હિંદી ફિલ્મમાં સંગીતકારોના પ્રદાનનો ઉલ્લેખ અવારનવાર થતો રહે છે અને તેમના સંગીત, શૈલી વગેરેની ચર્ચા અવારનવાર થતી રહે છે, પણ જે તે સંગીતકાર સાથે સંકળાયેલા વિવિધ વાદ્યો વગાડનાર વાદકો વિષે ભાગ્યે જ કશી વાત જાણવા મળે છે. કોઈ પણ સંગીતકાર તેમના વાદકો વિના સંપૂર્ણ બની શકતા નથી. આમ છતાંય આવા વાદકોના પ્રદાનની નોંધ તો ઠીક, તેનો ઉલ્લેખ પણ માંડ જોવા મળે છે. તાજેતરમાં મુંબઈની ‘સ્વર આલાપ’ સંસ્થા દ્વારા ‘અનસન્ગ હીરોઝ’ ( Unsung Heroes) નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં આવા વિવિધ વાદ્યો વગાડતા વાદકો વિષે રસપ્રદ માહિતી કદાચ પહેલવહેલી વાર આપવામાં આવી છે. એ પુસ્તક વિષે વિગતે વાત ફરી ક્યારેક કરીશું.
મનોહરી સીંઘ |
ત્યાર પછી ‘કાલા પાની’ (૧૯૫૮) ના ‘અચ્છા જી મૈં હારી પિયા’માં મેન્ડોલીન વગાડ્યું. તેમના સહવાદક હતા લક્ષ્મીકાન્ત, જે આગળ જતાં પ્યારેલાલ સાથે જોડી બનાવીને સ્વતંત્ર સંગીત આપવાના હતા. ત્યાર પછી ‘કાલા બાઝાર’ (૧૯૬૦)ના ‘સચ હુએ સપને મેરે, ઝૂમ લે ઓ મન મેરે’માં તેમણે સેક્સોફોન તેમજ ક્લેરીનેટ વગાડ્યાં. અનિલ બિશ્વાસના મ્યુઝીક એરેન્જર અને સિનીયર સેક્સોફોન પ્લેયર રામસીંગથી મનોહરી સીંઘ ઘણા પ્રભાવિત થયેલા. જો કે, મનોહરી સીંઘને સ્વતંત્રપણે સેક્સોફોન વગાડવાની તક મળી ફિલ્મ ‘લાજવંતી’( ૧૯૫૮)ના ‘ગા મેરે મન ગા’માં મળેલી. ‘ઈન્સાન જાગ ઉઠા’(૧૯૫૯)થી એ સચીનદાના મ્યુઝીક એરેન્જર બન્યા અને તેમની અનેક ફિલ્મોમાં મ્યુઝીક એરેન્જ કર્યું.
સચીનદા સિવાયના અન્ય સંગીતકારો સાથે મનોહરી દાએ કામ શરૂ કરેલું. કલ્યાણજી આનંદજીના સંગીતમાં ‘સટ્ટાબાઝાર’ (૧૯૫૯) માં તેમણે ‘તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે’ ગીતમાં સેક્સોફોન વગાડ્યું. આ ગીતથી મનોહરી દાનો સિક્કો જામી ગયો. જોતજોતાંમાં ઘણા મોટા સંગીતકારો સાથે મનોહરીદાએ કામ કર્યું.
