Saturday, April 25, 2015

કવિતાબવિતા

 તારા નગરમાં કાયમ એમ કેમ બને,

દૂર દેખાતા પડછાયા હોય કને,

રિક્ત આકાશે વિમાનો ઉડતાં રહે,
હેંગર ખાલીખમ તાક્યા કરે મને.
ધ્રુજે ધરતી એ જ છે પુરાવો,
શ્વસે છે, સહે છે, ઘણું બધું અને..



(ધરતીકંપને તસવીર સાથે લેવાદેવા નથી.
આ તસવીરને કવિતા સાથે કશી લેવાદેવા નથી.
આ કવિતાને કવિતા સાથે કશી લેવાદેવા નથી.)