બદલો ‘હાઉડી’નો લઈશું ‘કેમ છો’ તણા નાદથી,
સ્વાગત વેળા ડરાવીશું તમને મોટ્ટા ટોળાના સાદથી,
ઝૂલજો હીંચકે, ઝાપટજો થેપલાં ને ખાખરા ને ચટણી,
મળી જાય કોઈ કવિ તો, કરજો અભિવાદન દાદથી,
અડાડજો આંખે ગૌપુચ્છને, ગણી માતાતુલ્ય એને,
નીકળો પગ છૂટો કરવા તો બચજો ગૌ-લાદથી,
સ્વર્ગનેય ભૂલાવીશું મહેમાન’ગીરી’થી અમારી
ઘાયલ અમો હજી છીએ વીઝા ન આપ્યાની યાદથી,
તમે રહી જાવ અહીં કે એ ચાલ્યા જાય તહીં,
ચહેરાથી નહીં, ઓળખ છે તમારી નાદથી.
(લખ્યા તારીખ: 7-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત)
No comments:
Post a Comment