લોભ, લાલચ, ક્રોધ, દયા, માયા જેવા ગુણો વ્યક્તિવિશેષના હોતા નથી, પણ જીવમાત્રમાં હોય છે. તેનું પ્રમાણ સમયાંતરે વત્તુંઓછું થયા કરે છે. લોભ કે લાલચ
કોઈ ભૌતિક ચીજ અંગે જ હોય એ જરૂરી નથી. જેમ કે, પોતાની જાતને નિહાળવાની આદત. નાર્સિસસ/Narcissus માં એ વધુ પડતી હતી, પણ એનો અર્થ એ નથી કે આપણા સૌમાં
એ બિલકુલ નથી. જાતને નિહાળવાની આ આદતને ટેકનોલોજીનો મોટો સહારો મળ્યો અને પોતાની જાતની
તસવીર જાતે જ ખેંચીને તેને જોવાનો, જાહેર કરવાનો જે પ્રવાહ શરૂ થયો, તેનો ચેપ સહુ કોઈને વળગ્યો. જાતે જ તસવીર ખેંચવાનું ફોનમાં કેમેરા આવતાં ઘણું સરળ
થઈ ગયું. આ રીતે લીધેલી તસવીર ‘સેલ્ફી’/selfie તરીકે ઓળખાવા લાગી અને આ શબ્દનું
ચલણ એ હદે વ્યાપક બની ગયું કે ‘ટાઈમ’ મેગેઝીને/ Time magazine ૨૦૧૨માં ચલણી બની રહેલા
ટોપ ટેન શબ્દો/Top ten buzzwords માં તેને સ્થાન આપ્યું. ‘સેલ્ફી’નો ક્રેઝ એ હદે વ્યાપેલો છે કે ઘણા લોકોએ સ્થળકાળ જોયા
વિના ‘સેલ્ફી’ લેવાનો પ્રયત્ન કરતાં તેમને જાનથી
હાથ ધોવાનો વારો આવ્યો.
અત્યાર સુધી જે વાત કરી
એ માણસોને લાગુ પડતી હતી. પણ ‘સેલ્ફી’નો ક્રેઝ ફક્ત માણસોમાં જ છે, એવું માની લેવાની જરાય જરૂર નથી.
જીવમાત્રમાં આ લાલસા પડેલી છે. અહીં વિવિધ જીવો ‘સેલ્ફી’ ખેંચે તો કેવી તસવીર
આવે એની કલ્પના કરેલી છે. ખરેખર તો ફરીદ શેખ જેવા કોઈ ચિત્રકાર મિત્ર પાસે આ ચિત્રો
કરાવવાં જોઈએ, પણ તેમની વ્યસ્તતા જોતાં થયું કે ‘સેલ્ફી’ જ મચી પડીએ. કહેવાનું એટલું જ કે ચિત્રો મારા બનાવેલા
હોવાથી તેમાંથી ભૂલો શોધવાને બદલે મારી કલ્પના શી છે એ જાણવાનો પ્રયત્ન કરશો તો વધુ
મઝા આવશે. તો પહેલાં ‘સેલ્ફી’ ખેંચો, અને પછી ઓળખવાનો પ્રયત્ન કરો કે કયા પશુ, પક્ષી, જળચર અને કીટકની આ ‘સેલ્ફી' છે.
 |
આસમાન સે ઊંચા 'જિરાફ'ની સેલ્ફી |
 |
મદમસ્ત ગજરાજની સેલ્ફી |
 |
જાનના જોખમે 'સેલ્ફી' લેતો રક્તપિપાસુ મચ્છર |
 |
મોં છુપાવીને સેલ્ફી લેવામાં માનતું શરમાળ શાહમૃગ |
 |
બિચારા ગેંડાની સેલ્ફી |
 |
'સ્ટાર' લેતા હોય તો 'સ્ટારફીશ' સેલ્ફી કેમ ન લે? |
 |
આ કીંગફીશરને સેલ્ફી લેતાં ખુદ માલ્યા પણ ન રોકી શકે. |
.jpg) |
બાળવયે 'સેલ્ફી'ગ્રસ્ત બનેલું કાંગારૂબાળ |
 |
કીડીને સેલ્ફીમાં બેકગ્રાઉન્ડ પણ યોગ્ય જોઈએ. |
 |
છીંકાટા વધુ પડતા જોરથી થઈ ગયા. |
 |
વડોદરા સિવાયના મગરો સેલ્ફી ખેંચે તો આવી આવે. |
 |
સ્પીલબર્ગ ડાયનોસોરને જીવતાં કરે, પણ સેલ્ફી તો જાતે જ લેવી રહી. |
 |
વ્હેલ પણ સેલ્ફીનો જુગાડ કરી લે. |
 |
આ કોઈ એબ્સ્ટ્રેક્ટ ડ્રોઈંગ નથી, ઝેબ્રાની સેલ્ફી છે. |
હજી પણ તમે 'સેલ્ફી' ન લીધી હોય તો કઈ હદે પાછળ ('સેલ્ફી'ના શોખીનોના મતે 'પછાત') રહી ગયા છો એનો અંદાજ આવી શકશે. માટે હે જીવ ! ઉઠો, જાગો અને પોતાના મોબાઈલ ફોનમાં સુવિધા ન હોય તો બીજા કોઈકના મોબાઈલમાં 'સેલ્ફી' ખેંચાવો નહીં ત્યાં સુધી મંડ્યા રહો.
wow....amazing. But you didn't mention who's done these wonderful sketches. Or did I miss it? Is it Shachi?
ReplyDeleteoh yes it by you, "your-selfie" ;-)
ReplyDeleteGreat job. Gongrats
પ્રેમળ [ લવલી નો શબ્દાનુવાદ ] ...!!
ReplyDeleteWatch this:Selfie taken by Animals-
ReplyDeletehttp://www.earthporm.com/7-striking-animal-selfies-will-make-think-twice/
Sketches and your imagination - both are amazing!!!
ReplyDelete