Monday, December 7, 2020

કવિતાબવિતા


ક્યા સલૂક કિયા જાય
ઠોક દિયા જાય કિ 'તોડ' કિયા જાય,
બોલો ઈનકે સાથ ક્યા સલૂક કિયા જાય,
ગોલી દી જાય કિ કાગજાત કિયે જાય,
બોલો ઈનકે સાથ ક્યા સલૂક કિયા જાય,
પૂરી મિડીયા ભી હમને તો બિખરા દી,
મોરલ પોલિસ કો હમને ભી ચકરા દી,
તુમકો હ્યુમન રાઈટ્સ, હાં હાં હ્યુમન રાઈટ્સ
તુમકો હ્યુમન રાઈટ્સ કી યાદ આઈ...
તાલી દી જાય કિ આંસૂ બહાયા જાય,
બોલો ઈનકે સાથ ક્યા સલૂક કિયા જાય,
આ રહી હૈ હંસી ઈનકી દિવાનગી પે,
આ રહા હૈ તરસ ઉનકી મર્દાનગી પે,
કાશ તૂ જો હોતા, કાશ તૂ જો હોતા,
મેરી મહેરબાની પે...
કાર્રવાઈ કી જાય કિ એન્કાઉન્ટર કિયા જાય,
બોલો ઈનકે સાથ ક્યા સલૂક કિયા જાય,
કઈ બૂઝતી શમાઓં કે પરવાને,
આરઝૂ ક્યા હૈ તેરી હમ ખૂબ જાને,
આજ તેરા ગિરેબાં, તેરા તેરા ગિરેબાં
આજ તેરા ગિરેબાં ઓ ડેઢ શાણે,
ખીંચ લિયા જાય કિ ફાડ દિયા જાય,
બોલો ઈનકે સાથ ક્યા સલૂક કિયા જાય.
ઠોક દિયા જાય કિ કૈદ કિયા જાય,
બોલો ઈનકે સાથ ક્યા સલૂક કિયા જાય....
(આનંદ બક્ષીએ લખેલા 'મેરા ગાંવ મેરા દેશ'ના ગીત 'માર દિયા જાય કિ છોડ દિયા જાય' પરથી પ્રેરિત, લખ્યા તા. 7-12-2019)

Thursday, November 26, 2020

મારાડોના

 ફૂટબૉલ સ્ટાર મારાડોના (કે જે ઉચ્ચાર થતો હોય એ)ને અમૂલની એડમાં જે તે સમયે આ રીતે સ્થાન અપાયેલું. ઉર્વીશ ત્યારે અમદાવાદ કૉલેજમાં જતો અને ચાલુ બસે નહેરુ બ્રીજ પર મૂકાયેલું 'અમૂલ'નું હોર્ડિંગ વાંચી લેતો. આ કારણે કેટલાંક લખાણો 'સમજવા' માટે અમારે ખાસી માથાકૂટ કરવી પડતી. અહીં આપેલું 'મેથ્યુઝ'વાળું લખાણ એવું જ છે. એ પછી અમે સૌ પહેલાં ડૉ. કુરિયનને આ પ્રકારની જાહેરખબર બાબતે અભિનંદન પાઠવતો પત્ર લખીને એ કોણ બનાવે છે એ પૂછાવેલું. ડૉ. કુરિયને અમને જવાબ તો આપ્યો, સાથે અમારા પત્રની એક નકલ ભરત દાભોલકરને પણ મોકલી આપી, જે ત્યારે 'અમૂલ'ની એડ માટેનાં આવાં કેપ્શન બનાવતા હતા. એટલે થોડા સમય પછી ભરત દાભોલકરનો પણ જવાબ અમને મળ્યો.

મારાડોનાના અવસાનના સમાચાર નિમિત્તે દાભોલકરની એ એડ તાજી થઈ આવી.



Saturday, June 6, 2020

એ અનામી સગર્ભા હાથણીને

3 Suspects, Says Kerala Chief Minister On Killing Of Pregnant Elephant


કેટલાંય ચોપગાં,
અમારાં સગાં

કોક મા, તો કોક માસી,
હવે તો એ પણ ગયા છે ત્રાસી,
પણ તું તો મોટી હસ્તી,
એમ કંઈ તું છો સસ્તી?
તને એટલે જ તોળી ત્રાજવે,
જીવતે લાખ
મૂએ સવા લાખ,
પણ અમે અબુધ,
પડી નહીં સુધ,
કોકે કર્યું તારું મારણ,
ત્યારે મળ્યું એ તારણ,
તારી પર પણ ખેલી શકાય રાજકારણ,
તારી તો માત્ર આડ,
પારખીએ છીએ લોકોની નાડ,
આપીને શ્રદ્ધાંજલિ તને,
મારી મોટી ધાડ,
વરસાવ્યો ફિટકાર,
ને તારી પર કર્યો ઉપકાર,
પણ અમે નથી વદ્યા હજી,
દેહિંગ પતકાઈ*માં પાડેલા સોદાની વાત,
મંજૂરી કોલસાની ખાણની,
હા, જગ્યા તમારા ચરિયાણની,
નૂમાલીગઢ*ને ફાળવી,
જમીન તમારા વિસ્તારની,
જાવ, થાય એ કરી લેજો,
ચાવવાના કે દેખાડવાના,
બધાય પાડી દઈશું,
તને ખબર ન હોય,
પણ અમે જાણીએ ને,
કે એક મૃત્યુ હોય શોક,
પણ જો એનો થાય થોક,
તો એ છે કેવળ આંકડા,
અને માણસના મૃત્યુને અમે ગણીએ અંક,
એની સરખામણીએ તમે સાવ રંક!
તમને કોણ પૂછે?
અમે જાણીએ છીએ,
કે તમને કદી ન પૂછાય,
તમને તો માત્ર પૂજાય.