‘આરઝૂ’(શંકર જયકિશન) ના ‘બેદર્દી બાલમા તુઝકો મેરા મન યાદ કરતા હૈ’માં વિરહની તડપ ઉજાગર કરતા સેક્સોફોનના પીસ, ‘કશ્મીર કી કલી’ (ઓ.પી. નય્યર) ના ‘હૈ દુનિયા ઉસી કી, જમાના ઉસી કા’માં ગમગીન માહોલ ઉભું કરતું સેક્સોફોન, ‘વો કૌન થી’ (મદનમોહન) નું ‘શૌખ નઝર કી બીજલીયાં’, ‘માયા’ (સલીલ ચૌધરી) નું ‘જા રે, જા રે ઉડ જા રે પંછી’- જેનો આરંભ ફ્લૂટના હળવા સૂરોથી થાય, મુખડા પછી તરત જ ભારે અવાજવાળું સેક્સોફોન આવી જાય અને છતાં જરાય ઝટકો ન અનુભવાય , ‘માય લવ’(દાનસીંગ)નું ‘વો તેરે પ્યાર કા ગમ, ‘અમીર ગરીબ’(લક્ષ્મીકાન્ત પ્યારેલાલ) નું ‘મૈં આયા હૂં લેકે સાઝ હાથોં મેં’, ‘વક્ત’ (રવિ)નું ‘આગે ભી જાને ના તૂ’ માં સતત ગૂંજતું રહેતું સેક્સોફોન, ‘બહુબેગમ’(રોશન) ના ‘દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે’માં આરંભે અને અંતરામાં વાગતું સેક્સોફોન, ‘વાસના’(ચિત્રગુપ્ત) ના ‘યે પર્બતોં કે દાયરે,યે શામ કા ધુંઆં’ ના અંતરામાં વાગતું સેક્સોફોન, ‘એ મેરે વતન કે લોગોં’ (સી.રામચંદ્ર) માં શબ્દોની વચ્ચે હાજરી પૂરાવીને માહોલને ઘેરો કરતી ફ્લૂટ, ‘લીડર’ (નૌશાદ)ના ‘મુઝે દુનિયાવાલોં શરાબી ના સમજો’માં આરંભે જ મસ્તીનો દોર લાવી દેતું સેક્સોફોન, ‘એક રાત’ (ઊષા ખન્ના) માં ‘આજ તુમ સે દૂર હોકર ઐસે રોયા મેરા પ્યાર’માં મુકેશના અવાજના ઘેરાપણાને વધુ ઉઘાડી આપતો સેક્સોફોનનો પીસ…. આવાં તો કંઈક ગીતો યાદ કરી શકાય. આ ઉપરાંત છેક બપ્પી લાહિરી, હેમંત ભોંસલે જેવા નવી પેઢીના સંગીતકાર સાથે પણ મનોહરી સીંઘ સંકળાયા. ઈલયા રાજા સાથે બે એક તમિલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું.
(ડાબે) મનોહરી સીઘ (જમણે) આર.ડી.બર્મન |
જો કે, મનોહરી સીંઘની જોડી ખરેખરી જામી ‘પંચમ’ સાથે. માત્ર વાદક બની ન રહેતાં મ્યુઝીક એરેન્જરની મહત્વની ભૂમિકા તેમણે આર.ડી.બર્મન માટે ભજવી. રાહુલદેવ બર્મનની ‘છોટે નવાબ’થી સ્વતંત્ર સંગીતકાર તરીકે શરૂ થયેલી કારકિર્દીથી છેક ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’ સુધી આ જોડીએ અનેક ગીતોમાં કમાલ સર્જી. સચીન દેવ બર્મન તેમજ રાહુલ દેવ બર્મને સંગીતબદ્ધ કરેલાં ઘણા ગીતોના શબ્દો સાથે મનોહરી દાએ વગાડેલા સેક્સોફોનના સૂર એવા એકરૂપ થઈ ગયા છે કે એ શબ્દો ગણગણીએ એટલે સાથે સેક્સોફોનનો સૂર પણ ગણગણવો જ પડે. ‘આરાધના’ ફિલ્મના ‘રૂપ તેરા મસ્તાના’ ગીત આપણે ગણગણતા હોઈએ તો ‘ભૂલ કોઈ હમસે ના હો જાયે’ પછી સેક્સોફોન મોંએથી વગાડવું જ પડે. ‘ગાઈડ’ના ‘ગાતા રહે મેરા દિલ’માં સેક્સોફોનનું ઈન્ટરલ્યૂડ મ્યુઝીક કેવી રીતે ભૂલાય? ‘ઝહરીલા ઈન્સાન’ના ‘ઓ હંસની,મેરી હંસની’ના આરંભે અને ઈન્ટરલ્યૂડ તરીકે વાગતો સેક્સોફોનનો પીસ ગીતનો એક માહોલ ઉભો કરી દે છે! ‘ધ ટ્રેન’ના ગીત ‘ગુલાબી આંખેં જો તેરી દેખી’માં ‘લલ્લલલા..’ પછી વાગતો શરૂઆતનો પીસ અને વચ્ચે વચ્ચે વાગતા નાના ટુકડા, ‘કારવાં’ના સદાબહાર નશીલા ગીત ‘પિયા તૂ અબ તો આજા’ના આરંભે વાગતો સેક્સોફોનનો પીસ, ‘જવાની દીવાની’ના ‘નહીં નહીં, અભી નહીં, અભી કરો ઈંતજાર’ ના ઈન્ટરલ્યુડમાં વાગતું સેક્સોફોન, ‘અપના દેશ’ના ‘દુનિયા મેં લોગોં કો, ધોખા કભી હો જાતા હૈ’માં ગીતના મૂડને અનુરૂપ વાગતું સેક્સોફોન.... આવાં તો કંઈક ગીતો યાદ આવી જાય. ‘પ્યાર કા મૌસમ’ના ‘તુમ બિન જાઉં કહાં’ના આરંભે વાગતો મેન્ડોલીનનો પીસ, ‘કટી પતંગ’ના ‘યે શામ મસ્તાની’ની શરૂઆતમાં વાગતી સીટી.. આ કમાલ હતી મનોહરી સીંઘની. રાહુલ દેવ બર્મને બહુ યોગ્ય રીતે જ મનોહરી સીંઘને પોતાની મોટી ઉપલબ્ધિ તરીકે ગણાવ્યા હતા.
