Tuesday, October 4, 2016

આહ ડાંગ! વાહ ડાંગ!


- ઉત્પલ ભટ્ટ


('પ્રોજેક્ટ યુનિફોર્મ'ની વિગતો અવારનવાર અહીં  વહેંચતા રહેતા અમદાવાદના ઉત્પલ ભટ્ટ આ વખતે પ્રોજેક્ટ યુનિફોર્મ નિમિત્તે પોતે કરેલા ડાંગના પ્રવાસની વાત કરે છે. કોઈ સ્થળવિશેષને બદલે તેઓ સમગ્ર ડાંગની અનુભૂતિ આપણી સાથે વહેંચે છે. અત્યારે પણ ડાંગમાં વરસાદી માહોલ છે અને તેનો લહાવો લેવો હોય તો મોડું થયું નથી.)

પ્રોજેક્ટ યુનિફોર્મ અંતર્ગત નિયમિતપણે ડાંગ જીલ્લાની મુલાકાતો થતી હોય છે. વર્ષે ભર ચોમાસામાં ડાંગને ભરપૂર માણવાની ઈચ્છા હતી. ઈચ્છા હતી એટલે એને પૂરી કરવી રહી! ઓગષ્ટ મહિનાની એક અતિ વહેલી સવારે લક્ષ્મણભાઈએ અમને બેસાડીને ઈનોવા (એમનું પ્રમોશન ટવેરાપરથી ઈનોવા પર થયું છે!) ડાંગ તરફ મારી મૂકી. રાબેતા મુજબ નેશનલ હાઈવેને બદલે રાજ્ય ધોરી માર્ગ પકડ્યો અને અદભૂત કુદરતી દ્રશ્યો જોતાં જોતાં વઘઈ તરફ  હંકારી ગયા. અમદાવાદમાં વર્ષે ખાસ વરસાદ જણાયો નથી અને એટલે મણાયો પણ નથી. વઘઈ પહોંચતાં ચિક્કાર વરસાદના પ્રેમી એવા અમે "જય માહિષ્મતિ" પોકારી ઉઠ્યા! પોકાર પાછળના બે વૈજ્ઞાનિક કારણો છે -- એક તો કે આવતા એપ્રિલમાં બાહુબલી- રીલીઝ થશે અને બીજું કે નિજાનંદ માટે પ્રકારના નિર્દોષ પોકારો કરવા અમને ખૂબ ગમે છે!! એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે આવા પોકારો 'સ્ટ્રેસ રીલીઝ' માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે!! વઘઈથી ચિક્કાર વરસાદ શરૂ થયો એટલે ગાડીની ઝડપ સાવ ધીમી પડી. સાપુતારા પહોંચવાની કોઈ ઉતાવળ હોવાથી ચારે તરફ છવાયેલી લીલોતરી, ઠેર ઠેર વહેતાં ઝરણાં અને વર્ષાનું ગાન માણવાની અવર્ણનિય મઝા પડી. કલાકો સુધી આવી અનુભૂતિ લેતાં લેતાં મોડી સાંજે સાપુતારા પહોંચ્યા. ગુજરાત સરકાર તરફથી દર વર્ષે યોજાતો મોનસૂન ફેસ્ટિવલ શરૂ થઈ ગયો હોવાથી સહેલાણીઓથી ભરેલી GJ-05 ની ઘણી ગાડીઓ આવેલી દેખાતી હતી. સાપુતારામાં પણ ચિક્કાર વરસાદ હતો અને કાળા ડિબાંગ વાદળો એકરસ થઈને ઘેરાયેલા હતા.
વખતે એવું નક્કી કરેલું કે આશ્રમશાળાઓની ઉડતી મુલાકાત લેવાને બદલે સવારથી શાળામાં પહોંચી જવું, ત્યાં બાળકો સાથે ઘણા કલાકો ગાળવા અને તેઓની દિનચર્યા જોવી-અનુભવવી. મુજબ બીજે દિવસે પીંપરી આશ્રમશાળા જવાનું નક્કી કર્યું. પીંપરી આશ્રમ શાળાના આચાર્ય બાબરભાઈનો સંપર્ક કરીને અમારા આગમનની માહિતી આપી દીધી હતી. સવારમાં પીંપરી પહોંચીને બાબરભાઈને મળ્યાબાબરભાઈ અને રેખાબહેને બાળકોની સાથે મળીને શાળાના મેદાનમાં ખૂબ સરસ કિચન ગાર્ડન બનાવ્યો છે. (આ નિષ્ઠાવાન દંપતિ અગાઉ માલેગામ આશ્રમશાળા માં હતું, ત્યારથી થયેલો તેમનો સંપર્ક હજી ચાલુ છે.) મોટી જગ્યામાં ભીંડા, દૂધી, તૂરિયાં, ગલકાં, પાતરાં વાવીને આશ્રમશાળાના બાળકોને રોજ તાજાં, લીલાં શાકભાજી ખાવા મળે તેવી સગવડ કરી છે. બાગકામ શીખવાની સાથે સાથે તાજાં શાકભાજી પણ ખાવા મળી જાય અને પણ જંતુનાશકના છંટકાવ વગરના. ગુજરાત સરકારની 'દૂધ સંજીવની યોજના' હેઠળ રોજ સવારે વાગ્યે બાળકોને 'વસુંધરા ડેરી'નું ૨૦૦ મિ.લી. ફ્લેવર્ડ દૂધનું પાઉચ મળે છે. આખા ડાંગ જીલ્લાની આશ્રમશાળાઓમાં પ્રકારે દૂધનું રોજ વિતરણ થાય છે. કુપોષણ નાબુદીની લડતમાં સરકારનું ખૂબ મહત્વનું કદમ છે. સવારે ઉઠ્યા પછી બ્રશ વગેરે રોજીંદા ક્રમથી પરવારીને બધા દૂધ-નાસ્તો કરે. ત્યાર પછી કપડાં ધોવાનો અને બાગકામનો વારો આવે. લગભગ દસ વાગ્યે સમૂહભોજન શરૂ થાય. ભોજન પછી શાળામાં ભણવાનું કાર્ય શરૂ થાય. શાળા પતે એટલે સાંજે સાડા વાગ્યે વાળુ કરવાનું. શારીરિક શ્રમ પડે તેવી થોડી રમતો રમવાની, વાંચન કરવાનું અને રાતે નવ વાગ્યે તો સૂઈ જવાનું. શહેરી જીવનથી સાવ વિરુધ્ધ આવી સીધી-સાદી-મઝાની ભાગદોડ વગરની દિનચર્યા જોઈને ખૂબ સંતોષ થયો. સાદગીના વૈભવ સાથે જીવતાં આશ્રમશાળાના બાળકો ખરે નસીબદાર છે. પીંપરીમાં એક દિવસ ગાળ્યો અને બાળકો માટે લાવેલી નોટબૂકો, ઈતર વસ્તુઓ તેઓને આપી દીધી. મૂશળધાર વરસાદની મઝા તો સતત લેવાઈ રહી હતી.
**** **** ****

