કોવિદનો કાળો કેર છે
(ઢાળ: મારી બેની, સાસરિયે લીલાલ્હેર છે) 
પહેલાં પાડી તાળી, 
ને પછી વગાડી થાળી...
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે. 
સળગાવીને દીવા, 
કહ્યું ન કોઈને બીવા, 
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે. 
ઉપરથી વરસ્યાં ફૂલ, 
તમે રહેજો કૂલ કૂલ, 
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે. 
ભાગ્યા જાય મજૂર,  
એમને આપીશું ખજૂર, 
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે. 
ફટકારીને દંડા, 
સમજાવ્યા તમને ફંડા,  
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
અમને છે વિશ્વાસ, 
તમે આમ નથી, પણ ખાસ, 
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે. 
થઈ જાજો ફરી હાજર, 
લટકાવીએ જ્યારે ગાજર, 
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
(લખ્યા તારીખ: 4-5-2020)
 
No comments:
Post a Comment