Saturday, June 23, 2012

જઝબાત જંગલના જીવોના


લાંબુંપહોળું વિચારવાની જરૂર નથી. 
સામાન્ય સમજણથી ન સમજાય તો તર્કથી વિચારવું. 
સેંકડો વરસે વિઘટન પામતું પ્લાસ્ટિકનું ઝભલું 'ઈકો ફ્રેન્ડલી' જણાતું હોય, સબસીડીનું ડીઝલ ભરાવીને ચાલતી લક્ઝૂરિયસ કાર 'એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી' ગણાવાતી હોય, દસ ગણા ભાવ પડાવીને કોલ્ડ ડ્રીંક પીવડાવતો શોરૂમનો માલિક 'કસ્ટમર  ફ્રેન્ડલી' મનાતો હોય, અધ્યાપકોનેય સમજણ ન  પડે એ ભાષામાં લખાયેલી સરકારી આચારસંહિતાઓ 'યુઝર  ફ્રેન્ડલી' કહેવાતી હોય  અને પોતાના અધ્યાપનને કારણે નહીં, બલ્કે મુક્ત અભિગમને કારણે અધ્યાપકો 'સ્ટુડન્ટ ફ્રેન્ડલી' બની જતા હોય, ટૂંકમાં, 'ફ્રેન્ડ' સિવાયનું  બધું જ 'ફ્રેન્ડલી' હોય  તો પછી વનમાં રહેતાં નિર્દોષ  વન્ય પશુઓ  'કેમેરા ફ્રેન્ડલી' કેમ ન હોઈ શકે? 
અને  'કેમેરા ફ્રેન્ડલી' બનેલા આ વન્ય પશુઓ પોતાની સંવેદના શબ્દોમાં વ્યક્ત કરે તો? 
એટલી સ્પષ્ટતા કે આ (એટલે કે નીચેના) લખાણ દ્વારા કોઈ પણ પશુની લાગણી દુભાવવાનો આશય નથી. 
































15 comments:

  1. મને બહુ જ ગમ્યું તમારું લખાણ... ખુબ ખુબ ધન્યવાદ..
    મૌલીકતા તે આનું નામ !! જીતે રહો.

    ReplyDelete
  2. ભરતકુમાર ઝાલાJune 23, 2012 at 11:36 PM

    પ્રિય બીરેનભાઈ, ફરી તમે મારો ગમતો વિષય લીધો, ને આ વખતે ય મજા જ મજા. મને તો સિંહની ચેતવણી અને સાપનું સંવનન વખતની લાગણી- વાળું લખાણ ખૂબ ગમ્યું. ને ઈકો ફ્રેન્ડલી વાળી શરૂઆત લાજવાબ.. મને અધ્યાપકવાળો પંચ ગમ્યો, એ કહેવાની જરૂર ખરી?
    હળવાશભર્યા લખાણની આ કેડી જાળવી રાખજો. થોડા-થોડા સમયાંતરે મળતી મીઠાઈ હંમેશા ભાવે જ છે. આ વિષયનું ય એવું જ છે.

    ReplyDelete
  3. તમે નવું શોધી લાવ્યા. આવો તો વિચાર પણ કોઈને ન આવે! મઝા આવી.

    ReplyDelete
  4. બીરેનભાઇ, તમે પોતાને પર્યાવરણ કે પશુ પ્રેમી ગણાવી તમારાં મૂલ્યોનું રાજકારણ થવાનું પસંદ ન કરો તે તો સમજાય છે અને તે સાથે સહમતી જ હોય. પરંતુ તમારા આ મૌલિક પ્રયોગોથી આવા વિચારયોગ્ય વિષય પર આમ વેધક ધ્યાન ખેંચીને તમે તમારા વાચકોના પસંદીદા 'લેખક' તો જરૂર બની જ ચૂક્યા છો. તે માટે તમને અભિનંદન પાઠવીને તમારી પ્રયોગશીલતાની તૌહિન નહીં થાય ને?

    ReplyDelete
  5. બીરેન ભાઈ મઝા આવી ,જલસો પડી ગયો.....સરસ વિનોદ-

    ReplyDelete
  6. લા જ્વાબ..બિરેનભાઇ

    ReplyDelete
  7. tamari 'pallette' ma na badha 'rango' khub saras hoy che Birenbhai..Thanks for sharing this..

    ReplyDelete
  8. બીરેન કોઠારીJuly 1, 2012 at 8:40 PM

    પ્રતિભાવ આપીને વન્ય પશુઓની સંવેદનામાં ભાગીદાર બનનાર સૌ મિત્રોનો આભાર. આપ સૌના પ્રોત્સાહનને કારણે બ્લોગ પર 'સચિત્ર હાસ્ય'ની વિશિષ્ટ પોસ્ટ તૈયાર કરવાનું મન થતું રહે છે.

    ReplyDelete
  9. હા હા હા.... જોરદાર.... :D

    ReplyDelete
  10. મસ્ત, અફલાતુન કેપ્શન્સ... :) :)

    ReplyDelete
  11. તમને તો કવિઓને ય ન સૂઝે એવી એવી કલ્પનાઓ સૂઝે છે! આમ ને આમ ક્યારેક કાનખજૂરા પાસે ફિલ્મનું નિર્દેશન કરાવશો એમ લાગે છે.

    ReplyDelete
  12. મજા પડી. પ્રાણીઓ પણ કેટલું ગહન વિચારે છે?

    ReplyDelete