*દેહિંગ પતકાઈ= આસામમાં આવેલા આ હાથી અભયારણ્યમાં કોલસાનું ખાણકામ કરવાની મંજૂરી લૉકડાઉન દરમિયાન આપવામાં આવી છે.
* નૂમાલીગઢ= અગાઉ આ રિફાઈનરીએ હાથીઓની અવરજવરના માર્ગ પર દિવાલ ચણેલી, જેને સર્વોચ્ચ અદાલતે હટાવવાનો હુકમ કરેલો. હવે લૉકડાઉન દરમિયાન રિફાઈનરીના વિસ્તરણ માટે અનેક ગણો વિસ્તાર સીધેસીધો ફાળવી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના અભ્યાસરિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ વિસ્તારમાં સૌથી વધુ સંખ્યા હાથીઓની છે.
(વિસ્ફોટક ભરેલું અનાનસ ખાવાથી એક સગર્ભા હાથણીનું કેરળમાં મૃત્યુ થયું. તેને પગલે સોશ્યલ નેટવર્કિંગનાં માધ્યમો પર આક્રોશ ફાટી નીકળ્યો. આ મુદ્દે રાબેતા મુજબ હિન્‍દુ-મુસ્લિમનું રાજકારણ પણ પ્રવેશ્યું. હાથણીના અપમૃત્યુની આટલી ફિકરની સાથે અન્ય હાથીઓની 'ખાતીરદારી' કેવી રીતે કરાઈ રહી છે એ સમાચારની ખાસ નોંધ લેવાઈ નથી. એ નિમિત્તે એ મૃત સગર્ભા હાથણીને ઉદ્દેશીને આ કવિતા) 

(તસવીર: નેટ પરથી) 

Thursday, June 4, 2020

સલાહ સોનુ સૂદને


Sonu Sood extends help to migrant workers amid lockdown, says 'I ...


હા તો ભઈ, સોનુ સૂદ!
તું લાગી પડ્યો ખુદ?
પડદે વિલનગીરી
ને બહાર હીરોગીરી,
ભારે બેવડાં તારાં ધોરણ,
ઘટાડ્યું તંત્રનું ભારણ,
પણ યાદ રાખજે એટલું,
ના કરે નારાયણ ને,
બને જો તારું બાયોપીક,
તો પડદે ભજવવી અઘરી પડશે
આ ભૂમિકા તને,
અપાશે એને કરમુક્તિ,
જેમ તેં અપાવી શ્રમિકોને મુક્તિ,
આ જ નેતાઓ પાડશે તાળીઓ,
મૂકશે તરતું સૂત્ર,
વ્યાજ નહીં, માંગો સૂદ,
હર ઘર હોગા સોનુ સૂદ,
હા ભઈ, થાય એવું જો,
કેટલી શાંતિ એમને તો!
દેશ સપડાયો છે આફતે ત્યારે,
તેઓ રચ્યાપચ્યા છે,
ઘોડાઓની લે-વેચમાં,
હિન્દુ-મુસ્લિમમાં ને
ઈન્ડિયા-ભારતમાં,
હજી એમની અડફેટે તું ક્યાં ચડ્યો છે?
આથી એટલું યાદ રાખજે, ભઈ!
ભલે કર્યું આ કામ તમામ,
ભૂલી જજે તેં કર્યું આ કામ,
એવું હોય તો ખાજે ઓછી બે બદામ,
કેમ કે, તેં મહામહેનતે મોકલેલા મજૂરો,
સોરી, સોરી શ્રમિકો!
બહુ જલ્દી આવી જશે પાછા,
ચડી જશે કામે પાછા,
એટલે નવેસરથી મરશે,
કાનૂનના સુધારા એ કામ કરશે,
તું કેટકેટલે પહોંચી વળશે?
આના કરતાં પડદે કરી ખા વિલનગીરી,
કે કદાચ નવેસરથી હીરોગીરી.
પણ યાદ રાખજે એટલું તું કે
હીરો ને વીલન કેવળ પડદે જ અલગ હોય છે,
સિનેમાના પડદે જ અલગ હોય છે,
રૂપેરી પડદે જ અલગ હોય છે.

(લૉકડાઉનના કાળમાં ઠેરઠેર ફસાઈ ગયેલા શ્રમિકો હિંમત હારીને હતાશાના માર્યા સેંકડો કિલોમીટર દૂર આવેલા પોતાના વતનમાં જવા માટે પગપાળા નીકળી પડ્યા એ વખતે ફિલ્મ અભિનેતા સોનુ સૂદે તેમને મદદરૂપ થવાની પહેલ કરી અને તેમને વતન મોકલવાની વ્યવસ્થા વિવિધ રાજ્યોના વિવિધ તંત્રો સાથે સંકલન સાધીને કરી. ટૂંકમાં, તંત્રે કરવાનું કામ સોનુએ કર્યું. એ નિમિત્તે સોનુ સૂદને સલાહના 'બે શબ્દો'.) 

(તસવીર: નેટ પરથી) 

Wednesday, May 13, 2020

કવિતાબવિતા

 ચલતે રહના 

જગતભર કી ઈકોનોમી કે લિયે
ચંદ લોગોં કી સુવિધા કે લિયે
મજદૂર રે ચલતે રહના...
મજદૂર રે ચલતે રહના...
ધનિક કલ્યાણ કી ખાતિર તૂ જન્મા હૈ
તૂ ઉનકે વાસ્તે હર દુ:ખ ઉઠા રે
ભલે હી અંગ તેરા ભસ્મ હો જાયે
તૂ ચલ ચલ કે કિરાના જુટા રે
લિખા હૈ યે હી તેરે ભાગ મેં
કિ તેરા જીવન રહે આગ મેં
મજદૂર રે ચલતે રહના...
કરોડોં તેરે જૈસે સબ ભટકતે હૈં
ઉનકે આંગનોં મેં હૈ અંધેરા
અરે કભી ન તેરે ઘર હો ઉજિયાલા
અધૂરા હી રહેગા કામ તેરા
તેરે ઉદ્ધાર મેં અભી દેર હૈ
અભી તો દુનિયા મેં અંધેર હૈ
મજદૂર રે ચલતે રહના...
(ભરત વ્યાસ લિખીત, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ દ્વારા સંગીતબદ્ધ, હેમંતકુમારના સ્વરમાં ગવાયેલા 'હરિશ્ચન્દ્ર તારામતી' (1963) ના ગીત 'સૂરજ રે જલતે રહના' પર આધારિત, લખ્યા તારીખ: 13-5-2020)

Friday, May 8, 2020

લૉકડાઉન કથાઓ

બૂમબરાડા 

બધા બેઠા હોય ત્યારે ગમે એટલા મોટા અવાજે હું મારી વાત કહેવા જાઉં, પણ કોઈ સાંભળતું નહોતું. ઉપરથી મને ધમકાવતા કે વાતેવાતે બરાડા ન પાડ. કોઈ તારું સાંભળવા નવરું નથી. હવે તો નાની શી છીંક આવે તોય બધા પૂછપૂછ કરે છે.

