આજના જમાનામાં રોડને વિકાસની નિશાની ગણવા અને ગણાવવામાં આવે છે. જો કે, એ હકીકત છે કે રોડ ગમે એવા વિકસીત હોય, વાહનો ગમે એવા આધુનિક હોય, પણ તેનો ઉપયોગ કરનારા આખરે આપણા જેવા સામાન્ય લોકો જ છે. આવા સામાન્ય લોકોના લાભાર્થે તેમજ જ્ઞાનાર્થે અત્યારે જે ટ્રાફિક સંજ્ઞાઓ રસ્તાની કોરે મૂકવામાં આવે છે, તે ભાગ્યે જ ધ્યાન પડે એવી, ધ્યાન પડે તો ભાગ્યે જ સમજાય એવી અને સમજાય તો તેનો અમલ ન થાય એવી હોય છે.
આવી સ્થિતિમાં પ્રસ્તુત છે વરસોથી ચાલી આવતી એકની એક પ્રચલિત ટ્રાફિક સંજ્ઞાઓને બદલે એવી ટ્રાફિક સંજ્ઞાઓ અને તેની સમજૂતિ, જે ન્યુ એઈજના ફંકી, ચંકી, મંકી.. તમામ પ્રકારના વાહનચાલકોને કામ લાગે એવી છે. વાંચનાર હજી આમાં પોતપોતાના વિસ્તાર મુજબની સંજ્ઞાઓ ઉમેરી શકે.
આ રોડ ૯૦ મહિનાથી રીપેર થયો નથી. સંભાળીને ચલાવજો.
*
આ વિસ્તારની પ્રજા રોંગ સાઈડ પરથી આડેધડ જોખમી ઓવરટેક કરે છે.
એટલે માત્ર સામે જ ન જોતાં આજુબાજુ પણ ડાફોળિયાં મારતા રહેજો.
*
આગળ આવતી હોટેલની રૂપાળી ઈમારતની પછવાડે મોટી કચરાપેટી છે,
જેમાંનો કચરો વરસે બે-ત્રણ વાર જ ઉઠાવાય છે.
*
હવે પછીના ટોલ પ્લાઝા પર ખારી શિંગ બહુ સરસ મળે છે.
*
આગળ ટ્રાફિક પોલિસ ઉભેલો છે.
તેને આપવાના છૂટા પૈસા હાથમાં રાખો.
*
આગળના ટ્રાફિક સિગ્નલ પર ભિખારીઓ ઉભેલા છે.
છૂટા પૈસા તૈયાર રાખો કાં ગાડીનો કાચ ચડાવેલો રાખો.
*
આગળના રોડ પર ભયાનક ખાડા છે.
*
આ રોડ પર રાત્રે રીફ્લેક્ટર વગરનાં ઉંટગાડાં-બળદગાડાં ચાલે છે.
*
આગળ આવતી ટાયર પંક્ચરની દુકાનવાળા
પાસે દારૂની વ્યવસ્થા છે.
*
ગમે એટલું મોટેથી હોર્ન મારશો તોય અહીં કોઈ હટશે નહીં,
એટલે વાહન ધીમેથી હાંકો.
*
આગળની હોસ્પિટલમાં આટલા દિવસથી ડૉક્ટર નથી.
*
આગળના ઢાબામાં મળતું ભોજન ભયાનક તીખું છે.
( નોંધ: આ સંજ્ઞાઓ 'આરપાર'ના ૨૦૦૫ના દિવાળી અંક માટે તૈયાર કરવામાં આવી હતી, જેનું ચિત્રાંકન રાજેશ રાણાએ કર્યું હતું.)
હા હા હા... મસ્ત છે. અમુક તો ખરેખર આવી ટ્રાફિક સાઈન હોય છે. જેમકે આગળ ગાયો છે, ભટકાઈ જશો.
ReplyDeletehttp://lh6.ggpht.com/_KUNWSUi0TGQ/SkhsE3ECpyI/AAAAAAAACz0/eLHQ8ShiL9Q/Car%20and%20Cow%20sign_thumb.jpg
Thanx, Sakshar!
DeleteOne more sign I remember in a Bond film 'Live & let die' is - 'Trespassers will be eaten'. As this sign is shown on screen and we understand what it is about, a giant crocodile is seen crossing the road.
હમણાં સાઈન ને લગતો બીજો એક વિડીયો જોયો: http://www.jest.com/embed/201195/woman-thinks-moving-deer-crossing-sign-will-discourage-deer-from-crossing
Deleteસ્વાર્થવશ મારેલો ધક્કો આમ ખડખડાટ હાસ્યરૂપે પાછો મળે છે, ચેતજો બિરેનભાઈ.
ReplyDeleteवाह! क्या खुब कही!
ReplyDeleteExcellent-It is very funny because it is true.
ReplyDeleteApt, and hilarious! Each one is a classic. Thanks for sharing
ReplyDeleteવાહ ભઈ !
ReplyDeleteજબરી મૌલીકતા... ૨૦૦૫માં !!
ધન્યવાદ...
વક્રતા એ છે કે ૭ વરસ પછી પણ આ વાત અપ્રસ્તુત નથી...!!
ReplyDeleteWah! Kya baat hai...
ReplyDeleteબહુ ફની!અગાઉથી આવી સાઇન જોવા મળી જાય તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. અમારે ત્યાં પણ અમુક એવી ફની ટાઉનની સાઇન છે તેવું અમારા મિત્ર કહેતા હતા પરંતું ક્યારેય ખાસ રસથી મે જાણવાનો પ્રયત્ન કરેલો નહીં. પરંતું આપની સાઇન જોવાનો આનંદ આવ્યો.
ReplyDeleteબહુ સરસ !
ReplyDeleteવાંચીને તુરંતજ ફેસ-બુક પર શેર કરી દીધુ છે.અજમાવવા જેવુ ખરુ.....
ReplyDelete