Wednesday, June 8, 2022

સંગીતપ્રેમી બાંકેલાલ

 મહેશ-નરેશની મ્યુઝીકલ પાર્ટી કદી જોવાનું કદી બન્યું નથી, મિત્ર મયુર પટેલ અને નિલેશ પટેલને ત્યાં તેની એક કેસેટ હતી, એ સાંભળીને સાંભળીને અમે તેને એ હદે ઘસી કાઢી હતી કે ગાયક ક્યારે અટકશે, કોમ્પીયર ક્યારે ઉંહકારો કરશે એ સુદ્ધાં મોઢે થઈ ગયેલું. નરેશ કનોડીયા તેમાં 'જૉની જુનિયર' તરીકે મીમીક્રી કરતા, ગીતો પણ ગાતા, જ્યારે મહેશ કુમાર મહિલા અવાજ સહિત અનેક અવાજમાં ગાતા. 'શ્રી ૪૨૦'નું મુકેશ, રફી અને લતાએ ગાયેલું ગીત 'રમૈયા વસ્તા વૈયા' મહેશકુમારને એકલાને ત્રણ અવાજમાં ગાતા સાંભળીને આશ્ચર્યમુગ્ધ થઈ જવાતું. મહેશકુમાર મીમીક્રી પણ કરતા અને તેમની મીમીક્રીમાં સૌથી હીટ હતી 'બાંકેલાલ'વાળી આઈટમ. બાંકેલાલે યોજેલા ભોજન સમારંભમાં બે-ત્રણ પેઢીઓના ગાયકો હાજર રહે ત્યારે બાંકેલાલની એક જ શરત કે 'જો ભી કહીયે, ગાને મેં કહીયે'. સાયગલ, એસ.ડી.બર્મન, કિશોરકુમાર, હેમંતકુમાર, મ. રફી, તલત મહેમૂદ, મુકેશ, લતા, આશા, શારદા, શમશાદ બેગમ જેવા અનેક ગાયકગયિકાઓના અવાજની લાક્ષણિકતાઓને મહેશકુમારે પકડીને મજા કરાવી હતી.

અનાયાસે કંઈક શોધતાં આ આખો પીસ મળી આવ્યો. ન સાંભળ્યો હોય એમને મજા આવશે અને સાંભળેલો હોય એને એ તાજો થઈ આવશે.

http://gaana.com/song/maine-kal-se-nahin-khaya-khana

No comments:

Post a Comment