બિચારા કાર્ટૂનિસ્ટો! તેમની સાવ છેવાડાની વ્યંગ્યસભર કલ્પનાઓ લોકો હવે સાચી પડી રહી છે. આવા માહોલમાં તેઓ દોરી દોરીને શું દોરે! કરી કરીને શી કલ્પના કરે! પહેલાં તેઓ જે પંચલાઈન કાર્ટૂનમાં લખીને હાસ્ય નીપજાવતા હતા એ હવે અખબારોમાં હેડલાઈન બનીને ચમકે છે. આટલું ઓછું હોય એમનાં દોરેલાં કાર્ટૂનો પર તવાઈ આવે. વક્રતા એ છે કે આવી તવાઈ સીધેસીધી રાજકીય નહીં, પણ વિવિધ પ્રકારનાં લાગણીદુભાઉ સમુદાયો તરફથી ઊતારવામાં આવે છે. એક બાજુ રાજકારણીઓનાં આવાં કરતૂતોને કારણે તેમની નોકરી ખતરામાં આવી પડી છે, એટલે કે મોટા ભાગના અખબારોમાં 'સ્ટાફ કાર્ટૂનિસ્ટ' હવે ભૂતકાળ બની રહ્યા છે. બીજી તરફ તેઓ સોશ્યલ મિડીયા પર ફ્રી લાન્સર તરીકે કાર્ટૂન મૂકે તો લાગણીદુભાઉ જૂથો તેમની પર તવાઈ ઊતારે છે. વક્રતા આ નથી. વક્રતા એ છે કે જનતાના એક મોટા અને બોલકા હિસ્સાને એમ લાગે છે કે એ તો એમ જ હોય. 'અચ્છે દિન' હોય કે 'મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન'નો વાયદો, આપણા અનેક મૂર્ધન્ય અને જઘન્ય હાસ્યકારો વરસોથી કહેતા આવ્યા છે, 'હાશ્ય તો ગમે ન્યાંથી મળી આવે. જોવાની દ્રશ્ટિ હોવી જોઈએ.' તેઓ કેટલી કરુણ રીતે સાચા પડી રહ્યા છે!
તોફા કુબૂલ કરો, જહાંપનાહ! |
અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ચરણે વિવિધ ટેક અને મિડીયાના માલિકો નાણાંકોથળી ધરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ પોતાની તરફદારી કરવા માટેનો આ 'ચઢાવો' છે. આ જૂથમાં ફેસબુક અને મેટાના સ્થાપક- સી.ઈ.ઓ માર્ક ઝકરબર્ગ, એ.આઈ.ના સી.ઈ.ઓ. સામ અલ્ટમેન, એલ.એ.ટાઈમ્સના પ્રકાશક પેટ્રિક સૂ-શિઓંગ, વૉલ્ટ ડિઝની કમ્પની તથા એ.બી.સી.ન્યુઝ અને વૉશિંગ્ટન પોસ્ટના માલિક જેફ બેઝોસ સામેલ છે.
No comments:
Post a Comment