Tuesday, March 15, 2022

કેરળના કાર્ટૂનિસ્ટ (3) : ઓ.વી.વિજયન

 કેરળના કાર્ટૂનિસ્ટોમાં મહત્ત્વનું કહી શકાય એવું વધુ એક નામ ઓ.વી.વિજયનનું. જો કે, વિજયનની ઓળખ કાર્ટૂનિસ્ટ ઉપરાંત લેખક તરીકે પણ ખરી. નવલિકાઓ, નવલકથા, વ્યંગ્યલેખનમાં તેમણે ઘણું કામ કર્યું છે. અંગ્રેજી અને મલયાલમમાં તેમનાં લખાણ પ્રકાશિત થયાં છે.

ઉન્નીએ બનાવેલું વિજયનનું કેરિકેચર 

તેમનાં કાર્ટૂનની વિશેષતા જોતાવેંત ઓળખી શકાય એવી. કેરળ સ્કૂલની ઓળખ સમી જાડી રેખાઓ, અન્ય ઝીણવટ સાવ ઓછી. બેકગ્રાઉન્ડને કાળા રંગના રેન્ડરિંગથી ભરવાનો પ્રયત્ન, પણ એથી આગળ- સ્પીચ બલૂનમાં લખાયેલા તેમના વળાંકવાળા અક્ષરો. આ અક્ષરો ધ્યાનથી વાંચીએ ત્યારે ઊકલે, અને એ પછી પણ કાર્ટૂનનો સંદર્ભ સ્પષ્ટ થાય કે ન પણ થાય. તેમનાં કાર્ટૂનમાં મુખ્ય પાત્રો સિવાયના રેખાંકનો ભાગ્યે જ જોવા મળે.
તેમનો ચહેરો તેમની દાઢીના શંકુ આકારને લઈને નીચેથી અણિયાળો લાગે. મને એમ પણ લાગે છે કે એમનાં કેરિકેચરના ચહેરામાં પણ નીચેનો ભાગ એવો અણિયાળો જણાય છે. મલયાલમમાં કદાચ તેમની મુખ્ય ઓળખ, સન્માન સાહિત્યકાર તરીકેનું, પણ મારા જેવા અનેકને મન તેમની મુખ્ય ઓળખ કાર્ટૂનિસ્ટ તરીકેની. વિજયનની સહી પણ ઘણી વાર તેમનાં કાર્ટૂનનો જ હિસ્સો જણાય.









વિજયનનાં કાર્ટૂનોનું સંંપાદન 'Tragic Idiom'ના નામે પ્રકાશિત થયેલું છે. 
અન્ય કાર્ટૂનિસ્ટોએ બનાવેલાં વિજયનના મિજાજને વ્યક્ત કરતાં મસ્ત કેરિકેચર અહીં જોઈ શકાશે. 

No comments:

Post a Comment