Sunday, June 14, 2026

MAD પુરાણ (5‌): મીની પોસ્ટર

 કેટલું સાચું એ તો કોને ખબર, પણ 'મેડ' માટે 'પાને પાને પૈસા વસૂલ' જેવો શબ્દપ્રયોગ કરી શકાય. વરસો સુધી તો તે એકે જાહેરખબર વિના ચાલ્યું, અને એક જ પાન પરના હાંસિયાઓમાં પણ ચિત્રો હોય ત્યારે આ અર્થ બરાબર લાગે.

'મેડ'નું છેલ્લું ટાઈટલ અવનવાં કરતૂતોથી સજ્જ રહેતું. આવું એક કરતૂત એટલે પોસ્ટર, જેને 'Another MAD mini poster' તરીકે ઓળખાવવામાં આવતું. સામાન્ય રીતે પોસ્ટરનો ઉપયોગ કોઈક મુદ્દે જાગૃતિ લાવવા, ધ્યાન દોરવા કે કોઈ સિદ્ધિની ઘોષણા કરવા માટે થતો હોય છે. પોસ્ટરમાં લખાણ ઓછું, અને ચિત્રનો હિસ્સો વધુ હોય છે, કેમ કે, તે મોટે ભાગે જાહેર સ્થાનોએ લગાવાતાં હોવાથી ચાલતાં ચાલતાં જ તે વંચાતાં હોય છે.
આ પ્રકારનાં મીની પોસ્ટર 'મેડ'ના છેલ્લા ટાઈટલ પર બનાવાતા. અને પોતાની આદત મુજબ 'મેડ' કોઈને ન બક્ષતું. પોતાના ગ્રાહકોને કે પોતાની જાતને પણ ન બક્ષે એ બીજી કોઈ કંપનીઓ, કે સત્તાતંત્રને બાકી રાખે?
અહીં આવા મીની પોસ્ટરના કેટલાક નમૂના.

City Lights નહીં, પણ City Plights. (શહેરની દુર્દશા)

અમેરિકા હોય કે ભારત, સ્વચ્છતા અભિયાન બધે સરખાં.











No comments:

Post a Comment