બીજે દિવસે સવારે સાપુતારાથી આહવાનો ગ્રામ્ય રસ્તો પકડ્યો. રસ્તાની બેય બાજુએ જમીનના નાના-નાના ટૂકડાઓમાં આદિવાસીઓ ડાંગરની વાવણી કરી રહ્યા હતા. મૂશળધાર વરસાદમાં શરીર પર પ્લાસ્ટિક ઓઢીને આદિવાસી સ્ત્રીઓ-પુરૂષો પગપાળા આવનજાવન કરી રહ્યા હતા. આખે રસ્તે છૂટાંછવાયાં કાચાં મકાનોની વસાહતો હતી. અમે થોડે થોડે અંતરે આવેલાં કાચાં મકાનો પાસે ઊભા રહીને ત્યાં રહેતા બાળકોને પેન-પેન્સિલ-કંપાસ-કપડા વહેંચ્યા. પ્રકારની 'આપવાના આનંદની મઝા અનેરી છે અને કોઈ પણ પ્રકારના ભાર વિના દરેક વ્યક્તિ આવી મઝા લઈ શકે છે. બંને પક્ષે કોઈ પણ પ્રકારની ઓળખાણ કર્યા વગર જે-તે સમયનો આનંદ લઈને છૂટા પડવું.  અમારા અને ગામવાસીઓ બંને માટે નવીન અનુભવ હતો અને બંને પક્ષે નવીન અનુભવને જે રીતે માણ્યો તે વખતના ડાંગ પ્રવાસને અવિસ્મરણિય બનાવી ગયો. અમે ગામવાસીઓને ખબર-અંતર-જરૂરિયાતો પૂછ્યા, તેમને પડતી તકલીફો વિશે જાણ્યું. એક રાજ્યના બે રહેવાસીઓ --  એક શહેરવાસી અને બીજો આદિવાસી -- છતાં બન્નેની રહેણીકરણી વચ્ચે કેટલું અંતર? તેઓની તકલીફો જાણીને દુઃખ તો થયું , સાથે સાથે તકલીફો છતાં તેઓનું 'આનંદી કાગડા' જેવું જીવન જોઈને તેમાંથી બોધપાઠ પણ મળ્યો.


