પ્રાચીન યુગના દેવતાઓ ભારે તપ કર્યા પછી રીઝતા
હતા. એ પછી તે એકાદું વરદાન માંગવાનું કહેતા હતા. ક્યારેક કોઈક દેવતા વધુ રીઝે તો
એકથી વધુ વરદાન માગવાનું પણ કહેતા. મર્યાદિત વરદાનને કારણે પ્રાચીન કાળના વાણિયાઓ એક
જ વરદાનમાં અનેક બાબતો ચતુરાઈથી વણી લેતા હોવાની કથાઓ બહુ જાણીતી છે.
પણ આ ડીજીટલ યુગમાં એ બાબતે નિરાંત છે. ગૂગલ
દેવતા સદા મહેરબાન રહે છે. નથી તે કશી તપશ્ચર્યા માંગતા, કે નથી તેમને અપેક્ષા કશી આરાધનાની. તે કાયમ ‘માંગ માંગ, માંગે તે આપું’ની ભૂમિકામાં હોય છે. એટલું જ નહીં, હંમેશાં તે આપણને એકાધિક વિકલ્પની ઓફર કરે છે.
બસ, આપણું ‘સંધાન’ તેમની સાથે રહેવું
જોઈએ એટલી જ પૂર્વશરત. સવાલ હવે માંગનારને
પક્ષે આવીને ઉભો રહે છે કે તેણે શું માંગવું.
"માંગે તે આપું અને ન માંગે તે પણ આપું." |
**** **** ****
તૂને કાજલ લગાયા તો બાગોં મેં બહાર આઈ |
માટે પેલા કાજળના
ટપકા શોધવા માટે છેવટે ‘ગૂગલદેવતા’ની મનોમન આરાધના કરી. તેમની ‘શોધપેટી’માં ‘બીરેન કોઠારી’ કે ‘બીરેન કોઠારી ઉર્વીશ કોઠારી’/ Biren Kothari Urvish Kothari ટાઈપ કરી જોયું. તેના
જવાબમાં જે પરિણામ દેખાયાં એમાંથી કાજળનાં કાળાં ટપકાં જોયાં અને વીણીવીણીને તેને
અહીં મૂક્યાં.
બસ, એ રીતે વીણેલાં આ કાજળનાં ટપકાં છે. એ ભલે
મારા પર અંગત ધોરણે કરવામાં આવ્યાં હોય, પણ આ બ્લોગના વાચક
હોવાના નાતે આપ સૌને પણ એ ટપકામાં ભાગીદાર બનાવીને આ બ્લોગની સોમી પોસ્ટની ઉજવણી કરવાની ઈચ્છા છે.
કાજળનાં એ ટપકાં
અહીં મૂકું એ અગાઉ થોડી સ્પષ્ટતા.
- અહીં ફક્ત જે તે વ્યક્તિએ કરેલી મારા વિષેની નકારાત્મક કમેન્ટ જ મૂકી છે. કમેન્ટ કરનારનું નામ તેમજ એ કમેન્ટ ક્યા સ્થળે મૂકી છે એ અહીં જણાવ્યું નથી. અલબત્ત, મૂળ સ્રોત પર જતાં મને એ વિષે ભાળ મળે એ સ્વાભાવિક છે.
- આ કમેન્ટ/comment આ બ્લોગ પર કરવામાં આવી નથી, પણ અન્યત્ર કરવામાં આવી છે. એ બ્લોગ/બ્લોગ્સ હું વાંચતો નથી કે નથી મેં ત્યાં જઈને કશી કમેન્ટ લખી. મતલબ કે આ કમેન્ટ ‘પ્રતિક્રિયા’/reaction નથી, બલ્કે શુદ્ધ અને નિર્ભેળ ‘ક્રિયા’/action જ છે.
- કમેન્ટનો સંદર્ભ જાણીજોઈને આપ્યો નથી, કેમ કે એ કશા સંદર્ભ વિના પણ એ સ્પષ્ટ છે.
