Wednesday, September 14, 2011

કૃષ્ણકાન્ત: છ દાયકાના પટમાં પથરાયેલો અભિનયનો પ્રકાશ



કે.કે.
ફિલ્મ જોનારા ઘણા પ્રેક્ષકોના મનમાં ઊંડે ઊંડે રૂપેરી પરદે ચમકવાની લાલસા હોય છે. એ માધ્યમનો પ્રભાવ જ એવો છે. ફિલ્મ જોનારને આવી ઈચ્છા થતી હોય તો ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા સૌ કોઈને આવી ઈચ્છા ન થાય તો જ નવાઈ. કયા અભિનેતાએ કહ્યું હતું એ યાદ નથી, પણ બહુ સાચી વાત કરેલી કે ફિલ્મલાઈનમાં આવનાર દરેકના મનમાં તમન્ના તો હીરો બનવાની જ હોય છે. ચાહે એ નાનામાં નાનો ક્લેપર બોય કેમ ન હોય! રાજ કપૂરે પોતાની કારકિર્દીનો આરંભ ક્લેપર બોયથી કરેલો અને પછી હીરો બનેલા. સુભાષ ઘાઈ પણ હીરો બનવા આવેલા અને દિગ્દર્શક બની ગયા. નિર્માતા બન્યા છતાંય એમની ફિલ્મના એકાદ દૃશ્યમાં એ દેખા દઈ દે છે.
એમ પણ જોવા મળ્યું છે કે હીરો બહુ સફળ રહે તો એ દિગ્દર્શક બનવાની ફિરાકમાં હોય છે. આમાં અમિતાભ બચ્ચન જેવા અપવાદ હોઈ શકે, બાકી તો આ યાદી ઘણી લાંબી થાય. ફિલ્મમાં ચમકવા માટે આવનારામાંથી ભાગ્યે જ કોઈક એવું હોય જે બહુ જલદી સમજી જાય કે પોતાનો શારિરીક બાંધો હીરો થવા જેવો નથી, પણ અભિનયનો શોખ હોય તો અભિનેતા અવશ્ય બની શકાશે. આ તથ્ય જેટલું ઝડપથી સમજાઈ જાય એટલું સારું. અભિનેતા કૃષ્ણકાન્તના કિસ્સામાં આમ જ બનેલું. તેમણે પહેલેથી જ ચરિત્ર ભૂમિકાઓ પર નજર દોડાવી. આનું પરિણામ શું આવ્યું?    
એ.કે.હંગલ થી લઈને ઝકરીયા ખાન (જયંત) સુધીના એ ટુ ઝેડ ચરિત્ર અભિનેતાઓની યાદી તપાસીએ તો એ હકીકત જાણીને આશ્ચર્ય થયા વિના રહે નહીં કે આ બધામાં લાંબી અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દી ભોગવનાર અભિનેતા કદાચ એક જ છે. છ દાયકામાં પથરાયેલી સભર કારકિર્દી ધરાવનાર એ વ્યક્તિ છે ચરિત્ર અભિનેતા કે.કે. એટલે કે કૃષ્ણકાન્ત એટલે કે મૂળ સુરતના વતની એવા કૃષ્ણકાન્ત મગનલાલ ભૂખણવાળા (કૃષ્ણકાન્ત નામધારી બીજા એક ચરિત્ર અભિનેતા પણ હતા, જેમનું મૂળ નામ હતું રૂપનારાયણ ચતુર્વેદી. આ કૃષ્ણકાન્ત 'કે.કે.' તરીકે જ ઓળખાયા, જે નામ તેમને નીતિનબાબુએ આપેલું.) 
રોશન (હારમોનિયમ પર) અને પી.એલ.સંતોષી (ઝભ્ભામાં)
સાથે એક બેઠકમાં કે.કે. (છેક ડાબે )
૧૯૪૨ થી આરંભાયેલી તેમની કારકિર્દીએ અનેક ઉતારચડાવ જોયા. નિતીન બોઝ જેવા જિનીયસ દિગ્દર્શકના સહાયકથી આરંભાયેલી તેમની સફરમાં અનેક મુકામ આવ્યા. નિતીનદાની ફિલ્મ પરાયા ધન અને મજદૂર ફિલ્મમાં સાવ નાની ભૂમિકાથી તેમની અભિનયસફર શરૂ થઈ. મશાલ (૧૯૫૦) માં તેમના ભાગે લાંબું દૃશ્ય આવ્યું, જે અદાલતનું હતું. ત્યારથી એમને અભિનયક્ષેત્રે પાછું વાળીને જોયું નથી. અનેક નોંધપાત્ર ચરિત્ર ભૂમિકાઓ તેમણે નિભાવી. હિંદી ફિલ્મોની સર્વાધિક લોકપ્રિય સ્ટારત્રિપુટી રાજ (કપૂર), દેવ (આનંદ) અને દિલીપ (કુમાર)થી લઈને ત્યાર પછીની પેઢીના સુપરસ્ટાર રાજેશ ખન્ના, અમિતાભ સાથે અને છેક મિથુન ચક્રવર્તી, સંજય દત્ત અને ગોવિંદા સુધીના સ્ટાર સાથે તેમણે ફિલ્મો કરી. ફણી મજમુદાર, અમીય ચક્રવર્તીં, ગ્યાન મુખરજી, પ્યારેલાલ સંતોષી, બીમલ રોય, રાજ કપૂર, શકિત સામંત, રવિન્દ્ર દવે જેવા પ્રભાવશાળી અને સફળ નિર્માતાઓના તે પ્રિય અભિનેતા બની રહ્યા. 
દિગ્દર્શક કે.કે. (કેમેરા પાછળ)
અભિનેતામાંથી દિગ્દર્શક બનવા દરમ્યાન તેમની કારકિર્દીની સફરમાં એક તબક્કે એવો બમ્પ આવ્યો કે ફિલ્મલાઈન પરથી મન ઉઠી ગયું. ન રહ્યા અભિનેતા કે ન બની શક્યા પૂરા દિગ્દર્શક. ફિલ્મ લાઈનને અલવિદા કરીને એક સગાની સ્ટેશનરીની દુકાન એ સંભાળવા લાગ્યા. એ સમયે મોટે ભાગે એમ બનતું કે કલાકારો તખ્તા પરથી રૂપેરી પરદે આવતા. જ્યારે કે.કે.ની બાબતમાં ઊલટું બન્યું. રૂપેરી પરદો છોડ્યા પછી એમણે તખ્તા પર પ્રવેશ કર્યો.  


