-
પેટ ભરાય, પણ આંખ ન ધરાય.
મારિયો મિરાન્ડાની નજરે કોંકણ રેલ્વે |
‘કોઁકણ’ નામ કાને પડતાં જ મોટા ભાગના લોકોને ‘કોંકણ રેલ્વે’ યાદ આવી જાય. ‘કોંકણ જઇ આવ્યા’ એમ સાંભળતાની સાથે જ ઉત્સાહપૂર્વક સામો સવાલ પૂછાઇ જાય, “તો તો તમે કોંકણ રેલ્વેમાં બેઠા હશો, કેમ?” કેમ જાણે કોંકણ રેલ્વેના રૂટ પર ચાલતી ટ્રેનમાં બેસવું કોઇ મોટું પરાક્રમનું કામ ન હોય?ખરેખર તો,અન્ય કોઈ પણ રુટ પર ચાલતી હોય એવી જ આ ટ્રેનો છે. અને એવી જ હોય ને? ખરી મઝા છે કોંકણ રેલ્વેના રૂટ પરથી પસાર થવાની. સિનીયોરીટી મુજબ જોઇએ તો કોંકણ રેલ્વે બારેક વરસ જેટલી જ જૂની છે. પણ અનેક રીતે તે આગવી છે. પહેલી વાર કોંકણ રેલ્વેમાં મુસાફરી કરવી હોય તો બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલું તો એ કે મુસાફરી માટે બને ત્યાં સુધી દિવસનો સમય પસંદ કરવો. કેમ કે આ વિસ્તારનું સૌંદર્ય માણવા માટે દિવસનું અજવાળું અત્યંત આવશ્યક છે. બીજી વાત એ કે મોસમ અનૂકુળ હોય તો મુસાફરી માટે સેકન્ડ ક્લાસ પસંદ કરવો. કેમ કે આવા કોચમાં બારીઓના કાચ ઉપર ચડાવી શકાશે અને બારીની બહારનું પ્રાકૃતિક સૌંદર્ય બરાબર માણી શકાશે. ઉપલા વર્ગની મુસાફરીમાં કદાચ સુવિધા જળવાય,પણ બારીઓ પર લગાડેલા ફીક્સ્ડ કાચને કારણે આ પ્રદેશના અદભૂત સૌંદર્યથી વંચિત રહી જવાની પૂરેપૂરી શક્યતા. બીજા વર્ગની મુસાફરીમાં ખાધે પીધે કશી જ અગવડ નથી. જાતભાતની સ્વાદિષ્ટ, ગરમાગરમ, સુગંધીદાર ખાદ્યચીજો સતત આવતી જ રહે. બસ, બારીની બહારનું સૌંદર્ય જોઇને આંખ ભરો અને ડબ્બામાં મળતી ચીજો ખાઇને પેટ ભરો. કોંકણ રેલ્વેમાં મુસાફરી આ બન્ને વિના અધૂરી ગણાય. અને છતાંય પેટ ભરાશે, પણ આંખ નહીં ધરાય.
ઘર સે બહુત દૂર હૈ સ્ટેશન
કોંકણ એ કોઇ એક ચોક્કસ જગા કે સ્થળનું નામ નથી. મહારાષ્ટ્ર રાજ્યના ચાર જિલ્લા- થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ- કોંકણ તરીકે ઓળખાય છે. અહીંનું ભૂપૃષ્ઠ અત્યંત વિશિષ્ટ છે, જેમાં દરિયો – અરબી સમુદ્ર છે, સાંકડા મેદાનો છે અને ઉચ્ચ પ્રદેશ પણ છે. માછીમારીના ઉદ્યોગને કારણે મુસ્લિમોની વસ્તી દરિયાકિનારાના વિસ્તારોમાં વધુ જોવા મળે છે, તો બ્રાહ્મણોની વસ્તી અન્ય વિસ્તારોમાં વધુ છે. આ વિસ્તારમાં રેલવેનું આગમન થયું ત્યાર પછી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, પણ એ અગાઉ બધો વ્યવહાર જમીનમાર્ગે (રોડ દ્વારા) હોવાથી પ્રવાસીઓ અત્યંત મર્યાદિત હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોંકણ રેલ્વેના માર્ગમાં આવતા કોઇ સ્ટેશન પર ઉતરીએ તો ત્યાંથી ગામ કે નગર ઘણું દૂર લાગે. કેમ કે હજી સ્ટેશન નવાં હોવાથી તેની આસપાસના વિસ્તારોનો વિકાસ થઇ રહ્યો છે. પણ બહુ ઝડપથી આ પરિસ્થિતિ બદલાશે એમ લાગે છે. પ્રવાસીઓ માટે કોંકણમાં મોટે ભાગે બે અંતિમો જેવી સ્થિતિ સર્જાય છે.