- આ કમેન્ટનો કશો જવાબ મેં આપ્યો નથી, કેમ કે મારી પાસે કે મારા બ્લોગ પર એ માંગવામાં આવ્યો નથી. ફક્ત ‘ગૂગલીંગ’ કરતાં જ એ દેખાઈ છે અને ત્યાંથી કમેન્ટના સ્રોત પર જઈને એ લીધી છે.
- એડીટીંગ ફક્ત એટલું જ કર્યું છે કે જે તે બ્લોગરને ઉદ્દેશીને લખાઈ હોય ત્યાં બ્લોગરનું નામ કાઢી નાંખ્યું છે તેમજ કોઈ આનુષંગિક કમેન્ટમાં કમેન્ટ કરનારના નામનો ઉલ્લેખ હોય તો ત્યાં નામને બદલે ***** નિશાની મૂકી છે.
- આ કમેન્ટને અહીં મૂકવા પાછળનો આશય કેવળ (મારું) મનોરંજન જ છે અને કંઈક અંશે કૂતુહલ, કે આપણા વિષે ‘ગૂગલ’ પર શું ઉપલબ્ધ છે. કોઈને શરમિંદા કરવાનો કે ઉઘાડા પાડવાનો ઈરાદો પણ નથી, કેમ કે કમેન્ટ કરનાર એકાદ જણ સિવાય મોટા ભાગનાને હું ઓળખતો નથી.
બસ, તો સોમી પોસ્ટની આ કાજળના ટપકા જેવી
ટીપ્પણીઓ તમે પણ માણો.
**** **** ****
I was
also feeling disheartened to read these so-called baudhdhiks (yes, I agree with
the above people – Mr Urvish Kothari, Prakash N Shah, Biren Kothari, Teesta
Setalwaad, etc. are truely the traitors of the country) writing against Anna
Hazare’s movement recently and pseudo-secularism always.
*
- ટપકું નં.૩: ખુલ્લા પડી ગયા
Very nice article indeed. I had read this article when it was first published.
Many different thoughts are coming to my mind.
Things have drastically changed except since then. But the pseudo-secularists have been still shitting from their mouth.
Narendra Modi has taken a very bold step by doing the Sadbhavana fast. As you rightly said, NM is the leader. The Gujarat Congress is as usual the moron follower here. Nobody trusts the traitor Shankarsinh Vaghela, nobody knows Shaktisinh Gohil, Siddharth Patel, Solanki etc. if one doesn’t address their second (father’s) name, nor anybody thinks that Arjun Modhwadia has anything but negativity about everything about him! Mr Bhaven Kutchchhi (or someone else, I don’t remember now) rightly analysed: Narendra Modi’s has a clear reason for doing the fast, Sadbhavana in Gujarat. But why are Shankarsinh Vaghela and Arjun Modhwadia doing the fast? They are doing it only for the politics!!!
Not only the industrialism and hence massive employment are the achievements of Narendra Modi, but also initiatives like Shalaa Gunotsav, Vaanche Gujarat, Kanya Kelavani, Beti Bachavo, Saagarkhedu Yojna, etc. have made the people attached to Narendra Modi.
Anyway, at least the psuedo-secularists like Prakash N Shah, Urvish Kothari, Biren Kothari, Mallika Sarabhai, Teesta Setalwaad, Arundhati Roy, Medha Patkar etc. have got completely exposed now in these years.
It is the writers like you, Chandrakant Baxi, ****** , etc. who have always put forward all the Gujaratis' concerns and thoughts boldly. The Gujarati readers are also indebted to these writers.
Things have drastically changed except since then. But the pseudo-secularists have been still shitting from their mouth.
