Thursday, June 2, 2022

જવાની કી ભૂલ

 શહેરની એક શાંત સવાર હતી. સવારે ખાસ ટ્રાફિક ન હતો, તેથી વાહનચાલકો પોતાનાં વાહનો વ્યવસ્થિત રીતે ચલાવતા હતા. શહેરનો આ વિસ્તાર એવો હતો કે અહીં ઘણી બેન્કોનાં એટીએમ મશીન મૂકાયેલાં હતાં, જેમાંના મોટા ભાગના ચાલુ હાલતમાં રહેતા. તેને કારણે અહીં ટ્રાફિક ખૂબ રહેતો. આ વિસ્તારમાં અનેક બેન્કો હતી, જેના કર્મચારીઓ ગ્રાહકોને સહાયરૂપ થવા હંમેશાં તત્પર રહેતા.

આ વિસ્તારમાં એક નેતાનો બંગલો હતો. તેમણે લાખોના કૌભાંડ આચર્યા હોવાનું કહેવાતું. નેતાની બરાબર બાજુમાં એક લેખક રહેતા હતા. નેતા અને લેખક બન્નેમાં એક સામ્ય હતું. તે એ કે તેઓ ક્યારે કોને વફાદાર છે એ તેમને ખુદને ખબર નહોતી. બન્ને પોતાના આત્માના અવાજને અનુસરતા હતા. લેખક, અલબત્ત, રેશનાલિસ્ટ હતા, તેથી આત્મા-પરમાત્મા જેવી બાબતોમાં વિશ્વાસ ધરાવતા નહીં. દરેક બાબતને તર્કના ત્રાજવે તોલવાની તેમને આદત હતી. પોતાનો દરેક લેખ લખતાં પહેલાં અને લખ્યા પછી તેઓ આમ કરતા.
એક વખત એવું બન્યું કે........
****
સૂચના:
આવું ઢીલુંઢાલું ઓપનીંગ હોય ત્યારે કશું બને ખરું? ચાલો હવે, આટલું વાચ્યું જ છે તો એક કામ કરો. ઉપરના બે ફકરામાં કેટલી ભુલો છે એ શોધી કાઢો. આ ભૂલો જોડણી- વ્યાકરણ સિવાયની હોવી જોઈએ.
તમારો સ્કોર આ મુજબ રહેશે.
15 થી વધુ ભૂલો- તમે અહીં નકામા સડી રહ્યા છો. 'કેગ' કમિટીમાં ભરતી થઈ જાવ. ત્યાં બહુ જરૂર છે. (જતાં અગાઉ ત્યાં પૂછાવી લેવું.)
10 થી 15 ભૂલો - અભિનંદન! તમને નાગરિક હોવા છતાં ગમે તે ગોળી ગળાવી શકાય એમ નથી.
10 થી ઓછી અને 5 થી વધુ- વધુ મહેનત કરો. તમે કરી શકો એમ છો.
5 થી ઓછી- યાર, તમે અહીં શું કરો છો? પેલા લેખકને બંગલે પહોંચી જાવ. બે શબ્દ શીખવા મળશે.
- હજી તમે શિર્ષકમાં જ અટવાયા હો તો પછી આવી જાવ, અમારે કાર્યકર્તાઓની જરૂર છે.
(સૂચના: પહેલાં ભૂલ શોધીને પછી પોતાનું રેટીંગ જોવાનું રહેશે. રેટીંગ પહેલું વાંચીને ભૂલ શોધવા નીકળશો તો કોઈ પણ પક્ષના હોદ્દે તમારી દાવેદારી ચાલશે નહીં.)

No comments:

Post a Comment