**** **** **** 

આભડછેટ

“મા, તું તો કહેતી હતી કે આપણા નસીબમાં જ છે આ બધું. આપણો જનમ જ એવો છે! આપણને અડતાંય એ લોકો અભડાઈ જાય. પણ જો! ભગવાને આપણી સામું જોયું ને! આપણને એમના જેવા ન બનાવ્યા, પણ એમને આપણા જેવા બનાવી દીધા ને!”

**** **** **** 

ડંડો અને દયા 

“એય! અહીં આવ! આમ, આ તરફ!”
“સાહેબ, મારશો નહીં. ફરવા નથી નીકળ્યો. આ તો ઘેર કશું છે નહીં...”
“લે, આ લઈ જા. ખાજો બધા.”
“સાહેબ! પણ પૈસા નથી મારી પાસે.”
“પૈસા કોણે માંગ્યા તારી પાસે? લઈ જા, જા. ખવડાવજે બધાને.”
“પણ સાહેબ! પછીયે નહીં અપાય મારાથી...”
“લઈ જા ને છાનીમાની! કે આપું પ્રસાદી?”

**** **** **** 

ઘરવાપસી 
“હેલો, બેટુ, ટી.વી.ના સમાચાર જોઈને તું અમારી ચિંતા ન કરતો. એ તો બધા સાલા અભણ, ગમાર નીકળી પડ્યા છે રસ્તે. ના, ના. આપણો એરિયા તો એમનાથી બહુ દૂર છે. પણ બેટા, અમને તારી ચિંતા રહે છે ત્યાંનું સાંભળીને.”
“ડૅડ, યુ નીડ નૉટ વરી એટ ઑલ. આયેમ સેફ હીયર.”
“તું ભલે કહે, બેટા! ગમે એટલું તોય માબાપ છીએ. એમ તારા કહેવાથી ચિંતા ઓછી થઈ જતી હોત તો જોઈતું’તું જ શું? એમ થાય છે કે તું અહીં આવી ગયો હોત તો કેવું સારું?”

**** **** **** 

ફીલિંગ
 “મમ્મા, આપણી પાસે પત્તાની બે કૅટ છે ને?”
“હા, ડિયર. બે નહીં, ત્રણ છે.”
“તો એમાંથી એક આપણી મેઈડને આપી દઉં?”
“આર યુ ક્રેઝી? વી આર ઓલરેડી પેઈંગ હર ઈવન ઈફ શી ડઝન્‍ટ કમ એન્‍ડ વર્ક.”
“મમ્મા, એનો ટાઈમ પાસ થાય ને! એવું હોય તો એટલી અમાઉન્ટ ડિડક્ટ કરી લેજે.”
“લવ યુ, માય બૉય! તને પૂઅર માટે કેટલી બધી ફીલિંગ છે! આયેમ પ્રાઉડ ઑફ યુ!” 

**** **** **** 

સફાઈ
“બેટા, તું શું કરે છે બે કલાકથી ઉપર બેઠો બેઠો? આજે તને મેં સાફસૂફી કરવાનું કહેલું...”
“એ જ કરું છું, મૉમ!”
“સહેજે અવાજ પણ નથી આવતો! ડ્રોઅરની સાફસૂફી કરે છે કે કબાટની?”
“ઓહ મૉમ! મારા ફ્રેન્ડ લીસ્ટની!”
**** **** ****
પસંદ
(બપોરે)
“તને કેટલું કામ પહોંચે છે, નહીં? જા, થોડી વાર વૉટ્સેપમાં નજર કરી લે. હું ટી.વી. જોઉં છું.”
“પહેલાં વૉટ્સેપ જોતી ત્યારે તમે જ કહેતા કે આખો દિવસ શું એમાં મોં ખોસીને બેસી રહે છે!”
“તારી ચૉઈસ જાણું ને, ડિયર!”
(સાંજે)
“કહું છું. કંટાળ્યા હશો. સહેજ બહાર આંટો મારતા આવો. ફ્રેશ થઈ જવાશે.અત્યારે પોલિસ નહીં હોય.”
“લે, પહેલાં ઘરની બહાર જ રહેતો ત્યારે તું જ કહેતી હતી કે તમારો ટાંટિયો ઘરમાં ટકતો જ નથી. અને હવે તું જ સામે ચાલીને….”
“હું જાણું ને તમને શું ગમે છે!”
**** **** ****
સહાય
“સાહેબ! તમને તો ભગવાને જ મોકલ્યા. બે દિવસથી ઘરમાં કશું નથી. બહાર નીકળતાં બીક લાગે છે. એક વાર ગયેલો ત્યારે પડેલી એનો સોજો હજી ઉતર્યો નથી.”
“કાકા, મૂકી દેવાની ઉતાવળ ન કરો. પૅકેટને હાથમાં સહેજ વાર પકડી રાખો. અને તમારું મોં મારી બાજુ નહીં, પેલા ભાઈ બાજુ રાખો. અને હસતા નહીં. સહેજ દયામણું મોં રાખજો.”
**** **** ****
બે ટીપાં સ્વચ્છતાનાં
“લે આ. આનાથી હાથ સાફ કરી લે.”
“ઓહોહો! આવું વળી શું લઈ આવ્યા?”
“અરે, આમાં પાણીની જરૂર જ ના પડે. બે-ચાર ટીપાં હાથમાં મૂકીએ ને હાથ સાફ.”
“કે’વું પડે! આ ક્યાંથી લઈ આવ્યા?”
“લાવ્યો નથી. બહાર પેલા લોકો વહેંચવા નીકળેલા. એમણે આપ્યું. આનાથી પાણી બચે.”
“પણ પાણી બચાવીને કરીશું શું?”
“કેમ? તું તો કે’તી’તી કે દાળ ને ચોખા ખલાસ થઈ ગયા છે! તો પેટમાં ઓરવા કશુંક તો જોઈએ કે નહીં!”
**** **** ****
અપીલ
“આ તમે ભીંત સામું જોઈને કોને હાથ જોડો છો અને માથું નમાવો છો? ભગવાનનો ફોટો તો સામેની દિવાલે છે.”
“છટ્! વચ્ચે ન બોલ. રેકોર્ડિંગ ચાલે છે અપીલનું.”
“અપીલ? અત્યારે? કોને? શેની?”
“તું સવાલો બહુ કરે છે. આ લૉકડાઉનમાં લોકો ઘરની બહાર ન નીકળે એ સમજાવવા એમને અપીલ ન કરવી પડે?”
“પણ આપણા એરિયામાં તો બહાર ચકલુંય ફરકતું નથી.”
“તું નહીં સમજે. આ સુરત, મુંબઈ, દિલ્હી ને કોણ જાણે ક્યાં ક્યાં લોકો ટોળે વળી જાય છે. તો આપણી બી કંઈક ફરજ બને ને સરકારને સપોર્ટ કરવાની.”
“હા હોં! એ ખરું. ચાલો, હુંય સરકારને સપોર્ટ કરતી આવું. પેલી એ.પી.એલ. કીટ વહેંચવા આવ્યા લાગે છે, તો લેતી આવું.”