Narendra Modi has taken a very bold step by doing the Sadbhavana fast. As you rightly said, NM is the leader. The Gujarat Congress is as usual the moron follower here. Nobody trusts the traitor Shankarsinh Vaghela, nobody knows Shaktisinh Gohil, Siddharth Patel, Solanki etc. if one doesn’t address their second (father’s) name, nor anybody thinks that Arjun Modhwadia has anything but negativity about everything about him! Mr Bhaven Kutchchhi (or someone else, I don’t remember now) rightly analysed: Narendra Modi’s has a clear reason for doing the fast, Sadbhavana in Gujarat. But why are Shankarsinh Vaghela and Arjun Modhwadia doing the fast? They are doing it only for the politics!!!
Not only the industrialism and hence massive employment are the achievements of Narendra Modi, but also initiatives like Shalaa Gunotsav, Vaanche Gujarat, Kanya Kelavani, Beti Bachavo, Saagarkhedu Yojna, etc. have made the people attached to Narendra Modi.
Anyway, at least the psuedo-secularists like Prakash N Shah, Urvish Kothari, Biren Kothari, Mallika Sarabhai, Teesta Setalwaad, Arundhati Roy, Medha Patkar etc. have got completely exposed now in these years.
It is the writers like you, Chandrakant Baxi, ****** , etc. who have always put forward all the Gujaratis' concerns and thoughts boldly. The Gujarati readers are also indebted to these writers.
- ટપકું નં.૪: બચાવપક્ષ
*
- ટપકું નં.૫: આસ નિરાસ ભઈ
Only thing that, I felt disappointed with these two brothers as they have selected to be no different than other hords of writers in Gujarati. Thanks anyway.
*
- ટપકું નં. ૬: તલવારબાજ
આવું જ બન્યુ ઉર્વિશભાઈની એમના બ્લોગ પરની તાજેતરની પોસ્ટ "રંગીન પોલીસ સ્ટેશન" વિશે. માત્ર હું એક નહીં પરંતુ ઉર્વિશભાઈને વાંચતા કોઈપણને પુછો કે તેઓ ગમે તે વિષયમાં ન.મો.ને લઇ આવે છે કે નહી? પરંતુ કોઇ ચિરાગ પટેલ નામના વાંચકે અને મેં એમના એ પૂર્વગ્રહ વિશે કોમેન્ટ કરી ત્યાં તો ઉર્વિશભાઈ અને બીરેનભાઈ બન્ને સમશેર સમણવા મંડ્યા, કે લીલા ચશ્મા ને પીળા ચશ્મા ને એવુ બધું... અરે બાપલા અમે તો (કોમન મેન) કદાચ તમારી ઉચ્ચકોટીની વાતો સમજી ન શકીયે એવું બને પરંતુ તમે તો જરા સમજો કે અમને (ખાસ કરીને મને) ન.મો.નો પ્રચાર કરવાનો કોઇ શોખ કે ટાઇમ નથી. (આમાં હરી ફરીને મોટાભાગે બે જ નામ લીધા છે, પરંતુ હજુ અમુક નામ ઉમેરી શકાય એમ છે)
*
- ટપકું નં. ૭: આ ઉંમરે?
@ઉર્વીશભાઈ, તમારે આવું દિગ્વિજયસિંહ અને રાખી સાવંત જેવું લખવું પડે એ સમજીએ છીએ. તમારે
તમારી અને તમારા મોટાભાઈ બંનેની કેરીઅર સાંભળવાની છે. પણ આ તમારા મોટાભાઈની આ
ઉંમરે લેખક તરીકેની કારકિર્દી બને એવી આશા ખોટી રાખો છો. અમે તો તમારા શુભેચ્છક
છીએ એટલે કહીએ છીએ. બાકી તમારી મરજી.
*
- ટપકું નં.૮: સમર્થન
Roflolz, **** (ઉપરની કમેન્ટના સંદર્ભે)
*
- ટપકું નં.૯: પ્રાર્થના !
