હજી તો આ બ્લોગ માંડ ચાર પોસ્ટ જૂનો થયો છે, પેલેટમાં અનેક રંગો મેળવાયા વિના એમના એમ શુદ્ધ દેખાય છે, ત્યાં અનેક મિત્રો-વાચકોએ-વડીલોએ એને દિલથી આવકાર્યો છે. એ સૌનો હૃદયપૂર્વક આભાર. ખાતરી છે કે કમેન્ટ્સ લખી છે, એનાથી વધારે સંખ્યામાં લોકોએ એ વાંચ્યો છે. વાંચનાર સૌ કોઈ કમેન્ટ ન પણ કરે. પણ એવાય કેટલાક મહાનુભાવો છે, જેમણે આ બ્લોગ વાંચ્યો હોત તો કેવી કમેન્ટ કરી હોત એની કલ્પના કરવાનું મન થાય અને એ કલ્પના કંઈક આવી હોય!
ભગવાન શ્રીકૃષ્ણ- હે વત્સ! સર્ચ એન્જિનમાં હું ગૂગલ છું, એવું મેં કહ્યું છે, એમ ગુજરાતી બ્લોગમાં હું ‘પેલેટ’ છું એવું કહી ન શકાય.
મહાત્મા ગાંધી- ચિ. બીરેન, તેં જે તે વિષયની નાડ આબાદ પકડી છે, પણ હજી ઘણું બાકી છે. છેવાડાના માણસની વાત એમાં ન આવે ત્યાં લગી આલેખ્યું અધૂરું ગણાય. એ બધું આલેખવામાં તારી કલમનો ગજ કદી ટૂંકો ન પડો. –બાપુના આશીર્વાદ.
મહંમદઅલી ઝીણા- મિ.બ્લોગર, આ પોસ્ટની નીચે સીધી જ કમેન્ટ લખવાની સુવિધા છે, એ ‘ડાયરેક્ટ એક્શન’ જેવી જ છે. બાકી પોસ્ટમાં દમ નથી.
સઆદત હસન મંટો- ક્રિષ્ના કા બચ્ચા મુઝસે તેરે અફસાને પઢવાના ચાહતા થા, ઈસલિયે ઉસને મુઝે બતાયા કિ પેલેટમેં પઢને જૈસા કુછ નહીં રખ્ખા હૈ! ઉસસે તો તુમ કાફી અચ્છા લિખ સકતે હો! મુઝે ઉસકી યે મઝાક પસંદ નહીં આઈ. મૈંને સફીયા કે સાથ યે પઢા. ઉસે તો પસંદ આયા લેકિન મુઝે....
ન્યૂટન- સાત રંગ ધરાવતું રંગચક્ર ફેરવવાથી સફેદ રંગ દેખાય છે, પણ મેં પેલેટ ફેરવી જોઈ તો ધબ્બા જ દેખાયા. એની વે, હું મારો સિદ્ધાંત ફરી તપાસી લઈશ.
ડૉ. અબ્રાહમ કોવુર- તેં કરેલો કોંકણનો અને દાનસીંગનો પર્દાફાશ વાંચ્યો. તારી દાળરોટી આની પર છે, છતાંય તેં આવું લખવાની હિંમત કરી છે, એ માટે અભિનંદન.
Fantastic and also Fun Tastic!
ReplyDeletebiren babu .
ReplyDeletekhub maza avi.
વહાલા ભાઈ બીરેન,
ReplyDeleteઅદ્ ભુત !
આવો વીચાર તો તમને જ આવે ! ભારે ગમ્મત સાથે તમારી સર્જનાત્મક કલ્પનની ઝલક મળી !
બધા બ્લોગર મીત્રો જો જોઈ શકે તો સૌને ગમશે..
જો વધારે લખીશ તો વળી કોઈ કમેન્ટ કરશે કે, ‘બોલતા હૈ !’
ધન્યવાદ... લખતા રહો..
આમાં હજુ ઉમેરી શકાય એમ છે..
ReplyDeleteતુલસીદાસ : તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે બ્લોગ...!!
દિગ્વિજય સિંહ: ઇસ બ્લોગ પર પોસ્ટ કરને સે પહેલે બીરેન ને મુજે "કોલ" કિયા થા..
અન્ના હઝારે: યે બ્લોગ ભ્રષ્ટાચાર સે પુરા ભરા હુઆ હે.. હુમ ઇસકે ખિલાફ આંદોલન કરેંગે..
અભિષેક બચ્ચન : I have no Idea..
very nice. :) badha ni khasiyat khub saras rite pakadi chhe.
ReplyDeletemanmohan singh: soniaji reads ur blog regulatly. so do i.so does sibbal.so does moili.so does diggi.so does ambika.so does shailja.so does shila.so does hmmmmm.. sorry sir gujarat congress ke mukhiya ka nam yad nahi aa raha..lekin wo bhi padhate hai.
ReplyDelete-kiran joshi
majja padi...!
ReplyDeleteમોદી સાહેબ ને add કરીએ તો કેવું ??
"હું કોમેન્ટ કરતો નથી ને કરવા દેતો નથી " lol...
L.K.Advani , "યદ્યપિ યે બ્લોગ પોસ્ટ અચ્છી હૈ તો હમે comment કરને મેં કોઈ હર્ઝ નહી હૈ.."
Vajpayee saab..."અબ તો આરપાર કી લડાઈ હોગી..યા તો comment ઇસ પાર યા ઉસ પાર " :P
mamta banerjee .."હમ ઇતના શારા comments કા બિરોધ કોરેગા.. !!
and last but not the least.. Lalu Prasad Yadav...
યે જીતના ભી comment આયા હૈ ઉન સબ મેં હમાર હાથ હૈ..હમ કોમેન્ટ્સ કા કિંગ મેકર હૈ.. ચારા ચબાઈકે :P
- Tushar Acharya
Good one. Enjoyed.
ReplyDeleteકબીરજી- કહત કબીર આનંદ ભયો હૈ.
superb..
ReplyDeleteઅહી પણ એ જ લાગણી..મન બાગબાગ થઈ ગયું..
રાજુલ