**** **** ****

પોઝીટીવ સ્ટોરી
હજી સમજાતું નહોતું કે બૉસે કેમ તગેડી મૂક્યો! તેમને મળવા ગયો ત્યારે મેં માસ્ક પહેરેલો હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ મુજબ સાડા ત્રણ ફીટ છેટે ઊભો રહેલો. અને સ્ટોરી માટે મને મળેલી બ્રીફને બરાબર ફોલો કરી હતી. બૉસે પોતે જ કહેલું કે, હવે પછી નો નેગેટીવ સ્ટોરી. હવેથી ઓન્લી પોઝીટીવ સ્ટોરી જ લાવવાની છે.’ અને મેં એક સાથે દસ પોઝીટીવ દરદીઓના ઈન્ટરવ્યૂ લઈ લીધા હતા. ખરા હોય છે બૉસ લોકો! રાજા, વાજાં ને વાંદરા ભેગા ચોથા એમને ય ગણી લેવા જોઈએ.
**** **** ****
ચર્ચા
લૉકડાઉન ખૂલશે કે લંબાશે એની દવાખાનામાં ચર્ચા ચાલી રહી હતી. એકે કહ્યું: ‘હજી લંબાવવું જોઈએ.’ બીજાએ મત આપ્યો : ‘પાર્શિયલ રાખે તો વાંધો ન આવે.’ ત્રીજો બોલ્યો: ‘એમ નેગેટીવ રીતે ન વિચારો. હું માનું છું કે એ પૂરેપૂરું ખોલી નાખવું જોઈએ. તમે શું કહો છો, ડૉક્ટર?’
‘યપ્પ! આયેમ પોઝીટીવ!’ એ સાથે જ બાકીના ત્રણ જણા દોડતા બહાર નીકળી ગયા. ચોથા ડોક્ટરને ચૌદ દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા.
**** **** ****
સાવચેતી
તમામ સાવચેતી લેવામાં આવી હતી. સૌના મોં પર માસ્ક હતા. વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ સૌએ ચડાવેલાં હતાં. સેનિટાઈઝરની નાની શીશીઓ પણ ગાડીમાં મૂકાયેલી હતી. સુરક્ષિત અંતર રાખીને સૌ એમ્બ્યુલન્સમાં ગોઠવાયા. સાયરન વગાડતી એમ્બ્યુલન્સ નીકળી. નિર્ધારીત સ્થાને સૌ પહોંચ્યાં. હજી એમ્બ્યુલન્સ માંડ ઊભી રહે એ સાથે જ અચાનક ક્યાંકથી એક પથ્થર આવ્યો. ડ્રાઈવર સાઈડની બારીનો કાચ તોડીને ડ્રાઈવરના ચહેરા પર ઝીંકાયો. લેવાયેલી તમામ સાવચેતી નકામી ગઈ.
**** **** ****
સ્થિતપ્રજ્ઞ
સ્થિતપ્રજ્ઞયોગ શિખવાનો આનાથી ઉત્તમ મોકો ક્યારે મળવાનો? રોજ ભાણામાં હું બબ્બે શાક લેનારો! દસ દસ દિવસથી અમારા વિસ્તારમાં શાકભાજીની લારીવાળા ચક્કર મારતા રહે છે. બહુ મન થઈ જાય કે એમાંના એકને ઊભો રાખીને શાક લઈ લઉં. એ જ વખતે આ સ્થિતપ્રજ્ઞતા કામ લાગે છે. મારા મન પર લગામ રાખીને હું જાતને કહું છું: ‘શાક વિના જીવી લઈશ, પણ આમના હાથનું શાક તો નહીં જ લઉં.’
**** **** ****
જાદુ
ચૌદમા દિવસે એને સમજાયું કે એ તો છીંકનો જાદુ હતો. પહેલેથી આવી ખબર હોત તો પોતાની ઘરવાળી અને નાની છોકરી પાસેય છીંક ખવડાવી દેત ને! પણ હવે શું? હવે તો ભૂખના માર્યા એમને છીંક ખાવાનાય હોશ નહીં રહ્યા હોય!

**** **** **** 
ભૂલી પડેલી ટ્રેન 

"અરે, અહીં ક્યાંથી? અને એય આવા વાતાવરણમાં? કોઈ એક્સક્લુસિવ સ્ટોરી?"

"ના, દોસ્ત. એક્સક્લુસિવ જેવું તો હવે કશું રહ્યું નથી. પેલી ભૂલી પડેલી ટ્રેનોમાંથી એકાદનો ઈન્ટરવ્યૂ લેવો છે."
"પણ અહીં એરપોર્ટ પર?"
**** **** **** 
એક આઈડિયા... 

"સાહેબ, એક આઈડિયા છે."
"જલ્દી બોલો. અત્યારે એની જ જરૂર છે. હવે ખૂટવા આવ્યા છે."
"સાહેબ, પેલી 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મ આવેલી ને..."
"આમીર ખાનવાળી? એના સિવાય બીજો આઈડિયા હોય તો કહો."
"સર, સાંભળો તો ખરા! એમાં એક મસ્ત મંત્ર છે. 'ઑલ ઈઝ વેલ'. ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં એ મંત્ર બોલવાથી બધું સરખું થઈ જાય એવું એમાં બતાવ્યું છે."
"તમને શું લાગે છે? અમે અહીં ઘાસ કાપીએ છીએ? સૌથી પહેલાં એ મંત્રને
સ્લોગન બનાવવાનું મેં જ કહેલું."
"અચ્છા? પણ કેમ ન બનાવ્યો?"
"તમારા જેવા એક દોઢ ચતુરે ડિક્શનેરીમાં 'વેલ'ના અર્થ જોયા. એમાં એક અર્થ 'કૂવો' પણ હતો."
"સાહેબ, એક વાત કહું? મેં એ અર્થમાં જ કહેલું."
**** **** **** 
ઓર એક આઈડિયા 