સમગ્ર ડાંગમાં આદિવાસીઓ સાવ નાના કહી શકાય તેવી ટૂકડા જમીનો પર ફક્ત ચોમાસુ પાક લઈ શકે છે. અને ચોમાસુ પાક દ્વારા પ્રાપ્ત થતું અનાજ ફક્ત ઘરના સભ્યો ખાઈ શકે તેટલું હોય છે. પ્રવાસ દરમ્યાન સમગ્ર ડાંગમાં થોડા થોડા અંતરે ખેડૂતો બળદોની જોડ વડે હળ ચલાવીને ખેતર ખેડતા જોવા મળ્યા. તેમાંના મોટા ભાગના આધેડ વયના હતા. આ દૃશ્યો પરથી એવું તારણ નીકળ્યું કે યુવાન આદિવાસીઓને ઘણા બધા કારણોસર ખેતીમાં રસ નથી અને આજીવિકા માટે તેઓ મજૂરીનો રસ્તો અપનાવે છે. આદિવાસીઓ ટ્રેક્ટર વડે ખેડાણ કરી શકે તેટલા સમૃધ્ધ નથી એટલે બળદો વડે હળ ચલાવવું પડે છે. જે આદિવાસીઓ ખેતી કરે છે તેમણે પણ ચોમાસુ ખેતી પછી આજીવિકા માટે ફરજીયાતપણે દૂરના પ્રદેશોમાં મજૂરીકામ અર્થે જવું પડે છે.
**** **** ****

સાપુતારાથી આહવાનો આખો રસ્તો સિંગલ પટ્ટી અને ખૂબ રળિયામણો છે. સતત પડી રહેલા વરસાદને લીધે રસ્તામાં અનેક નાના-મોટા ઝરણાં વહેતા જોવા મળ્યાં. એક વહેતા ઝરણાને જોઈને મન લલચાયું અને ત્યાં કલાકેક બેસવાની તૈયારી સાથે ગાડી ઊભી રાખી. ચોમાસામાં ડાંગની મુલાકાત લેવાનું એક પ્રયોજન પણ હતું કે આંખો બંધ કરીને લાંબા સમય સુધી વહેતા ઝરણાનો "ખળખળઅવાજ સાંભળવો


એક વર્ષ લાંબા સમયનું સપનું આખરે સાકાર થયું. બિથોવન અને મોઝાર્ટની વિવિધ અદભૂત રચનાઓની જેમ વહેતા ઝરણાની "ખળખળ" સૂરાવલિઓ મન ભરીને માણી.
**** **** ****