રાષ્ટ્રીય પુરસ્કાર માટે નામાંકન
અહીં પણ પોતાની કાબેલિયત પુરવાર કરીને સાતેક નાટકોમાં નોંધપાત્ર ભૂમિકાઓ કરી. ગ્રહણની રાત્રિ જેવો એ સમયગાળો વીત્યો અને તેમણે હિંદી ફિલ્મોના અભિનય ક્ષેત્રે પુન:પ્રવેશ કર્યો. હજી દિગ્દર્શક તરીકેની પોતાની કાબેલિયત પુરવાર કરવાની બાકી હતી, જે દેખાડવાનો મોકો તેમને ગુજરાતી ફિલ્મોમાં મળ્યો. તેર જેટલી ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ડાકુ રાણી ગંગા’, મા દીકરી’, કુળવધૂ’, જોગ સંજોગ’, વિસામો જેવી નોંધપાત્ર ફિલ્મો તેમણે કરી. ડાકુ રાણી ગંગાને ગુજરાત સરકારનો શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર મળ્યો, તો વિસામો રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમીનેટ થઈ. 
તત્કાલીન મુખ્ય પ્રધાન માધવસિંહ
 સોલંકીના હસ્તે એવોર્ડ
આ બધા ઉપરાંત હિંદી અને ગુજરાતી ટેલિફિલ્મ, ટેલિસીરિયલ અને બે હિંદી ફિલ્મોનું દિગ્દર્શન પણ તેમણે કર્યું. એક ટી.વી. સિરીયલમાં માધુરી દિક્ષીત સાથે પણ અભિનય કર્યો. હિંદી ફિલ્મોમાં તેમના અભિનયનો સ્કોર લગભગ ૯૫ ફિલ્મોનો. તેમના સમગ્ર પ્રદાનની વિસ્તૃત વિગત આ પોસ્ટના અંતે  સુરતના હરીશ રઘુવંશીના સૌજન્યથી  આપેલી છે, એની પર એક નજર ફેરવવાથી તેમના જબરદસ્ત પ્રદાનનો કંઈક અંદાજ મેળવી શકાશે.
૧૯૯૩માં કે.કે. મુંબઈ છોડીને સુરતમાં સ્થાયી થવા માટે આવ્યા.
તેમની સાથે મારે પહેલો પરિચય ફોન દ્વારા થયેલો, અલબત્ત, હરીશભાઈ દ્વારા જ. ભગવતીકુમાર શર્માએ શર્માએ રેડીયો માટે લીધેલા તેમના દીર્ઘ ઈન્ટરવ્યૂની ત્રણ કેસેટનું ટ્રાન્સ્ક્રીપ્શન કરવાનું હતું. આવું કામ કોણ કરે એનો કદાચ ખ્યાલ નહીં હોય કે ગમે એમ, પણ હરીશભાઈ સાથે વાત થઈ હશે એને લઈને એ કામ મારી પાસે આવ્યું. મને આ કેસેટનું ટ્રાન્સ્ક્રીપ્શન કરવામાં એવો જલસો પડી ગયો કે ટ્રાન્સ્ક્રીપ્શન કરવાનું બાજુએ મૂકીને મેં પહેલાં ત્રણેય કેસેટ સાંભળી લીધી ત્યારે જ જંપ વળ્યો. તેમને એ મોકલ્યું. એ રાજી થયા  અને એમનો આભાર માનતો ફોન આવ્યો એ અમારી પહેલી મુલાકાત. કામનાં વખાણ કરતાં એ થાકે નહીં અને મને એ સાંભળીને સંકોચ થાય. મારા કામને એમણે વારંવાર હરક્યુલીઅન ટાસ્ક તરીકે ઓળખાવ્યું ત્યારે મારે કહેવું પડ્યું કે તમને કામ ગમ્યું એટલે આનંદ થયો, પણ આ હરક્યુલીઅન ટાસ્ક એટલા માટે છે કે એ તમારા જેવા હરક્યુલીસ માટે કરેલું કામ છે.   
ફિરોઝ ખાન કૃત 'ધર્માત્મા'ના
ટાઈટલમાં કૃષ્ણકાન્ત