"સાહેબ, એક જબ્બર આઈડિયા છે."
"હંં.... "
"આ આફત છે, પણ એને આપણે અવસરમાં ફેરવી શકીએ એમ છીએ."
"આપણે અંદરોઅંદર જુમલા ફટકારવા પડે એ હદે સ્થિતિ કથળી ગઈ છે?"
"ના, સાહેબ. સોરી. મને થયું કે આપણે આ કોરોનાને લગતા ખાસ સિક્કા બહાર પડાવીએ તો કેવું? એમાં એક બાજુ વાયરસનું ચિત્ર હોય અને બીજી બાજુ..."
"બ્રીલીયન્ટ! ભઈ, શું નામ તારું? આ આઈડિયા આખો તારે નામે હું આગળ રેકમેન્ડ કરું છું. પણ એક વાતની નવાઈ લાગે છે કે આ મને કેમ ન સૂઝ્યું?"
"સાહેબ, મને પહેલેથી હીસ્ટ્રીમાં બહુ રસ. તો પેલા એક બાદશાહે કંઈક આવું જ કરેલું. રાજધાની બદલેલી ને સિક્કાય પડાવેલા. તો મે'કુ આપણાથી કેમ ન થાય?"
**** **** **** 
વધુ એક આઈડિયા 

"સાહેબ, હજી એક આઇડિયા છે."
"યાર, તમે શું ખાઈને આવ્યા છો આજે? હાઈડ્રોપાવર...આઈ મીન, ક્લોરોફોર્મક્વીન... સોરી...પેલું શું નામ છે, યાર..એ?"
"હાઈડ્રોક્સિક્લોરોક્વિન! ના, સાહેબ! એ કંઈ ટોનિક નથી. મારો આઈડિયા સાંભળો. એ આજકાલ ભૂલી પડતી ટ્રેન બાબતે છે."
"ઝટ ભસ."
"સાહેબ, યુપી જવા નીકળેલી ટ્રેન કર્ણાટક જાય, ને કોક ટ્રેન ઓડિસા પહોંચી જાય, એનાથી મૂંઝાવાની જરૂર જ નથી."
"લ્યા, તે આપણે કયે દા'ડે મૂંઝાયા?"
"એમ નહીં, સર! આપણે કહેવાનું કે આ મજૂરો બિચારા આખું વરસ મજૂરીમાંથી ઉંચા આવતા નથી. એ કયે દા'ડે દેશના બીજા ભાગમાં ફરવાના? એટલે એમને 'ભારતદર્શન' કરાવવા માટે આ અમારું આયોજન હતું."
"ના. આ ગળે નથી ઉતરતું."
"સાહેબ, આપણે એ ચિંતા અત્યાર સુધી ક્યારે કરી, એમ કહેશો?"
**** **** **** 
તમામ આઈડિયાનો બાપ  

"સાહેબ, વધુ એક આઇડિયા..."
"ભઈ, આઈડિયા જ આપ્યા કરશો કે હવે કામે લાગશો?"
"સર, ગુસ્તાખી માફ, પણ આ જ તો મારું કામ છે."
"ઠીક છે. બોલો."
"સાહેબ, આપણે એક જબ્બર ફેસ્ટીવલ યોજીએ. એનું નામ જ 'કોરોના પરાજય ઉજવણી મહોત્સવ' રાખવાનું. દેશની બધી ભાષાઓમાં એનાં બેનર ચીતરાવવાનાં."
"હં...પછી?"
"સાહેબ, તમેય શું મશ્કરી કરો છો! પછીનુંં તો બધું લોકો જ ઉપાડી લે ને! આટલા અનુભવે એટલુંય ન શીખ્યા?"

**** **** **** 

સેવાની સાઈડઈફેક્ટ્સ
“પણ તમે તો ઘરની બહાર નીકળ્યા નથી. અને પોલિસ પણ કંઈ હાથ પર ન ફટકારે. તો પછી મને એ સમજાતું નથી કે તમારા હાથ કેમના દુખે છે!”
“જવા દે. તને નહીં સમજાય. કોઈની સેવાની તેં કદી કદર કરી છે ખરી?”
“હું તમારા બધાનું કરવામાંથી ઊંચી આવું તો બીજું કશું કરું ને! સારું, ચાલો હવે કહો કે શું થયું છે!”
“આ બધા કામ કરનારાને સો સો સેલ્યુટ કરી કરીને આ બાવડાં દુખવા લાગ્યાં છે.”
“અરે ભગવાન! તમેય ખરા છો. બહુ ભોળા!”
**** **** ****
દંડસંહિતા
“લ્યો, ઘડીક આને તમારા હાથમાં ઊંચકીને ફરો તો એ સૂઈ જાય. ત્યાં સુધીમાં હું કૂકર મૂકી દઉં.”
“એને નાખ ઘોડિયામાં. મારાથી મારા હાથ જરાય ઊંચા થતા નથી, ત્યાં આને શું ઉંચકવાનો?”
“ઓહ! સોરી! હું આજનો સ્કોર પૂછવાનું ભૂલી ગઈ. કેટલાને ફટકાર્યા આજે?”
**** **** ****
બધું ખૂલ્યા પછી...
“જે ભાવે એ ખાઈ લો. બે દિવસે આજે માંડ કોક આટલું આપી ગયું છે.”
“તું ખાઈ લે. મારાથી તો કોળિયો પણ ભરાય એમ નથી.”
“એવું તે શું કામ કર્યું છે તમે?”
“કામ? અરે, બે દિવસથી પેલા લોકો શીશીઓ પકડાવી જાય છે અને કહે છે કે હાથ ધોતા રહેજો. એક તો એમાંથી દારૂ જેવી ગંધ આવે અને પાછા એનાથી હાથ ધોતા રહેવાનું. આ જો ને! ચામડી છોલાઈ ગઈ.”
“એમ? લ્યો, ચાલો હું તમને કોળિયા ભરાવું. આ બધું ખૂલે પછી સૌથી પહેલી આપણે એક ચમચી વસાવી લઈશું.”
**** **** ****
યે હાથ નહીં....
“આજે મને તારા હાથે ખવડાવીશ?”
“તમનેય હવે આ ઉંમરે પ્રેમલા-પ્રેમલીની રમતો સૂઝે છે? છોકરાં હવે મોટા થઈ ગયાં અને અત્યારે તો બધા ઘરમાં જ છે!”
“તારાથી ન થાય એમ હોય તો ના કહી દે. હું છોકરાંમાંથી કોકને કહું. આખો દિવસ સ્ટ્રેચર ઊંચકી ઊંચકીને બાવડાં એવા ઝલાઈ ગયા છે કે.....”
**** **** ****
બ્રેક
“બસ યાર! આજે આટલું જ.”
“કેમ ભાઈ? તારો ચીપવાનો વારો આવ્યો એટલે બસ કરી દેવાનું?”
“અરે! એવું નથી, દોસ્ત! પણ અઠવાડિયાથી રોજ પત્તાં ચીપી ચીપીને હાથ એવા દુખવા લાગ્યા છે કે એમ થાય છે હવે બ્રેક લઈએ.”
“રાઈટ યુ આર. આપણને બધાને બ્રેકની જરૂર છે. ચા પી લઈએ. પછી કેરમ શરૂ કરીએ.”

