શું આપ એકના એક કોર્સનાંં નામ સાંભળીને કંટાળી ગયા છો? પ્રસ્તુત છે કેટલાક નવાનક્કોર કોર્સ:
- એસે રાઈટિંગ વીધાઉટ મેન્શનિંંગ ક્રીષ્ના, પીકોક ફેધર એન્ડ લાઈકવાઈઝ
- વર્નાક્યુલર કોર્સ ઑફ ક્રીટીસાઈઝીંગ ધ ગવર્ન્મેન્ટ ઈન સ્પાઈટ ઑફ લૂકિંગ ન્યુટ્રલ
- સર્ટિફિકેટ કોર્સ ઈન વેબિનાર ટેરરિઝમ
- એક્સ્પર્ટ ઈન લોકેટિંગ ધ લોસ્ટ ટ્રેઈન્સ
- ડિપ્લોમા ઈન હેડલાઈન મેનેજમેન્ટ
- બેચલર ઓફ એક્સ્પ્લેનેશન મેનેજમેન્ટ એન્ડ ડેમેજ કન્ટ્રોલ
- માસ્ટર ઑફ જસ્ટિફિકેશન ઈન શેઈમલેસ મેનર
- પોસ્ટ ગ્રેજ્યુએશન ઈન પોઝીટીવીટી
- ડૉક્ટરેટ ઈન કમ્યુનલાઈઝિંગ
ફી ચૂકવી શકવાની ત્રેવડ ધરાવતા તમામને ઉંમર, લિંગ, જાતિ, ધર્મ, ભણતર કે અન્ય કશા બાધ વિના પ્રવેશ આપવામાં આવશે.
બધી બેઠકો ન ભરાય ત્યાં સુધી પ્રવેશ ચાલુ!
કુલ કેટલી બેઠકો છે એ અંગે પૂછપરછ કરવી નહીં.
****
આવી રહ્યા છે તદ્દન નવા કોર્સ.
તોતિંગ ફી. કશું જ નહીં આવડવાની ગેરંટી.
ગોલ્ડન ફ્રેમમાં અપાતું સર્ટિફિકેટ.
માથું ઊંચું રાખીને ફરી શકાય એવાં વિશ્વસ્તરીય નામ.
ક્યાંય નોકરી નહીં મળવાની ખાતરી.
- કોર્સ ઈન ઝીગઝેગ મેનેજમેન્ટ
- અપ્લાઈડ એન્જિનિયરીંગ ઑફ ક્યૂ ટેરરિઝમ
- ડીપ્લોમા ઈન એરોગન્સ કોન્સ્ટેબલીઝમ
- બેચલર કોર્સ ઈન ફેક, ફેન્ક એન્ડ ફ્રેન્ક મેટર્સ
- માસ્ટર્સ ઈન મોબ એન્કરીંગ
- સર્ટિફિકેટ કોર્સ ઈન મેન્ટરમુંડન
આજે જ અમારું બ્રોશર મંગાવો.
(વિશેષ સૂચના: અમારું બ્રોશર મંગાવવા માટે બેન્ક લોનની સુવિધા ઊપલબ્ધ છે.)
(સંદર્ભ: કોવિડના કાળ દરમિયાન શ્રમજીવીઓને લઈને ગંતવ્ય સ્થાનને બદલે બીજે ક્યાંક પહોંચી જતી ટ્રેઈનો, સરકારી બેશરમી, ફાંકા ફોજદારી, ડેમેજ કન્ટ્રોલ, આ બધા વચ્ચે ફાલી નીકળેલી વેબિનારની મોસમ વગેરે ઘટનાઓ)
No comments:
Post a Comment