એ પછી તો સંપર્ક સતત ગાઢ થતો રહ્યો છે. એમને રૂબરૂ મળવાનું ભૌગોલિક અંતરને કારણે પ્રમાણમાં ઓછું બન્યું છે, છતાંય સુરત જવાનું હોય એટલે એમને મળવાનું નક્કી જ હોય, ભલે ને સમયની ગમે એવી તંગી હોય.અને હરીશભાઈએ વગર કહ્યે એ વ્યવસ્થા ગોઠવી જ દીધી હોય. કાં અમે કે.કે.ને ત્યાં જઈએ, કાં હરીશભાઈ કે.કે.ને પોતાને ત્યાં બોલાવી લે. એક વાર અમે બકુલભાઈ ટેલરને ત્યાં ઉતરેલા, તો કે.કે.ને લઈને હરીશભાઈ બકુલભાઈને ત્યાં આવી ગયેલા.
હરીશભાઈ સાથે એમનો સંપર્ક લગભગ હોટલાઈન જેવો, એટલે અમને એમના ખબર લગભગ રોજેરોજ  મળતા રહે, એમ એ પણ અમારા (મારા, ઉર્વીશના અને રજનીભાઈના) સમાચાર લાગણીપૂર્વક પૂછતા રહે. અમારા જન્મદિવસે, ઘરના સારેમાઠે પ્રસંગે કે બેસતા વરસે અવશ્ય એમનો ફોન હોય જ.

ફિલ્મપ્રેમી અને ફિલ્મ સંશોધકની વચ્ચે અભિનેતા:
(ડાબેથી) રજનીકુમાર પંડ્યા, કે.કે., હરીશભાઈ