Tuesday, May 5, 2020

કવિતાબવિતા


 વૉચમેનની જોડ ભગત! નહીં જડે રે લોલ

(ઢાળ: જનનીની જોડ સખી નહીં જડે રે લોલ)
જૂઠા દાવા ને જૂઠા આંકડા રે લોલ
એથી જૂઠો તે મારો દાસ રે
વૉચમેનની જોડ ભગત! નહીં જડે રે લોલ
આત્મમુગ્ધતાનું એ પૂતળું રે લોલ
જગમાં છે એવી બીજી જાત રે
વૉચમેનની જોડ ભગત! નહીં જડે રે લોલ
ચશ્મે ઢાંકેલ એની આંખડી રે લોલ
અભિનયભર્યાં તે એનાં વેણ રે
વૉચમેનની જોડ ભગત! નહીં જડે રે લોલ
હોઠ બીડેલ એના મૌનથી રે લોલ
બોલે એ ટ્વીટર અટારીએ
વૉચમેનની જોડ ભગત! નહીં જડે રે લોલ
બોલ એનાં પ્રેસને તે દોહ્યલા રે લોલ
રેડિયે સિંચેલ એની સોડ્ય રે
વૉચમેનની જોડ ભગત! નહીં જડે રે લોલ
(કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 5-5-2020)

Monday, May 4, 2020

કવિતાબવિતા


 કોવિદનો કાળો કેર છે

(ઢાળ: મારી બેની, સાસરિયે લીલાલ્હેર છે)
પહેલાં પાડી તાળી,
ને પછી વગાડી થાળી...
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
સળગાવીને દીવા,
કહ્યું ન કોઈને બીવા,
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
ઉપરથી વરસ્યાં ફૂલ,
તમે રહેજો કૂલ કૂલ,
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
ભાગ્યા જાય મજૂર,
એમને આપીશું ખજૂર,
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
ફટકારીને દંડા,
સમજાવ્યા તમને ફંડા,
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
અમને છે વિશ્વાસ,
તમે આમ નથી, પણ ખાસ,
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
થઈ જાજો ફરી હાજર,
લટકાવીએ જ્યારે ગાજર,
મારા પ્રેમીઓ, કોવિદનો કાળો કેર છે.
(લખ્યા તારીખ: 4-5-2020)

Sunday, March 8, 2020

કવિતાબવિતા


હાથ સે હાથ છુડા લે 

દિલ યે બૈચેન વે, ટીવી પે નૈન વે
જિન્દડી બેહાલ હૈ, મુંહ પે રૂમાલ હૈ,
ના આ સાંવરિયા ના ના ના ના
હાથ સે હાથ છુડા લે, હાથ સે હાથ છુડા લે
જંતુ ને આજ તો, સબકો ડરા દિયા
હાય ઉસકી એડ ને, સબકો મરવા દિયા
ઐસી લગી ઝડી, કાન પે યૂં આન પડી
ક્યા ઉસકો લગ ગયા, ક્યા ઈસકો લગ ગયા
જ્યાદા મત ખાંસ તૂ, મુઝ કો ના ફાંસ તૂ
મેરે હાથ સે હાથ છુડા
હાથ સે હાથ છુડા આ..આ..આ..
માના અનજાન હૈ, યે હમરે વાસ્તે
માના અનજાન હૈ, હમ ઉસકે વાસ્તે
ના ઉસકી જાન લૂં, ના ઉસકો જાન દૂં,
મુંહ સે તૂ દૂર જા, નાક કે પાસ ન આ,
વો તેરા કાલ હૈ, માસ્ક કી ઢાલ હૈ,
ઈસ કાલ સે ઢાલ મિલા દે..ઓ..ઓ..ઓ...
હાથ સે હાથ છુડા લે
(કોવિડ-19 આવું આવું થઈ રહ્યો હતો એ અરસામાં લખાયેલું, અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ દ્વારા ગવાયેલા, આનંદ બક્ષી લિખીત, એ.આર.રહેમાન દ્વારા સંગીતબદ્ધ, 'તાલ' ફિલ્મના 'તાલ સે તાલ મિલા લે' પર આધારિત, લખ્યા તારીખ: 8-3-2020)

Tuesday, March 3, 2020

કવિતાબવિતા


 છોડ દે સારી દુનિયા 

કહાં ચલા એ જૂઠા જોગી, ફેક જીવન સે તૂ ભાગ કે,
તેરી જૂઠી છબિ કે કારણ,યે સારી દુનિયા ત્યાગ કે.....
છોડ દે સારી દુનિયા ઈસી કે લિયે
યે મુનાસિબ હૈ બિલકુલ હી તેરે લિયે
ઔર ભી જરૂરી કઈ કામ હૈ
સોશ્યલ મિડીયા નહીં જિંદગી કે લિયે
ડ્રીમ સે સ્કીમ કા મિલન હો ન પાયા તો ક્યા,
સ્કીમ સે (અ)ફીમ કા મિલન કોઈ કમ તો નહીં,
બદબૂ આતી રહે દૂર સે હી સહી,
સામને હો ધરમ કોઈ કમ તો નહીં,
દાઢીયાં મિલતી નહીં સબ કો સંસાર મેં,
હૈ ગંજા હી બહુત રૌશની કે લિયે....છોડ દે સારી...
કિતની હસરત સે તકતે હૈ ભક્ત તુમ્હેં
ક્યૂં ઉન્હેં ધંધે પે તુમ લગાતે નહીં,
એક દુનિયા ઉજડ હી ગઈ હૈ તો ક્યા,
દૂસરે દંગે તુમ ક્યૂં કરવાતે નહીં,
દિલ ન ચાહે ભી તો સિર્ફ દિખાવે કો હી,
ત્યાગના પડતા હૈ યે સબ કુછ છલ કે લિયે...છોડ દે સારી...
('સરસ્વતીચન્દ્ર'ના ઈન્દીવર લિખીત, કલ્યાણજી- આણંદજી દ્વારા સ્વરબદ્ધ, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા ગીત 'છોડ દે સારી દુનિયા કિસી કે લિયે' પર આધારિત, લખ્યા તા. 3-3-2020)