**** **** ****
આ મનોરંજક કમેન્ટ્સ
વાંચી લીધા પછી આપ સૌ વાચકો, બ્લોગના મુલાકાતીઓના લાભાર્થે આ બ્લોગના ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ અહીં મૂક્યાં છે. દેશી હોટેલમાં લખેલી સૂચનાઓની જેમ
જ આ સૂચનાઓ આ બ્લોગ પર કાયમી ધોરણે લખી શકાય એમ છે.
- અહીંના લખાણમાં ક્યાંય, કોઈ પણ પ્રકારે એસિડ કે કોસ્ટિક જેવાં જલદ કે મંદ રસાયણોનો ઉપયોગ થતો નથી. માટે વાંચતાં આંખ બળે તો સ્ક્રીનની બ્રાઈટનેસ સરખી કરવી અથવા ચશ્માનાં નંબર તપાસાવડાવી લેવાં.
- અહીં લખાણની મૌલિકતા, બિનપરંપરાગતતા, જલદપણા વગેરે બાબતે કશો જ દાવો કરવામાં આવતો નથી, જેથી અપચાની ફરિયાદ કરવી નહીં.
- અહીં પીરસાયેલી વાનગીઓથી પેટ ન ભરાય તો એમાં રસોઈ બનાવનાર નહીં, ખાનારની પ્રચંડ પાચનશક્તિ જવાબદાર છે. તેથી તકરાર કરવાને બદલે બાકીની વાનગીઓનું મેનૂ જમણી બાજુએ આપેલું છે, તેનો ઉપયોગ કરીને પોતાની ભૂખ સંતોષવી.
- લગ્ન તેમજ શુભ પ્રસંગોના ઓર્ડર અહીં છૂટથી સ્વીકારાય છે અને સ્ટાફ મર્યાદિત છે. તેને કારણે ઘણી વાર બ્લોગના ઓર્ડર પર ધ્યાન આપી ન શકાય એમ બને. આ સંજોગોમાં પણ ઉપરની સૂચના લાગુ પડે છે.
- કામ સિવાય પણ અહીં આવતા રહેવું અને બેસવું.
- વાનગીમાં કશી ગરબડ હોય તો કોઈ પણ સમયે ધ્યાન દોરી શકાય છે. આ અંગેની ‘તકરાર’ જે તે સમયે તેમજ પાછળથી એટલે કે કાઉન્ટર છોડ્યા પછી પણ કરી શકાશે.
- અહીં કામદારોને રોજેરોજ કે મહિનાની આખરમાં કશો પગાર ચૂકવવામાં આવતો નથી, કેમ કે અહીં કામદારપ્રથા નહીં, પણ ‘શેઠમજૂર’પ્રથા છે.
- બહારથી નાસ્તો લઈને અહીં બેસીને ખાવાની છૂટ છે, કેમ કે અહીંની મોટા ભાગની રસોઈ પણ બહારથી લાવીને જ પીરસવામાં આવે છે.
- વક્ત નાજુક હૈ, તંગ હૈ જમાના, તુમ્હેં પોસ્ટ દે કે, હમેં ક્યા કમાના? (કુછ નહીં, સિવા આપકી મહોબ્બત કે)
- રોકડાનો કશો આગ્રહ નથી. અહીં કમેન્ટ ઉધાર રાખવામાં પણ આવે છે.
(નોંધ: તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લેવામાં આવી છે.)
સામી છાતીએ આ જ બ્લૉગ પર કૉમેન્ટ કરૂં છું.
ReplyDeleteબન્ને ભાઈઓ નઠારા છો. કઈ સ્કૂલમાં ભણ્યા છો કે એક જેવી ગાળો ખાઓ છો?
દીપકભાઈ, તમારું સર્ટિફિકેટ તો આ બ્લોગની શોભા છે.