ત્રીજા દિવસે ફરી ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં ગાડી હંકારી. આખા ડાંગમાં ભરબપોરે પણ નીરવ શાંતિનો અનુભવ લઈ શકાયો. ચારે તરફ કાં લીલીછમ્મ ડાંગર, કાં વનવિભાગે વાવેલા સાગના અસંખ્ય ઝાડ અને ઠેકઠેકાણે વહેતા ઝરણાં. ઘાટના રસ્તાઓ પર ક્યાંક ક્યાંક ધોધ પણ દેખાઈ જતા હતા. બોરખલ ગામ પાસે ધમણ ચલાવતો લુહાર જોવા મળ્યો. ધોરણ કે માં લુહારનો ઉલ્લેખ આવતો હતો. પાઠ્યપુસ્તકમાં ધમણ ચલાવતા લુહારનું રેખાચિત્ર જોયું હતું તે આજે વર્ષોના વહાણા વાયા પછી સાચા લુહાર સાથે 'મેચ' થયું. ભારે વરસાદને લીધે તેનો ફોટો પાડી શકાયો. આખા રસ્તે વખતોવખત વાદળો નીચે ઉતરી આવતાં હતાં અને અદ્દલ ગ્રામ્ય સ્વિટ્ઝરલેન્ડ જેવાં દૃશ્યો સર્જી જતા હતા. ખૂબ વરસાદ અને ભેજયુક્ત વાતાવરણ છતાં આખા ડાંગમાં ક્યાંય માખી-મચ્છરનો ઉપદ્રવ જરાય જોવા મળ્યો. એનું મૂળ કારણ ગંદકીનો સદંતર અભાવ હતું.


પીંપરી આશ્રમશાળા ની જેમ ચીચીના ગાંવઠા અને ભેંસકાતરી આશ્રમશાળાઓમાં એક-એક દિવસ ગાળ્યો. પ્રવાસમાં એવું નક્કી કર્યું હતું કે જ્યાં જે મળે તે ખાઈને ચલાવી લેવું. અંતરિયાળ ડાંગમાં રખડપટ્ટી દરમ્યાન કકડીને ભૂખ લાગે ત્યારે કાચા મકાનોમાં રહેતા આદિવાસીને કહીને નાગલીનો (રાગીનો) રોટલો અને કાંદા ખાવાનો વૈભવ ચૂકવા જેવો નથી. બહારની હોટલમાં એક થાળીના રૂ.૨૦૦ આપવા કરતાં આદિવાસીને ઘેર જમીને તેને થાળીદીઠ રૂ.૨૦૦ આપશો તો તેમાંથી તે ઘણું અનાજ ભરી શકશે.


સાપુતારાથી પાછા ફરતાં માલેગામ આશ્રમશાળા આવી. અહીંથી અમે ડાંગ જીલ્લામાં યુનિફોર્મ આપવાની શરૂઆત કરી હતી. શાળાને હવે સરકારે ' એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ' જાહેર કરી છે જેને 'ગુજરાત રાજ્ય ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી' ચલાવે છે અને ધોરણ થી ૧૨ સુધીના ભણતર-રહેવા-ખાવા-કપડાંનો તમામ ખર્ચ ઉપાડે છે. આશ્રમશાળાનું બેઠા ઘાટનું જૂનું મકાન તોડીને ધોરણ થી ૧૨ માટેના નવા મકાન અને છાત્રાલયનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યાં છે. વખતના ડાંગ પ્રવાસમાં જોયું કે ઘણા બધા સ્થળોએ સુરતસ્થિત વિવિધ કડવા-લેઉવા પટેલ સમાજોએ છાત્રાલયો માટેના નવા વિશાળ બાંધકામો કરાવી આપ્યા છે. ઘાટના રસ્તે ઉતરતાં શામગહાન, શિવારીમાળ, જામલાપાડા પસાર થયાં. જામલાપાડા પસાર થયા પછી મુખ્ય રસ્તા પર જમણી તરફ 'અંબિકા હળદર ફાર્મ'નું પાટિયું દેખાયું. અંદર જઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે લોકો ત્યાં સજીવ ખેતી દ્વારા આંબાહળદરનો પાક લે છે અને તેને સૂકવીને હળદરનો પાવડર બનાવીને વેચે છે. શહેર કરતાં વેચાણ કીંમત ઘણી ઓછી રાખી છે. (રૂ.૨૦૦/કિલો). વધારે માત્રામાં ઓર્ગેનિક હળદર ખરીદવી હોય તો શ્રીમતી દક્ષાબહેનનો સંપર્ક કરવો. (મોબાઈલઃ ૯૫૮૬૩૯૭૭૦૦). હળદર ઉપરાંત નાગલી પાપડી પણ તેઓ વાજબી ભાવથી વેચે છે.