એમને મળીએ અને સાથે સમય ગાળીએ તો એમની સાદગી અને સરળતા જોઈને ભાગ્યે જ માનવામાં આવે કે ફિલ્મલાઈનમાં એ અડધી સદી વિતાવીને આવ્યા છે. અત્યંત સૌજન્યશીલ અને સૌમ્ય. ભદ્રતાનું મૂર્તિમંત સ્વરૂપ. એમની સ્મૃતિ પણ સતેજ. એટલે અમારા માટે ઘણી વાર એ સંકટ સમયની સાંકળ જેવું કામ કરે. (આવો એક કિસ્સો દો બોલ તેરે મીઠે મીઠે વાળી પોસ્ટમાં લખ્યો છે.) તેમને મળીએ તો કમ સે કમ ચહેરા પરથી તો લાગે જ કે એમની ઉંમર થંભી ગઈ છે. આનું શું કારણ? કારણ એ જ કે અત્યારે એ જેવા ખરેખર લાગે છે, એવા જ એ પચાસ સાઠ વરસ પહેલાંથી લાગે છે. યુવાનીમાં હતા ત્યારે વૃદ્ધાવસ્થાની ભૂમિકાઓ એમના ભાગે આવેલી, એટલે વૃદ્ધાવસ્થામાં એ કેવા દેખાશે એની કલ્પના એમની યુવાનીમાં થઈ શકતી. 
'નોટી બોય'ના ટાઈટલમાં કૃષ્ણકાન્ત
(૧૯૬૨) 
અહા!જિંદગીમાં તેમના સમગ્ર પ્રદાનને આવરી લેતો લેખ લખેલો ત્યારે એમ થયેલું કે એમના જેવી વ્યક્તિએ પોતાનાં સંસ્મરણો આલેખવા જોઈએ. પછી ખબર પડી કે એ કામ શરૂ થઈને અમુક તબક્કે આવીને અટકેલું છે. હવે કોઈ પણ રીતે એ કામ પૂરું થાય અને પુસ્તકસ્વરૂપે એ સંભારણાં આવે તો ફિલ્મરસિયાઓને જલસો પડી જાય એ નક્કી.
કે.કે.ની કારકિર્દીની વાતોને આવરી લેતો વિસ્તૃત લેખ અહીં આપવાની ઈચ્છા છે, પણ આજે નહીં. આજે તો તેમને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવવી છે, કેમ કે ૧૯૨૨ની ૧૫મી સપ્ટેમ્બરે જન્મેલા કે.કે. સાહેબ ગુરુવારે ૮૯ વર્ષ પૂરાં કરીને ૯૦ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સુરતમાં પુત્ર સુપ્રતિમભાઈ અને પૌત્ર સુદીપભાઈના પરીવાર સાથે રહેતા કે.કે. ના જન્મદિન નિમિત્તે જોઈએ તેમના અભિનયવાળી ફિલ્મોનાં દૃશ્યોની અને તેમના પર ફિલ્માવવામાં આવેલાં ગીતોની ઝલક.

 દાગમાં દિલીપકુમાર સાથે. (૧૯૫૨) 


નૌકરીમાં કિશોરકુમાર અને કલ્પના સાથે. (૧૯૫૪) 


પતિતામાં ઉષા કિરણ સાથે. (૧૯૫૩) 



સીમામાં બલરાજ સાહની સાથે. (૧૯૫૫) 


 જાલી નોટમાં દેવ આનંદ સાથે. (૧૯૬૦) 


પરવરિશમાં રાજ કપૂર સાથે. (૧૯૫૮) 



આરાધનામાં શર્મિલા ટાગોર સાથે.(૧૯૬૯) 


અન્નદાતામાં ઓમપ્રકાશ સાથે.(૧૯૭૨) 


મનચલીમાં સંજીવકુમાર અને લીના ચંદાવરકર સાથે. (૧૯૭૩) 


અજનબીમાં રાજેશ ખન્ના સાથે.(૧૯૭૪) 
 


 ‘ધર્માત્મામાં પ્રેમનાથ સાથે.(૧૯૭૫) 


બમ્બઈ મેરી હૈ ટી.વી. સિરીયલમાં બેન્જામીન ગિલાની અને માધુરી દિક્ષીત સાથે.



નવાઈ લાગે એવી વાત છે કે આટલી લાંબી કારકિર્દીમાં કે.કે. પર ફક્ત ત્રણ ગીતોનું જ ફિલ્માંકન થયું છે.


આ ગીત છે મન્નાડેના અવાજમાં 'પોસ્ટ બોક્સ ૯૯૯'નું.
(સંગીત: કલ્યાણજી વીરજી) (૧૯૫૮) 


આ ગીત (?) મહેન્દ્રકપૂરના અવાજમાં છે, 
જેની ફિલ્મ છે 'ઘર ઘર કી બાત(સંગીત: કલ્યાણજી વીરજી) (૧૯૫૯) 


મહંમદ રફીએ ગાયેલા આ ગીતની વિડીયો પ્રાપ્ય નથી, 
જેની ફિલ્મ છે 'શેરૂ(સંગીત: મદનમોહન) (૧૯૫૭) 


કે.કે. દિગ્દર્શીત, રાજ બબ્બર, સ્મીતા પાટીલ, અનિતા રાજ
અભિનીત ફિલ્મ 'તીસરા કિનારા'નું એક ગીત.(૧૯૮૬) 


૧૫ મી સપ્ટેમ્બર,ગુરુવારે કે.કે.ને જન્મદિનની શુભેચ્છા પાઠવવા ઈચ્છતા મિત્રો એમના ઘરના ફોન નંબર +91- 261-2220550 (ભારતમાંથી ફોન કરનાર માટે ફક્ત 0261-2220550) પર શુભેચ્છાઓ પાઠવી શકાશે.  