ન્યૂયોર્કથી ખરીદેલું સેલ્મર કંપનીનું ગોલ્ડ પ્લેટેડ સેક્સોફોન તેમને અતિ પ્રિય હતું એમ કહેવાય છે. સેક્સોફોનના સપ્તકની તીવ્રતા મુજબ તેના ત્રણ મુખ્ય પ્રકાર છે: આલ્ટો (alto) , સોપ્રેનો(soprano) અને ટેનર (tenor). મનોહરી દા ત્રણેય પ્રકારનાં સેક્સોફોન સહજતાથી વગાડી શકતા. જો કે, તેમને સૌથી પ્રિય હતું આલ્ટો પ્રકારનું સેક્સોફોન.
બાસુ ચક્રવર્તી સાથે જોડી બનાવીને બાસુ-મનોહરીના નામે તેમણે સ્વતંત્ર સંગીત પણ ‘સબસે બડા રૂપૈયા’ (૧૯૭૬), ‘કન્હૈયા’ (૧૯૮૦), ‘ચટપટી’(૧૯૮૨), 'જીના હૈ પ્યાર મેં' (૧૯૮૩) માં આપેલું.(અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરાને ચમકાવતી ‘બ્લફ માસ્ટર’ના ટાઈટલમાં ‘સબસે બડા રૂપૈયા’નું ‘ના બીબી,ના બચ્ચા’ શબ્દશ, ધૂનશ: વાપરવામાં આવેલું.) ‘ચલતે ચલતે’ (૨૦૦૩), ‘વીર ઝારા’ (૨૦૦૪) જેવી ફિલ્મોના સંગીત સાથે પણ તે સંકળાયેલા. છેવટ સુધી તે સક્રિય રહ્યા હતા અને અવારનવાર જાહેર કાર્યક્રમોમાં પણ દેખાતા. તેમના સેક્સોફોનવાદનના સ્ટેજ શો પણ થતા હતા અને લોકો તેમનું સેક્સોફોનવાદન માણતા. સેક્સોફોન પર તેમણે વગાડેલાં ગીતોની ધૂનોનું આલ્બમ ‘સેક્સ અપીલ’ (Sax appeal) પણ બહાર પડ્યું હતું.
(‘ધ હોલ થીંગ ઇઝ ધેટ’ ફિલ્મ: સબસે બડા રૂપૈયા, સંગીત: બાસુ-મનોહરી)
(એક શો માટે રીહર્સલ કરતા મનોહરી સીંઘ)
( મનોહરી સીંઘને સેક્સોફોન તેમજ ફ્લૂટ વગાડતા જોવા માટે ક્લીક કરો.)
લગભગ સાડા ચાર દાયકાની પ્રલંબ કારકિર્દી પછી મનોહરી સીંઘના સેક્સોફોનના સૂર શાંત ભલે થયા, પણ આપણા મનમાંથી એ શી રીતે વિસરાય? એ તો સદાય ગૂંજતાં રહેવાનાં, કેમ કે આપણા જીવનનો જ એ હિસ્સો બની ગયા છે. કોઈ પણ ગીતમાં સેક્સોફોન વાગતું સંભળાય એટલે એ વગાડી રહેલા મનોહરીસીંઘનો ચહેરો આપોઆપ નજર સામે આવી જાય છે.
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)
(નોંધ: મનોહરી દાએ સેક્સોફોન વગાડ્યું હોય એવાં ગીતોની લીન્ક મૂકવાની લાલચ જાણીજોઈને ખાળી છે. ફક્ત અહીં ઉલ્લેખ કર્યો છે એ ગીતોને યાદ કરતાંની સાથે જ શબ્દોની સાથે સાથે સેક્સોફોનના સૂર પણ ગૂંજવા લાગશે એ નક્કી.)