Delete@dipakbhai:હા..હા..હા...ગાળો ખાય ત્યાં સુધી તો ઠીક છે, પણ ગાળો આપનારાની કક્ષા જાણીને, તેમની કક્ષાના જાહેર પ્રદર્શન પર હસે એવી મજબૂત સ્કૂલ છેઃ-))
ReplyDeleteગાળો ખાઓ,
ReplyDeleteMate sharedil must be Required
other wise not Possible !
dinpatel2
દિનેશભાઈ,ખરેખર તો આવી ગાળો આપવા માટે શેરદિલ જોઈએ, યાર.
DeleteDear Birenbhai
ReplyDeleteThanks for century.
Every post shows your labour.
હરીશભાઈ, અહીં પહોંચવામાં તમારો સિંહફાળો નથી,બલ્કે 'ડાયનોસોર ફાળો' છે.
Deleteबधाई !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! :)
ReplyDeleteधन्यवाद,शिशिरजी!
Deleteઅરે વાહ સો લેખ પૂરા થઈ ગયા? ખબર જ ન રહી. સોની સદી મારવા માટે ખૂબ ખૂબ અભિનંદન, બિરેનજી.
ReplyDeleteઆ સદીમાં પાંચ પોસ્ટનું દાન તમારુંય ખરું, પૂર્વીબેન.
Deleteખબર નહિ કેમ પણ મને એક ગુજરાતી કહેવત યાદ આવી ગઈ : હાથી પાછળ કૂતરા ભસે ....
ReplyDeleteહવે બંધબેસતી પાઘડી પહેરવાની આ લોકશાહી દેશમાં છૂટ જ છે ... :) :)
હવે કૂતરાંય ક્યાં પહેલાં જેવાં રહ્યાં છે, ઉત્કંઠા! હવે તો એ સાયકલ, સ્કૂટર દરેકની પાછળ ભસે છે.
Deleteહલ્લો ઉર્વીશભાઈ,
ReplyDeleteપહેલી સેન્ચ્યુરી ની સફળતા બદલ હાર્દિક અભિનંદન .
આવી સો સેન્ચ્યુરી ફટકારી દો એવી શુભ કામનાઓ
દાદુ શિકાગો
દાદુ, ઉર્વિશના ભાગની ગાળો મને પડે છે, અને મારા ભાગની શુભેચ્છાઓ એના નામે જાય છે. એ તો સારું છે કે અમે બધું સરખા ભાગે વહેંચી લઈએ છીએ.
Deleteએક સદી તો પૂરી થઇ. હવે ૯૯ રહી. Congratulations! :)
ReplyDeleteઆભાર, સાક્ષર. રેડિયો કોમેન્ટરીના જમાનામાં કોમેન્ટેટર કહેતા: ક્રીઝ પર ઉભા રહીએ એટલે સ્કોરબોર્ડ ફરતું રહેવાનું.
Deleteબિરેનભાઇ.
ReplyDeleteબહુ સરસ સંકલ્પના. પણ મૌલિક નહીં કહું. સાચું બોલો જેકી ચેનની પ્રેરણા ન કહેવાય...? જેમ એની દરેક ફિલ્મ પતે એટલે એન્ડ ટાઈટલ સાથે એણે જે તે ફિલ્મના શુટીંગમાં કરેલાં ભગા દેખાડાય છે એ મને યાદ આવી ગયું...
આભાર, રાજુભાઈ. પ્લીઝ રીફર ટુ કમાન્ડમેન્ટ નં. ૨.
Delete:) બિરેનભાઇ.... સળી કરતો હતો... ખરેખર મૌલિક એને હિમ્મત ભર્યું કામ છે આ- ખૂબ ખૂબ અભિનંદન-
Deleteદરેક કુતરૂં દરેક હાથી (કે સાઇકલ/સ્કુટરસવારને) ભસે છે ખરૂં?
ReplyDeleteએટલે કે કુતરાંને ભસવાની પ્રેરણા સ્વયંભુ થાય છે કે હાથીની કોઇ ખાસિયત ભરી હરકત તેને ભસવા પ્રેરે છે?