કે.કે. અભિનીત ફિલ્મો, સિરીયલની આ યાદી પર નજર ફેરવવાથી તેમના બહોળા પ્રદાનનો ખ્યાલ આવી શકશે. આવી ચોકસાઈભરી ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશી સિવાય બીજું કોણ તૈયાર કરી શકે?








(તમામ તસવીરો કે.કે.ના સહયોગથી પ્રાપ્ત થઈ છે, અમુક વિડીયો ક્લીપ્સ તેમજ ગીતો યૂ ટ્યૂબના સૌજન્યથી મળ્યાં છે, જેને કે.કે.ના દૃશ્ય પૂરતાં સંકલિત કર્યાં છે.) 
તા.ક: સુરતના સંગીતાપ્રેમી મિત્ર અને જાણીતા રેડિયોશ્રોતા પિયુષ મહેતાએ લીધેલી કે.કે.ની મુલાકાતની વિડિયો તેમણે પોતાના બ્લોગ પર મૂકી છે. રસ ધરાવતા મિત્રો આ લીંક પર ક્લીક કરીને ત્યાં જઈ શકશે.  
http://radiovishva.blogspot.com/2011_09_01_archive.html

10 comments:

  1. Uttam and Madhu GajjarSeptember 14, 2011 at 10:22 PM

    વહાલા ભાઈ બીરેન તથા સ્નેહી શ્રી હરીશભાઈ,
    આ સુરતી રત્નની બહુરંગી જીવનયાત્રા વાંચી કયા સુરતી–ગુજરાતીને ગૌરવની લાગણી નહીં થાય ?
    રત્ન અણમોલ,તેમાં બીરેનની માહેર કલમ અને તેમાં હરીશભાઈની ચોકસાઈભરી માહીતીની જુગલબંધી !
    સોને પે સુહાગા !!
    ત્રણેયને ધન્યવાદ..કે.કે.ને સાદર વંદન સાથે જન્મદીન મુબારક...ઘણું જીવો કે.કે.......

    ReplyDelete
  2. May he live long to finish a century.called him up in the morning,truLy a great man!

    ReplyDelete
  3. शानदार पोस्ट, के के साहब के बारे में बहुत जानकारी मिली।
    परमपिता से कामना करते हैं कि के के साहब शतायु हों, दीर्घायु हों।

    ReplyDelete
  4. birensir aaje surat ma sahitya sangam par ek karyakram KK sathe thayo khub j maja padi hati aapano ref pan nikatyo hato
    kk sir ni dirgh career ane a pan saav j bedag ! my god amazing. aatalu saral vyaktitva aaj sudhi joyu nathi salam

    ReplyDelete
  5. I m extremely happy to read biography of K.K. It is really very interesting & any Gujarati, who will read it may feel very proud
    of him.I came in his contact at the time of ARADHANA,I published his interview in Chitralok also. But we came very near & became
    friends,when he acted in I.N.T.'s play "MANAS NAME KARAGAR ".From then we used to see whenever he came to Ahmedabad.While we were members in Gujarati Films Award Committee, we used to have long discussions & he also used to come to my place also..In a way we had very friendly terms & very cordial relations...That is the
    reason,why I became extremely happy to read his biography.

    ReplyDelete
  6. The Great Article appreciating the Great Gujarati Artist! Writting & contents are simply superb ! Choice of video & photograps ... wonderful !
    Frankly, being Gujju, I am so proud of K.K.
    Many Many Thanks to Biren ji also for creating such interesting, ontime story for most appropriate person... The Great K.K. !!

    May long live... Pyare Krishna Kant ji ! Janmdin ni khub khub Shubhechchho !

    ReplyDelete
  7. Thank you for the post. I found a clip on Shah Pictures film Ghar Ghar ki Baat in which
    Mahendra Kapoor got to sing the famous shairi as picturized on Kamal.
    My cousin Azra was given a lead role in this film after her debut in
    Mother India as the teacher's daughter. Thanks for the memories.

    ReplyDelete