Sunday, September 11, 2016

વિસર્જન

 "બિચારા ટીળક મહારાજનો વાંક નથી. રાષ્ટ્રવાદના પ્રસાર માટે તેઓ ગણેશપૂજાને શેરીઓમાં લઈ આવ્યા. ત્યાર પછી આઝાદી મળી ગઈ એટલે એ વાત પણ પૂરી થઈ.

આ તો ફ્રાન્સનું કાવતરું છે કે 'પ્લાસ્ટર ઑફ 'પેરિસ'ની ખપત માટે તેણે આપણા લોકોની ધાર્મિક ભાવનાને પંપાળી અને ગલીએ ગલીએ ગણેશચતુર્થીની ઉજવણી માટે લોકોને ઉશ્કેર્યા.
આમ પણ ફ્રેન્ચ લોકો આપણા દેશમાં ફાવ્યા નથી. તેમની આ પોલ પકડાઈ ગઈ. તેમને પાઠ ભણાવવા માટે આપણા લોકોએ આ ઉજવણીનો સાદ એટલો પ્રચંડ કરી દીધો કે છેક પેરિસની ગલીઓમાં ચાલનારા લોકોના કાનમાં ધાક પડી જાય.
યાદ રાખો, ફ્રેન્ચ બચ્ચાઓ! તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફ્રેન્ચ કટ દાઢીને પણ અમે ભારતીય બનાવી દીધી છે, તો 'પી.ઓ.પી.'નું શું ગજું!"
(ફ્રેન્ચ કટ દાઢીધારી એક ગણેશભક્તના, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતાં ખાતાં, નહીં લેવાયેલા ઈન્ટરવ્યૂનો અંશ)

No comments:

Post a Comment