બાકી હાથી - બિનપારંપારીક વિષયો પર 'સભ્ય' સીમાને સ્પર્શતાં રહીને 'મૌલિક' શૈલીમાં છૂપી ધાર વાળું 'સર્જન' જાહેરમાં કરવું હોય - થયા હોઇએ તો તો કુતરાં - સામેવાળા વિચારો ધરાવતાં, પછી તે કોઇ પણ કક્ષાનાં હોય-નું ભસવું સ્વીકારવું પડે. (કોઇ વળી એવી દલીલ કરશે,કે એવો નિયમ કોણે બનાવ્યો?, પણ कुछ तो लोग कहेंगे, लोगोंका काम है कहेना, એ ન્યાયે ક્રિયા થશે તો પ્રતિકિયા તો થવાની.) આપણને આપણા વિચારો 'મનની ઇચ્છા' મુજબ - "મન ફાવે તેમ" - રજૂ કરવા હોય, તો સામેથી આવતાં બચાવરૂપી આક્રમણને તો શેનું નકારાય!
હા, તેને માણતાં શીખવું કે તેમાંથી પણ કંઇ શીખવું - કચરામાથી આજે તો ઉર્જા અને ખાતર બને જ છે ને - એ જરા અઘરૂં તો પડે.એક ગાલ પર તમાચો વાગે ત્યારે બીજો ગાલ ધરવામાં અહિંસા પ્રત્યે પ્રતિબધ્ધતા તો જોઇએ જે, સાથે સાથે પહેલા તમાચાને સહન કરી શકવાની ક્ષમતા પણ જોઇએ!
આવી નોક્ઝોકની અનેકાનેક સો સો મંઝિલો બનતી રહે તેવી શુભેચ્છાઓ (?!)......
આભાર, અશોકભાઈ. કચરામાંથી ઉર્જા અને ખાતર બને છે. અને ગાળોમાંથી બ્લોગની એક પોસ્ટ બની જાય છે.
Deleteખૂબ ખૂબ અભિનંદન ગુરુભાઈ, બધી પોસ્ટ્સ વાંચી શકાઈ નથી.. એટલે નિરાંતે બેસીને ખજાનામાં ધુબાકા મારીશું :) Many congratulations.
ReplyDeleteઆભાર તુષાર. ધુબાકા ભલે મારે, પણ અહીં બે ટીપાં (તારો લેખ આપીને) રેડવાં પડશે.
Deletejalso padi gayo.. bahu hasyo yaar jode besi ne hasta hoi evu... khari noto (note nu bahu vachan) hoi chhe....
ReplyDeleteસભર, આ નોટો પાછી ખખડે છે પરચુરણની જેમ.
ReplyDeleteSuper!Congrats! 3 (no, 100) cheers for Palette!
ReplyDeleteHello Birenbhai,
ReplyDeleteI was very happy to note that 'Pallet' has completed a century !! All the best for the next 100 as well.
Congrats.
આભાર, સુધાબેન. તમારું પ્રોત્સાહન સતત મળતું રહે છે એનો આનંદ છે.
Delete૧૦૦ મી પોસ્ટની સાથે મેમ્બર્સનો આંકડો પણ ૧૦૦ ને વટાવી ગયો. અભિનંદન! આ સાથે જ સંપૂર્ણપણે આપના દ્વારા પ્રેરિત એક વાહિયાત કહેવત પણ માણી લો...
ReplyDelete"૧૦૦ મી પોસ્ટ પર પહોંચતાની સાથે જ આપોઆપ પોસ્ટના મેમ્બર્સ પણ ૧૦૦ થી વધી જતા હોય છે!!"
ગુજરાતના લોકો હવે વિકાસશીલ થઈ ગયા છે અને હાલતાં ને ચાલતાં ચિંતનકણિકાઓ વેરવા લાગ્યા છે. શું થશે? (ચિંતકોનું.)