ગ્રામોફોન ક્લબના કાર્યક્રમ નિમિત્તે મનોહર ઐયરના ગ્રુપ સાથે મનોહારીદા અમદાવાદ આવ્યા ત્યારે તેમને સેક્સોફોન વગાડતા જોયા-સાંભળ્યા. ભૂલતો ન હોઉં તો 'જ્વેલથીફ'ના જ એક ગીતમાં તેમણે ભારે જલસો કરાવ્યો હતો.
ReplyDeleteExcellent article....."Mazaaaaa Aaavi ....."
ReplyDeleteમઝા આવી ગઇ -બહુ સરસ- ગીતો મૂકીને મઝાને બેવડાવી-અભિનંદન.
ReplyDeleteશ્રી બિરેનભાઈ,
ReplyDeleteસુંદર લેખ અને મારા રસનો વિષય. કેટલીક માહિતી જાણીતી હતી અને કેટલીક અહીં જાણી. આજ દિવસે એટલે ગઈ કાલે મેં મારા હિન્દી બ્લોગ રેડિયોવિશ્વ પર તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જો કે હું તેમને વિષે ઘણું કહેવાઈ-લખાઈ ગયું હોવાથી તેને ફરી ફરી લખવાથી દૂર રહ્યો છું. પણ મેં તેમાં તેમની શરૂઆતની કારકિર્દીની સેક્ષોફોન પર 78 આરપીએમ રેકોર્ડમાં એક બાજૂ વગાડેલી ફિલ્મ સમાધીની ધૂન ગોરે ગોરે ઓ બાંકે છોરે નો કેટલોક અંશ મૂક્યો છે, જે ધૂન રેડિયો સિલોનની હાલની પ્રમાણમાં નવ-જૂવાન ઉદ્દઘોષિકા શ્રીમતી રૂબી-સ્મિતાએ (મારી વિનંતીથી) સવારનાં છ વાગ્યાનાં વાદ્ય-સંગીતમાં થોડા દિવસ પહેલા જ વગાડી હતી અને આ કેન્દ્રનાં નેટ પ્રસારણમાં થી મને પ્રાપ્ત થઈ હતી.
પિયુષ મહેતા.
સુરત0395001.
Birenbhai, Congrats, what a great story of Manoharida, I read today , you scatched a person as what he is and he was- and above all I am also a hearty fan of tunes played by Manharida,.There is also a trend in film industry at that time if a Sexophone is played in a song, that song is/will be HIT SONG make a film HIT also. I say, Bajate raho... no... no.. Likhte raho.. moj aavi gai, dadu,
ReplyDeleteWonderful! Manohari Singh vishe ghani vigate mahiti aapi chhe. Congrats. Mari pase aamanun album 'Sax Appeal hatun. Ane te hun mara dikara na 'Tarannum - A Last Music Stop' na Golden days mna avar navar sanbhalato hato.
ReplyDeleteBirenbhai.First of all,thanks 4 ur nice b.day gift to rajnikumar pandya-ZABKAR BLOG.it will give great pleasure for us.now I come to the point.I like this post very much.its a great tribute of manoharida.last year before his death I saw him first time,on the stage of 'Indian idol-A SINGING SHOW.he came with Asha bhonshle.he was very energetic man.there he played superb tune-PYAR KARNEWALE PYAR KARTE HAI SHAN SE..(FILM-SHAN).after a month I heard that-manoharida passed away.he was wonderful sexophone player.thank u for remembering a great artist.
ReplyDeleteBiren,
ReplyDeleteExcellent appreciation of unseen : ''behind-curtain-artist''.
You are a dedicated explorer. Of course, I know this fact since I met you. This is just a little pat on your back.
We enjoyed manoharida's musical pieces through you tube video link.thank you very much.
ReplyDeleteમનોહારીદા વિશે સંભળ્યુ હતુ આજે જાણવા મળ્યુ.
ReplyDeleteBirenbhai,
ReplyDeleteGone through this article , almost after an year, But I feel that it is posted today. So much details in the article with songs and music. Jalsa padi gaya. When I was going through such sweet songs I was hearing and was wondering about these UNSUNG heroes pieces in between the songs. Today I found one of them. If you have details for such another hero. Do let me know. Appreciated with heart.