધ પ્રજાતિઓ વિકસાવતા રહ્યા છેપોતાના ખાનદાન વિશે જાણતા હોય એથી વધુ વિગતો તેઓ કૂતરાના ખાનદાન વિશે જાણવા માંગે છેજે તેમને મળી પણ રહે છેભારતનાં શેરી-કૂતરાંની પ્રજાતિઓ શ્વાનપ્રેમીઓમાં ખાસ ચલણી નથી તેનું મુખ્ય કારણ છે કે તેમના ખાનદાનનો કોઈ અતોપતો હોતો નથીઆથી તેઓ ગમે ત્યારે અણધાર્યું વર્તન કરી બેસે તોકમનસીબે કૂતરાં પાસે માલિકની પસંદગી માટે આવો વિકલ્પ હોતો નથીકૂતરાં પાસે પોતાને અનુકૂળ વર્તણૂકની અપેક્ષા રાખનાર માલિકો ઘણા કિસ્સામાં તદ્દન મતલબી કે સ્વાર્થી પુરવાર થતા હોય છેખાસ કરીને પોતાનું કૂતરું બીમારીનો ભોગ બને ત્યારે તેના ઈલાજને બદલે તેઓ તેને ત્યાગી દે છેઅતિ સુરક્ષિત માહોલમાં જીવન વીતાવ્યું હોય એવા કૂતરાની આવી સ્થિતિ અત્યંત દયનીય બની રહે છેકેમ કેતે આત્મરક્ષણ માટે સક્ષમ હોતું નથી.

માણસો ઘણી વખત સોબત માટે અને ઘણી વખત પોતાના મોભા માટે થઈને કૂતરાં પાળે છેઅલબત્તકૂતરાંનો પોતાના માણસ પ્રત્યેનો પ્રેમ એકધારો રહે છે. ભલે સંજોગો બદલાયમાણસના મિત્રો કે પ્રિયજનો યા સહકર્મીઓ સાથેના સંબંધમાં ચડાવઉતાર આવતા રહેતેના પ્રેમમાં ઓટ આવતી નથીએટલે કોઈ જાણીતી વ્યક્તિએ ત્યાં સુધી કહ્યું છે કે જ્યાં સુધી તમે કોઈ પ્રાણીને ચાહ્યું નથી ત્યાં સુધી તમારા આત્માનો એક હિસ્સો અજાગ્રત રહે છે.

શ્વાનની આધુનિક મનાતી પ્રજાતિઓ ‘બનાવવાનો’ આરંભ વિક્ટોરિયન યુગમાં થયોજેમાં મોટા ભાગના કૂતરાં પોતાના શારીરિક બાંધાથી અલગ પડે છેએક પ્રદેશવિશેષની પ્રજાતિને વિપરીત હવામાન ધરાવતા પ્રદેશમાં લઈ જવાથી તેને થતી હેરાનગતિનો અંદાજ માનવને આવવો મુશ્કેલ છેકોઈ પણ પ્રજાતિનું હોયકૂતરું પ્રકૃતિએ માણસવલું હોય છેઆથી માનવ સાથેનો સહવાસ અને તેની સાથેનું અનુકૂલન તેનું જનીનગત લક્ષણ છે એમ કહી શકાયડૉ. કાર્લસને બાબત પર ખાસ ભાર મૂક્યો છે કે શ્વાનમાલિકોએ પોતે પાળેલા શ્વાનની વર્તણૂક અંગે તેના વડવાઓ અને ખાનદાનને લગતી કથાઓ પર ધ્યાન આપવાને બદલે પોતાની સામે જે કૂતરું રહેલું છે તેની પર ધ્યાન આપવું જોઈએ.

અભ્યાસ સાથે નહીં સંકળાયેલાંયુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાનાં સંશોધક એમ્મા ગ્રીગે વાત જુદી રીતે જણાવતાં કહ્યું: ‘તમને ગમતા શ્વાનને પસંદ કરોનહીં કે તેની પ્રજાતિને.’ યાદ રાખવું અગત્યનું છે કે ચાહે કોઈ પણ પ્રજાતિનું હોયપ્રત્યેક શ્વાનનું આગવું વ્યક્તિત્વ હોય છેમનુષ્યની જેમ તેની પોતાની ખૂબીઓ અને ખામીઓગમાઅણગમા હોય છે.’  

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ મેલ્બોર્નનાં સંશોધક મીઆ કોબ આમાં સૂર પૂરાવતાં કહે છે: ‘વિશ્વના વિવિધ ખૂણે થયેલા કૂતરા અંગેના અભ્યાસ સૂચવે છે કે કૂતરાંની પ્રજાતિ અંગેની વિવિધ પ્રચલિત પૂર્વધારણાઓ અને તેને આધારે ચોક્કસ પ્રજાતિ માટે ઘડાયેલા નિયમો વિજ્ઞાન આધારિત નથીકોઈ પણ શ્વાનને તેના દેખાવ કે પ્રજાતિના આધારે ખતરનાક માનવો ભૂલભરેલું છેવ્યક્તિગત રીતે તેનું મૂલ્યાંકન થવું જોઈએ.’

શ્વાનનો મનુષ્ય સાથેનો સહવાસમાનવની તેની પાસેની અપેક્ષાઓ અપેક્ષા અનુસાર શ્વાન સાથે તેનું વર્તન વગેરે પરિબળો એવાં છે કે તેમાં સરવાળે જવાબદારી માણસની બને છેઅલબત્ત, જવાબદારી નૈતિક છેકાનૂની નહીંઆથી મન ફાવે ત્યારે માણસ તેનો ઉલાળિયો કરી દે છેજો કે,  પશ્ચિમી દેશોમાં જવાબદારીને કાનૂની ઠેરવવામાં આવી  છેકૂતરાંની પ્રજાતિ અને વર્તણૂક પર થયેલાથઈ રહેલા અને થનારા તમામ અભ્યાસમાં લઘુત્તમ સાધારણ અવયવ તરીકે માણસની વિશેષતા અચળ રહેશે એમ માનવની વૃત્તિ જોતાં લાગે છે.

(પૂરક માહિતી: ક્ષમા કટારિયા)

 

6 comments:

  1. આટઆટલું લખવા છતાંયે 'લેખક' મટીને 'લહિયો' નથી બની ગયા એ માટે આનંદ વ્યક્ત કરું છું.

    ReplyDelete
  2. બસ ખાલી 400 જ લેખ !!!! અમને તો એમ હતું કે 4000 મો લેખ વાંચવા મળે. 💐.પ્રભુ ને પ્રાર્થના 🙏

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 10, 2022 at 12:05 AM

      આભાર !

      Delete
  3. We are happy that you have increased the blog posts considerably. Your readers especially outside India rely on these posts as Guajarati newspapers (you write in) are hard to access conveniently.

    ReplyDelete
    Replies
    1. Many thanks, Hirenbhai. Your response means a lot to me.

      Delete