DeleteFABULOUS BANDHU !!!PROUD TO BE A PART OF IT
ReplyDeleteઅમિત, તારે અભિનંદન આપીને છટકવાનું નથી. અહીં કંઈ ને કંઈ આપતા રહેવાનું છે.
Deleteબીરેન ભાઈ, પેહલા તો સેનચુરી બદલ દિલ થી આભીન્દન। તમે અને ઉર્વીશ ભાઈ ગાળો એટલે ખાવ છો કારણ કે તમે બને પૈસા નથી ખાતા। બસ અમારી એકજ લાગણી આવી રીતે ભવિષ્ય માં ગાળો ખજો પણ પૈસા ન ખાતા।ભગવાન આપની સાથેજ છે।
ReplyDeleteઆભાર, રાજેન્દ્રભાઈ. શું કરીએ? ગાળો કે પૈસા- બેમાંથી કશુંય ખાવું અમારા હાથમાં નથી.
Delete100મી પોસ્ટની સાથે મેમ્બર્સનો આંકડો પણ 100 ને વટાવી ડબલ સેન્ચયરી માટે અઢળક અભીનન્દન...
ReplyDeleteઆભાર, ગોવિંદભાઈ.
Delete100મી પોસ્ટ તો ખરી જ પણ સાતત્ય સાથે મૌલિક અને ગુણવત્તા સભર લેખો આપવા માટે અભિનંદન.
ReplyDeleteશુભેચ્છાઓ માટે આભાર, પંચમભાઈ.
DeleteBirenbhai,
ReplyDeleteI always enjoyed your writings, creativity and choice of subjects. Today's post, subject and timing is another proof. Lage Raho....
Many thanx, Ronakbhai. Ur words are encouragement for me.
Deleteતમારા બ્લૉગનો webgurjari.in પર પરિચય આપ્યો છે. અહીં જોશો.
ReplyDeletehttp://webgurjari.in/2013/03/10/parichay/?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Webgurjari+%28WebGurjari.in%29
ચાર બ્લૉગનો પરિચય હળવી શૈલીમાં આપ્યો છે. વેબસાઇટની મુલાકાત લઈને પ્રતિભાવ આપશો તો આનંદ થશે.
આભાર, દીપકભાઈ.
Deleteઅભિનંદન વ્હાલાં :)
ReplyDeleteધન્યવાદ, રણજિતભાઈ.
Deleteલોકોને જામનગર પછી ગુગલની આ કાજળ પણ વખાણવી જ રહી. જોરદાર.
ReplyDeleteઆભાર, વિશાલ. આ તો (કોકના) 'બ્લોગ'ની કાજળ (મારા) 'બ્લોગે' ઘસ્યા જેવું છે.
Deleteવિષય વૈવિધ્યની બાબતમાં તો બ્લોગ 'પેલેટ' અવ્વલ છે જ. સાથે-સાથે 'અતિથિ લેખક'ની જે ભવ્ય પરંપરા બીરેને ઊભી કરી છે તે તો અનન્ય છે. મને એ વાતનો ગર્વ છે કે મારો બ્લોગ 'હરતાંફરતાં' એ પરંપરાની નીપજ છે.
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
આ તેં 'ચોંકાવનારું' સંશોધન કર્યું, બિનીત!
Deleteહું તમારી સફરમાં સાથેછુ. સુંદર રજુઆત માટે અભિનંદન.
ReplyDeleteતમારા જેવા મિત્ર હમસફર હોવાનો આનંદ છે, ચૌધરીજી! આભાર.
Deleteમને સૌથી વધુ રસ એ બાબત જાણવામાં છે.. કે છેવટે મોટાભાઈની કેરિયર બની કે નહિ??!!! ;) :D
ReplyDeleteભૂલચૂક લેવીદેવી :D