ડાંગ પાછળ છૂટી રહ્યું હતું ત્યારે મનમાં એક વિચાર ઝબકી ગયો -- બાકીનું જીવન ડાંગમાં આદિવાસી મિત્રો સાથે ગાળવા મળે તો કેવું?!!

સપ્ટેમ્બર મહિનો પૂરો થયો છે અને આખા ડાંગમાં હજી વરસાદી વાતાવરણ છે. પ્રવાસશોખીનોએ વરસાદને માણવા અંતરિયાળ ડાંગનો પ્રવાસ કરવો રહ્યો. સાપુતારામાં હોટલો ઘણી મોંઘી છે અને ભોજન તો અતિમોંઘું છે. રસ્તા પર ઊભી રહેતી લારીઓમાં બેસ્વાદ ભાજીપાંઉ અને ઓમલેટ મળે છે. વધુ રૂપિયા ખર્ચીને ઓછી મઝા લેવા કરતાં અંતરિયાળ ડાંગનો પ્રવાસ કરશો તો તે યાદગાર રહેશે એની ગેરંટી.

                                                                      **** **** ****

તા..:- તા. ૧૪-૧૫ ઓગષ્ટના રોજ નીચેની શાળાઓમાં યુનિફોર્મનું વિતરણ કર્યું.
() શરૂપુર ટીમ્બી પ્રાથમિક શાળા ( વર્ષમાં ત્રીજી વખત) - ૩૫ બાળકો

() પીપળવાડા આશ્રમ શાળા, ડાંગ - ૧૯૮ બાળકો. 

(તસવીરો: ઉત્પલ ભટ્ટ) 

7 comments:

  1. અતુલભાઈનો દીકરો એટલે મારા દીકરા જેવો. મન ભરીને એના પ્રવાસને માણ્યો.

    ReplyDelete
  2. ડાંગપર્વ ...વાંચવાની મજા પડી ગઇ...

    ReplyDelete
  3. "આહ ડાંગ, વાહ ડાંગ" વાંચી આનંદ થયો. તમારી કલમને સલામ! - પીયૂષ શાહ, બોસ્ટન, યુ.એસ.એ.

    ReplyDelete
  4. ઘણી વાર એવું જોયું છે કે સેવાભાવીઓ (એમને માટેનો આદર અકબંધ છે.) શુષ્ક બની જતા હોય છે. તમે એમાં સુખદ અપવાદ છો એનો અતિ આનંદ. આવતે વર્ષે આવી ઋતુમાં ડાંગના પ્રવાસમાં તમારી સાથે જોડાવાની ઉમેદવારી અત્યારથી જ કરી રાખું છું.

    ReplyDelete
  5. Amitabh Bachchane Aa Dang Pradesh Vishe Special Ad Kari Chhe Ke Nahi E Khabar Nathi. Na Kari Hoy To Saaru, Asal Saundarya Jalvaai Raheshe.
    Khub Saras Mahiti, Dhanyavad.

    ReplyDelete
  6. very interesting and report is in such a detail that I regret I cannot enjoy such vista leave aside stay in such beautiful and peaceful environment. Thanks for detailed reporting and phonographs. It would be better if the report is with Photographs of chichi and other ashramshala.

    ReplyDelete
  7. ઉત્પલ પહેલેથી જ કલા અને પ્રક્રુતિ પ્રેમી! તેના દરેક વર્તન માં તેનો આભાસ થાય.અને ડાંગ જેવી જગ્યા,એટલે માહોલ મસ્ત જ સર્જાય.સુંદર કાર્ય અને અહેવાલ.-શીતલ માનકર(માંકડ)

    ReplyDelete