તમારી બોરિંગ જિંદગીને રસપ્રદ (એન્ડ વાઈસે વર્સા) બનાવતા ટોપ ટેન ઘરેલુ નુસ્ખા
यह टोप टेन टीप्स आपको भूला देगी कि 'जिंदगी ह्सने गाने के लिये है पल, दो पल'
TOP TEN TIPS TO MAKE UR LOUSY LIFE TOUGHER:
તમારું ઘર સાવ જંતુમુક્ત છે? એમ હોય તો જરા વિચારજો કે એવા ઘરમાં તમે શી રીતે રહી શકો, કે જ્યાં કીડી સુદ્ધાં રહેવા તૈયાર નથી? જીવજંતુઓ તેમજ અન્ય મનુષ્યેતર જીવો પણ સંબંધોની સૃષ્ટિનો જ એક હિસ્સો છે. અહીં એ અંગે કેટલીક ઉપયોગી ટીપ્સ આપવામાં આવી છે.
૧. થોડી લાલ અને થોડી કાળી કીડીઓ લઈ આવો અને ઘરમાં એને મુક્તપણે ફરવા દો.
૨. તમારા ઘરમાં કીડીઓનો ત્રાસ બહુ થઈ જાય તો મંકોડા પાળો. મંકોડા કીડીને ખાતા નથી, પણ મંકોડા તરત નજરે ચડશે અને તેમને પકડી શકાશે.
૩. તમારા ઘરમાં મંકોડાનો ત્રાસ વધી જાય તો વાંદા પાળો. મંકોડા અને વાંદા ભેગા થાય તો લડતા નથી, પણ પકડદાવ, નદી કે પર્વત જેવી રમતો રમે છે.
૪. તમારા ઘરમાં વાંદાનો ત્રાસ બહુ વધી ગયો હોય તો ગરોળી પાળો. કેમ કે, વાંદા એ ગરોળીનો ખોરાક છે.
૫. તમારા ઘરમાં ગરોળીનો ત્રાસ બહુ વધી ગયો હોય તો ઉંદર પાળો. ઉંદર આવતાં જ તમારું ધ્યાન જમીન તરફ કે બહુ બહુ તો ભીંત તરફ રહેશે અને છત પર ફરી રહેલી ગરોળી તરફ તમે નજર સુદ્ધાં નહીં કરો.
૬. તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ વધી ગયો હોય તો તમારા અણગમતા લેખકોનાં પુસ્તકો પસ્તીમાંથી ખરીદી લાવો, (ઘરમાંથી કાઢો તોય વાંધો નથી) અને ઉંદરીયામાં મૂકો. ઉંદર એ પુસ્તક ખાવા ન આવે તો અણગમતા લેખકના લખાણ પર પુનર્વિચાર કરો. અને પુસ્તક બદલી જુઓ. આમ છતાંય ઉંદરનો ત્રાસ એમનો એમ રહે તો એક બિલાડી પાળો.
૭. તમારા ઘરમાં બિલાડીનો ત્રાસ વધી ગયો હોય તો કૂતરો પાળો. કૂતરાના ત્રાસની સરખામણીએ બિલાડીનો ત્રાસ ઓછો લાગશે.
૮. તમારા ઘરમાં કૂતરાનો ત્રાસ વધી ગયો હોય તો એક વાઘ લાવો. તમારા ઘરનું કૂતરું જ નહીં, આખી સોસાયટીનાં કૂતરાં શાંત થઈ જશે, કેમ કે, કૂતરાંને વાઘની બહુ બીક લાગે છે.
૯. વાઘનો ત્રાસ બહુ વધી ગયો હોય એમ લાગે તો પહેલાં એ ચૅક કરો કે તમે ભૂલથી સરકસની રીંગમાં ઘૂસી નથી ગયા ને! કેમ કે, વાઘ ઘરમાં આવતા નથી. આવે તો રહેતા નથી. અને એ રહે તો....વેલ, તો પછી એ વાઘ છે કે નહીં એ ચૅક કરો.
૧૦. ભલા માણસ, એટલું તો વિચારો તમારા ઘરમાં વિવિધ જીવજંતુઓ કે પ્રાણીઓનો ત્રાસ વધી ગયો હોય તો કોઈ શું કરે? તમારા ઘરના લોકો જેમ તમારો ત્રાસ વેઠે છે એમ તમેય આ જીવોનો ત્રાસ વેઠો.
No comments:
Post a Comment