'યોગ' શબ્દના કેટલાક અન્ય અર્થ:
1. આદેશ; આજ્ઞા.
2. ઉપયોગમાં લગાડવું તે; યોજના.
3. ઉપયોગીતા; ઉપયોગી હોવાપણું.
4. ઉપાય; ઇલાજ; સાધન; સાહિત્ય; સામગ્રી.
5. ખંત; ઉત્સાહ.
6. છલ; દગો; વિશ્વાસઘાત.
7. ( વૈદ્યક ) જુદાં જુદાં દ્રવ્યોની આરોગ્ય માટે યોજના કે પ્રયોગ.
8. જોગ; અનુકૂળ સમય; શુભકાળ; અવસર; પ્રસંગ; લાગ.
9. દલીલ.
10. દૂત; ચર; ચાર; જાસૂસ.
11. દ્રોહી; દગો દેનાર માણસ
12. ધન; મિલકત; દોલત.
13. ધનસંપત્તિ પ્રાપ્ત કરવી અને તેને વધારવી તે.
14. ધૂંસરી.
'ભગવદગોમંડળ'માં 'યોગ' શબ્દના કુલ 58 અર્થ જોવા મળે છે, જેમાંના કેટલાક ઓછા પ્રચલિત અર્થ અહીં આપ્યા છે.
અને આપણે 'ભોળા' એમ જ સમજીએ છીએ કે
- યોગ એટલે 'ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો તે.'
No comments:
Post a Comment