અમુક વિસ્તારોમાં રહેવા-જમવાનું અત્યંત મોંઘું છે, જ્યારે ઘણા વિસ્તારો એવા છે, જ્યાં હજી વ્યાવસાયિકતા પ્રવેશી નથી અને કિફાયત ભાવે રહેવા-જમવાની સુવિધા મળી રહે છે. કોંકણ વિસ્તારને ટુરીઝમના હોટ સ્પોટ તરીકે પ્રમોટ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે અને જે રીતે પ્રવાસભૂખ્યા લોકો આ વિસ્તારને ધમરોળી રહ્યા છે, એ જોતાં પ્રવાસીઓથી આ વિસ્તાર ઉભરાતો થઇ જાય એ દિવસો દૂર નથી. અને છતાંય એવા ઘણા વિસ્તારો છે, ખૂણાખાંચરાના રમણીય સ્થાનો છે, જ્યાં નિરાંતે રજાઓ ગાળી શકાય.
ભાગોળે છે દાભોળ
દાભોળની ભાગોળ |
ખેડ રેલ્વે સ્ટેશને ઉતરીને વાયા દાપોલી આગળ જતાં ડાભોલ આવે છે, જે અહીં તેના શુદ્ધ ઉચ્ચાર ‘દાભોળ’ તરીકે ઓળખાય છે. આ નામ પડતાં જ ‘એનરોન’ યાદ ન આવે તો જ નવાઇ! આ વિસ્તાર પૂરતો દાભોળને જમીનમાર્ગનો ‘ડેડ એન્ડ’ કહી શકાય, કેમ કે જમીનમાર્ગે ત્યાંથી આગળ જઇ શકાતું નથી. જમીનમાર્ગે ક્યાંય જવું હોય તો પાછા દાપોલી આવવું પડે. દાભોળ નદીકિનારે નહીં, પણ ખાડીકિનારે છે, જે ટુરીઝમની ભાષામાં ‘બેકવોટર્સ’ તરીકે ઓળખાય છે. પર્વતીય પ્રદેશના ઢાળ ઉતરતાં સમુદ્રકિનારો નજદીક આવતો જાય તેમ હવામાં માછલીઓની ગંધની તીવ્રતા વધવા લાગે છે. મચ્છીમારીનું અહીં મોટું કેન્દ્ર હોવાથી ખાડી પર બનાવેલી જેટી પર કેટલીય માછલીઓનો વેપાર થાય છે. લસણ-ડુંગળીની વાસને પણ સહી ન શકનારા લોકો દાભોલની જેટી પર જાય તો માછલીઓની ગંધથી જ બેભાન થઇ જાય. અહીં સનસેટ વખતે ‘બેકવૉટર’માં ફરવા જવાનો વિચાર આકર્ષક લાગે, પણ કિનારે પહોંચતાં જ તમામ ઉત્સાહ ઓસરી જાય એમ બનવાની શક્યતા ખરી. માછલીઓને કારણે કિનારા પર કાગડા અને સમડીઓની ચીલઝડપ જોવા મળે છે, તેમ કૂતરાં પણ દેખાય છે. બીજી બધી રીતે તદ્દન ભિન્ન અને અજાણી જણાતી આ ભૂમિમાં કાગડા અને કૂતરાની હાજરીને કારણે થોડું પોતીકાપણું લાગે એવી સંભાવના ખરી.