Saturday, February 29, 2020

કવિતાબવિતા

 ટ્રોલ આયા મેરી વૉલ કે દ્વારે 

ટ્રોલ આયા મેરી વૉલ કે દ્વારે,
ટ્રોલિંગ કી ખનકાર લિયે, (2)
આંખ ભી જાને, દિલ ભી જાને, સુરતિયા હી ઐસી,
દયા ભી આયે, હંસી ભી આયે, મુરતિયા યે કૈસી,
પાગલ યે કૈસા ડૂબેગા, સપનો કા સંસાર લિયે....ટ્રોલ આયા મેરી વૉલ કે દ્વારે....
ઈક પલ સોચૂં કોઈ શાણા, રૂપ બદલકર આયા,
દૂજે પલ ફિર ધ્યાન યે આયે, હૈ યે પુરાની 'માયા',
જો મેરી વૉલ પે દૌડ આઈ, અપના 'અંધા' પ્યાર લિયે....ટ્રોલ આયા મેરી વૉલ કે દ્વારે....

(રાજિન્દર કૃષ્ણ લિખીત, મદનમોહન દ્વારા સંગીતબદ્ધ, મન્નાડેના સ્વરમાં ગવાયેલા 'દેખ કબીરા રોયા'ના ગીત 'કૌન આયા મેરે મન કે દ્વારે' પર આધારિત, લખ્યા તારીખ: 29-2-2020)

Wednesday, February 19, 2020

કવિતાબવિતા


ભીંત બાબતે વાત કરતાં લોકો ભીંત ભૂલે છે
તહાં ભીંત તૂટી પડી ને ચોર દબાયા ચાર તોય તકલીફ
નીમાયું એનું શીઘ્ર તપાસપંચ,
તપાસનો રેલો પહોંચ્યો કડિયાથી છેક 'પાતળે અંગ મુલ્લા' સુધી,
પણ ન્યાય એટલે ન્યાય એ ન્યાયે,
શોધવા ગયા કોઈ 'જાડો નર',
'હું ચઢું', 'હું ચઢું'ની મીઠી તકરારમાં
'ચઢીએ અમો' કહીને હોંશે હોંશે ચડ્યો ભૂપ શૂળીએ.
બીજી ભીંત કહેતાં દીવાલ એટલે કે 'દીવાર'ની કથા જુઓ,
'મેરા બાપ ચોર હૈ'થી શરૂ થયેલી વ્યથાની કથા,
પહોંચે છે 'ભાઈ, તુમ સાઈન કરોગે યા નહીં' સુધી,
ગાડી, બંગલા, મોટરની સામે ઝૂકે છે પલ્લું માના હોવાનું અને,
રચાય છે 'મેરે પાસ માં હૈ'નો યાદગાર સંવાદ,
મા બને છે દિવાલ, જેની બેય બાજુ છે બે ભાઈઓ,
કારકિર્દી એમની અલગ, બલ્કે વિરોધી,
'આજ બહોત ખુશ તો હોંગે તુમ' સાંભળીને પ્રેક્ષકો પાડે છે તાળીઓ.
ત્રીજી દિવાલ એવી છે જે તૂટતી નથી,
ન ડંડાથી, ન ધોકાથી કે ન ડાઈનામાઈટથી,
ના, એ ચીનની દિવાલ નથી, મારા ચીનના શાહુકાર,
જાવેદકાકાએ લખેલું કે દિવાર જો હમ દોનોં મેં હૈ આજ ગિરા દે,
એમનું લખેલું બોલે છે બચ્ચનકાકા,
પણ કરવા જાય છે બિચારા બમનશા,
છેલ્લે ખબર પડે છે કે આ દિવાલ અમુકતમુક સિમેન્ટની છે,
એ તૂટે નહીં કદી, તૂટવાની પણ નથી, આથી
નિ:સાસો નાખીને પૂછે છે, 'ભૈયા, યે દિવાર તૂટતી ક્યૂં નહીં હૈ?'
અને પશ્ચાદભૂનો અવાજ જણાવે છે, 'તૂટેગી કૈસે?'
હવે તમે જ કહો, કે અમદાવાદની આ ભીંતને નથી કાન,
છતાં લોકો કરતા રહે ભીંતભડાકા,
ભલે હોય એમની તાવડીમાં તડાકા,
મારતા રહે ભીંતમાં લાત,
અને આ ભીંતને અમથા ચડાવતા રહે ભીંતે,
પણ તમે જ વિચારો,
એ તૂટીને પડવાની છે ?
અને એની નીચે કોઈ ચોર દબાવાનો છે?
ત્યાં ઉભું રહીને કોઈ પૂછવાનું છે કે તુમ્હારે પાસ ક્યા હૈ?
લાકડાના બેટથી કોઈ એને તોડવા જવાનું છે?
અને એ ન તૂટવાની ફરિયાદ નોંધાવવાનું છે?
બહુ બહુ તો એની પર ચીતરાશે ચશ્માવાળા ગાંધી,
જે બોલતા કંઈ નથી, મૂછમાં મલકાયા કરે છે,
બસ તો, ગાંધીબાપો મલકાતો રહે એટલે બહુ!
એ દુ:ખી થાય એ ચલાવી ન લેવાય.

(લખ્યા તારીખ: 19-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત) 

Tuesday, February 18, 2020

કવિતાબવિતા


 જૂઠનું જોર 

આપણા જૂઠનું કેટલું જોર ?
ભક્ત રે, આપણા જૂઠનું કેટલું જોર ?
નાની એવી સાચક વાતનો મચવીએ નહિ શોર !
જૂઠનું વાહન કોણ બની રહે?
નહી ‘બલૂન’નું કામ, આપણ તો બડભાગી,
જૂઠાણાનું આજ ગવાય રે ગાન;
છૂટક સાચની શાલ પે સોહે જૂઠધનુષની કોર.
ભક્ત રે, આપણા જૂઠનું કેટલું જોર ?
જૂઠભરી ચેનલ સાગર પેખે,
સાચ લાગે છે ‘ફૂલ’, કોકડું છે કયા કિસમનું,
એનું જાડું વણાય ગૂંચળું;
નિબિડ જૂઠના કાજળથી ઢાંકી રાખશું અરુણ ભોર.
ભક્ત રે, આપણા જૂઠનું કેટલું જોર ?
આપણે ના કંઈ ડ્રન્ક,
ભર્યોભર્યો ધિક્કાર કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, પહોંચી વળશું નિરધાર;
મતમાં છો મળે લાગ, ઠાંસી છે નફરત અમે ઘનઘોર.
ભક્ત રે, આપણા જૂઠનું કેટલું જોર ?
(કવિ રાજેન્દ્ર શાહને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 18-2-2020)

Friday, February 14, 2020

કવિતાબવિતા

 દિવાલ દિવાલમાં ફરક હોય છે, ભઈલા!

