Thursday, August 4, 2011

'ચરખા'થી 'ચક્ર' સુધી


વિચારોને પજવવાની ટેવ હોય છે.
ના, આટલું વાંચ્યા પછી રખે માનતા કે તમે ખોટા સ્થળે આવી ગયા છો. મિત્ર ઋતુલ જોશીએ તેમના બ્લોગ ચરખો પર ભારતીય શહેરોમાં સાયકલ:ભૂતકાળ કે ભવિષ્યકાળ?’ ના શીર્ષક નીચે બે હપ્તામાં જે છણાવટ કરી, એ એવી અસરકારક હતી કે મારા તાબામાં હતી એ બધીય ઉંઘ હણાઈ ગઈ. જો કે, એ બહાને એય ખબર પડી કે આપણે જેને આપણા તાબામાં માનતા હોઈએ એ વસ્તુ હકીકતમાં કેટલા પ્રમાણમાં આપણા તાબામાં હોય છે. કેમ કે, ઊંઘવાના કલાકો નિત્યક્રમ કરતાં વધી ગયા. પણ વચ્ચે વચ્ચે આંખ ખૂલે કે સાયકલના વિચારો આવવા માંડતા. વિચારો આગળ વધીને કલ્પનાનું સ્વરૂપ લેવા માંડ્યા. એમ 'ચરખો' નામના બ્લોગ પરથી શરૂ થઈ સાયકલના 'ચક્ર' સુધીની આ કલ્પનાયાત્રા. પણ એ કલ્પનાઓને કાગળ પર ઉતારવી શી રીતે?
'વિના સહકાર નહીં ઉદ્ધાર' ના સહકારી બેન્કોના એક સમયના મંત્રની અવદશા જોયા પછી સ્વાવલંબનને જ સ્વધર્મ ગણીને જાતે જ એ કામ હાથ ધરવાનું નક્કી કર્યું.
ઋતુલે લખ્યું છે એ સાચું પડે તો ભાવિ ભારત કેવું હોય? જેમાં સમાજના એકે એક વર્ગનો માણસ સાયકલનો ઉપયોગ કરતો હોય. પણ એનાથી એમ માની લેવાની જરાય જરૂર નથી કે સમાજમાં બધેય સમાનતા આવી જશે, વર્ગભેદ મટી જશે વગેરે વગેરે... બલ્કે દરેકની સાયકલ તેમના વ્યવસાયની, તેમના વર્ગની ઓળખ બની રહેશે. કેટલાક નમૂના જુઓ:
સૌ પ્રથમ તો અતિશ્રીમંત વર્ગના લોકો સાયકલ અપનાવશે.

કામનાં પૈડાં બે, બાકીના વૈભવ માટેનાં.  એને પગલે ફિલ્મ સ્ટાર્સ પણ સાયકલ અપનાવશે. 

'લૂક કોન્શીયસ' હોવાથી ઠેકઠેકાણે અરીસા.આ બન્નેને જોઈને નેતાઓ પણ સાયકલ ચલાવશે.

લાલ લાઈટ તો જોઈએ જ.આવા ધનવાન લોકો સાયકલ વાપરે પછી ભાઈએ તો ફરજિયાત સાયકલનો જ ઉપયોગ કરવો પડે. 

લગા નિશાના ઔર ટપકા દે ઉસકો.સમાજના આવા વગદાર વર્ગના લોકોને સાયકલ ચલાવતા જોઈને મધ્યમ વર્ગના લોકોને લાગશે કે પોતે પાછળ રહી ગયા. એટલે એય સાયકલ લાવશે.

આવી સાયકલ જોઈને ટાટાને 'નેનો સાયકલ'નો વિચાર આવશે.


જાદુગરો પોતાની સાયકલ જાતે જ ડિઝાઈન કરશે.
ભેદી, અડધી અદૃશ્ય, છતાં ચાલતી.'યોગી'ઓ સ્ત્રીવેશ લઈ શકતા હોય તો ડિઝાઈનર સાયકલ બનાવતાં એમને કોણ રોકી શકે? 

'શૂલી' ઉપર સેજ હમારીભોગીથી યોગી સુધીના તમામ વર્ગોમાં સાયકલ પહોંચે તો શ્રમજીવી વર્ગ પણ પોતાના ગજા મુજબ સાયકલ ફેરવશે.

જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમઝ લીયા!

હવે ઋતુલ જોશીની એ બન્ને પોસ્ટ વાંચવાની ઈચ્છા થઈ હોય તો આ બ્લોગની જમણી બાજુએ ચરખોની લીન્ક છે જ. એટલી કેલરી ન બાળવી હોય તો સીધું અહીં પણ ક્લીક કરી શકાશે.
(તમામ ચિત્રાંકનો મારાં બનાવેલાં છે અને ફક્ત વિચારને સાકાર કરવા પૂરતાં જ કર્યાં છે. એ મુજબ વાસ્તવિક સાયકલ ડિઝાઈન કરવામાં નિષ્ફળતા મળે તો જવાબદારી ડિઝાઈનરની ગણવી.)

6 comments:

 1. haha... nice cycle designs...
  engineer લોકો લેખક બને એટલે આ જ problem ... :)

  ReplyDelete
 2. તમારી કલ્પનાશક્તિ ફરી ઝળકી.
  અમેરિકનની સાયકલ બનાવી દો .

  ReplyDelete
 3. Rajnikumar PandyaAugust 5, 2011 at 8:17 PM

  Really artistic and original-Congrats!

  ReplyDelete
 4. A novel idea!

  ReplyDelete
 5. ફેન્ટાસ્ટિક !

  ReplyDelete