કવિતા લખવાની મને જરાય ફાવટ નથી કે એ શીખવા તરફનો મારો ઝુકાવ પણ નથી. પણ કોઈક એવી ઘટના બને ત્યારે લંબાણથી કશું લખવાને બદલે વ્યંગ્યાત્મક રીતે અને ટૂંકમાં કહેવા માટે હું કવિતાનો ઉપયોગ કરું છું- જો આ લખાણને કવિતા કહેવાય તો. મારા માટે એ વ્યંગ્યનું એક ઓજાર છે. એથી વધુ નહીં અને એથી ઓછું નહીં. 'કવિતાબવિતા'ના શિર્ષકથી લખાયેલી વિવિધ ઘટનાઓમાં એ તે સમયની નાનીમોટી ઘટનાઓ પર વ્યંગ્ય હશે. આ ઉપરાંત પેરડી મારો ગમતો પ્રકાર છે એટલે એ પણ જે તે ઘટના અનુસાર અહીં મૂકાયેલી હશે. યાદ છે એ કિસ્સાઓમાં મૂળ ઘટનાનો સંદર્ભ લખ્યો છે. ક્યારેક કોઈક તસવીરનો સંદર્ભ તરીકે ઉપયોગ કરેલો છે. આ બ્લૉગ પર 'કવિતાબવિતા'ના શીર્ષકથી આવી કવિતાઓ મૂકાયેલી છે.
ચોટલીયા, બૉટલીયા, ખાટલીયા,
જૈસે ભી હૈં, દિલ તુઝ કો દિયા.
ખાયા હૈ ધબ્બા, પીયા હૈ આમરસ,
ક્યા કરેં, સોચ કે જલે હૈ જિયા.
ગેન્ગ કે દુશ્મન, ગંગા કે યાર,
જો ભી કિયા સોચસમઝ કે કિયા.
રખેં, વાપિસ કરેં યા ફેંકેં, સબ એક જૈસા,
ઈસ બહાને સબને નામ તો લિયા.
(લખ્યા તારીખ: 15-9-2019)
(સંદર્ભ: મોરારી બાપુ અને નીલકંઠવર્ણી- સ્વામીનારાયણ વિવાદ)
No comments:
Post a Comment