અજાયબી ગણાય, જો બને આક્રમણને ખાળવા,
વિકાસ ગણાય, જો ચણાય ગરીબોને ટાળવા,
દિવાલ ભલે બનાવાય પાકી,
ઈરાદાઓને કદી ન શકાય ઢાંકી,
નજરે પડવાં ન જોઈએ આ ઝૂંપડાં એટલે કે કાચાં મકાનો,
પામવાનો બુદ્ધત્વ નક્કી ભત્રીજો સામકાકાનો,
એને બદલે કરીએ એમ, બોલાવીએ સરકસના તંબૂવાળાને,
શહેર આખાને ઢાંકે તંબૂથી,
આગળથી, પાછળથી, નીચેથી, ઉપરથી
ઝગમગાવે રોશનીથી,
અંદર પાડીશું પછી ખેલ જાતજાતના,
મોતના ગોળામાં દેખાડીશું ગાંધી આશ્રમ,
ઝૂલાના ખેલ રિવર તણા ફ્રન્ટ પર,
દોરડા પર વાંસડા સાથે ચાલતો નટ એ નાગરિક,
ને એક પૈડાવાળી સાયકલ ચલાવતો જોકર એ....
જવા દો! શું કામ પાડવું નામ કોઈનું?
શું કામ બગાડવું કામ કોઈનું?
મહેમાન મોંઘેરા અમ આંગણે ક્યાંથી?
'કેમ છો?' પૂછીને ધરીશું છાશ,
નજરમાં રાખીને કશીક આશ,
શેની આશ? એ વિષય રાખીએ શ્રદ્ધાનો.
પુરાવાની તો વાત જ કરતા નહીં.


(લખ્યા તારીખ: 14-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત)

Friday, February 7, 2020

કવિતાબવિતા


બદલો ‘હાઉડી’નો લઈશું ‘કેમ છો’ તણા નાદથી,
સ્વાગત વેળા ડરાવીશું તમને મોટ્ટા ટોળાના સાદથી,
ઝૂલજો હીંચકે, ઝાપટજો થેપલાં ને ખાખરા ને ચટણી,
મળી જાય કોઈ કવિ તો, કરજો અભિવાદન દાદથી,
અડાડજો આંખે ગૌપુચ્છને, ગણી માતાતુલ્ય એને,
નીકળો પગ છૂટો કરવા તો બચજો ગૌ-લાદથી,
સ્વર્ગનેય ભૂલાવીશું મહેમાન’ગીરી’થી અમારી
ઘાયલ અમો હજી છીએ વીઝા ન આપ્યાની યાદથી,
તમે રહી જાવ અહીં કે એ ચાલ્યા જાય તહીં,
ચહેરાથી નહીં, ઓળખ છે તમારી નાદથી.


(લખ્યા તારીખ: 7-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત) 

Thursday, January 30, 2020

કવિતાબવિતા


કોઈને દેખાય ઝલક કોકની કોઈનાં પગલાંમાં,
કોકને ઘૂસાડવાનો ઉદ્યમ ચાલ્યો છે કોકના ડગલામાં.
માપપટ્ટી મિલીમીટરની ચલણી બની રહી બધે,
હઠયોગીનાં દર્શન થાય એક પગે ઊભેલા બગલામાં.
સંન્યાસ પણ લેવાય હવે માયા વિસ્તારવા કાજે,
ભર્તૃહરિ જુએ ઝલક દીપિકા*ની હવે પિંગલામાં
સ્માર્ટ ટી.વી. બિરાજમાન થયું વ્યાસપીઠે,
ઝૂંપડાં વિસ્તરી રહ્યાં છે સતત બંગલામાં.
(* દીપિકા = પદુકોણ અટક ધરાવતી અભિનેત્રી, લખ્યા તારીખ: 30-1-2020)

Wednesday, January 15, 2020

કવિતાબવિતા

દિલ મેં હુઆ સરદર્દ 

સામને યે ટ્રોલ આયા, દિલ મેં હુઆ સરદર્દ,
ના સોચે, ના સમજે, યે કૈસા હૈ પાગલ.
સામને યે ટ્રોલ આયા, દિલ મેં હુઆ સરદર્દ,
ના સોચે, ના સમજે, યે કૈસા હૈ પાગલ.
કભી બાતેં, મુલાકાતેં, ઉસસે ના હોગી,
અરે સમજેગા ના વો, ન આજ ઔર કિ કલ
સામને યે ટ્રોલ આયા, દિલ મેં હુઆ સરદર્દ,
ના સોચે, ના સમજે, યે કૈસા હૈ પાગલ.
રહના હૈ યહાં તો, લિખના હૈ યહાં તો,
ભલા દૂર કૈસે રહેંગે,
માના વો ક્રેઝી હૈ, ઉસસે કમ નહીં હૈ,
વો મગરૂર ફિર ભી રહેંગે,
સામને યે ટ્રોલ આયા, દિલ મેં હુઆ સરદર્દ,
ના સોચે, ના સમજે, યે કૈસા હૈ પાગલ.
બાતોં હી બાતોં મેં, લાતોં હી લાતોં મેં
ક્યા ઉસકો ક્યું પહચાન હોગી,
સુનતા જો જબાની, વો હી દોહરાતા કહાની,
ઉસકી બાતોં મેં ક્યું જાન હોગી....
સામને યે ટ્રોલ આયા, દિલ મેં હુઆ સરદર્દ,
ના સોચે, ના સમજે, યે કૈસા હૈ પાગલ.
('જવાની દિવાની'ના આનંદ બક્ષી લિખીત ગીત 'સામને યે કૌન આયા' પરથી પ્રેરિત. આ ગીતમાં આર.ડી.બર્મને ઉપયોગ કરેલા મટકા ડ્રમનો અવાજ યોગ્ય સ્થળે કલ્પી લેવાથી આખું ગીત મીટરમાં સાંભળી શકાશે, લખ્યા તારીખ: 15-1-2020)