Tuesday, August 2, 2022

નિવેદન નાગપંચમીનું

 આથી નાગપંચમીના રોજ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે-

1.અમો દૂધ પીતા નથી, કે ઝેર પણ પીતા નથી. આથી અમારા નામે કોઈએ ચરી પાળવી નહીં. એટલે કે ચરી ખાવું નહીં.
2. અમારે દાંત છે, પણ કુલેર અમને ભાવતી નથી.
3. અમને બીનમ્યુઝીક કે કોઈ પણ પ્રકારનું સંગીત સંભળાતું નથી, તેથી જેણે નાચવું હોય એ ભલે નાચે, પણ એ ડાન્‍સને 'નાગિન ડાન્સ' ન કહેવો. એમ કરવામાં આવશે તો અમને ફૂંફાડા મારીને વિરોધ વ્યક્ત કરતાં કોઈ રોકી શકશે નહીં.
4. ચોમાસું આવે એ પહેલાં છત્રી ખરીદી લેવી. અમારા સમાજના ભાઈબહેનોને છત્રી તરીકે બોલાવવા નહીં. એકાદ વાર અમારા એક વડીલે 'ભગવાનતા'ના ધોરણે સેવા આપી, એટલે કંઈ અમારે આવવું એવું લખી આપ્યું નથી.
લિ. પ્રમુખશ્રી,
ઑલ ઈન્ડિયા તક્ષક સમાજ

1 comment:

  1. Such an announcement may also be necessary for Mahashivratri, Dashera, Ganeshchaturthi, Navratri, Holi-Dhuleti, Diwali etc. etc. Not sure who will be the president and what society will issue such a clarification!

    ReplyDelete