કેરળના કાર્ટૂનિસ્ટોમાં શૈલીની રીતે પી.કે.એસ.કુટ્ટી થોડા અલગ જણાઈ આવે. સામાન્ય રીતે કેરળ સ્કૂલના કાર્ટૂનિસ્ટો મુખ્ય વિષય સિવાયની ઝીણવટ ઓછી ચીતરતા જણાય. તેમની સરખામણીએ કુટ્ટીનાં વ્યંગ્યચિત્રોમાં ઝીણવટભર્યું આલેખન ઘણું, જેનાથી આખી ફ્રેમ ભરેલી લાગે. જાડી રેખાઓને બદલે તે પાતળી રેખાઓનો ઉપયોગ વધુ કરતા. એ ઉપરાંત પ્રતીકો પણ ભરપૂર વાપરતા. તેમનાં કેરિકેચર એકદમ મસ્ત. કાર્ટૂનમાં સંવાદો ઓછા. તેને બદલે જે તે ઘટનાનો સંદર્ભ નીચે લખેલો જોવા મળતો.
ઉન્નીએ બનાવેલું કુટ્ટીનું કેરિકેચર |
કુટ્ટીનાં કેટલાક કાર્ટૂનો જોવાથી આ બાબતનો વધુ ખ્યાલ આવશે.
કેરળના કાર્ટૂનિસ્ટ શ્રેણીની અબુ અબ્રાહમ વિશેની પહેલી કડી અહીં વાંચી શકાશે.
No comments:
Post a Comment