ડીમ થયેલો અર્થતંત્રનો પાવર
ભૂલાયેલો ભૂતકાળ એનરોન |
(તસવીરો: બીરેન કોઠારી)
Congratulations and welcome to the blog world! :)
ReplyDeleteAnd it is also a privilege to post a first comment... :)
હવે તાત્કાલિક અસરથી કોંકણ જવું જ પડશે. વાહ! ધમાકેદાર શરૂઆત, બિરેનભાઈ! મજા આવી ગઈ... લગે રહો..
ઋતુલ
આપ ગયા હો તો જણાવશો કે મુશાફરી કયા સ્ટેશનથી શરુ કરવી અને કયાં પુરી કરવી? જો ટરેઈનમાંથી ધોધ જોવો હોય તો?
ReplyDeleteમુસાફરીનો આરંભ મુંબઈથી જ ઠીક રહે. જો કે, અમદાવાદથી ગોવા,એર્નાકુળમ વગેરે શહેરો તરફ જતી ટ્રેનો પણ કોંકણ રેલ્વેના રૂટ પર જ જાય છે.એટલે રૂટ પરનું (ધોધ સહિત)સૌંદર્ય તો માણી શકાય.પણ કોંકણ વિસ્તારમાં ફરવું હોય તો ખેડ ઊતરીને અનેક સ્થળે જઈ શકાય. અહીં કૃષિ પર્યટન પણ ચાલુ થયું છે,પણ તેમાં પર્યટન વધુ,કૃષિ ઓછી હોય છે.'ગણપતિપુળે'નો બીચ મહારાષ્ટ્ર ટુરીઝમે વિકસાવ્યો હોવાથી ત્યાં અવરજવર ઘણી રહે છે, પણ એ સિવાયનાં અનેક બીચ છે, જે દાપોલી-દાભોળની આસપાસ છે. આવા જ એક ગુહાગરના બીચ વિષે ઝડપથી વાંચવા મળશે ભાગ-૨માં.
ReplyDeleteCongratulations.......
ReplyDeleteWelcome to the World of Web - BLOG.
ReplyDeleteInteresting piece. Welcome to the world of blogs!
ReplyDeleteDear Birenbhai
ReplyDeleteCongratulations.
વહાલા ભાઈ બીરેન,
ReplyDeleteમોડે મોડે પણ તમારું ઉમળકાભેર સ્વાગત છે બ્લોગજગતમાં..
ઘણું આપવા જેવું છે તમારી પાસે ભાઈ ઉર્વીશની જેમ..
અમારી શુભેચ્છા સ્વીકારશો.. નવું કશું મુકો ત્યારે જાણ કરતા રહેશો.
કળાને લગતું નિયમિત મળતું રહે એવા ગુજરાતી ભાષાના બ્લોગની આપણે ત્યાં ખોટ વર્તાતી હતી, એ હવે પૂરી થશે.
ReplyDeleteખૂબ ખૂબ અભિનંદન.
Welcome to the blog world Birenbhai. Interesting start.
ReplyDeleteબ્લોગજગતમાં હાર્દીક સ્વાગત છે...
ReplyDeleteGood start.. Congratulations..
ReplyDeleteLata J Hirani
હીરોની એન્ટ્રી તો હવે થયી છે, બ્લોગ સ્ટુડીઓમાં..... જો જો કોમેન્ટ્સ વતી કેટલાક વિલનનો પણ સામનો થયી શકે છે. સાવધાન...... લગે રહો બિરેનભાઈ......
ReplyDeleteI ENJOYED LITTLE JOURNEY OF KOKAN THROUGH YOUR WORDS.
ReplyDeleteKEEP IT UP. VERY NICE.
-Dhaval Bhagatji
રસપ્રદ..
ReplyDeleteવર્ષો પછી અભિનંદન